દ્રષ્ટિકોણ 25: પીડાદાયક ઇન્જેક્શન ને નાબૂદ કરતી ટેક્નોલોજી – દર્શના

મિત્રો હું દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તમને આવકારીએ છીએ. દર શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આપણે જુદા દ્રષ્ટિકોણ થી અથવા જુદા વિષયો વિષે વાતચીત કરીએ છીએ. તો આજે અમુક મેડિકલ ટેક્નોલોજી વિષે વાત કરીએ.
આપણું આજનું શીર્ષક છે – પીડાદાયક ઇન્જેક્શન ને નાબૂદ કરીને ગોળી દ્વારા દવા પહોંચવાની નવી મેડિકલ ટેક્નોલોજી – રાની
જયારે દવા લેવાની વાત આવે ત્યારે દવા નો ખર્ચો એ દર્દીઓ માટે મોટી વાત હોય છે. પણ એ પછી બીજી મોટી વાત એ છે કે દર્દીઓને પીડાદાયક ઇન્જેક્શન ને બદલે ગોળી લેવાની હોય તો વધુ ફાવે. ખરુંને? પરંતુ ઘણી દવાઓ માત્ર ઇન્જેક્ટિબલ ફોર્મમાં જ આપી શકાય છે. દુનિયાની બેસ્ટ-સેલિંગ દવા, હ્યુમિરા જે સોરાઈયાસીસ જેવા દર્દો માટે લેવાય છે તે હાલમાં ઇન્જેક્ટેબલ ફોર્મમાં જ ઉપલબ્ધ છે. તેમજ ડાયાબિટીસ ના ઉપચાર માટે ઈન્સુલિન નો ઉપયોગ થાય છે તેને પીડાદાયક દૈનિક ઈન્જેક્શન થી જ લેવાય છે. એકોલોગ્લેલી નામના દર્દ ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સેન્ડોસ્ટેટીન પણ માત્ર ઇન્જેક્શન થી લેવાય છે અને સારવારની શરૂઆતમાં દૈનિક ત્રણ વખત સ્વ-ઇન્જેકશનની જરૂર પડે છે.
આ દવાઓ ગોળીથી શા માટે નથી લઇ શકાતી? હકીકતમાં, પીડાદાયક ઇન્જેક્શનને પીડારહીત ગોળીઓમાં રૂપાંતર કરવા માટે કંપનીઓ દ્વારા હજારો પ્રયાસો અને અબજો ડોલર ખર્ચવામાં આવ્યા છે. પણ તેઓ નિષ્ફળ રહ્યા છે કારણ કે ઇન્જેક્ટેબલ મોટા પ્રોટીન વાળી દવાઓ લોહી માં પહોંચાડવાની હોય છે પણ મુખ વાટે લેવાથી તે પેટ માં પહોંચતા જ પાચન થઇ જાય છે અને તે લોહી સુધી પહોંચતીજ નથી.
તો તે દવા ને ઇન્જેક્શન ની બદલે ગોળી થી કેમ વહેતા લોહી માં પંહોંચાડવી તેના ઘણા પ્રયોગો થઇ રહ્યા છે. તેમાંનો એક પ્રયોગ છે કે જેને માઇક્રોનીડલ પેચ તરીકે ઓળખાય છે. હમણાં જીઓર્જીઆ ટેક અને એમરી ના વૈજ્ઞાનિકોએ મળીને ફલૂ વેક્સીન માટે તેવું પેચ બનાવ્યું છે. તેમાં બેન્ડ એડ જેવું પેચ લગાવવામાં આવે છે. તે પેચ માં ખુબ મોટી સંખ્યામાં નાની નાની દવાવાળી સોય હોય છે. તે એટલી નાની હોય છે કે તે પીડાદાયક નથી અને અમુક સમયમાં બધી દવા લોહીમાં પહોંચી જાય પછી સોય ઓગળી જાય છે અને પેચ કાઢી નાખી શકાય છે. પણ તે અમુક દવામાં જ કામ કરી શકે.  ખુબ મોટા પ્રોટીન હોય તેને જીણી સોય મારફત લોહી માં પહોંચાડી ન શકાય અને મોટી સોય નો ઉપયોગ થાય તો પાછી તે જ પીડા દર્દીઓને સહન કરવી પડે.
હવે હું એક કંપની જોડે કામ કરું છું તેની વાત કહું. દરેક નવી ટેક્નોલોજીમાં કોઈ નવા દ્રષ્ટિકોણ થી કોઈ સમસ્યા નો ઉકેલ શોધવાનો હોય છે. આ કંપની નું નામ છે રાની.  રાની ની ટેક્નોલોજી એવી છે કે દર્દી ગોળી લ્યે તેની ઉપર એક આવરણ હોય છે જે પેટ માં ગોળી ને ઓગળતા બચાવે છે. પેટ માંથી ગોળી આગળ વધે અને આંતરડામાં પહોંચે ત્યારે આંતરડાના જુદા વાતાવરણમાં ગોળી ઉપરનું આવરણ ઓગળી જાય છે. તે ઓગળી જાય એટલે તેમાંથી ત્રણ નાના નાના ઇન્જેક્શન બહાર આવે છે અને તે આંતરડામાં ભોંકાય છે અને તે વાટે દવા લોહીમાં દાખલ કરી દેવાય છે. આ ટેક્નોલોજીમાં બે ખાસ વાત છે. એક તો એ કે ઇન્જેક્શન ખાંડ નું બનાવેલ છે તેથી તે ભોંકાયા પછી ઓગળી જાય છે અને તેની બીજી કોઈ અસર થતી નથી. બીજું, એ કે આંતરડામાં પીડા ની ઇન્દ્રિયો હોતી નથી અને તેથી ઇન્જેક્શન ભોંકાય ત્યારે વ્યક્તિને કોઈ પીડા કે દર્દ થતું નથી.  તેવું મનાય છે કે રાની કંપની દ્વારા ઘણી દવાઓ ગોળી વડે લઇ શકાશે અને ઇન્જેક્શન ની પીડા માંથી ઘણો છુટકારો મળશે.  પણ હજી તો ઘણા પ્રયોગો થશે, 2-4 વર્ષ તેનો અભ્યાસ થશે અને પછીજ વ્યવસાયિક ધોરણે બહાર પડશે.
તે ગોળી કેવી રીતે પેટ માંથી આંતરડામાં પહોંચે છે અને કેમ ઇન્જેક્શન ભોંકાય છે તે જોવું હોય તો નીચેના વિડિઓ ઉપર લિંક કરીને જરૂર જોશો.  ચાલો આજે કૈક નવું જાણવા મળ્યું ને? તમારા વિચારો જણાવશો.

https://www.youtube.com/watch?v=ZZUncCfwex4 

 

12 thoughts on “દ્રષ્ટિકોણ 25: પીડાદાયક ઇન્જેક્શન ને નાબૂદ કરતી ટેક્નોલોજી – દર્શના

  1. નવી નવી શોધો નિરંતર થાય છે પણ તે જયારે માનવજાતિને ઉપયોગી બને ત્યારે તેની ખરી કિંમત સમજાય. આશા છે દર્શાનાબેને જણાવેલ શોધ વહેલી તકે રોજીંદા ઉપયોગમાં લઇ શકાશે.

    Liked by 1 person

  2. Niranjanbhai the company is very close to having this technology available for use. According to the CEO, they are only a year away. First it will only be available for 2-3 medicines that they are testing (which includes insulin). But I think it may be at least 2 years but not too much longer.

    Like

  3. ખૂબજ સરસ માહિતીપૂર્ણ લેખ વાંચવા મળ્યો.દર વખતે અલગ અલગ જરૂરી માહિતી આપવા બદલ આભાર.વીડીઓ પણ સરસ છે.દર્શના બેન…અભિનંદન.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.