બસ આગળ વધવું છે.નવા વર્ષનો નવો સંકલ્પ.

 આગળ હજી..  આગળ ..નવી ક્ષિતિજ સર  કરીએ.. આગળ વધવા માગનારને  દુનિયાની કોઈ તાકાત રોકતી  નથી.”મૈં નહીં હમ” એજ  લક્ષ્યને પામવા માટે આપણા સૌનો અભિગમ, બેઠકનો ધ્યેય એક  કરતાં વધુ લોકોને ઊર્ધ્વતા તરફ લઈ જવાનો છે તો યાદ રાખજો કે તમારા કાર્યને પૂરું કરવાની જવાબદારી આખું બ્રહ્માંડ ઉપાડી લેતી હોય છે બસ આજ વાત મને સ્પર્શી જાય છે સાચું કહું મારા શબ્દોને પણ ઝળઝળિયાં આવે છે. મનથી  સદાય અનુભવ્યું છે કે ભગવાને ખોબો ભરીને આપ્યું છે..બેઠકમાં સદાય એક પરિવાર જેવી ભાવના અને મીઠી વીરડી સમાન જેવા  અનુભવો આખા વર્ષ દરમ્યાન માણ્યા તેના માટે આભાર માનવા કરતા તમારા સૌ  માટે આગળ વધવાનું બળ  માંગીશ, તમે સૌ સર્જકો મનમાં ઉમટી આવતા વિચારો શબ્દોમાં પરોવી  સદાય લખતા રહો. 

શબ્દોનું સર્જન બ્લોગની શરૂઆત કરી મૂંગા વડીલોને વાચા આપવા…અને પ્રભુએ મને નિમિત્ત બનાવી, આપણે તો  માત્ર મૌન તોડયું  છે માટે શબ્દો રચાયા છે. ઘણા લેખક એવા હતા જેમના શબ્દો અંદર જ ધરબાઈને પડ્યા હતા  ભાષા અમેરિકામાં ખોવાણી હતી હવે પાછી મેળવી છે. કોઈના લખવાથી બોલવાથી થતા શબ્દનો સર્જનની   વાત છે માટે .. શરૂઆત અવાજથી ભલે થઈ હોય પણ કલમ કસતા  શબ્દો કવિતા ગીત સંગીત પણ બન્યા..તો ક્યારેક નાટક બની પ્રગટ થયા અને આગળ જતા સાહિત્ય પણ બનશે. મોટા સાહિત્યકારને વાંચ્યા, સાંભળ્યા .. પણ સાથે  તમારા  મનની વાત સાંભળી બસ આજ હેતુ સાથે બ્લોગની અને બેઠકની શરૂઆત કરી હતી , સૌથી મોટો ફાયદો સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા, સાથે વધુ વાંચન કર્યું, ચિંતન કર્યું  અને ઉત્તમ લેખોનું મનન કરીને ફાયદામાં આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી રહ્યા છીએ..અને હા એ કંઈક નવું જાણવાનો  અને સાહિત્યને માણવાનો  આંનદ એને  વર્ણવી કેમ શકાય,જિંદગીની  કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી આપણે સૌ આખા વર્ષ દરમ્યાન હકારાત્મક ઊર્જા લઈને સહિયારો આંનદ માણ્યો, ન જોઈતા વિચારો હરીફાઈનું વિસર્જન કરી નવસર્જન કર્યું. જીવનની વ્યસ્તતાના ભારને હટાવીને મનગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનો આપણે સૌએ સભાન પ્રયત્ન આદર્યો, અને તેના ફળસ્વરૂપ તમારા સર્જનનો રસાળ પ્રવાહ મળ્યો, માણ્યો,અને આપણા સૌ વચ્ચે .શબ્દ …સંબંધનો સેતુ  રચાયો…શબ્દ સાધકો સાથે વાચકો મળ્યાં, 

આપણે સૌએ ભેગા મળીને જીવનના કેટકેટલા વિવિધ રંગોનું દર્શન કર્યું ! ક્યારેક ખડખડાટ હસ્યા તો ક્યારેક આંખોના ખૂણા ભીના બન્યાં. કોઈકવાર બાળપણના સ્મરણોમાં ઝબોળાયા તો વળી કોઈવાર કલ્પનાના રંગે રંગાયા. ક્યારેક સત્ય વાર્તામાં વિસ્મયનો અનુભવ થયો તો ક્યારેક રોમેરોમ રોમાંચ વ્યાપ્યો ! હકારાત્મકતાએ જીવનને દીપ સમાન પ્રકાશિત કર્યા  તો જિંદગીને એક નવા જ દર્ષ્ટિકોણથી જોઈ .આપણે જ્યાં મૂંઝાયા હોય અથવા અટક્યા હોય ત્યાં અવલોકને માર્ગદર્શન આપ્યું … અને અભિવ્યક્તિએ જાણે જીવનમાં રંગો પૂર્યાં…ઘડીક આપણી ચેતનાને હલાવી મૂકી …. અણીના સમયે આપણો હાથ વાચકો એ ઝાલ્યો  બધે જ “પ્રેમ એક પરમ તત્વ” બની વ્યાપી ગયું। કોઈ દિવસ ન લખનાર લખવા માંડે અને ન વાંચનાર વાંચતા થયા  …તેનું આશ્ચર્ય પણ થયું. તમારા અદ્ભૂત સર્જને તો આજે મારા-તમારા જેવાને કેટલા નિકટ લાવી દીધા અને એક બેઠક પરિવાર રચાયો,આનો યશ માત્ર સર્જક અને વાચકને બેધડક આપું છું. હૈયું લીલુ રાખી લખેલ એક માત્ર લેખ કે ગઝલ કે કવિતા કોઈના જીવને ઉજાળે છે ત્યારે ‘બેઠક’ કે ‘શબ્દોનુંસર્જન‘નું કાર્ય સફળ છે.

તમામ મિત્રોને અહીં યાદ કરીને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સાહિત્યયાત્રામાં આર્થિક સહયોગ કરનારા તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રેરણા આપનાર લેખકો અને પ્રેરણા આપવા આવેલ સાહિત્યકાર મહેમાનો ને વંદન, સહયોગી, કાર્યકર્તા કરતા મિત્રોને આભાર માની અળગા નહિ કરું, કારણ બ્લોગ અને બેઠક જેણે પોતાના માન્યા અને કાર્ય કર્યું ત્યારે મારાથી આભારનો ભાર ન મુકાય.. રેડિયો, છાપા જેવા મીડિયા આપણું  બળ બન્યાં.. તેમને તેમના કાર્યમાં આગળ વધવાની શુભેચ્છા   જેણે આપણા યજ્ઞમાં પ્રકાશ પાથર્યો હોય તે સર્વના જીવનમાં નવી ખુશી મળે,નવાં  સપનાં સાથે  નવી આશાના કિરણો પ્રસરાય, સુખ સદાય આપ સર્વની સાથે રહે તેવી તેવી શુભ ભાવના.   

ઘણા દાતાઓ ,ગુરુ અને વડીલોની પ્રેરણાથી કામ સતત આગળ વધ્યું પણ સાથે તેમની પાસેથી શીખ્યા કે નામ, યશ અને જશની કલગી પાછળ દોડવા કરતા પરમાર્થ  કરી,નિજાનંદ મેળવવા જેવો બીજો કોઈ આંનદ નથી. આપણે વાંચન કરતા સમજણ કેળવી અને સમજણે જ્ઞાન પીરસ્યું અને આત્મનિરીક્ષણ સાથે ઓગળવાની ક્રિયા પણ એની મેળે થઈ .મનના વિચારોને અભિવ્યક્ત કરી ભાષાને વહેતી રાખતા વિકસવાનું કામ આજે પણ ‘બેઠક’ કરે છે.“એજ આત્મસંતોષ.. એજ  સરવૈયું” 

આયોજક ;પ્રજ્ઞા દાદભાવાળા 

“મારા મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભેછાઓ”

 

 

 


“સર્જક હોય કે વાચક હોય – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.કોઈની પ્રતિભા વખાણવી અને એમની ક્ષમતાને બહાર કાઢવાની, તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એજ ‘બેઠક’નો ધ્યેય છે. એથી પણ વિશેષ મુળ ભાવ તો ગુજરાતી ભાષાનું સંરક્ષણ કરવું, સર્જકતા નું સંવર્ધન કરવું અને ભાષા માટેની સજ્જતા વધારવી. “

6 thoughts on “બસ આગળ વધવું છે.નવા વર્ષનો નવો સંકલ્પ.

 1. પ્રજ્ઞાબેન,

  વર્ષાંતે તમે જે સરવૈયુ કાઢ્યું એ એકદમ સહજ છે. જે સહજ છે એ સ્વીકાર્ય પણ હોય જ ને?
  તમારી આ આલોચના ગમી કે નામ, યશ અને જશની કલગી પાછળ દોડવા કરતા પરમાર્થ કરી,નિજાનંદ મેળવવા જેવો બીજો કોઈ આંનદ નથી.
  નવા વર્ષે સૌને આ નિજાનંદ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા.

  Like

  • ખૂબ સુંદર વાત.. સરસ રજૂઆત.
   અનેક શુભકામનાઓ.. દિલ સે.
   પ્રજ્ઞા બહેન ,ઉમદા કાર્ય માટે સલામ.

   Like

 2. બહુ સરસ વાત કરી પ્રજ્ઞાબેન તમે ! કુશળ લેખકોને નહીં ; પણ ગુર્જરને કુશળ લેખક બનાવવામાં શબ્દોનું સર્જન પ્રેરણા રૂપ બન્યું છે તે વાતનું ગૌરવ છે. વળી દર મહિને બેઠકના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ મળીને એક કુટુંબ ઉભું કરી દીધું છે! તમારી આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને અનેકને તેની અનુભૂતિ થાય તેવી નવા વર્ષે પ્રભુને પ્રાર્થના ! Happy New Year!

  Like

 3. બેઠકના સર્વ મિત્રોને નવા વરસની શુભેચ્છાઓ. બેઠકનો આ કુટુંબમેળો સદાય હસતો રહે અને એકબીજા સાથે પ્રેમ વાંટતો રહે.

  Like

 4. ‘બેઠક’ તો મારું ઘર બની ગયું હતું. સમયના અભાવે સર્ફિંગ બિલકુલ બંધ પડી ગયું હતું. આજે ખાસ સમય કાઢીને મારી માનિતી સાઈટોની મુલાકાત લીધી. અહીં આ વાત વાંચીને ‘હાશ’ થઈ. બેઠકના સત્સંગથી કેટકેટલા મિત્રો સાથે આત્મીયતા થઈ? સૌનો અને ખાસ તો પ્રજ્ઞા બહેનનો ખુબ ખુબ આભાર.

  Like

 5. બેઠક સાહિત્ય રસિકો માટે મેળાવડાનું સ્થળ બની ગઈ છે.પ્રજ્ઞાબેનના માર્ગદર્શન હેઠળ બેઠક થકી ઘણા બધાં,ઘણું બધું શીખી શક્યા છે.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાને લાભ થયો છે.આ બાબતની ગણતરી કરતી નથી.પરંતુ બેઠકનો મૂળ ઉદ્દેશ આ જ હતો.તેના માટે દાતાઓ,ગુરુ,તેમજ અન્ય શુભેરછકો અને બેઠકના તમામ લેખકો અને સભ્યોનો આભાર માનવોજ રહ્યો.નવા વર્ષમાં બેઠક વધુ ને વધુ પ્રગતિ કરતી રહે અને પ્રજ્ઞાબેનને જરૂરી બળ મળતું રહે તેવી પ્રભુને પ્રાર્થના અને સૌને શુભેરછા.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.