વાત્સલ્યની વેલી ૧૨) બાળક કેશવ અને તેની મા!

કેશવ અને તેની મા!

બાળ ઉછેરમાં ઘણાં બધાં પરિબળો કામ કરે છે. તેમાં સૌથી મહત્વનું છે મા બાપની માન્યતાઓ ,અને તેને આધારે તેમનું બાળક સાથેનું વલણ ! એ વિષય પર ઘણું લખી શકાય … પણ વાત્સલ્યની વેલીમાં આજે તો માત્ર એક બાળક કેશવ વિષે જ લખીશ.

પાંચ છ વર્ષના કેશવને સૌ પ્રથમ વાર મંદિરમાં મળ્યાં હતાં.

એ વર્ષોમાં બીજા પણ મહત્વના બનાવો આકાર લઇ રહ્યા હતા. અમેરિકાના ચાળીસમાં પ્રેસિડન્ટ રેગનની બીજી ટર્મ ચાલી રહી હતી. એમની એક સહીથી ,જેઓએ એ યોજના ( એમ્નેસ્ટી ) માટે અરજી કરી હતી તેવાં ત્રણ મિલિયન લોકોના જીવનમાં બદલાવ આવ્યો , પણ જે લોકોનો કેસ એ પહેલાં પણ કોર્ટમાં ચાલુ હતો એ લોકોને આ યોજનાનો લાભ લેવો કે ના લેવો તે એ વ્યક્તિની પોતાની મરજીની વાત હતી.

કમનસીબે એક બહેન જે અમને શિકાગોના મંદિરમાં ક્યારેક મળતાં, જેઓ વર્ષોથી આ દેશમાં જ હતાં અને જેમનો ઇમિગ્રેશનનો કેસ કાયદેસર રીતે કોર્ટમાં ચાલતો હતો એટલે એમણે આ સ્પેશિયલ યોજનામાં એપ્લાય કર્યું નહોતું , તેમને માથે મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો ! એમનો વકીલ ખોટું કરતાં પકડાયો ! હવે એમની સ્થિતિ કફોડી થઇ ગઈ ! રેગનના કાયદાની સમય મર્યાદા પણ પુરી થઇ ગઈ હતી!

“ આ બધું મારા અપશુકનિયાળ છોકરાને પાપે થાય છે .” એમણે કહ્યું ; “ જ્યારે આ પેટમાં હતો ને ત્યારે જ મારા પતિનું કાર એક્સિડન્ટમાં અવસાન થયું . મેં એને દેશમાં મોકલી દીધો તો ચાર વર્ષમાં મારો બાપ મરી ગયો ! ને મૂઆને માંએ પાછો મોકલ્યો ! અને હવે મારો કેસ પણ અટવાયો !” એ રડતાં રડતાં, કલ્પાંત કરતાં ગુસ્સામાં અકળાઈને બોલતાં હતાં!

મારાંથી પાંચેક વર્ષ મોટી જશોદનું દુઃખ જોઈ હું હચમચી ગઈ! પારકાં દેશમાં એમનું કોઈ નહોતું! વળી એ ગુજરાતનાં કોઈ નાનકડાં ગામડામાંથી સીધા અહીં આવેલાં! એમનો કેશવ અમારાં નાનકડાં સંતાનો સાથે બાળ સહજ સ્વભાવથી રમતો હતો . મેં એમને સમજાવ્યું કે એમાં કેશવનો કોઈ દોષ નથી : અકસ્માત ગમે ત્યારે થઇ શકે. અને તમારા પિતાના અવસાન પાછળ કેશવનું નહીં પણ તેમની જૈફ ઉંમરનું કારણ હતું.

પણ , જો કે , જશોદાની પરિસ્થિતિ જ એવી કરુણ અને વિચિત્ર હતી કે મારું કહેવું – સમજાવવું તેના મગજમાં ઉતરવાનું જ નહોતું .. મને કેશવની દયા આવી ! બિચારું નિર્દોષ બાળક શું કરે જો માં જ એને અભાગ્યો કહીને ધુત્કારતી હોય તો ? બિચારો એ બાળક જાય તો યે ક્યાં જાય જયારે એની મા જ એને વેલણે ને વેલણે ઝૂડતી હોય તો?

‘અરે, અહીંના લોકોને ખબર પડશે તો તમારો દીકરો પણ તમારી પાસેથી લઇ લેશે અને તમને પણ જેલમાં પૂરશે આ બધાં અત્યાચાર માટે!’

એમને મારે એમ કહેવું હતું .

જો કે મેં જોયું કે એમને શબ્દો કરતાં સહાનુભૂતિની જરૂર હતી. એમને જરૂર હતી એવી કોઈ વ્યક્તિની કે જેના ઉપર ખભો મૂકીને એ રડી શકે! કોઈ એમને પ્રેમથી , વ્હાલથી સાંત્વના આપી શકે ! એમને એવું કોઈ પોતાનું ,હમદર્દી દર્શાવનાર જોઈતું હતું .

પણ જશોદા કરતાંયે વધારે તો મને કેશવની દયા આવી !

શું એનાં જીવનમાં અમે કોઈ સુખની ક્ષણો લાવી શકીએ એમ છીએ ?

દુઃખથી ઘેરાયેલાં એ લોકો તરત જ અમારી સહાનુભૂતિનું પાત્ર બની ગયાં.

રોજ અમેરિકન કુટુંબોથી ધમધમતું અમારું ઘર, રવિવારે સવારે ચર્ચ ; પણ સાંજે ક્યારેક મંદિરે જતાં અમે પાંચેક માઈલ વધારે દૂર જઈને પણ જશોદા અને કેશવને અમારી સાથેમંદિરે લઇ જવા માંડ્યું .

જશોદાના વિચારો મારા વિચારોથી ઘણા જુદા હતા . એટલા જુનવાણી અને અંધશ્રદ્ધાથી ભરેલા હતાં કે જેની કલ્પના કરવી મુશ્કેલ હતી ! ( કુંડાળામાં પગ પડ્યો , કોઈની ખરાબ નજર લાગી , નજર ઉતારો , કાંઈ વળગ્યું છે !)ગાંધીવાદી વિચારધારામાં ઉછરેલી મને દેશમાં આવી કોઈ વ્યક્તિ સાથે પનારૂં પડ્યાનું યાદ નહોતું. ત્રીસ બત્રીસની ઉંમરની હું પણ ગામડાની ખાસ કાંઈ અનુભવી નહોતી ; પણ જશોદા જો કેશવને અમારી હાજરીમાં શારીરિક કે માનસિક ત્રાસ આપે તે અમે જરૂર અટકાવતાં . ( આવી રીતે તમે એને બધાંની હાજરીમાં ઉતારી પાડો તે ઠીક નથી ; એનું અપમાન ના કરો , એને તરછોડો નહીં વગેરે વગેરે કહીને ) ( કેશવ વિષે વિગતે આગળ સમય આવ્યે વધારે વાત કરીશું )

એ પોતે બેઝમેન્ટમાં રહેતાં.

પણ ઉપરના બેઉ યુનિટ એમણે ભાડે આપેલાં. પતિના મૃત્યું પછી હવે ભાડુઆત એમને જુદાં જુદાં કારણોથી પૂરું ભાડું નહોતાં આપતાં. ગામડામાંથી આવેલ નહીંવત ભણેલ જશોદા આ ભાડુઆતોને કેવી રીતે હેન્ડલ કરે? સ્વાભાવિક રીતે જ આ કામ સુભાષે ઉપાડી લીધું . સુભાષે એમને થોડું ઘણું ફિક્સ કરી આપ્યું અને પછી યોગ્ય હેન્ડીમેન શોધીને બધાં પ્રોબ્લેમ સુલઝાવી આપ્યાં!

પણ એ સાથે અમને એક વિચાર આવ્યો : આ રીતે એપાર્ટમેન્ટ બિલ્ડિગમાં પૈસા ઈન્વેસ્ટ કર્યા હોય તો?

એણે થોડું રિસર્ચ કર્યું . થોડું લાયબ્રેરીમાં જઈને વાંચ્યું ; અને રેડિયા ઉપર આવતો શો ‘Ask an expert ‘ માં પ્રશ્નો પૂછી અમે એક બિલ્ડીંગ ખરીદ્યું!

નવ એપાર્ટમેન્ટનું આ મકાન વ્યવસ્થિત પ્રોફેશનલી મેનેજ થાય એટલે એણે મેનેજમેન્ટ કમ્પની સ્થાપી અને એ માટે ઘરમાં અલગ ફોન લાઈન પણ લીધી !

દિવસ આખો અમે છોકરાંઓ અને અન્ય કામમાં બીઝી ,પણ રાતે અમારાં બાળકો ઉંઘી જાય પછી અમે પોતપોતાનું કામ કરીએ : હું મારું ECE 101 નું અઘરું , ન સમજાય તેવું ભણવાનું -થોથાં લઈને બેસું જેમાં ચોપડાં , ડિક્સનેરીઓ અને વી સી આર માં રેકોર્ડ કરેલ ટી વી લેશન હોય અને , એ બીલ્ડીગના બિઝનેસ ફોન લાઈનના મેસેજ ચેક કરવા બેસે!!

મને એક વિચાર સ્ફૂર્યો !

આમ તો જયારે બધું સીધું ચાલતું હોય તો કાંઈ ઝાઝું વિચારવાનું ના હોય; પ્રશ્ન તો ત્યારે ઉભા થાય જયારે કાંઈ મુશ્કેલી આવે ! મુસીબત આવી એટલે વિચાર સ્ફૂર્યો !

મેં કહ્યું : આપણે કામની અદલાબદલી કરી હોય તો? હું તારા બિલ્ડિગનાં મેસેજીસ નોંધું છું , તું મારુ આ પુસ્તક વાંચીને મને કહે એમાં શું કહેવા માંગે છે!

વાત વ્યાજબી હતી !

સુભાષે એની ‘શોર્ટ કટની’ સ્ટાઇલ પ્રમાણે પચાસ ટકા કોર્ષ ‘બિન જરૂરી છે’ કહીને કાઢી નાંખ્યો . અને મહત્વનાં ‘મા અને બાળકના ગર્ભની ટર્મિનોલોજી’ વિષે થોડાં ચેપટર ઉથલાવી મહત્વનું થોડું ઘણું શીખવાડ્યું . જો કે મને હવે સમજ પડવા માંડી !

જાણે ફ્લેટ ટાયરથી અટકી પડેલી ગાડીને સ્પેર ટાયર મળ્યું ! એ પહેલા અને સૌથી અઘરા ક્લાસમાં મને B+મળ્યો !

હાશ ! જંગ જીત્યાં! Thank God !

આ અભિમન્યુએ પહેલો કોઠો તો પાર કર્યો !

હવે પછીના વિષયો પ્રમાણમાં સરળ હતા. મેં બીજા ક્લાસીસ નજીકના સબર્બની ઇવનિંગ કોલેજમાં લેવાનું નક્કી કર્યું..

વાત્સલ્યથી ચણાતી ઇમારતના પાયા આ રીતે જુદી જુદી નદીઓના પાણી અને જુદા જુદા હવામાનથી મજબૂત બની રહ્યા હતા !

9 thoughts on “વાત્સલ્યની વેલી ૧૨) બાળક કેશવ અને તેની મા!

 1. અંધશ્રધ્ધાનો કોઈ ઉપાય નથી .કોઈપણ આપત્તિમાં મા સંતાનની આડે ઢાલ બને પણ જ્યાં મા ઊઠીને દિકરાને દોષી ગણે ત્યાં કોણ એને બચાવે?

  Liked by 1 person

  • Thanks Rajulne! Very sadly that mother was uneducated .એ દિવસોમાં ભારતીયો ઓછાં હતાં અને આપણી ગવર્મેન્ટ ઓફિસ કાઉન્સલર જનરલ કે એમ્બેસેટરની મદદ આવાં આપત્તિમાં સપડાયેલને મળતી નહોતી : આજે સદા ત્રણ દાયકા બાદ પણ મળતી નથી ; હા હવે અર્ધ ગવર્મેન્ટ એજન્સીઓ – NGO ક્યારેક મદદ કરે છે પણ તેઓ પણ તેમની મરજી મુજબ કરે ! અને આપણાં મંદિરો ? They barely help. જસોદાનું શું થયું તે આગળ કહીશ .. આપણે ત્યાં સ્વર્ગ મળતું ના હોય તો કોઈ કરતાં કોઈ આવી સ્ત્રીને મદદ કરતું નથી! હા , એની ગોસિપ થતી હોય છે. જયારે ચર્ચમાં તો બધાંને ફરજીયાત સમાજ સેવામાં જોડાવું પડે છે. એ લોકોમાં કુટુંબ વ્યવસ્થા એટલી મજબૂત ન હોવાથી ગોસિપ ઓછી ને કામ વધારે . આપણે ત્યાં આવી અંધ શ્રદ્ધાને ટી વી સીરીયલોએ પ્રોત્સાહન આપે છે
   હમણાં નવરાત્રી ઉપર રાજસ્થાનમાં કોઈ સાત વર્ષના બાળકનો બલી ચઢાવી એના મસ્તકનો વરઘોડો કાઢેલો એ વિડિઓ હું એક ક્ષણથી વધારે જોઈ ના શકી એટલી આઘાત જનક હતી . ખરેખર એ વરઘોડાના બધાંને જેલમાં પુરવા જોઈએ .. Worst are our politicians .. Here , kids have different problems .. Hope new year will bring better tomorrow ..

   Like

 2. અંધશ્રદ્ધા એ ભારતીય લોકોનું નેગેટીવ પાસુ છે.એ હકીકત છે.પણ એવા લોકોની મદદે તમારા જેવા આવી પહોચ્યા ,અહી અમેરિકામાં એ પણ નસીબ કહેવાયને? તમારી ઈમારતના પાયા ખરેખર બહુ ટાઢ -તાપ જોયા પછી મજબુત થયા છે,વાંચવાની મજા આવે છે.શીખવા મળે.ઘર ઘર કી કહાની જેવું છે…આગળનો ઇન્તઝાર

  Liked by 1 person

 3. ગીતાબેન,વાત્સલ્યની વેલી જેમ જેમ વાંચતા જઈએ છીએ તેમ તેમ એમાંથી ઊભરતા તમારા વ્યક્તિત્વનો પરિચય પણ જશોદા જેવા પાત્રો ની સાથે સાથે મળતો જાય છે.અમેરિકામાં રહીને અજાણી વ્યક્તિને મદદ રુપ થવું બહુ મોટી વાત છે.
  જિંદગીમાં આવતી એક પછી એક મુશ્કેલીને હિંમતપૂર્વક હટાવી સરસ રીતે આગળ વધ્યા.

  Liked by 1 person

 4. Geetaben, it seems you kept yourself real busy in learning so many different things! To deal with a person who is supertteous, is a difficult task in itself but when she blames her son for it, is unforgivable and intolerable! I think you managed it very well!

  Liked by 1 person

  • Thanks dear friends : Jigishaben , Darshnaben , Jayvantiben , Gunvantbhai , Sureshbhai ,Pragnaben and all! The early years in America were tough , challenging but encouraging too.. We learned from some people what to do , and also , what NOT to do , too! But that too didn’t work out the way we thought it should.. ! Thanks for encouraging me ..

   Like

Leave a Reply to Kalpana Raghu Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.