વાત્સલ્યની વેલી: ૧૧) ઇતિહાસનું એક પાનું !

ઇતિહાસનું એક પાનું !
માણસ તેનાં કર્મથી ઓળખાય છે! ઇતિહાસ એ વ્યક્તિનાં ચાલ્યાં ગયાં પછી એણે કરેલાં કર્યો દ્વારા એને મૂલવે છે. ઇતિહાસ કોઈ વ્યક્તિ સાથે નહીં , સમય સાથે જોડાયેલો છે. કોઈ મહાન વ્યક્તિએ કોઈ મહત્વનું પગલું ભર્યું હોય તેની લાંબા ગાળે જે અસરો થાય તેના લીધે એ વ્યક્તિ કાળના પ્રવાહમાં ટકી રહે ! આજે ઈસ્વીસન ૨૦૧૯નું નૂતન પ્રભાત ! વાત્સલ્યની એ નાનકડી વેલડી વિષે લખવા બેસું છું જે ભવિષ્યમાં ધીમે ધીમે એક ભવ્ય લતામંડપ રચવાની હતી .. પણ એતો ભવિષ્યમાં ! હજુ તો એને મૂળિયામાંથી મજબૂત બનવાનું હતું. ખીલવાનું હતું. પાંગરવાનું હતું. વિશ્વની બે ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ અને બે જુદા સમાજ અને સમય- સંજોગોના સમન્વયથી સિંચાઈને પછી એ લતા મંડપે મ્હેકવાનું હતું!
એ વર્ષ હતું ૧૯૮૬નું.
અમેરિકાના ચાળીસમાં અને ઉંમરમાં બધાં પ્રમુખોથી મોટા , અનુભવી , બાહોશ ,પ્રેસિડન્ટ રેગનની બીજી ટર્મ હતી!
એમની ચાણક્ય નીતિથી રશિયા સાથેની કોલ્ડ વોરનો પણ ટૂંક સમયમાં જ અંત આવવાનો હતો! એ માટે રોનાલ્ડ રેગન પાસાં મૂકી રહ્યા હતા , તો બીજી બાજુ અર્થ તંત્રને સધ્ધર બનાવવા એમણે જે અનેક દાવ અજમાવ્યા હતા તેમનો એક, એક મહત્વનો નિર્ણય: ૧૯૮૧ ડિસેમ્બર પહેલાં આવેલ નોન ઈમિગ્રન્ટ્સને કાયદેસર ઇમિગ્રેશન !
એનાથી ત્રણ મિલિયન લોકોને લાભ થયો; તો કંઇક અનેક ગણા વધારે અર્થતંત્રને ફાયદો થયો!
હવે મેં પદ્ધતિસરનું બાળ ઉછેર અને બાળ સંભાળ વિષયનું ભણવાનું શરૂ કર્યું! પણ જે કારણથી મેં મારાં ભાષાવિજ્ઞાનના આગળ અભ્યાસનો વિચાર પડતો મુકેલો એ કારણ તો હજુ ઉભું જ હતું: બાળકો !
અમારાં સંતાનો હવે પહેલાં- બીજા ધોરણમાં હતાં પણ બેબીસિટીંગમાં ઘેર આવતાં બાળકો સવારે સાડા પાંચ થી સાંજે છ સુધી નિયમિત આવતાં હતાં! એટલે રેગ્યુલર કોલેજમાં જવું શક્ય નહોતું . પણ બીજા ઘણા રસ્તા હતા શિક્ષણ મેળવવાના ! શિકાગોની સીટી કોલેજીસ કે જે શનિવારે ક્લાસમાં શીખવાડે અને ચાલુ દિવસોએ ટી વી ઉપર અમુક સમયે એનાં એજ્યુકેશનલ પ્રોગ્રામ આવે; એવા ક્લાસીસ લેવાનું મેં વિચાર્યું …વાહ ભૈ! આતો ઘણું સારું! ઘેર બેઠાં ભણવાનું ? અને તે ય ટી વી જોતાં જોતાં ભણવાનું !! મેં તો આનંદમાં આવીને ફી ભરી દીધી ! પણ અક્કરમીનો પડ્યો કાણો ! જે પુસ્તકો મેં ECE 101 , ચાઈલ્ડ ડેવલ્પમેન્ટનાં ખરીદ્યાં તેમાંનો એક પણ ફકરો મને પૂરો વાંચતાય ફાવે નહીં!! આટલું બધું અઘરું ?
આમતો નાનપણથી જ મને વાંચવાનો ઘણો શોખ ! સ્કૂલમાં વેકેશન દરમ્યાન પણ અમને બધાં ભાઈ બેનને લાયબ્રેરીમાં જવાનો શોખ. ગુજરાતી સાથે અંગ્રેજી પુસ્તકો પણ હું આનંદથી વાંચું . અને એ વાંચન શોખ અહીં અમેરિકામાં વધુ પોસાયો ! ઘેર બાળઉછેર વિષયક પેરેન્ટ્સ મેગેઝીન પણ નિયમિત આવતું હતું ! પણ આ ? આ કઈ જાતનાં પુસ્તકો છે ? એક પણ વાક્ય પૂરું સમજાય નહીં! ડિક્સનેરીમાંથી દર એક વાક્યમાં ત્રણ શબ્દોના અર્થ શોધવા પડે ! ને ચાર શબ્દનું તો એ વાક્ય હોય ! અને એ ચારેય શબ્દોને ગુજરાતીમાં અનુવાદ કરીને ગોઠવું તોયે સમજાય નહીં કે એ શું કહેવા માંગે છે!
ટી વીમાં આવતાં ડોક્યુમેન્ટરી શોની તો વાત જ વિચિત્ર ! આટલી બધી અઘરી ભાષા? સાચા અર્થમાં કહું તો એ પ્રેઝન્ટર કયા વિષયની વાત કરે છે એ જ ના સમજાય! સ્ત્રી પુરુષના માનવ શરીરની રચના વિષે એ ડિટેઈલમાં સમજાવે ! કદાચ આ પુસ્તક ગુજરાતીમાં હોત તોયે પેલા જઠર , પેશીઓ ને પીંડો વગેરે વિષે ભેજામાં ઉતરવાનું નહોતું જ! એ શું છે, ક્યાં છે અને કેમ છે એ વિષે મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું!! એ અભ્યાસક્રમનો શો દિવસમાં બે વાર અને અઠવાડિયામાં કાંઈ કેટલીયે વાર ફરી ફરીને એક ચેનલ પર આવે . મેં કોઈ બાળકોની મમ્મીની મદદ લેવાનું નક્કી કર્યું! આમ પણ હું ભણું એ માટે એ લોકો પણ પ્રોત્સાહન આપતાં હતાં. બધી મમ્મીઓ કહેતી કે મારે એક ડેકેર સેન્ટર ખરીદી લેવું જોઈએ ! અને આ બધી રામાયણ એમાંથી જ શરૂ થઇ હતી ! મારા લાયસન્સ પ્રતિનિધિ ( ઇન્સ્પેકટર ) નું કહેવું હતું કે આ ફિલ્ડમાં સેવા આપનારાઓની કમી છે અને જો હું આ ક્ષેત્રમાં આગળ વધીશ તો મારુ ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ છે! શું ભણવાથી ડાયરેક્ટર બનાય એ પણ એમણે જ એમની ઓફિસે ( DCFS )સૂચવેલું .
પણ ટી વી શો કે ચાઈલ્ડ ડેવલ્પમેન્ટનાં પુસ્તકોમાં કોઈ મમ્મીઓનીયે ચાંચ ના ડૂબી : એક તો છોકરાંઓ ઘરમાં દોડાદોડી કરતાં હોય ત્યારે ભણવાના પ્રશ્નોમાં ધ્યાન ના રહે, અને છોકરાંઓને બીજે ક્યાંય મુકાય તેમ નહોતું કારણકે હું જ તો બેબીસિટર હતી!
બે ચાર અઠવાડિયા તો એમ ને એમ ચિંતામાં જતા રહ્યા!
“તમારે અંગ્રેજી બેઝિક શીખવું પડશે ! “એક શનિવારે મેં અમારાં ઇન્સ્ટ્રક્ટરને કહેતાં સાંભળ્યા . એ મારાં જેવી કોઈ બેનને કહી રહ્યાં હતાં; “ જુઓ , આ શરીર વિજ્ઞાનનો ક્લાસ છે. તમારે અંગ્રેજી શીખીને જ આ ક્લાસ લેવાય !”
હું ગભરાઈ ! રખેને એને ખબર પડીજાય કે મનેય અંગ્રેજી બરાબર આવડતું નથી ! મને ક્લાસમાંથી કાઢી ના મૂકે ! અને તો તો મારે કોણ જાણે બીજાં કેટલાયે વિષયો ભણવા પડશે ? ગુજરાતીની માસ્ટર ડિગ્રીનું ઇવેલ્યુએશન કરવું પડશે, બી એડ ના કોર્ષનુંયે ઇવેલ્યુએશન કરાવવું પડશે!! આ તો ડે કેર શરૂ કરવાનાં સપનાં દૂર દૂર જતાં હોય તેમ લાગેછે ! મને તો એમ હતું કે આ કોર્ષમાં બાળકોની , બાલ માનસ વિષે ભણવાનું હશે ! હું તો નવી નવી વાર્તાઓ ને નવાં બાળગીતો જાણવા , માણવા અને શીખવા અધીરી હતી! અને અહીંયા તો મેડિકલ ડોક્ટરનું જ્ઞાન આપવા બેઠાં છે!! લીલા છમ ઘાસમાં આનંદથી પગ મુકો અને નીચે તો કૂવો હોય ને ધબાક કરીને પછડાઓ તેવું થયું !ક્
યારે હું આટલું બધું ભણી લઈશ અને ક્યારે મારાંથી પ્રિસ્કૂલ શરૂ થશે ? ખરેખર આ બધું શક્ય છે? શું કરું ? એક કામ શરૂ કરવા જાઉં છું ને અંદરથી કાંઈ નવો જ ફણગો ફૂટે છે!
આતો બકરી કાઢતા ઊંટ પેઠું !
ભણવાનું ભુલાઈ ગયું ..આંખમાં થોડાં આસું ઝળક્યાં અને પછી ધોધમાર વરસાદની જેમ હું રડી પડી!
જીવનમાં મારે કાંઈ કરવું હતું; દેશમાં એક ગૃહિણી તરીકે એ અઘરું હતું, હવે અહીંના નિયમો મને ચેલેંજ કરતા હતા!
પણ કહેવતમાં છે ને કે દ્રઢ મનોબળ કોઈ રસ્તો જરૂર શોધે છે! Where there is a will there is a way !
મને પણ રસ્તો જડવાનો હતો જ: વાત્સલ્યની વેલડી કાંઈ મારી એકલીની જ થોડી હતી? પણ એની વાત આવતા અંકે!

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી. Bookmark the permalink.

6 Responses to વાત્સલ્યની વેલી: ૧૧) ઇતિહાસનું એક પાનું !

 1. kuntashah39 says:

  અતિ રસિક.

  Sent from Mail for Windows 10

  Liked by 1 person

 2. સાચી વાત ગીતાબેન,
  દ્રઢ મનોબળ કોઈ રસ્તો જરૂર શોધે છે! Where there is a will there is a way ! ખરા દિલથી, સાચી અને સારી દાનતથી મહેનત કરાવાવાળાને તો ઈશ્વર પણ સહાય કરે જ છે.

  Liked by 1 person

 3. વાત્સલ્યવેલીને પાંગરાવવા માટે નો જે તમારો અથાક પરિશ્રમ છે તે સાંભળી તમને સલામ કરવાનું મન થાય છે.

  Liked by 1 person

 4. geetabhatt says:

  Thanks રાજુલબેન , જિગીષાબેન , કુંતાબેન અને અન્ય સૌ ! વિતેલા એ દિવસોને યાદ કરતા ત્યારની મુશ્કેલ પરિસ્થીથી આજને વધુ ચાહવા માંડી ! ભગવાનનો પાડ માનું કે મુશ્કેલીમાં એમનો સાથ મળ્યો ! ને તેથી જ તો તેની વાત લખવા પ્રેરાઈ ! Thanks to Pragnaben for inspiring me to write and giving me platform to share . Thanks and HAPPY NEW YEAR to ALl!

  Liked by 1 person

 5. Kalpana Raghu says:

  ગીતાબેન, તમારા લખાણમાં સચ્ચાઈ અને સરળતાનો રણકો છે.જે સહજતાથી તમે OPEN થાઓ છો, તે રીતે તમે કેટલા વાત્સલ્ય સભર છો તેનો અંદાજ વાચક કરી શકે છે.સરસ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s