દ્રષ્ટિકોણ 26: સૂર્ય ના કિરણો સગર્ભા સ્ત્રીને જીવન બક્ષે છે – દર્શના

મિત્રો, શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક માં આવકારું છું.  આવતે અઠવાડિયે મારો જન્મદિવસ છે અને આજે તેની ઉજવણી છે. તો તેવા અવસરે સૂર્ય ની વાત કરવી ઉચિત લાગે છે.
ઘણી જ્યોતિષવિદ્યા અનુસાર જન્મદિવસ ને સંબંધિત, સૂર્ય અને ચંદ્ર ના સ્થાન નું ઘણું મહત્વ છે. ચંદ્ર નું મહત્વ એવું ગણાય છે કે તેના સ્થાન અનુસાર વ્યક્તિ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરે છે અને ચંદ્ર નું સ્થાન વ્યક્તિના સર્જનાત્મક અને સાહજિક સ્વભાવને રજૂ કરે છે. સૂર્ય ના સ્થાન નું જન્મદિવસ સાથે એવું જોડાણ છે કે જન્મ ના સમયે સૂર્ય જે સ્થાન માં હતો તે જ સ્થાન માં  દર વર્ષે તે પાછો આવે છે. તે ઉપરાંત પ્રાચીન ગ્રીક માન્યતા અનુસાર અને ફિલસૂફ એરિસ્ટોટલ ના કહેવા અનુસાર તેમજ વેદ પુરાણ અનુસાર પૃથ્વી, પાણી, હવા અને અગ્નિ એ ચાર તત્વો મુખ્ય તત્વો છે જે જિંદગી માં પ્રાણ પુરે છે. આપણે એક વખતે જળ વિષે વાત કરેલી તે આ લિંક ઉપર વાંચી શકશો http://bit.ly/2JXEloU .  આજે સૂર્ય ઉપર વાત કરીએ અને એક નવી ટેક્નોલોજી સૂર્ય ના કિરણો દ્વારા કેવો પ્રાણ પુરી રહી છે તેના વિષે થોડી વાત કરીએ.
જીવન ની શરૂઆત બાળક ના જન્મ થી થાય છે.  ઐતિહાસિક રીતે બાળજન્મ એટલો ખતરનાક સમય હતો કે અમુક દેશ માં જ્યારે સ્ત્રી  ગર્ભવતી થાય ત્યારે જ તે પોતાનું વિલ તૈયાર કરી નાખતી. અમુક પ્રથા અનુસાર સ્ત્રી ની ગોપનીયતા (પ્રાઇવસિ) જાળવવાને બહાને તબીબી ડોક્ટરો બાળજન્મમાં ભાગ લેતા નહિ. બાળજન્મ માં સ્ત્રી અને નવજાત શિશુ નું મ્ર્ત્યુ થાય તે સામાન્ય વાત મનાતી. પણ ઘણા સુધારા અને પ્રગતિ પછી આજ ના જમાના માં મોટા ભાગે તે સામાન્ય નથી. અને છતાં આજે પણ દુનિયા માં એવા દેશ છે જ્યાં ગર્ભાવસ્થા અને બાળજન્મ કોઈ નાનીસૂની વાત નથી.  વૈશ્વિક સ્તરે માતૃત્વમાં દર વર્ષે 300,000 થી ઉપર માતા કે બાળકો ના મોત થાય છે. આમાંથી 99 ટકા મોત અવિકસિત દેશોમાં (મૉટે ભાગે આફ્રિકાના દેશોમાં જોવા મળે છે). અને ઉપર થી ઘણી મહિલાઓને બાળજન્મથી ગંભીર ગૂંચવણો ઉભી થાય છે.
2008 માં અમેરિકન ડોક્ટર લોરા સ્ટાચેલ આફ્રિકા ના નાઈજીરિયા દેશ માં કામ કરવા ગયેલ. તેમણે જોયું કે ત્યાં ગર્ભાવસ્થાનો સમય સ્ત્રીઓ માટે ખુબ કઠિન હતો અને ઘણી સ્ત્રીઓ નું મૃત્યુ થતું હતું. તેમણે સુવિધાઓની ખુબ ખામી જોઈ. ખાસ કરીને ભરોસાપાત્ર વીજળી (લાઇટિંગ) ની સુવિધા તબીબો માટે ઉપલબ્ધ હતી નહિ. ક્યારેક વીજળી આવે અને ક્યારેક જાય. રાત્રિના સમયે ડિલિવરી કરવાની હોય તો ક્યારેક પુરા અંધકારમાં, ક્યારેક થોડી મીણબત્તી ના પ્રકાશ ને આધારે, અને ક્યારેક ફ્લેશ લાઈટ ના આધારે ડોક્ટરે તે કરવી પડે. ક્યારેક ફ્લેશ લાઈટ મોઢામાં પકડીને નર્સ કે ડોક્ટર ડિલિવરી કરે. અને સિઝેરિયન કરવાની જરૂર હોય તો પ્રકાશ ની ખામી ને લઈને તેઓ ઓપરેશન રદ પણ કરતા.
લોરા બહેને અમેરિકા પાછા ફર્યા બાદ આ વાત તેમના એન્જીનીર પતિ, હાલ એરોનસોન ને વાત કરી. તેઓ બર્કલી માં એન્જિનિરીંગ અને સોલાર એનર્જી (સૂર્ય ની શક્તિ) વિષે ભણાવતા. બંન્ને પતિ પત્ની એ સાથે મળી ને બાળજન્મ સમય માટે સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો। પછી હાલભાઈ કામે લાગ્યા. આફ્રિકા માં સૂર્ય ની શક્તિ ની કોઈ કમી નથી. પરંતુ, ત્યાં જગ્યાએ જગ્યાએ સોલાર પેનલ બનાવવાનું કારખાનું મોટા પાયે ઉભું કરવામાં ખુબ સમય તો લાગેજ પણ તેટલા પૈસા કયાંથી ભેગા કરવા? એક કારખાનું નાખવા માટે 2 લાખ થી વધુ ડોલર ની જરૂર પડે. અને આ સમસ્યા તો જગ્યાએ જગ્યાએ હલ કરવાની હતી.  હાલભાઈએ દ્રષ્ટિકોણ ફેરવી નાખ્યું. તેમણે નિર્ણય કર્યો કે તેટલા મોટા પાયે વિચારવાની બદલે ખુબ નાના પાયે વિચારવાની જરૂર છે.
લોરા અને હાલે મળીને “We Care Solar” ની સ્થાપના કરી. હાલે એક સૂટકેસ ના માપ ની  સોલર ઇલેક્ટ્રિક સિસ્ટમ બનાવી જેથી લૌરા પ્લેન માં મુસાફરી કરતી વખતે સાથે લઇ જઈ શકે. નાના સૂટકેસ ની અંદર તેમણે વ્યવસ્થિત  રીતે બાળજન્મ ને લગતી અગત્યની વસ્તુઓ ગોઠવી, જેમ કે એલઇડી લાઇટ, હેડલેમ્પ્સ,શિશુ ના હૃદય ના ધબકારા સાંભળવાનું ડોપ્લર, અને વૉકી-ટોકી (તે સમયે મોબાઇલ ફોન ઉપર પણ આધાર રાખી શકાતો નહિ અને બાળજન્મ સમયે બીજા કર્મચારીઓને બોલાવવા મુશ્કેલ હતા). મોટી સોલાર સિસ્ટમ ને તો નિયમિત જાળવણી ની પણ જરૂર પડે. પણ આ સિસ્ટમ તેમણે અમુક મુખ્ય સિદ્ધાંતો ને ધ્યાન માં રાખી ને બનાવેલી. તેમાં નિયમિત જાળવણી ની જરૂર નતી. તેની બનાવટ ખુબ સસ્તી રીતે થયેલ. તે પોર્ટેબલ હતી એટલે કોઈ પણ કર્મચારી તેને જરૂર પડે ત્યાં લઇ જઈને 3 કલાક માં છાપરા ઉપર ગોઠવી શકે અને 24 કલાક ના સૂર્ય ના પ્રકાશ પછી તે કામમાં આવી શકે. સૂટકેસ માત્ર 40 વોટ પાવર આપે છે પણ તેનાથી બાળજન્મ ના કાર્ય માં નડતી એક મોટી સમસ્યા હલ થઇ ગઈ.

  

જેમ જેમ લોકોને આ નવી સુવિધા વિષે જાણ થવા લાગી કે તેમની પાસે જગ્યાએ જગ્યાએ થી અરજીઓ આવવા લાગી.  શરૂઆત માં તો તેઓ આવી એક એક સૂટકેસ બનાવવા માટે તેમના વિધાર્થીઓ અને નાના મોટા કાર્યકર્તાઓ ની મદદ લેતા. પણ જેમ જેમ હાઇટી, ઇથિયોપિયા વગેરે વગેરે જુદા જુદા દેશોમાંથી અરજીઓ આવતી ગઈ તેમ તેઓને મોટા પાયે આ બનાવવાની જરૂર જણાવા લાગી. તેમને અમુક સંસ્થાઓ જેમ કે The Blum Center for Developing Economies અને The MacArthur Foundation તરફ થી સહયોગ મળ્યો અને તેમને આ કાર્ય મોટા પાયે શરુ કર્યું. તે પછી તો બીજી સંસ્થાઓનો પણ સપોર્ટ મળ્યો અને World Health Organization તરફથી તેમને પાર્ટનરશીપ માટે આમંત્રણ મળ્યું. મેં 2012 માં જોયેલી સૂટકેસ અને હવે તેમની નવી ડિઝાઇન ના સૂટકેસ માં ઘણો ફરક છે.  2018 માં તેમણે 27 દેશોમાં, 3,500 સૂટકેસ આરોગ્ય સંભાળ પ્રદાતાઓ ને પહોંચાડી. અને ગર્ભાવસ્થા સમયે માતા અને બાળક ની સુરક્ષા માટે તેઓએ Liberia, Sierra Leone, Ghana, Nigeria, The Gambia, Uganda, Malawi, Tanzania, Nepal, Ethiopia અને Philippines માં સ્થાનિક પ્રોગ્રામ શરુ કરેલ છે. સૂર્ય ના કિરણો ને એકત્રિત કરીને તેમનો ઉપયોગ કરવાથી બાળજન્મ ના સુખદ સમયે કેટલાય ના પ્રાણ બચી જશે. હાલ અને  લોરા ને આપણા ધન્યવાદ।
અને  જિંદગી માં પ્રાણ પૂરનાર એવા જીવનદાતા સૂર્ય ને મારા જન્મદિવસ નિમિતે કોટી કોટી નમસ્કાર અને પાર્થના કે એવો પ્રકાશ પડતો રહે અને જિંદગીને નવા દ્રષ્ટિકોણ થી જોવાની અને માણવાની તક હંમેશા મને મળતી રહે.  અંધકાર માંથી પ્રકાશ માં બાળજન્મ નો તફાવત આ બે વિડિઓ લિંક ઉપર જોઈ શકાશે.
https://vimeo.com/147526267

8 thoughts on “દ્રષ્ટિકોણ 26: સૂર્ય ના કિરણો સગર્ભા સ્ત્રીને જીવન બક્ષે છે – દર્શના

  1. દર્શનાબેન જન્મદિવસ ની ખોબો ભરી શુભેચ્છા.સદાય આજ જેવા હસતા રહો. આજના લેખની ખૂબ સરસ જાણવા જેવી માહિતી

    Liked by 1 person

  2. Laura and Hal have done a fantastic job by inventing a Yellow Suitcase but you have done a wonderful job of bringing this to our knowledge and attention. Thank you Darshna, I really admire you. You have done a Soul shining job on your birthday. Happy Happy Birthday to you from both of us. Bhikhubhai also read the article and he likes it too. May God fulfil all your wishes and you have a long, healthy life. Thank you.
    I wanted to write all this in Gujrati but in Yahoo, I can’t do it. I have to learn to change Shabdonu Surgen on Gmail.

    Like

  3. Dear Jayvantiben: Thank you so very much to you and Bhikhubhai for your beautiful feedback. Your comments always encourage me to write well. Thank you for your wishes for my birthday. Although my party is today, my birthday is on the 16th :). Your blessings mean a lot. I will you and Bhikhubhai health and happiness in 2019.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.