૮ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

કોઠી ધોયે કાદવ નિકળે

કહેનારે સરસ કહ્યું છે, જીવનમાં ક્યારેક સોનાની દાબડીમાંથી પથરા મળે છે તો ક્યારેક ફાટ્યાં-તૂટ્યાં ચીથરાંમાં કિંમતી રત્ન વીંટાળેલું મળી જતું હોય છે પરંતુ કોઠી ધોઈને તો કાદવ જ નીકળે. કોઈપણ વસ્તુમાં ઝાઝા ઊંડા ઉતરીએ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવોજ ઉદ્યમ થાય છે. માટે નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી જોઈએ નહીં. કુપાત્ર માટે કરેલાં સારાં  પ્રયત્નો સારું પરિણામ આપતા નથી માટે આ કહેવત અસ્તિત્વમાં આવી છે. કોઠી એટલે અનાજ, પાણી, વગેરે જેમાં ભરી શકાય તેવું માટીનું પોલું, કાચું યા પકવેલું સાધન. પાણી ભરેલી કોઠીમાં કાદવ હમેશા તળિયે જ હોય. ઉપર તમને કાચ જેવું સ્વચ્છ પાણી જ દેખાય. જેમજેમ અંદર પ્રવેશ કરો તેમતેમ પાણી ડહોળાતું જાય અને છેલ્લે કાદવ જ મળે.

કોઠી ધોઈને કાદવ કાઢવાનું સ્થળ એટલે ગામની ચોકડી, ગામનો ચોરો, પાનનો ગલ્લો, પોળ, સોસાયટીનું નાકું કે મંદિરનો ઓટલો. કહેવત છે, “જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોયજ”. જ્યાં પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ હોયજ. ઘણાંને આદત હોય છે કોઠી ધોઈને કાદવ કાઢવાની. આ ટેવ નકારાત્મકતા સૂચવે છે. ઘણા તેનો પાશવી આનંદ પણ લે છે. આ મનુષ્યનો સ્વભાવ છે.

ભારત બહાર સમાજથી દૂર રહેતી વ્યક્તિઓમાં આ દૂષણ ઓછા પ્રમાણમાં પ્રસરેલું હોય છે. પરંતુ જ્યારે નવા સમાજમાં પણ સંબંધોના મૂળ ઊંડા જાય ત્યારે આ કહેવત સડો  ઘાલે છે. કારણકે શરૂમાં વ્યક્તિની પોઝિટિવ બાજુ એટલેકે ગુણો દેખાય, પરંતુ જેમ તેની નજીક જાઓ તેમ તેની નેગેટિવ બાજુ એટલેકે દોષો દેખાવાનાં શરુ થાય, અને છેલ્લે કાદવ જ મળે. કારણકે વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ હોતી નથી.  ગુણ-દોષથી ભરપૂર હોય છે. નહિ તો દેવ ના થઇ જાય? અરે! દેવોમાં પણ દોષો હતાં. એક માત્ર ઈશ્વર સંપૂર્ણ છે. માનવ માત્ર અધૂરો! કહેવત છે, “ડુંગરા દૂરથી રળિયામણાં.” આકાશમાં હેલીકૉપ્ટરમાંથી નીચેના ડુંગરા જોશો તો હરિયાળી દેખાશે. સપાટ મેદાન લાગશે. પરંતુ જો ત્યાંજ લેન્ડિંગ કરો તો ખાડા-ટેકરા નજરે પડશે. કોઠી ધોશો તો કાદવ તો નીકળશે જ. તો ભલા કોઠી ધોવાની જરૂર જ ક્યાં છે? ઉપર તરતું કાચ જેવું પાણી જુઓ. તેમાં રહેલી સારી વસ્તુને જાણો, માણો, શીખો અને વિકસો.

કોઈ વ્યક્તિની અંદર ઉતરવાની કે તેની જનમકુંડળી કાઢવાની જરૂર ક્યાં છે? આજકાલ લોકોને ગોસિપમાં આનંદ આવે છે. ખાસ તો, અભિનેતા માટે તેના અભિનયનું મહત્વ છે, નહિ કે તેનું નિજી જીવન. તેવી રીતે કોઈપણ પંથ કે ધર્મનાં વડાની વાણીમાંથી જ શીખવાનું છે. ઘણા કથાકારો, નેતા, અભિનેતાનાં જીવનના ચળકતા ભાગની બીજી બાજુ ખરબચડી હોય છે. “દિવા તળે  અંધારું”જ હોય. આવા સમયે સારાસારનો ભેદ પારખીને, નીર-ક્ષીરનો વિવેક રાખીને, હંસવૃત્તિ રાખીએ તે જરૂરી છે. બધે જ સફાઈ શક્ય નથી કે બધે જ કાર્પેટ પાથરવી શક્ય નથી. જરૂર પડે ગંદકીથી બચવા જોડા પહેરવા પડે છે. વળી કુપાત્ર માટે કરેલાં  સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી. એ એનો રંગ બતાવીને જ રહે છે.

ધર્મની બાબતમાં પણ એવું જ છે. ધર્મમાં મહત્વ ઇતિહાસનું નથી, નીતિ અને અધ્યાત્મનું છે. ગીતાના તત્વજ્ઞાનને કૃષ્ણની ઐતિહાસિકતા સાથે સંબંધ નથી. રામની ઐતિહાસિકતા કરતાં રામાયણનો સંદેશ વધુ મહત્વનો છે. તેવું જ ઈસુનું છે. બાઇબલ ઈશ્વરકૃત મનાય છે. પરંતુ સેંકડો વર્ષોથી તેમાં સુધારા વધારા થતાં આવ્યાં છે. માટે જ ઘરડાંઓ કહે છે, આપણે રોટલા સાથે નિસ્બત રાખવી, નહીં કે ટપટપ સાથે.

આજની વિકલ્પની દુનિયામાં કોઠી બદલતાં વાર નથી લાગતી. કોઠી ધોવાની જરુર જ ના પડે. તળિયે પહોંચવાની તો વાત જ ક્યાં? કાદવ નિકળવાનો સવાલ જ ના રહે. જ્યાં સંબંધોની જડ મજબૂત ના હોય, સતત બદલાતું જીવન હોય, સંબંધો અને સરનામું જરૂરિયાત મુજબ બદલાતા જતા હોય ત્યાં વ્યક્તિની અંદર ઉતરવાની જરૂર જ ઉભી ના થાય. અને ડુંગરા તો દૂરથી રળિયામણા જ લાગે. ભારત બહારના દેશોમાં નોકરી, સરનામાં સતત બદલાતાં રહે છે. યુવા પેઢી સાથે પરિવારનાં સભ્યો પણ પરિવર્તન અપનાવીને ચાલે છે. વળી સમયનો અભાવ હોય. જેને કારણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સંબંધ કે પરિસ્થિતિની નજીક આવીને ઊંડા ઉતરે તે પહેલાં બદલાવ આવે છે જેથી કાદવનો અનુભવ કે કોઈને મૂલવવાનો સમય જ નથી રહેતો. ઉન્નતિ અને વિકાસ માટે આગળ વધવા દરેક પ્રકારનાં પૂર્વગ્રહોને છોડીને આજની પેઢી આગળ વધી રહી છે જે આવકાર્ય છે. બાકી કોઠી ધોયે કાદવ જ નીકળે એ હકીકત છે.

સંવેદના ના પડઘા -૧૧-વિશુધ્ધ પ્રેમ-એક બીજા માટે

પતિ અને સાસરિયાના બેહૂદા વર્તનથી ત્રાહીમામ થઈ ગએલ હર્ષાએ અનેકવાર માતા-પિતાના ઘરનો દરવાજો ખખડાવ્યો .દરેક વખતે માતપિતા સમાજ શું કહેશે? તેની બીકે” તું ઘર ભાંગીને પાછી આવીશ તો પાછળની ચાર બહેનોને આપણી માળીની નાતમાં કોણ લઈ જશે?એમ કહી “ સમજાવી પાછી મોકલી દેતા.તેના પિતાનો શહેરમાં ફૂલોનો ખૂબ મોટો ધંધો અને આઠ દસ મોટી ફૂલો,હાર અને બુકે વેચવાની દુકાનો હતી.હર્ષા અને તેની બહેનોને પિતાએ ખૂબ સરસ ભણાવી હતી. હર્ષા પણ પેથોલોજીસ્ટ થઈ શહેરની જાણીતી લેબોરેટરીમાં જોબ કરતી હતી.લગ્નબાદ સંકુચિતમાનસ ધરાવતા  સાસરિયાઓએ તેની જોબ છોડાવી દીધી.શ્રીમંત પણ અભણ પતિ ખૂબ હોશિયાર અને ચાલાક પત્નીને દબાવીને  રાખવા માનસિક અને  શારિરીક જુલમ કરતો.હર્ષાથી મોટી બહેન ગરબાના કલાસ ચલાવે. ગરબાના ગ્રુપને  લઈને  તે અમેરિકા પ્રોગ્રામ કરવા જવાની હતી.આ સાંભળી ને હર્ષાના મગજમાં એક વિચારનો ચમકારો થયો.સાસરામાંથી પિયર રહેવા જાઉં છું કહીને તે ઘરમાંથી નીકળી  ગઈ. ગ્રુપ સાથે અમેરિકા આવી ગઈ.અમેરિકામાં જુદાજુદા શહેરોમાં શો કરીને શિકાગોથી ઈન્ડીયા જવાને દિવસે બહેનને સમજાવીને કહી દીધું “મિતા ,હું તો હવે અહીં જ રહી જાઉં છું…..મારે એ નરકમાં પાછા પતિને ઘેર જવું નથી.પિતાને ત્યાં આશરો નથી !,મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે” મોટીબહેન મિતા પણ બધું જાણતી હતી એટલે ભારહૈયે  તેને હા પાડી.

શિકાગોના એરપોર્ટ પર હર્ષાના નામની ઉપરા ઉપરી અનાઉન્સમેન્ટ થઈ રહી હતી……ગરબાના ગ્રુપવાળા મિત્રો હસમુખી ને આનંદી હર્ષાની ગેરહાજરીથી ગભરાએલ હતા.તેની બેન મિતા અંદરથી સ્વસ્થ હોવા છતાં લોકો સામે ચિંતાતુર,ગભરાએલ હોવાનો ડોળ કરી રહી હતી.હર્ષાની જિગરજાન બહેનપણી વાત જાણતી હોવાથી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી કે હવે તેને માટે તેની દિલોજાન જાણે હંમેશ માટે છૂટી પડી ગઈ………..અને જ્યારે પ્લેન આકાશમાં ઉડાન ભરવા રનવે પર દોડવા લાગ્યું તો ગરબાગ્રુપમાં અંદર અંદરની ગુસપુસે કોલાહલનું સ્વરૂપ લઈ લીધું.મિતાની આંખમાં પણ હવેતો આંસુઓ ઊભરાવા લાગ્યા…તેના  ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો.પરાણે ધરબી રાખેલ વેદનાથી તેની છાતી ફાટફાટ થઈ રહી હતી.આ બાજુ હર્ષા પણ પોતાની જાતને પોતે જ હિંમત આપી રહી હતી.

પતિ,ભારતીય સમાજ ને પોતાની મુશ્કેલીઓથી ભાગીને  હર્ષા અમેરિકામાં રહી ગઈ હતી પણ હવે અહીં ગેરકાયદેસર રહીને જે મુશ્કેલી પડવાની હતી તેનો અંદાજ તેને નહોતો.

બે અઠવાડિયા મિતાના કોઈ સગાને ત્યાં હર્ષા રોકાઈ તે દરમ્યાન કેટલીએ જગ્યાએ નોકરી માટે ધક્કા ખાધા .ઈલીગલનેા પગાર ૭૦ની સાલમાં કલાકના બે ડોલર ચાલતો અને ઈન્ડીયન સ્ટોર,મોટેલ કે રેસ્ટોરન્ટમાં પોતાના દેશના લોકોનું જ શોષણ માલિકો કરતા.અજાણ્યો દેશ,અજાણ્યા લોકો ની વચ્ચે બેસહારા હર્ષા કામ માટે દર દર ઠોકરો ખાઈ રહી હતી.દોમ દોમ સાહબીમાં ઉછરેલ ,ભણેલીગણેલી ,દેખાવડી અને સ્માર્ટ છોકરીની દશા ભિખારી થી બદતર હતી.શરુઆતના બે ત્રણ મહિના તો પાંચ છ લોકો સાથે એક નાના રુમમાં તે રહી.દિવસના ચૌદ કલાક કામ કરીને ,તેને દારુની ને ડ્રગની વાસવાળા ,ચરિત્રહીન લોકો સાથે રાત જાગતા રહીને ,કોઈ અજાણ્યા ભયને બીકના થરથરાટમાં જ ગુજારવી પડતી.ભણેલા ગણેલા હોશિયાર લોકો ભારતમાંથી અમેરિકાની ચકાચૌંધ જોઈ – આ ડોલરિયા દેશમાં રહી જાય છે પણ કાયદામાં આ દેશ કેટલો કડક છે તેનો અંદાજ જ તેમને હોતો નથી ને પછી “નહી ઘરનાં ને નહી ઘાટનાં “જેવી દશા થાય છે.

પોતાના દેશથી માઈલો દૂર કોઈના પ્રેમ કે હૂંફ અને સાથ સહકાર વગર ખૂબ સ્ટ્રગલ કરી ચાર પાંચ મહિનામાં તો હર્ષા ડીપ્રેસ થઈ ગઈ હતી.હવે શિકાગોમાં શિયાળો શરુથઈ ગયો હતો.ભૂખ્યા વરુ જેવા માણસોની હવસ ભરી નજરથી બચવા તેણે એક વૃદ્ધ ના ભોંયરામાં નાની રુમમાં જગ્યા શોધી કાઢી.

હર્ષાની ઉંમર બત્રીસ અને મકાનમાલિક લીયોની પંચોતેર.હવે અહીં હર્ષા કામ કરીને આવીને થાકી હોય પણશાંતિથી રાતે ઊંધી શકતી. પિતાની ઉંમરના લીયો સાથે વાતચીત કરીને પણ તે તેનું દુ:ખ હળવું કરતી.

લીયો ક્યારેક તેને સ્નોમાં ગાડીમાં રાઈડ આપતો .રોજ સવાર સાંજ તેની સાથે વાતો કરીને અમેરિકામાં તે એકલી નથી તેવી હૂંફ અને પ્રેમ આપી તેને ડીપ્રેશનમાંથી બહાર કાઢવા કોશિશ કરતો.એક દિવસ હર્ષાને ઠંડી ચડીને તાવ આવ્યો . તે ચાર દિવસ તે ઊભી ન થઈ શકી.જોબ પર પણ આવી તબિયતે કેવીરીતે જાય? લીયો તેને દિવસમાં ત્રણવાર તેના રુમમાં જઈ કોફી અને દવા આપતો. પાંચમે દિવસે લીયો હર્ષાના રુમમાં ગયો તો તાવમાં ધગધગતી હર્ષા જાણે હોશકોશ ખોઈ લાકડું બની બેભાન જેવી અવસ્થામાં પડી હતી.

લીયો તેને ઈમરજન્સીમાં લઈ ગયો .તે સાજી ન થઈ ત્યાં સુધી તેની પાસેજ બેસી રહ્યો. તેની દીકરી ની જેમ કાળજી લીધી.બેદિવસ પછીની સારવાર બાદ ,જ્યારે હર્ષાએ આંખો ખોલી ,ત્યારે તેની આભારવશ લાગણીથી લદબદ આંસુભરેલ આંખ જોઈ ,લીયો નાં આંસુ ગળામાં ફસાયા અને મોઢામાં શબ્દો અટવાયા. ક્યાંય સુધી તે હર્ષાના માથા પર હાથ ફેરવતો રહ્યો અને તેના અખંડ પ્રેમના પ્રવાહને હર્ષા રણની તરસી ધરતીની જેમ પીતી રહી.તેની અપલક નેત્રોમાંથી આંસુની ધારા પણ વહેતી રહી.

લીયો  હર્ષાને ઘેર  લઈ જઈને સીધો પોતાના રુમમાં જ લઈ ગયો .હવે તેણે હર્ષાને તેની સાથે ઉપર જ હંમેશ માટે રહેવાનું ફરમાન કરી દીધું. સાજી થઈ હર્ષા જોબ પર ગઈ તો આટલા દિવસ નહી જવાથી તેની જગ્યાએ બીજા કોઈને જોબ પર રાખી લીધું હતું. પરાણે મળેલ જોબ જતી રહેવાથી તે દુ:ખી ને નિરાશ થઈ પાછી ફરી.નવી જોબ શોધવાના પ્રયત્નો તેણે શરુ કરી દીધા હતાં  પરંતુ હવે  લીયોના પ્રેમ,હૂંફ અને સહકારથી તેનામાં નવી તાજગી આવી ગઈ હતી.પહેલાની હસતી ,રમતી હર્ષા હવે પહેલા જેવી જ વસંતની લહેર બની ફરકી રહી હતી.તેણે લીયોના  ઘરને  ચોખ્ખું ચણાક કરી ,પોતાની રીતે રાચરચીલું ગોઠવી  સજાવી  દીધું.રસોઈમાં માહિર હર્ષા રોજ અવનવી વાનગી કરી લીયો ને ગરમ ગરમ જમાડતી.આમ દિવસો વીતતા જતા હતા  તેમ તેમ લીયોને હર્ષાની કાબલીયત ને પ્રેમાળ સાફદિલીનો પરિચય થતો જતો હતો.તેને જાણે ગયા જન્મની તેની દિકરી પાછી મળી હોય તેમ લાગતું હતું. હવે તેઓ સાથે બહાર હરવા ,ફરવા ,જમવા અને મોલમાં ગ્રોસરી કરવા પણ જતા.

અને અરે !!!!!!!એક દિવસ સવારે ઊઠી ને તેણે હર્ષાને કીધું”ચાલ તૈયાર થઈ જા!” હર્ષા કહે સવાર સવારમાં કયાં જવું છે ?તો કહે “કોર્ટમાં” હર્ષાને કંઈ સમજાયું નહી એટલે કહે “ પણ કોર્ટમાંકેમ????”તો કહે “લગ્ન કરવા ,આપણે લગ્ન કરી લઈએ એટલે તું લીગલ થઈ જાય . તારી બધી મુશ્કેલીઓનો અંત.એક બે કોર્સ કરીને તું તારા ફીલ્ડની જોબ કરી શકે.ગાડી ચલાવી શકે. તું તારી જિંદગી ખરેખર માણીને જીવી શકે.”આટલું સાંભળતા તો ……હર્ષા દોડીને આવી ને લીયોના શર્ટના કોલર પકડી તેના છાતીમાં ગુંમ્બા મારતી મારતી હૈયા ફાટ રુદન કરવા લાગી “હેય લીયો ! તેં મારા પ્રેમનેઅભડાવી દીધો………….હું તો તને મારા પિતાની જેમ પ્રેમ કરું છું”લીયોએ તેને છાતીસરસી ચાંપી દીધી અને વહાલથી તેના માથાને ચૂમી લીધું ને કહ્યું”મારી વહાલસોયી દીકરી ! હું પણ તને દીકરીની જેમજ પ્રેમ કરું છું.”તને અમેરિકામાં લીગલ કરવા અને કાલે હું મરી જાઉં તો મારું આવતું મોટું પેન્શન ને બધી મિલકત ને પૈસા તને કાયદેસર મળે તે  માટે  આ સિવાય કોઈ રસ્તો નથી .મારી પાસે જિંદગીના થોડા દિવસ છે જેમાં મારે તને ખુશખુશ જોવી છે.”

કોઈ અનોખા આનંદને અનુભવતી …..હર્ષા અનિમેષ નજરે લીયોને જોતી રહી.ભારતમાં તો બધા વાતો કરે છેકે ‘પેલી માળીની દીકરી હર્ષા કોઈ તેનાથી ચાલીસ વર્ષ મોટા અમેરિકનને પરણીને જલસા કરેછે.’ પણ બે વિશુદ્ધ પ્રેમી ,બાપ-દીકરીને સમાજની કોઈ પરવા નથી.તેમનું જીવન ફક્ત ને ફક્ત એક બીજા માટે જ છે.

સમાજની સ્વીકૃતિની તેમને કોઈ જરુર નથી.

જિગીષા પટેલ

Sent from my iPad

બેઠક -અહેવાલ- રાજેશભાઈ શાહ -ગુજરાત સમાચાર

મિત્રો ,મારી કેલિફોર્નિયાની ગેરહાજરીને લીધે આ અહેવાલ મુક્યા ન હતા માફ કરશો.
જે આજે યાદ કરીને મુકું છું. રાજેશભાઈ આભાર

 દિવાળીના મંગલ ઉત્સવને વધાવવા બેઠકે ‘દિવાળી બેઠક’ ઉત્સવ મનાવ્યો

વસુબેન શેઠ ,જયવંતીબેન પટેલ ,કલ્પનારઘુ ,પ્રજ્ઞા દાદભાવાળા,દર્શનાબેન વારિયા,જિગીષાબેન પટેલ રેણુકાબેન વખારિયા

(રાજેશ શાહ દ્વારા)બે એરિયા, તા. 05 નવેમ્બર 2018, સોમવાર

બે એરિયામાં ગુજરાતી ભાષાને જીવતી રાખવા, તેનું સંવર્ધન કરવા અને ગુજરાતી ભાષા પ્રેમીઓ ફક્ત વાંચતા જ નહીં પણ કલમ ઉપાડે અને સાહિત્યના સર્જનના કામમાં જોડાય તે માટેના પ્રયત્નો ૨૦૧૨ થી શરૂ થયેલા.

પુસ્તકોના પિરસણીયાના હુલામણા નામથી જાણીતા પુસ્તક પ્રેમી શ્રી પ્રતાપભાઈ પંડયાએ પુસ્તક પરબની શરૂઆત કરેલી. તેમના પુસ્તક પ્રેમ અને સેવા યજ્ઞાને પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન રઘુભાઈ, રાજેશ શાહે વધાવી લઈ. બેઠક ના નેજા હેઠળ દર મિહને ગુજરાતી ભાષા સાહિત્યના અલગ અલગ વિષય લઈ, વિવિધતા લાવી મલવાનું શરૂ કર્યું.

”જીવન મને ગમે છે” તે વિષયને લઇને દિવાળીના મંગલપર્વની ખુશીઓ હૈયે લઈ આવેલા સૌના મનમાં આ વિષયને અનુરૂપ વિચારો રમી રહ્યા હતા અને અવસર હાથ આવેલો હોઇ સૌએ પોતપોતાના વિચારો પોતાની મૌલિક રીતે રજૂ કર્યા.

એક નવતર પ્રયોગ તરીકે બે એરિયાના લેખિકા-કવયત્રી જયશ્રીબેન મરચન્ટના પુસ્તક ‘મારો શત્રુ’ માંથી જીવનમાં પ્રેરણા મલે તેવા સંવાદોને લઈને બેઠકના સભ્ય બહેનોએ એક સ્ક્રીપ્ટની સુંદર રજૂઆત કરી હતી.

વાત્સલ્યની વેલી ૯) કાનુડો એન્થની !

કાનુડો એન્થની !
જિંદગીની ઘણી ખરી સારી અને સુંદર વસ્તુઓ ખરેખર જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી પણ દિલથી અનુભવાય છે!અને બાળકો સાથે રહીને હું એજ તો અનુભવતી હતી! ફૂલ જેવાં બાળકો મને જે પ્રેમ કરતાં હતાં , તેઓનાં માતા પિતાનો મારા ઉપર જે સો ટકા વિશ્વાશ હતો અને જે સતત અનહદ અહોભાવ દર્શાવતાં હતાં અને સૌથી મહત્વનું તો તેનાથી જે આર્થિક સધ્ધરતા અમે મેળવતાં હતાં તે મને વધુ સારું કામ કરવા પ્રેરણા આપતાં હતાં!
હા , એ ટૂંકા બે ચાર વર્ષો દરમ્યાન સતત બાળકો સાથે કામ કરવાને લીધે મને કોઈ સમવયસ્ક મિત્ર ન હોવાનો રંજ જરૂર થતો હતો , પણ તે ક્યારેક જ ! મને હેલન કેલરના શબ્દો યાદ આવ્યા : તમારી દ્રષ્ટિ સૂર્યના ઉજાસ તરફ રાખશો તો પડછાયા દેખાશે જ નહીં ! હું પણ મારાં આ બેબીસિટીંગ નાં ખુબ જ જવાબદારીભર્યા શારીરિક અને માનસિક મહેનતભર્યા કામમાં ભવિષ્યનું મારુ પોતાનું બાલમંદિર જોઈ રહી હતી! બસ , ગ્રીનકાર્ડ આવે એટલે ડે કેર સેન્ટર ખરીદી લઈશું !
એક શુક્રવારે સવારે બધાં બાળકો આવી ગયાં પણ ચાર વર્ષની માયા અને બે વર્ષની જૂન આવ્યાં નહોતાં.ત્યાં જ એમની ગાડીનો અવાજ સંભળાયો. દોઢેક વર્ષથી એ બન્ને બહેનો અમારે ઘેર નિયમિત આવતી હતી એટલે બધાની ગાડીઓના અવાજ ઉપરથીયે મને ખબર પડી જતી કે કોણ આવ્યું છે. માયા અને જૂન દોડીને ઘરમાં આવી ગયાં પણ તેમની મમ્મી હજુ ધીમે ધીમે સાચવીને પગ ઉપાડતી હતી , તે પાછળ આવી. “ અરે ! તમારી તબિયત ઠીક નથી લાગતી! અહીં સોફા પર બેસી જાઓ !” મેં મિસ જેનેટ ( છોકરાંવની માં)નો હાથ પકડીને ત્યાં બેસાડતાં કહ્યું .
“ પણ મારે જોબ પર જવું બહુ જરૂરી છે.” એમણે ચિંતાથી કહ્યું. જેનેટ મારાંથી પાંચેક વર્ષ મોટી છત્રીસ એક વર્ષની સુંદર દેખાવડી, પુરી અમેરિકન ( ઇટાલિયન ) સ્ત્રી હતી. એને છેલ્લા દિવસો જતા હતાં. “ મને લાગે છે કે તમે સીધા હોસ્પિટલે જ જાઓ. નહીંતો હું અહીં એમ્બ્યુલન્સ બોલવું !” મેં કહ્યું.
“ના , ના; હજુ બે અઠવાડિયાની વાર છે! અને મારે ઓફિસમાં ખુબ કામ પતાવવાનાં બાકી છે. મારાંથી રજા ઉપર ઉતરાય તેમ નથી!”અને બળ કરીને પરાણે , મારી વિંનતિને ગણકાર્યા વિના એ ત્યાંથી નીકળી ગઈ .
હું મારા સ્વભાવ પ્રમાણે એમની મજબૂરી પર , સમગ્ર પરિસ્થિતિ પર વિચાર કરતી હતી: ‘ પેલી કહેવતમાં કહ્યું છે ને, ‘માણસે મોંઘાઈ!’ ક્યાં આપણે ત્યાંની સુવાવડી વહુ દીકરીઓ અને ક્યાં આ જેનેટ ! રસોઈ પણ એણે બે અઠવાડિયા આગળથી બનાવવા માંડી હતી: સૂપ , ચીલી અને અમુક મીટ ની ડીશ ! સાંજે છોકરાંઓની નાનીમાં છોકરાં લેવા આવી ત્યારે એમણે કહ્યું કે જેનેટે એન્ડી નામના બાબાને જન્મ આપ્યો છે.
સોમવારે રૂટિન પ્રમાણે બીજાં બધાં બાળકો આવી ગયાં. મને એમ કે પેલી બે બહેનો આજે કદાચ નહીં આવે ; ત્યાં મોડેથી જેનેટનો ફોન આવ્યો; “ મારે જોબ પર એક ખુબ જ અગત્યનું કામ છે; બે છોકરીઓ સાથે જો તમે એન્થનીનું બે ત્રણ કલાક ધ્યાન રાખો તો હું ઝડપથી કામ પતાવીને વેળાસર આવી જઈશ , પ્લીઝ !”
ત્રણ દિવસનું નવું જન્મેલું બાળક ? ના ભૈ! મારાંથી એવડું મોટું સાહસ ના કરાય !
હું તો હજુ વિચારતી હતી કે જો બે બહેનો અમારી ઘેર આવશે તો સાંજે હું જેનેટ માટે શિરો બનાવીને મોકલીશ ! આમ પણ મારી ઘણી બધી વાનગીઓ એ બધાંએ ખાધી છે, અને બધાંને ભાવે પણ છે!
ત્યાં આતો સુવાવડી મા જ પોતે ગાડી લઈને છોકરાં મુકવા આવે છે!
અરે નવજાત શિશુ જે હજુ ત્રણ જ દિવસનું છે એને ઘરની બહાર લઇ જાય છે! આટલાં નાના બાળકને ઘરની બહાર ના લઈજવાય! ક્યાંક કોઈ ચેપ લાગી જશે તો ઉપાધિ થશે ! અરે બેન ! તું પણ હમણાં જ બાળકને જન્મ આપી હોસ્પિટલેથી ઘેર આવી છું; જરા નિરાંતે ઘેર રહીને આરામ કર ! અને એ બધું તો ઠીક પણ મારે ત્યાં આટલાં બધાં બાળકો છે ને હું આ બાળકને કેવી રીતે સાચવું ?
આવું બધું વિચારીને મેં વિનયપૂર્વક સ્પષ્ટ ના પાડી;
“ મારાંથી એન્થની નહીં સાચવી શકાય , મને નહીં આવડે , મને નહીં ફાવે, સોરી !”
પણ કલાક એક પછી જેનેટ આવી – માયા અને જૂન દોડીને ઘરમાં આવી ગયાં : અમારાં ઘરનું બાંધકામ એવી રીતનું હતું કે ઘરની આગળ મોટું આંગણું ને છેક પાછળ ઘર ! બધાં પાછળ ગલીમાં આવી, પાછળને બારણેથી ઘરમાં આવતાં. જેનેટે પાછળ એલીમાં જ ગાડી ઉભી રાખી હતી . ગાડીનું બારણું પકડીને મને કહ્યું; “ હું એન્થનીને પણ લઈને જ આવી છું ; જો તમે એને એકાદ બે કલાક રાખી શકો તો! હું બને એટલી ઝડપથી આવી જઈશ .. પ્લીઝ?”
એ બાળકને લઈને જ આવી હતી એટલે મેં પણ વિચારબદલ્યો .
હું પણ એમ તો સક્ષમ હતી જ! જેનેટની પણ કોઈ મજબૂરી હશે એટલે જ તો એ આટલો આગ્રહ કરે છે ! મેં વિચાર્યું .જો કે મેં ઘણી વાર નોંધ્યું હતું કે એ ખુબ કામ કરતી હતી, અને એના કુટુંબમાંથી એને કોઈનોયે ઝાઝો સપોર્ટ નહોતો . એની મમ્મી ગામમાં જ રહેતી હતી પણ એ કોઈ ઇવનિંગ જોબ કરતી હતી; એના હસબન્ડને મેં ક્યારેય જોયેલ નહીં .
“ અરે કાંઈ વાંધો નહીં, બહેન ! તમે તમારે નિરાંતે આવજો , કાંઈ ચિંતા કર્યાવીના શાંતિથી કામ પતાવજો!” હું ગળગળી થઇ ગઈ.. જેનેટ પણ ગળગળી થઇ ગઈ અને આભાર સહ કામે ગઈ!
પણ હવે શું ?
બે વર્ષથી પાંચ વર્ષનાં છ બાળકો ; ને આ તદ્દન ત્રણ દિવસનું બાળક!! રખેને હું બધાં બાળકોને જમાડવા બેસું અને પેલો બાબો જાગી જાય અને રડવા ચઢે તો? હું બધાં બાળકોને સુવડાવવાની તૈયારી કરતી હોઉં અને એન્થની જાગીને રડારોળ કરે તો? ઝડપથી કાંઈ વિચાર કરવા દે ! અરે એ જો રડવા ચઢશે તો બીજાં બાળકો પર મારુ ધ્યાન નહીં રહે ,અંદર અંદર બાળકો એકબીજાને અડપલાં કરશે ને ક્યાંક કોઈને વાગી જશે તો, કદાચ કોઈ અકસ્માત થઇ જાય!! હવે શું કરવું ? આમ તો સુભાષ રોજ જોબ પરથી નીકળીને અમારાં બાળકોને લઈને ઘેર આવે , પણ હજુ તો ઘણી વાર હતી..
સંકટની સાંકળ ખેંચવાનો સમય આવી ગયો !
મેં સુભાષને જોબ પર ફોન કર્યો. “ મારે જવું પડશે , મારી દીકરીની સ્કૂલમાંથી ફોન છે.” એમ ખોટું બોલીને એ ઘેર આવ્યો . હાશ ! મેં નિરાંતનો દમ લીધો. અને અમે વાતાવરણમાં પણ હળવાશ અનુભવી . નાનકડાં નવજાત એન્થનીને અમે ક્યાંય સુધી અનિમેષ નયને નિહાળી રહ્યાં! ખરેખર વાતાવરણ અલૌકિક હતું.. બે એક કલાકમાં જેનેટ આવી અને અમને બન્નેને બાળકોની સંભાળ લેતાં જોઈને એનાં થાકેલા મોં પર પ્રસન્ન આશ્ચર્ય છવાઈ ગયું ! અનેખુશ થઇ ગઈ! ખરેખર તમારે બાળકો માટેની નર્સરી શરૂ કરવી જોઈએ ! એણે કહ્યું . અને પછીતો અમારે ઘેર એણે શીરો પણ ખાધો ત્યાં જ સ્કૂલમાંથી ફોન આવ્યો! આ બધી ધમાલમાં અમે અમારાં છોકરાંઓને જ લેવા જવાનું ભૂલી ગયાં હતાં !! છોકરાઓનું સારું ધ્યાન રહે તે આશયથી તો આ બેબીસિટીંગ શરું કરેલું : આજે હવે એમને જ ભૂલી ગયાં હતાં ! વાત્સલ્યની વેલ કાંઈ અમારાં બે બાળકો પૂરતી થોડી જ હતી? આ બધાં બાળકો અને તેમાંયે એન્થની જાણે કે અમારો કાનુડો બનીને અમારે ઘેર પધાર્યો હતો ! અને સાચે જ અમે પ્રિસ્કૂલ શરું કરી ત્યાં સુધી -પછીનાં અઢી વર્ષ સુધી – એ અમારાં સૌનો માનીતો કાનુડો જ રહ્યો હતો.. આજે આટલાં વર્ષો બાદ , સેંકડો બાળકો આ વાત્સલ્યની વેલડીનાં પુષ્પો બની મ્હેંક્યા છે પણ એન્થનીની મહેંક સૌથી અનેરી છે! કેમ ? આગળ ઉપર ક્યારેક જણાવીશું !

૧૧- કવિતા શબ્દોની સરિતા

ગઈ કાલે હતી…૧૬ ડીસેમ્બર…
યાદ આવે છે આ તારીખ/ ૧૬ ડિસેમ્બર ૨૦૧૨??
મોટાભાગે તો નહીં જ આવે કારણકે આ તારીખ નથી કોઈ રાષ્ટ્રીય, સામાજિક તહેવારની કે  નથી  કોઈ ઐતિહાસિક ઘટનાની.
પણ આ તારીખ છે એક એવી દુર્ઘટનાની જેણે આખાય ભારતભરમાં અરેરાટીનું વાતાવરણ ખડકી દીધું હતું.
એક આશાભરી યુવતિ…જીવનના એક નવા તબક્કે પ્રવેશ. આંખમાં ઉજળા ભાવિનું સપનું અને અથાગ મહેનત કરવાની તૈયારી. પણ એ દિવસે એના જ જીવનમાં અંધકાર છવાઈ ગયો.
એ દિવસ હતો ૧૬ ડિસેમ્બર ૨૦૧૨નો – આ દિવસે ચાલુ બસમાં એ યુવતિ નામે નિર્ભયા પર  અત્યંત ક્રુરતાથી, હેવાનિયતની હદ પાર કરી દે એવો અત્યાચાર થયો હતો. જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ વગર વાંકે પીંખાઈ ગયેલી નિર્દોષ યુવતિ હજુ તો હમણાં જ જાણે જીવનની એક એવી દિશા તરફ મીટ માંડીને ઉભી હતી જ્યાંથી એને સફળતાની ક્ષિતિજોને આંબવાનો રસ્તો દેખાયો હશે. મેડિકલ શાખામાં પ્રવેશ મળ્યો હશે ત્યારે આગળ જઈને સમાજોપયોગી બનવાની મનમાં નેમ હશે અને કેટલાક વિકારી નરધમોએ એને ચૂંથી નાખી અને અંતે ? કમકમાટીભરી હાલતમાં એ મૃત્યુ પામી. કોના વાંકે ?
ગઈ કાલે ૧૬ ડીસેમ્બરે એ દુર્ઘટનાને ત્રણ વર્ષનો ગાળો પસાર થઈ ગયો. કેટલાકના મનમાંથી એ યાદ કદાચ ઝાંખી થવા માંડી હશે તો કદાચ એવી કેટલીક વ્યક્તિઓ હશે જેમના મન આ દુર્ઘટનાના વિચાર સુધ્ધાથી લોહી-લુહાણ થઈ જતા હશે. એવી કેટલીય અભાગી યુવતિઓ કે બાળકીઓ હશે જે એમના વાંક વગર પણ હેવાનિયતનો ભોગ બની હશે. આ વાત માત્ર વાંચવા કે વિચારવા કરતાંય અનેક ઘણી ભયાનક છે.
આ વાત આજે યાદ આવી એનું કારણ છે એંબર એલર્ટ.
રવિવારની બપોર હોય .. કડક તડકો હોય. ઘરમાંથી બહાર જોઈએ તો એ એટલો  તો રુપાળો લાગે પણ ગમે તેટલો ચકમકતો -ચળકતો ભલે ને હોય તો ય એ તડકો તો છેતરામણો જ હોય કારણકે બહાર તો કડકડતી હાડ થીજાવી દેતી ઠંડી જ હોય પણ આવી ઠંડીમાં ય કંઈ જીવન નથી અટકી જતા એટલે જરૂર પડે બહાર નિકળવું ય પડે. આવી જ જરૂરિયાતને લઈને અમે બહાર નિકળ્યા. આગળ તો જવાનું જ હતું પણ મન પાછું પડવા માંડ્યું.
કારણ એ જ એંબર એલર્ટ.. આ એંબર એલર્ટ એક એવી સાઈન છે કે જે એવી  દારુણ પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે જેનું ભાવિ કદાચ અત્યંત અનિશ્ચિત હોય. આ એંબર એલર્ટ શરૂ થયાનું કારણ તો સૌને ખબર જ હશે.
ટેક્સાસના આર્લિંગ્ટનમાં રહેતી આ એંબર હેજર્મેન નામની નવ વર્ષની બાળકી પોતાના ભાઈ સાથે રમતી હતી અને એનું અપહરણ થયું. અપહરણના ચાર દિવસ પછી એ એના ઘરથી લગભગ પાંચ માઈલ દૂરથી એ મૃત હાલતમાં મળી. અત્યંત કરપીણ રીતે એની હત્યા કરવામાં આવી હતી અને એ પહેલાં તો એના પર શું વિતી હશે એની તો કલ્પના કરવી ય કપરી છે.
આવું કશુંક બને ત્યારે શક્ય હોય એટલી ત્વરાથી પોલીસ એલર્ટ થાય અને અપહ્રત બાળા કે યુવતિનું અસ્તિત્વ જોખમાય એ પહેલાં એના સુધી પહોંચી શકે એના માટે થઈને એંબર એલર્ટ અસ્તિત્વમાં આવ્યું.
આવું હિચકારું કૃત્ય આચરવાનું કારણ શું હશે એ તો એ જ નરાધમો જ જાણે જેમનામાં એક પશુ આળસ મરડીને ઉભો થયો હશે. વધુ વિચારવાની તો હિંમત જ નહોતી પણ ત્યારે ક્યારેક  વ્યથા ઠલવતી આ પંક્તિ મનમાં ઝબકી ગઈ.
અરે ઓ દરિંદે..અરે..ઓ રાક્ષસ…
શું સજ્યા હતાં શણગાર કે લોભવી ગઈ..
શું પહેર્યા હતા ટૂંકા કપડા કે લલચાવી ગઈ
હતી ખીલ્યાં વિનાની કળી તો કંઈ રીતે બહેકાવી ગઈ..
અરે ઓ નરાધમ શું હતો એનો વાંક કે એ પિખાઈ ગઈ.. 
દુનિયા કહે છે..બાળકમાં તો ભગવાન દેખાઇ
ઓ નરાધમ તારા પાપે નાની કળી મુર્ઝાઈ
અને ચકરાવે ચઢેલા મનમાં બાપુને ભાત આપવા નિસરેલી મીઠી ય યાદ આવી ગઈ. એ તો જંગલમાં વસતા રાની પશુનો શિકાર બની હતી અને ચારેકોર વ્યાપો હતો સન્નાટો…
“કુદરતમાં કકળાટ, વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ..
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર, રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર…”
અત્યારે તો કોણ જાણે કેટલાય રાની પશુ માનવ વેશે ઉજળા કપડાંમાં ફરતા હશે અને કોંણજાણે કેટલીય અભાગી મીઠી એમના હવસનો શિકાર બની હશે ! ત્યારે અહીં સિમેન્ટ-કોંક્રિટના જંગલમાં કોઈપણ અભાગી મીઠી માટે કયા વૃક્ષોના મ્હોં વીલાં થતાં હશે?
કોને ખબર ?
વ્યથા પંક્તિ- ગીતા ચૌહાણ.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમ તત્વ–પી. કે. દાવડા

મિત્રો સપનાબેન બહારગામ ગયા છે તો હમણાં તેમની ગેરહાજરીમાં આપણા બેઠકના  લેખકો પોતાના વિચારો આ વિષય પર દર્શાવી શકે છે. જે સપનાબેન પાછા  આવે ત્યાં સુધી દર રવિવારની પૂર્તિમાં મુકાશે।.. તો ચાલો આજે બેઠકના ગુરુ દાવડા સાહેબ શું કહે છે ?  પ્રેમ એક પરમ તત્વ છે ?

પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. મનની આકર્ષણ શક્તિને સાધારણ ભાષામાં પ્રેમ કહેવામાં આવે છે. આ આકર્ષણ શક્તિના ઘણાં રૂપો છે. જ્યારે આ પ્રેમ બાળકો અને તમારાથી નાના હોય તેને કરવામાં આવે છે ત્યારે તેને સ્નેહ કહેવાય છે. જ્યારે આ પ્રેમ દીન અને દુ:ખી પ્રત્યે બતાવવામાં આવે છે ત્યારે  તેને દયા કહેવાય છે. જ્યારે આ પ્રેમ વડીલો, સંતો અને મોટા લોકો પ્રત્યે જણાવવામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાનું રૂપ ધારણ કરે છે. સ્ત્રી સાથેનો પ્રેમ પ્રણય કહેવાય છે. પ્રેમની અઢળક સત્તા છે. પ્રેમથી પ્રાણીઓને પણ વશ કરી શકાય છે. શ્રદ્ધા એ વિશ્વાસનું બીજું રૂપ છે અને એ સાચા પ્રેમ વગર શ્રધ્ધા પ્રકટે નહીં.

પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં હળવાશથી પ્રયત્ન કર્યો છે.પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે, તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.

“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.

“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે પછી રોકવો મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે, તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.

“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષમા મારે કંઈ કહેવાની જરૂરત છે?

“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.

“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બેસૂરૂં થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.

આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમાં તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.

આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ

प्रेम न बाड़ी ऊपजै, प्रेम न हाट बिकाय।

राजा परजा जेहि रूचै, सीस देइ ले जाय।।

બસ આમ પ્રેમ એક પરમ તત્વ છે.

-પી. કે. દાવડા

દ્રષ્ટિકોણ 22: bill of rights (first 5 amendments) – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક ની શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આવકારું છું. આ કોલમ માં આપણે જુદા વિષયો ઉપર અને વિવિધ દ્રષ્ટિકોણ થી વાત કરીએ છીએ. આજે ડિસેમ્બર 15 ના “બિલ ઓફ રાઇટ્સ” દિવસે, અમેરિકા ના નાગરિક તરીકે આપણા હક વિષે થોડી જાણકારી મેળવીએ.  
આ બિલ ઓફ રાઇટ્સ શું છે? અમેરિકન કોન્સ્ટિટ્યૂશન ના પહેલા 10 સુધારાઓ (અમેન્ડમેન્ટ્સ) ને બિલ ઓફ રાઇટ્સ તરીકે ઓળખાય છે. આ બિલ ઓફ રાઇટ્સ સપ્ટેમ્બર ની 25, 1789 માં પસાર થયેલ અને તે ગવર્મેન્ટ ની શક્તિ ઉપર કાબુ રાખે છે. તે જેમ્સ મેડીસને દાખલ કરેલ અને ત્યાર પછી તેઓ અમેરિકાના 4થા પ્રેસિડેન્ટ બન્યા. પહેલા તેમાં 12 સુધારાઓ હતા અને તેમાંથી 10 પસાર થયા. વર્ષો જતા સુધારાઓ માં વધારો થયો છે અને અત્યારે લગભગ તેમાં 27 સુધારાઓ (અમેન્ડમેન્ટ્સ) છે. આ બિલ ઓફ રાઇટ્સ ને The Rotunda of the National Archives Building in Washington, DC. માં પ્રદર્શિત કરવામાં આવે છે.  
આપણે પહેલા પાંચ સુધારાઓ (અમેન્ડમેન્ટ્સ) ઉપર વાત કરીએ.
1) પહેલા સુધારા અનુસાર, કોંગ્રેસ ક્યારેય એક ધર્મ ને અપનાવવાનો કાયદો નહિ બનાવે અને ક્યારેય મુક્ત અભિવ્યક્તિ ઉપર પ્રતિબંધ નહિ મૂકે. આ સુધારો લોકોને મુક્તપણે બોલવા ઉપર અને અખબાર માં તેમના અભિપ્રાય પ્રકાશિત કરવા માટે નો અને ગવર્નમેન્ટ તરફ ની ફરિયાદ દર્શાવવાનો હક અદા કરે છે.
2) સુધારા 2 અનુસાર લોકોને પોતાનો બચાવ કરવા માટે અને પોતાના સ્ટેટ ને સુરક્ષિત રાખવા માટે, શસ્ત્ર રાખવાનો હક છે અને તે ક્યારેય છીનવી લેવામાં આવશે નહિ. આ સુધારા અનુસાર આપણે પિસ્તોલ ને બિલકુલ હટાવી શકીએ નહિ. અને સુધારાને બદલવાનું કાર્ય ખુબજ મુશ્કેલ છે. પણ તે સુધારા નો આદર કરીને પણ બીજા સુધારા લાવી શકીએ. જેમ કે આ અમેન્ડમેન્ટ દાખલ કર્યું તે સમયે ઓટોમેટિક રાઇફલ હતી નહિ. તે આ સમય ની નવીનતા છે જે ખોટા લોકોના હાથ માં આવે તો તેનાથી મિનિટો માં કેટલાય ને તેઓ મોત ને ઘાટ ઉતારી શકે છે અને અસમર્થ ઇજા પહોંચાડી શકે છે. તેમજ પિસ્તોલ માટે અરજી કરનારાઓ માટે વેઇટિંગ પીરીઅડ (જેથી તેઓ લાગણી ના ઉશ્કેરાટ માં અજુગતું પગલું ન લઇ શકે) અને પૃષ્ઠભૂમિ તપાસ (background checks), જેથી કોઈ વ્યક્તિ એ ભૂતકાળ માં અજુગતું કાર્ય અથવા બોલવાનું કર્યું હોય તેમને પિસ્તોલ થી દૂર રાખી શકાય, જેવા કાયદાઓ લાવાની જરૂર છે તેવું ઘણા અમેરિકનો માને છે.
3) સુધારા 3 અનુસાર, કોઈ પણ સૈનિક ને ક્યારેય કોઈના ખાનગી ઘર માં રાખવા માટે સરકાર દબાણ નહિ કરી શકે.  આ સુધારો ક્યારેય ચર્ચાસ્પદ બન્યો નથી અને બધાએ તેને તુરંત સ્વીકારી લીધો છે. તેનું કારણ? 1765 માં બ્રિટને એવો કાયદો પસાર કરેલ જેને લીધે સરકાર જયારે ઈચ્છે ત્યારે કોઈ પણ નાગરિક ને તેના ઘરમાં સૈનિક ને રાખવાનું દબાણ કરી શકે. આ કાયદો અમેરિકા ના બ્રિટન સામેના બળવા નું એક મુખ્ય કારણ હતું.
4) આ સુધારો લોકોને સરકારના ગેરવાજબી શોધ અને હુમલામાંથી રક્ષણ આપે છે. આ સુધારા અનુસાર લોકોને પોતાના ઘર માં સુરક્ષિત રહેવાનો હક છે. સરકાર કોઈ કારણ વગર કોઈના ઘર માં ધાડ પાડી શકે નહિ. કોઈના ઘર માં દાખલ થવા માટે અને કોઈના ખાનગી ઘર ની તપાસ કરવા માટે સરકાર પાસે વૉરંટ હોવો જોઈએ અને તેની મહત્વતા કોર્ટ માં પુરવાર કરી શકે ત્યારેજ સરકાર ને તેવો હક મળે.
એક વખત હું ભારત માં મારા કુટુંબ જોડે ઇન્સ્પેક્ટર નો શો જોતી હતી. તેમાં આવ્યું કે ઇન્સ્પેક્ટર ને કોઈ માણસ ઉપર શક હતો તેની જોડે વાત કરવા તેના અનુયાયી ને લઈને તેઓ શક હતા તે માણસ ની ઘરે ગયા. ત્યાં ઇન્સ્પેક્ટર ના અનુયાયીએ તેમને તાળું જોઈને કહ્યું, “सर यहाँ पे तो ताला लगा है. इंस्पेक्टर: चलो इसको तोड़ देते है”. તોડ્યા પછી….   “सर, यहाँ तो बहोत सारी इन्फॉर्मेशन है”. इंस्पेक्टर: “चलो प्रूफ मिल गया अब उसको अरेस्ट करने की कोशिश करते है”. સુધાર 4 અનુસાર અમેરિકામાં તેવી રીતે મેળવેલ પ્રુફ ની કૈજ વેલ્યુ નથી. (જોકે હું માનું છું ત્યાં સુધી ભારત માં પણ તેવો જ કાયદો છે. મેં મારી સાથે ટીવી જોઈ રહેલા ને કહ્યું કે આ તો ખોટું છે. તો મને બધા કહે કે તેમાં ખોટું વળી શું, જો પુરાવો મળી ગયો ને).
આપણે જાણીએ છીએ કે એક વખતના ટ્રમ્પ ના વકીલ માઈકલ કોહેન ના ઘરે અને ઓફિસ માં FBI એ ધાડ પાડેલી. તે ધાડ પાડવા માટે પહેલા સરકારી વકીલ, મલરે ખુબ મહેનત કરી અને સાબિતી મેળવી અને કોર્ટ માં પુરવાર કર્યું કે ત્યાં ધાડ પાડી અને બાકીની સાબિતી મેળવવી જરૂરી છે અને કોર્ટે તેને તે પછી જ કોહેન ના ઘરે ધાડ પાડવાની પરવાનગી આપી અને મલરે ખાસ વૉરંટ મેળવ્યું.  જો સરકાર કોર્ટ ની પરવાનગી વગર ધાડ પડે તો તેને જે સાબિતી મળે તેને કોર્ટ અવગણે. તેમજ પ્રેસિડેન્ટ ઓબામાએ ટ્રમ્પ ના કેમ્પેઇન ના વડા પોલ માનફોર્ટ ઉપર ફાઇસા વૉરંટ કાઢેલો તે પણ કોર્ટ માં પુરવાર કરીને જ મળેલ। 
5) આ સુધારા અનુસાર, લોકોને પોતાની જાન, સ્વતંત્રતા અને સંપત્તિ ને સુરક્ષિત રાખવાનો હક છે. તેના પ્રમાણે, કોઈ પણ ગુના ને સ્વીકારવા સરકાર કોઈના ઉપર દબાણ કરી શકે નહિ, સિવાય કે તે મામલો પબ્લિક ડેન્જર ને લાગતો હોય. સરકાર કોઈને માત્ર ગુના કરવાના શક ને આધારે જેઈલ માં પુરી રાખી શકે નહિ અને માત્ર ગુના કરવાના શક ને આધારે કોઈની સંપત્તિ ઉપર હક જમાવી શકે નહિ.
અમેરિકા અને ભારત બંને ખુબ મોટા દેશ છે; એક દેશ ભૂગોળ ની દ્રષ્ટિએ માપ માં અતિ મોટો છે અને બીજો લોકો ની સંખ્યા ને લીધે અતિ મોટો દેશ છે. એવા દેશ માં લોકશાહી સતત ટકાવી રાખવી તે જેવી તેવી વાત નથી.  આ બંને દેશો માં સતત અને ટકી રહેલ લોકશાહીનું રહસ્ય મારા મત અનુસાર બે ચીજો માં સમાયેલ છે. 1) બંને દેશો માં સ્થાપના દરમ્યાન જે વ્યક્તિઓ હતા તેઓ એકદમ દેશભક્ત વ્યક્તિઓ હતા. 2) બંને દેશો ની સ્થાપના ખુબજ વિચારશીલ દસ્તાવેજ “કોન્સ્ટિટ્યૂશન” વડે કરવામાં આવી છે. બંને દેશો ના નિર્માણ સમયે અપનાવેલ બંધારણ અદ્ભુત અને ખુબ ફોરવર્ડ લૂકિંગ અને visionary દસ્તાવેજ છે. જો તમે Washington D.C. નો પ્રવાસ કરો તો માત્ર ત્યાંના બિલ્ડીંગ જોઈને નહિ આવતા પણ તેના ઉપર જરૂર થોડી જાણકારી મેળવજો અને ઘણી ઇમારતો ઉપર કોતરેલ લખાણ ને જરૂર વાંચવાની કોશિશ કરજો। પ્રવાસ નો તમારો આનંદ વધશે અને તમારી જાણકારી માં વધારો પણ થશે.

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા-2019

૧. કોઈ પણ વિષય પર વાર્તા

૨. ઓછામાં ઓછા ૧૦૦૦ અને વધુમાં વધુ ૨૦૦૦ શબ્દોમાં વાર્તા હોવી જરૂરી છે. ઓછા કે વધુ શબ્દોવાળી વાર્તાને ડીસક્વોલીફાડ કરવામાં આવશે.

૩. વાર્તા મૌલિક અને અપ્રકટ-ઈન્ટરનેટ, બ્લોગસ તથા પ્રીન્ટમિડીયામાં કે અન્ય સ્પર્ધાઓમાં શામીલ ન થઈ હોવી જોઈએ.

૪. માર્ચની ૩૧ 2019 સુધી pragnad@gmail.co in word formate only
ને મોકલી આપવી. મોડાથી આવેલી કૃતિઓને સ્વીકારવામાં નહીં આવે.

૫. વાર્તાના નિર્ણાયકનો નિર્ણય આખરી ગણાશે અને એ વિષે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.

૬. પહેલું ઈનામ: $૧૦૧
બીજું ઈનામ: $૭૫
ત્રીજું ઈનામ : $૫૧
આશ્વાસન ઈનામ: $૨૫

ચોપાસ -2–અમે હવા ફેર કરી આવ્યા.

સિક્કિમ મારી દ્રષ્ટિએ

સામાન્ય રીતે ગુજરાતીમાં કોઈ ફરવાના સ્થળે જાય ત્યારે એમ કહેવાય કે અમે હવા ફેર કરવા જઈએ છીએ ​ દર વર્ષે અમે ભારત આવીએ ત્યારે જરૂરથી ભારતના અમે ન જોયેલા સ્થળો જોવા જઈએ હા હવા ફેર કરવા જઈએ આ વખતે માત્ર હવા નહિ પાણી, ખોરાક બધું જ ફેર કરી આવ્યા..અમે સિક્કિમ જઈ આવ્યા.PHOTO-2018-12-01-17-27-32.jpg

સિક્કિમ ચીન, નેપાળ તથા ભૂતાન ની સરહદે આવેલું ભારત નું રાજ્ય છે. તેનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. અમુક ક્ષેત્રોમાં સિક્કિમી અને લેપ્ચા ભાષા પણ બોલાય છે. સિક્કિમ આમ તો ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય ગણાય છે .અમે સૌ પ્રથમ ગેગટોક ગયા. ગંગટોક  સિક્કિમની રાજધાની છે, સાથે સાથે સુંદર હિલ સ્ટેશન પણ છે. અહીંથી તમે કાંચનજંઘાની સફેદ પહાડીઓને માણી શકાય છે. બરફની સફેદ ચાદરમાં ઢંકાયેલી કાંચનજંઘાની પહાડીઓનું દ્રશ્ય મનને પ્રફુલ્લિત કરી દે છે. હિમલાયના ખોળે વસેલું આ પ્રાચીન હિલ સ્ટેશન કુદરતી સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે.

 

 

અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉતર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે.1957ની 16મી મે એ સિક્કીમ એ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. ભારતની આઝાદી સમયે સિક્કીમ સ્ટેટે ભારત સાથ જોડાવાનો ઈન્કાર કર્યો હતો. ૧૯૫૦માં સિક્કિમ અને ભારત વચ્ચે સંધિ થઈ, તે અનુસાર સિક્કિમ એ ભારત રક્ષિત રાજ્ય બન્યું અને સિક્કિમની વિદેશ નીતિ, રક્ષણ અને સંદેશવ્યવહાર ભારતને હસ્તક રહ્યો. તે સિવાય સર્વ ક્ષેત્રોમાં, રાજ્યકારભાર સંબંધેની સ્વાયત્તતા મળી. બાદમાં રાજાશાહીનો ત્રાસ વધતા સિક્કિમના વડાપ્રધાને ભારતીય સંસદને સિક્કિમને તેના એક રાજ્ય તરિકે ભેળવી દેવાની વિનંતી કરી હતી. જે સંદર્ભેના લોકમતમાં 97.5 ટકા લોકોએ રાજાશાહીનો અંત કરી ભારતીય સંઘમાં જોડાવાની તરફેણ કરી હતી.

સિક્કીમ બીજા પહાડી હિલ સ્ટેસશન જેવું જ સુંદર। …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં ચોપાસ  લેન્ડસ્કેપ જેવા દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ। ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ ,સાહસિક દ્રષ્ટિકોણથી, ગોલ્ફરો, ટ્રેકર્સ અને સ્કીઅર્સ માટે એક સ્વપ્ન સ્થાન….. શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …હા અહીં પ્રવાસીઓ આત્માની અને માનસિક શાંતિને સિક્કિમના બૌદ્ધ મઠ પામી શકે છે.સિક્કિમમાં ૭૫ બૌદ્ધ મઠો આવેલા છે તેમાંથી સૌથી જૂનો ૧૭૦૦ના સૈકામાં સ્થપાયો છે ….હા તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિના પડઘા પહાડોની વચ્ચે પણ વર્તાય … સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી ચિંતિત છે, ત્યારે સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે. ૬ લાખ ૧૦ હજારની વસતી ધરાવતું આ નાનકડું રાજય દુનિયાનું પ્રથમ ૧૦૦ ટકા ઓર્ગેનિક રાજય બની ગયું છે.સામાન્ય રીતે સફરમાં મિનરલ બોટલ સાથે લઈને ફરવું જ પડે પણ અહીં દાખલ થતાની સાથે પાણી ની બોટલ ફેકવી પડે છે ..નો પ્લાસ્ટિક બોટલ। …સિક્કિમ ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જે 100 ટકા ઓર્ગેનિક સ્ટેટ બન્યું અને સિક્કિમ દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કરાયું છે.2016માં પીએમ મોદીએ સિક્કિમને દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર કર્યું હતું. હા ….સિક્કિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને સંપૂર્ણપણે જૈવિક ખેતી થાય છે પૂર્ણપણે એટલે કે 100 ટકા જૈવિક ખેતિ કરવામાં આવે છે.સિક્કિમે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રિવાજો તથા આધુનિકરણ વચ્ચેનું સમતોલપણું જાળવી રાખ્યું છે, જેના થકી તેમણે પર્યાવરણનો નિરંકુશ નાશ કર્યા વગર પ્રગતિ સાધી છે.

૭ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ઊંટનાં અઢારે વાંકા

૨૦૧૮ની સાલ પૂરી થવા જઈ રહી છે ત્યારે ૧૮નો આંકડો મને આ કહેવતની યાદ અપાવતાં બાળપણમાં ધસડી જાય છે. ખરે બપોરે અંગ દઝાડતી ગરમી, જેની છાતીમાંથી ફાટફાટ થતી હોય તેવા રણમાં દોડે જતું ઊંટ, સામે આવી જાય છે. “ઊંટનાં અઢારે વાંકા” આ કહેવત જે કાવ્ય પરથી જન્મી, એ કવિ દલપતરામની કવિતા, “ઊંટ કહે આ સભામાં” યાદ આવે છે. મન વિચારતું થઈ જાય છે. નાના બાળકોને સોંસરું ઉતરી જાય તેવી સહજ રીતે કેટલી મોટી વાત આ કાવ્યમાં સમજાવી હતી? અને એ પણ પશુઓની વાત કરીને! આપણે બીજા તરફ આંગળી કરતાં પહેલાં આપણી તરફ એક વખત ચોક્કસ જોવું જોઇએ. નજર સમક્ષ પ્રાણીસૃષ્ટિ ઉભી થઇ જાય છે. વાંકા માણસને વાંકું જ દેખાય એમ વાંકદેખા ઊંટને ભરી સભામાં ભેંસના શીંગડા, બગલાની ડોક, પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી, વારણની સૂંઢ, વાઘનાં નખ, બધું જ વાંકું દેખાય છે ત્યારે છેલ્લે શિયાળ કહે છે, “અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે”. આ કહેવતનાં બીજાં અર્થ છે,સ્વભાવે વાંકાપણું, દાધારિંગાપણું, મૂર્ખ માણસથી કાંઇ સારું થાય નહીં અને દરેક બાબતમાંવાંકું અને ઊલટું બોલનાર, દોષથી ભરપૂર.

એક ટ્રક પાછળ લખ્યું હતું, “તું તારું કરને!” બીજામાં ખણખોદ કરીને અવગુણ શોધવા કેટલાં સહેલાં છે? દર્પણ ખોટું બોલી શકે છે પરંતુ જે વ્યક્તિ અંદર ઊતરીને આંતરદ્રષ્ટિથી અંતરને નિહાળે તેને સત્ય જ મળશે કે માનવ, ઊંટના અઢારથીય કેટલો વાંકો છે! કહેવાતા અઢારદોષો વગરની વ્યક્તિ શોધવી આ કળિયુગમાં મુશ્કેલ કાર્ય છે. રાત્રે સૂતા પહેલાં દિવસ દરમ્યાન બનેલી ઘટનાઓને આંખ બંધ કરી અંદર ઉતરીને નિહાળીશું તો આપણને સમજાશે કે આપણે કેટલી ભૂલો કરી છે? કયાં ખોટા છીએ? વળી ભવિષ્યમાં એ ભૂલો સુધારવાનાં અભ્યાસથી આપણે વિકસી શકીએ છીએ. ઓડીટર બનો પણ પોતાની જાતનાં, બીજાનાં નહીં. બહારથી સારો દેખાતો માણસ અંદરથી કેટલો વાંકો હોય છે તે તેને પોતાને જ ખબર હોય છે.

જ્યારે આપણે કોઈ અભિપ્રાય આપીએ છીએ ત્યારે સામેની વ્યક્તિના મગજમાં આપણી પણ એક ઈમેજ ઉભી થાય છે. આ આભાસી વિશ્વમાં વ્યક્તિ જે છે તેવી દેખાતી નથી, તો ભલા તેના માટે આપણો અભિપ્રાય શા માટે વેડફવો? વળી જ્યારે તમે સ્વીકારક બનો છો ત્યારે બીજાઓ માટે જજમેન્ટલ બનવાની લાલચમાંથી મુક્ત બની શકો છો. તેથી ઈન્ટરોસ્પેક્શનથી વ્યક્તિઓ, બનાવો અને ચીજ વસ્તુઓ માટે જજમેન્ટલ બનવાનું ઓછું થતું જાય તેમતેમ જીવવાની મઝા આવે છે.

ઊંટ રણપ્રદેશનું વહાણ કે વાહન કહેવાય છે. તેના શરીરની રચના જ તેને રણ પ્રદેશમાં જીવિત રાખે છે. તેના પગ લાંબા હોવાથી તેનું શરીર જમીનની ગરમીથી ઘણું દૂર રહે છે. ડોક લાંબી હોવાથી મગજ પણ દૂર રહે છે. પીઠ પર ખૂંધ હોય છે, જેમાં શરીરની વધારાની ચરબી સંગ્રહ થાય છે જેને કારણે તે લાંબા સમય સુધી ખોરાક વગર રહી શકે છે. પગનાં તળીયા ગાદીવાળા હોવાથી તે રેતીમાં પણ ૬૦ કિ. મી.ની ઝડપે દોડી શકે છે. વળી તેની આંખ પરનાં પોપચા અને કાન પરનાં વાળ, ગરમી,પવન અને ઊડતી રેતીથી તેનો બચાવ કરે છે. આમ ઈશ્વરે દરેકને જે અંગ આપ્યાં હોય છે તે દરેકની પાત્રતા અનુસાર હોય છે. જેનો સ્વીકાર કરવો જ રહ્યો.

ધૂમકેતુએ કહ્યું છે, “મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી, બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય”. સંતોનું કહેવું છે કે પોતાની ખામી અને બીજાની ઝીણામાં ઝીણી ખૂબી જોતાં અને જીરવતાં જેને આવડી જાય તેનો બેડો પાર સમજવો. જે પોતાનું સ્વદર્શન કરી શકે છે તેનું જ કલ્યાણ થાય છે.