ચોપાસ -6

 

મું બઈ થી શરુ થયેલો અમારો પ્રવાસ પ્રથમ કલકત્તા પહોંચ્યો ત્યાંથી અમે પ્લેનમાં સિક્કિમના નવા હવાઈ મથકે પાક્યોંગ ઉતર્યા,આટલું શાંત એરપોર્ટ પહેલીવાર જોયું! નવું હતું, શ્રી મોદી સાહેબે જ એનું ઉદઘાટન કર્યું હતું. આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી ફક્ત 60 કિમી દૂર છે. એટલે રણનૈતિક દ્રષ્ટિએ આ એરપોર્ટનું ઘણું મહત્વ છે.આવનારા સમયમાં પાક્યોંગને ભુતાન, નેપાળ અને થાઇલેન્ડ સાથે જોડવામાં આવશે. આ એરપોર્ટ બની જતાં સિક્કિમ પહોંચવામાં 4-5 કલાકનો સમય બચશે. તેનાથી રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે.હવે અહીં લોકોને ‘ક્વોલિટી લાઈફ’ મળશે, .
સિક્કિમ દેશનું એકમાત્ર એવું રાજ્ય હતું કે જેની પાસે અત્યાર સુધી પોતાનું એરપોર્ટ નહોતું.સિક્કિમ 1975માં ભારતનું 22મું રાજ્ય બન્યું હતું1975થી ગણીએ તો સિક્કિમમાં દાખલ થવા સિક્કીમવાસીઓને પ્લેનની સુવિધા લેવા માટે પશ્ચિમ બંગાળ સુધી લાંબુ થવુ પડતું, સિક્કિમ બન્યાને 40 વર્ષ થઈ ગયા, પરંતુ રાજ્યને દુનિયાના હવાઈ નકશા પર હમણાં જગ્યા મળી અત્યાર સુધી નજીકનું હવાઈ મથક પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આવેલું બાગડોગરા હવાઈ મથક ગણાતું . આ હવાઈ મથક ગંગટોકથી ૧૨૪ કિમી દૂર છે..જેમાં તેમને 4-5 કલાક વધુ ફાળવવા પડતા હતા.આજે સિક્કિમમાં એમનું પોતાનું કહી શકાય તેવું એરપોર્ટ છે.
આ જોવા જાઈએ તો સિક્કિમ ભારતનું સૌથી નાનું રાજ્ય છે.અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. પોતે ચીન, નેપાળ તથા ભૂતાન સાથે જોડાયેલું હોવા છતાં સિક્કિમ અલુપ્ત હતું અને એજ એનું સૌંદર્ય છે. મારુ મન સિક્કિમનો નવો અવતાર સ્વીકારવામાં નવા વિચારો સમજવામાં ઉણુ ઉતર્યું અને મન બોલી ઉઠ્યું,પરંતુ એમનું અલાયદું કુદરતી સૌંદર્ય જળવાશે ખરું?
“પ્લેનના પૈડાં રનવેને અડે ત્યારે અને ઊંચકાય ત્યારે હૃદય થોડા ધબકાર ચૂકી જાય છે કે નહી .બસ આવો જ અનુભવ એરપોર્ટ આવતા અમને થયો.”
સિક્કિમના સંસ્કૃતિના પડઘા પડતા પાક્યોંગ એરપોર્ટ પર ગૌતમ બુદ્ધની પ્રતિમા શાંતિ નો અહેસાસ કરાવતી હતી ,અમે કલકત્તા જેવા ભીડભાડ વાળા શહેરમાંથી અહીં આવ્યા એટલે એરપોર્ટની બહાર જાણે ખુબ મોકળાશ અનુભવી, ખુલ્લા પહાડી પ્રેદેશે અમારી આંખોને આંજી દીધા,ચારે તરફ પહાડોની વચ્ચે એરપોર્ટની બહાર ફરકતા રંગબેરંગી ઝંડાઓ જાણે અમને આવકારતા હતા અને એથી પણ વધુ ભારતનો ઝંડો અમને ગૌરવ નો અહેસાસ કરાવતો હતો અમારો હાથ એની મેળે જ સલામ કરવા ઉંચકાયો…..
ત્યાં એક ફાંકડો ગોગલ્સ પહેરેલો એક યુવાન આમારી પાસે આવ્યો, હું જેમ્સ આપનો ડ્રાઈવર આપનું સિક્કિમમાં સ્વાગત છે. લાવો આપનો ફોટો પાડી દઉં. અમે સૌએ ફોટા પડાવ્યા,અમારો સામાન એ ગોઠવવા લાગ્યો ,એમે થોડા મુંજાણા,સામાન વધારે હતો અને એ બોલ્યો ચિતા નહિ કરવાની હું બધું જ ગોઠવી દઇશ જાણે કહેતો ન હોય “મેં હું ના !”
એણે સમાન ગોઠવી દીધો અને અમે ગેંગટોક તરફ પ્રયાણ કર્યું.
બારીની બહાર સૌંદર્ય જોતા આંખો મટકું મારવા પણ તૈયાર ન્હોતી ,ગીચ વૃક્ષોની વનરાજી કુદરતના ખોળે આવ્યાનો અહેસાસ કરાવતી હતી,થોડા ઉબડખાબડ વાળા રસ્તા “રો બ્યુટી” જેવા લગતા, નિશાંત શાંતિ અને પ્રકૃતિના અદભુત નજારાને જોતા મન ધરાતું નહોતું ,બસ આમને આમ ડ્રાઈવ કરતા રહીએ એમ થતું ,જે તસ્વીર આંખો ન જીલતી એને અમે કેમેરામાં જીલતા ગયા મન પ્રફુલ્લિત થાય તેવો તડકો ચારે બાજુ છવાઈ ગયો હતો,વચ્ચે આવતા સ્થળો જોવા અમારો ડ્રાઈવર જેમ્સ ગાડી ઉભી રાખતો અને કહેતો આ સુંદર દ્રશ્ય છે ફોટા પડી લો… આ ધોધ છે જોઈ આવો… ,અમે સૌ ઉતારતા પણ અમારું ધ્યાન આમારા સમાન તરફ રહેતું.
એ કહેતો ચિતા ન કરો હું છું. ધ્યાન રાખીશ અને એ ગાડી એક બાજુ મૂકી ચા પીવા જતો હું ડરતી અમારો સમાન આમ રઝળતો રાખ્યો છે ક્યાંક કોઈ ચોરી તો નહિ લે ને ? હું પાછી ગાડી પાસે આવી ઉભી રહી જતી.એણે મને કહ્યું, “સામાન ની ચિંતા નહિ કરતા”. હું ગાડીમાં બેઠી પણ વિચારોએ આ સૌંદર્ય વચ્ચે પણ મને ચોપાસ ઘેરી લીધી. વિચારોનું દ્વંદ્વ ચાલ્યું….
વિશ્વાશ ભરોશો નિષ્ઠા જેવા શબ્દો આપણી જિંદગીમાં જીવતા હોઈએ છે આ શબ્દો ક્યારેક ઝીલાય છે અને ક્યારેક દેખાય છે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાશ મુકવો અઘરો હતો પણ કોઈ વ્યક્તિને આપણા ડર થકી શક કરવો એ પણ યોગ્ય તો નહોતું જ ! હા… “પણ ચેતતા તો રહેવું જ પડે…”. આપણે જયારે કોઈ વ્યક્તિ પર ભરોસો કરીએ છીએ ત્યારે તે વ્યક્તિની આપણા પ્રત્યે જવાબદારી પણ વધી જાય છે ને ? બન્ને પક્ષે ભરોસો એકબંધ રાખવાનો હોય છે અને આ જ તો માણસોની વચ્ચે રહી તેમની સાથે વિશ્વાશ ભર્યો વહેવાર કરવાનો એક માનભરેલો રસ્તો છે. અને અમે નક્કી કર્યું જેમ્સ સારો છે માટે ભરોસો રાખવાનો,
વિચારોમાં રસ્તો ક્યારે કપાયો ખબર ન પડી અમારી હોટેલ આવી ગઈ અને જેમ્સ સામાન ઉતારી, રજા લેતા બોલ્યો જાઉં છું કાલે બીજો ડ્રાઈવર અને સાથે આ ગાઈડ આવશે,અમને ગાઈડની ઓળખાણ કરાવી ,અમે પૂછ્યું તું નહિ આવે તો કહે ના,.. .મેં કહું કે તું કેમ નહિ? તો કહે તમારા ટુર મેનેજરને પૂછો !… વહ ઉસકા કામ હે મેરા નહિ! ..પણ હવે અમે હોટેલમાં બેસીને શું કરીએ ? તો કહે આરામ કરો .અમે કહ્યું પણ જેમ્સ અમારે બૌદ્ધ મંદિર જોવા જવું છે,પેલો નેશનલ પાર્ક પણ જોવો છે તો કહે તમારી મેળે ટેક્સી કરીને જાવ મને જેટલું કહેવામાં આવ્યું છે તે થઇ ગયું ,કઈ જાણવું હોય તો આ ગાઇડને પૂછી લો…એતો ગાડી ભગાવી ચાલ્યો ગયો,અમે કેટલા વિશ્વાસ સાથે આખી ટુર એજન્ટ રાખી અરેન્જ કરી હતી,… હવે શું ?….
અમે રૂમમાં જઈએ તે પહેલા હોટલમાં અમારું વાઈન અને સિક્કિમ સ્કાર્ફ પહેરાવી હોટેલવાળાએ સ્વાગત કર્યું , એ પીળો સ્કાર્ફ વિશ્વાસ અને ભરોસાના પ્રતીક સમાન હતો,હવે અમારા માટે વિશ્વાશ,ભરોશા જેવા શબ્દો ને જીવવાનો વારો હતો શબ્દ જયારે જીવાય,સચવાય અને પરખાય ત્યારે જ તો શબ્દોની ગરિમા ખીલી ઉઠે છે.ને ..

પ્રજ્ઞા દાદભાવાળા 

6 thoughts on “ચોપાસ -6

  1. Pingback: સહિયારું સર્જન – ગદ્ય

  2. વાહ પ્રજ્ઞાબેન સિક્કિમ ની સરસ સફર કરાવી। પણ જેમ્સ ક્યાં ચાલ્યો ગયો? તમારી આગની સફર નું શું?

    Like

  3. માહિતી જયારે અદ્વિતીય વર્ણન સાથે સરળ અને નિખાલસ ભાષામાં પીરસવામાં આવે ત્યારે પસંદગીનો પ્રશ્ન ઉભો થાય કે આ વાંચીને ત્યાં જોવા જવુજ જોઈએ,અથવા નહી જઈએ તો ચાલશે કારણકે બધું આંખ સામે આવી ગયું. મન ભરાઈ ગયું.અદ્ભુત!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.