અપેક્ષા રહિત. પ્રેમ એક પરમ તત્વ

પ્રેમ એટલે કુદરતે આપેલી એક અણમોલ  ભેટ.  પૃથ્વીનું સર્જન થયું તેની સાથે અસંખ્ય વૃક્ષો, નદી, નાળા, સાગર, વનસ્પતિઓ, જીવ જંતુઓ, પ્રાણીઓ, જળચળ પ્રાણીઓ, સૂર્ય, ચંદ્ર, ઠંડી, ઉષ્ણતામાન, વગેરે અનેકવિધ માનવીની જરૂરિયાતોનું પણ સર્જન થયું.  બધામાં પ્રેમ એક એવું પરમ તત્વ છે જે બધે જ બધામાં નજરે પડે.  આજે આપણે વાત કરીએ છીએ વૃક્ષોની.  તો વૃક્ષો એક એવું માધ્યમ છે જેના થકી આપણને જીવવાનો સહારો મળે છે.  વૃક્ષો આપણાં જીવનને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી પ્રભાવિત કરે છે.  વૃક્ષો પ્રાણવાયુ (ઓક્સિજન ) ઉત્પન્ન કરે છે.  પ્રાણવાયુ વિના જીવવું અશક્ય છે.  અને એટલું જ નહી.  પ્રાણવાયુ ઉત્પન્ન કરી, અંગાર વાયુ (સી  ઓ  ટુ ) શોષી લ્યે છે.  આ તો ખૂબ જ અદ્ભૂત વાત કહેવાય!!  વૃક્ષો ન હોય તો આપણી શું દશા થાય?  કદી કલ્પના કરી છે?  વાત પ્રાણ વાયુની નથી – વાત પ્રેમની છે.  વૃક્ષ એટલે એક હકારાત્મક ઉર્જા – વૃક્ષોની શીતળ છાયામાં  માં ના ખોળા જેવો આનંદ મળે છે.  વૃક્ષો પ્રેમ કરે છે.  પ્રેમમાં આપવાની ભાવનાનું ઘણું મહત્વ છે.  વૃક્ષો શું નથી આપતા?  

અનેક દેશોમાં વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતા.  એ જંગલો અનેક વૃક્ષો, પશુઓ માટે વસવાટ ઊભું કરતા.  વૃક્ષોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું .  વાતાવરણમાં ઠંડક રહેતી.  પુષ્કળ વરસાદનાં કારણે વૃક્ષોમાં વધારો થતો.  જે દેશો વિષુવૃતની નજીક હોય:  મકરવૃત અને કર્કવૃતની વચમાં હોય તે જગ્યા પર ગીચ ઝાડીઓ અને વૃક્ષો આજે પણ ઊગે છે.  તે ન હોય તો?  માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવ વસાહતો સ્થાપી,  પર્યાવરણને ભારે નૂકશાન કર્યું છે.  ભારતની રાજધાની દિલ્હીનો દાખલો લઈએ તો વૃક્ષો ઓછા થતાં ગયા.  માનવીના મન અને શહેર સિમેન્ટનું બનતાં ગયા.  જે વૃક્ષોએ બધુ સમર્પિત કરી દીધું એને જ કાપી નાખ્યા.  તે ઉપરાંત ડીઝલ અને પેટ્રોલથી પેદા થતો ગેસ, હવામાનને તદ્દન નીચા સ્તર પર લાવી વૃક્ષોનું આયુષ્ય પણ ઓછું કર્યું.  બાકી રહેલું ખેતીનું નકામું ઘાસ અને પાકને બાળી નાખવું.  આ બધું પર્યાવરણ માટે ઊચિત નથી.  કુદરતે આપેલા પ્રેમથી ભરપૂર તત્વને આપણે ઓળખી ન શક્યા !!!  આખું વર્ષ ભર ઉનાળામાં કે ચોમાસામાં તેની છાંય નીચે કેટલાયે મુસાફરો અને બાળકોને વિસામો મળે છે.  થાકેલો કે હારી ગયેલો માનવ તેની ઓથે શીતળતા અનુભવે છે.  વૃક્ષ એ પરોપકારી આત્મા છે.  કંઈપણ અપેક્ષા વિના તમને આપે છે.  નિસ્વાર્થ સેવા અર્પે છે.  ઝાડનો પ્રેમ એક તેજ સંજીવની બુટ્ટી છે.  યાદ કરો હનુંમાનજી આખો પર્વત લઇ આવ્યા હતા એ સંજીવની માટે !!  વનસ્પતિની જડી બુટ્ટીથી લક્ષ્મણજીને જીવન દાન મળ્યુ હતુંને ?
વૃક્ષોનો ગમે તેટલો દુરુપયોગ થાય છતાં તે તેનાં ગુણોથી વંચિત નથી રહેતા।  મનુષ્યો જો વૃક્ષો જેવાં બની જાય તો?  ઓહોહો !! દુનિયા બદલાય જાય !  વૃક્ષો જેટલી સેવા અને સમર્પણની ભાવના કદાચ જ માનવી કેળવી શકે!  ઊમાશન્કર જોશીનું આ કાવ્ય એજ પ્રતિભાવ આપેછે:-પેલું ઝાડ ક્યાં ?________ઘણાં વરસે શાળામાં ગયો,નવા નળિયાં, નવો નાનકડો બાગ, બે રંગીન ફૂલ પણ ખરા.ને છતાં કૈક સૂનું સૂનું કેમ લાગે છે.ચોગાન સૂનું – કહો કે બ્રહ્માંડ જાણે સૂનું સૂનું .
પેલું ઝાડ ક્યાં ગયું ? પેલું 
જેની ઊપર ચઢી જતાં, ડાળીએ હીંચતા 
છાયામાં રમતાં, આમ બે વિશાળશાખાઓ ફેલાવીને ઊભું હતું  – વિચારતો 
બાહુઓ લંબાવી તકાદાર થઇ ઊભો ;ધરતીમાંથી પગનાં તળિયામાં થઇ ધસતું,વૃક્ષચૈતન્ય એના કલેવરમાં સંચરતું 
બાહુશાખાઓ દ્વારા આકાશને અઢેલી રહયું 
નીચે નમ્યો 
ધરતીની ધૂળ માથે મૂકવા 
ચપટીમાં આવી થડનાં અવશેષની ઊધઈ.  

એક ઝાડ એનો પ્રેમ દર્શાવતું આ કાવ્ય શું કહે છે?  કે ઝાડપાન નિસ્વાર્થ પ્રેમ કરે છે.  વૃક્ષો એટલે ભલાઈ સભર પ્રેમ અને પ્રેમ એટલે એક પરમતત્વ સાથેનું જોડાણ !!વૃક્ષોને લાંબો સમય પાણી ન મળે તો તે સુકાય જાય ત્યારે નાની સરખી ભૂલ પણ ભારે રમખાણ મચાવે છે. હમણાંજ કેલિફોર્નિયાના ઉત્તરમા આવેલું “પેરાડાઇઝ ” નામનાં ગામમાં અને આજુ બાજુ ના જંગલમાં લાગેલી  ભયંકર આગ માં હજારોનાં હિસાબે વૃક્ષો, ઘરો અને માનવો બળીને ભસ્મીભૂત થઇ ગયા.  આવી દુર્ઘટનાને અટકાવવા હંમેશ સચેત રહેવું જરૂરી છે.  બીજાં અર્થમાં વૃક્ષોને પણ પ્રેમ આપો.  

વૃક્ષો એક દિવાલ ઊભી કરી શકે છે.  સિમેન્ટની દિવાલ કે જે આપણને જોવી ન ગમતી હોય તેને લીલા પાંદડાની વેલીથી ઢાંકી દઇ એક અલગસા પડદો ઊભો કરી શકે છે.  ખૂબ ધાંધલ અને અવાજોથી ભરપૂર રસ્તાનો ઘોંઘાટને ઓછો કરી નાખે છે અને આંખોને રમ્ય લીલી ચાદર પાથરી દઈ શકે છે.  વૃક્ષોને કારણે ઊડતી ધૂળ અને હવા ઓછા થઇ જાય છે.  સુર્યનાં તેજસ્વી કિરણોને અટકાવી આંખોને રાહત આપે છે.  જીવનને માટે વૃક્ષોની પૂષ્કળ આવશકતા છે.  પૃથ્વી ઉપર જે જીવો છે તેમાં વૃક્ષો સૌથી વધારે આયુષ્ય ધરાવે છે અને એટલે વૃક્ષો આપણને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની કડી જોડવામાં મદદરૂપ છે.  આને કારણે દુનિયાનાં દરેક ભાગમાં જંગલમાં , ગામડાઓમાં, ખેતરોમાં, શહેરોમાં, રસ્તાઓ ઉપર વૃક્ષોનું રોપણ, ઉછેર, સાચવણી અને પ્રેમ ખૂબ જરૂરી છે.
આપણા સ્વાસ્થ્ય અને જીવન માટે વૃક્ષો ખૂબ પ્રેમ ભરપૂર સેવા આપે છે.  કુદરતી સૌંદર્યને સાચવવામાં મદદરૂપ છે.  તો આવો અદ્ભૂત પ્રેમ છે વૃક્ષોનો – તે પણ અપેક્ષારહિત !
જયવંતિ પટેલ 

4 thoughts on “અપેક્ષા રહિત. પ્રેમ એક પરમ તત્વ

  1. વાહ સરસ જયવંતીબેન. અભિનંદન। અંગ્રેજી માં આવી જ છોકરાઓની વાર્તા છે તેનું શીર્ષક “Giving Tree” હતું – લગભગ સુધી. વૃક્ષ એ પરોપકારી આત્મા છે. કંઈપણ અપેક્ષા વિના તમને આપે છે. નિસ્વાર્થ સેવા અર્પે છે. — ખરી વાત છે અને વૃક્ષ તેના દરેક અંગ નું સમર્પણ કરે છે — પંખીઓના માળા માટે, નીચે છાંયડા માં બેસવા માટે, તેના ફૂલ અને ફળ વાપરવા માટે, અને આખે આખું અંગ ટેબલ ખુરસી અને ઘર બનાવવા માટે અને છેલ્લે છેલ્લે કીડીઓ અને કીડાઓ તેના ઉપર નભે છે.

    Like

  2. જયવન્તીબેન,તમે વૃક્ષ અને કુદરત પ્રેમ પર કેવું સુંદર લખ્યું? માનવી પ્રેમમાં દગો દઈ શકે…..કુદરત નહી.વૃક્ષ અને પ્રકૃતિ પાસેથી આપણે કેટલું બધું લઈએ છીએ…તે આપ્યાજ કરે છે.ક્યારેય ખૂટતું નથી.અને એ પણ વીના માંગે!…એટલે તો બુદ્ધિશાળી માનવ વેકેશન મનાવવા કુદરત પાસે જવાનું પસંદ કરેછે.કુદરત ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતી.આ તો છે પ્રેમ!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.