લોહીનો એકજ લાલ રંગ

પિતાએ વહાલસોઈ દીકરી નું નામ પરી પાડ્યું હતું કારણકે તે રુપ રુપનો અંબાર હતી.તેની આંખો બ્લુ અને ગોરોવાન.થોડા થોડા રુપે ઘડેલી અને મીઠી મધ જેવી પરી પરાણે વહાલી લાગે તેવી હતી.માતા-પિતા અને પરી ખૂબ આનંદથી જીવતા હતા અને અકસ્માતમાં પરીના પિતાનું મૃત્યુ થયું. પાપાની દુલારી પર આભ તૂટી પડ્યું.પરીને લઈને તેની માતા સુમી તેના ભાઈને ત્યાં હંમેશ માટે રહેવા આવી ગઈ જે સુમીની ભાભીને જરાપણ ગમ્યું નહી.સુમી નાે ભાઈ અને તેના પિતા મા-દીકરીને ઓછું ન આવે એટલે તેમનું ખૂબ ધ્યાન રાખતા અને ખૂબ પ્રેમ કરતા.પરતું મામીને કાયમ માટે પોતાના માથે પડેલા મા-દીકરી આંખમાં કણાની જેમ ખૂંચતા.એક દિવસ સવારે નાસ્તાના સમયે પરીએ મામાને પોતાને ગમતા શેમ્પુ અને ક્રીમના નામની ચિઠ્ઠી આપી તો મામીએ બધાની વચ્ચે જ તેને સંભળાવ્યું કે મામાના એકલા પગારમાં આ બધા તારા નખરાં નહી પોસાય.ઝંખવાણી પડી ગએલ નાદાન ને યુવાન પરી રુમમાં જઈ માને વળગીને ખૂબ રડી.

પછી શાંત થઈ તેણે તેની માને કીધું “મમ્મી આપણે થોડા વર્ષની જ વાર છે.મારું બારમાંનું રીઝલ્ટ આવશે એટલે હું મેડીસીનમાં એડમીશન લઈશ.મમ્મી એકવાર હું ડોકટર થઈ જઈશ પછી તારી બધી ચિંતા દૂર. મારા પેપર્સે બહુજ સરસ ગયા છે.” નાના પણ બંને દીકરી ને સાંત્વના આપવા અંદર આવી રહ્યા હતા ને બારણા પાસે આવતા જ પરીની વાત સાંભળી તેને ભેટી પડ્યા.

મામા ને બાળકો નહોતા પણ મામીના માતાપિતા નાનપણમાં ગુજરી ગયા હોવાથી તેમનો એકનો એક નાનોભાઈ તેમની સાથે જ રહેતો હતો.પરી કરતા તે ચારપાંચ વર્ષ મોટો હતો. તે મેડીસીનનાં છેલ્લા વર્ષમાં જ હતો.પરી નાની હતી ત્યારથી મામાને ઘેર આવતી ને મામીના ભાઈ પ્રિયમ સાથે રમતી . પ્રિયમ તેને બાઈક પર બેસાડી આઇસક્રીમ ખાવા, ફરવા અને ક્યારેક પીક્ચર જોવા પણ લઈ જતો.તેના લીધે પરીને મામાના ઘેર પણ આવવું ગમતું.તેને જોઈને જ પરીને પણ ડોકટર બનવું હતું.પરીની હોશિયારી જોઈ પ્રિયમ પણ પરીને ડોકટર બનવા પ્રોત્સાહન આપતો.અને એ દિવસ આવી ગયો ;પરીનું રીઝલ્ટ બાણું ટકા આવ્યું.પરીના નાના અને મામા મીઠાઈ વહેંચવા લાગ્યા અને પ્રિયમ પણ ઘેર પરીને ગમતો આઇસક્રીમ લઈને આવ્યો.પરી ને તેની મા પણ ખૂબ ખુશ હતા કે હવે તેમની મુશ્કેલીનો અંત હાથવેંત જ છે.પણ તેમ ન બન્યું.મામીએ તો કહી દીધું કે પરીને ડોકટર બનાવવા માટે જેટલા ફી ના પૈસા જોઈએ તેટલા પૈસા તેમની પાસે નથી.તેને ભણવું જ હોય તો સાદું ગ્રેજયુએશન કરે. પરીની બધી આકાંક્ષા પર પાણી ફરી વળ્યું. તે તેની મા અને નાનાને વળગી ખૂબ રડી.નાના પણ પોતાના હ્રદયના ટુકડા જેવી પરી ને જોઈ પોતાની બેબસીને કોસી રડતા રહ્યા.પોતે જ એંસી વર્ષની ઉંમરે દીકરા વહુ પર આધારિત હતાં તેથી તે શું બોલે?પ્રિયમ તો એમ જ સમજતો હતો કે પરી મેડીસીન નું જ ફોર્મ ભરશે પણ જ્યારે પરીએ આર્ટસ કોલેજનું ફોર્મ ભર્યું ત્યારે તે પણ પરી પર ખૂબ ગુસ્સે થયો પણ પરીએ તેને કોઈ ખુલાસો ન કર્યો.

સુમી આખા ઘરનું બધું જ કામ કરતી અને પરી ક્યારેક તેની બહેનપણીઓ જોડે મોબાઈલ પર વાત કરતી તો પણ મામી તેને સંભળાવતા કે પરી ફોન પર વાત કરવાને બદલે હવે રસોઈ અને ઘરના કામમાં ધ્યાન આપે.નાના,સુમી અને પરી મામીની વાતો સાંભળી ખૂબ દુ:ખી થતાં અને પરી તો રાત્રે તેની માને વળગીને જ સૂઈ જતી.મામાનું ઘર તેને હવે પરાયું લાગતું હતું ને તે તેના પિતાને યાદ કરી આંસુ સારતી હતી.એવામાં એક દિવસ મામીની એક બહેનપણીએ પરી જેવીજ રુપાળી સુમીને જોઈને તેને ફરીથી પરણાવી ,મા-દીકરી બન્ને ને આ ઘરમાંથી બહાર કાઢવાનો રસ્તો સુઝાડ્યો.મામીએ તો લગ્નબ્યુરોનાં આંટા મારી સુમી માટે કરોડપતિ બીઝનેસમેન અજયભાઈને શોધી કાઢ્યા.અજયભાઈ મોટા એક્સપોર્ટર હતા.તેમને એક મોટો વીસ વર્ષનો દીકરો ને તેર વર્ષ ની દીકરી હતી.તે તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને કેન્સરની ટૂંકી માંદગીમાં તે ગુજરી ગઈ હતી.તેમના બાળકોનું ધ્યાન રાખે તેવી પત્નીની શોધમાં  તે હતા. જેથી  પોતે  કામથી ફોરેને જાય તો તે બાળકોનું ધ્યાન રાખે. સુમી માટે મામીને અજય એકદમ બરોબર લાગ્યો.તેનો મહેલ જેવો બંગલો,અધધ સંપત્તિ,મસ મોટો બીઝનેસ અને અનેક મોટરગાડીઓની વાતો કરી એણે પોતાના પતિ અને સસરાને સુમીના લગ્ન માટે મનાવી લીધા.

સુમીની જરાપણ ઈચ્છા બીજા લગ્નની નહોતી પણ પિતાએ તેનેસમજાવી કે લગ્ન કરીને આ ઘરની પરવશતા ને મામીના મહેણાં-ટોણાથી છુટકારો મળશે.પરીને ડોકટર બનાવી શકાશે અને તેને પોતાનું ઘરને પરીને પિતાની છત્રછાયા મળશે.સુમી માત્ર પરીનો વિચાર કરીનેજ લગ્ન માટે તૈયાર થઈ.યુવાન પરી પોતાની માના બીજા લગ્નથી બિલકુલ રાજી નહતી પરંતુ  નાનાએ સુમીને જે રીતે સમજાવી તેમ જ પરીને તેજ વાતો થી સમજાવી. પ્રિયમ પણ સુમીને પરાણે અજય સાથે પરણાવવાની બેન ની વાત થી ખુશ નહોતો.

પિતાની ઈચ્છા અને પરીના ભવિષ્યના વિચારે સુમી અજય સાથે લગ્ન કરવા તૈયાર થઈ.સુમીના લગ્ન અજય સાથે થયા .પરી હવે મામાને ત્યાં સાવ એકલી થઈ ગઈ હતી.મામા-મામી અને નાનાએ વિચાર્યું કે સુમી થોડી સાસરે સેટલ થાય પછી પરી જશે.અજયના દીકરા દીકરીને સુમી પોતાની પરીથી પણ અધિક રાખતી.અજય આ જોઈને ખૂબ ખુશ રહેતા અને બંને બાળકો પણ સુમી સાથે ખૂબ ખુશ રહેતા. સુમી ને પરી ખૂબ યાદ આવતી.પરી તો રુમમા બેસીને મા વગર ખૂબ રડતી.એક દિવસ અજયે સુમીને પૂછ્યું”આટલી સુખ સાહેબી છતાં તું કેમ ખુશ નથી?”ત્યારે સુમીએ કીધું “મારું જીવન મારી દીકરી વગર અધૂરુંછે તમે કહો ત્યારે હું એને અહીં મારી સાથે લઈ આવું” અને અજયે જે જવાબ આપ્યો તે સાંભળી સુમી સાવ ભાંગી પડી.અજયે કીધું “બીજાના લોહીને હું ક્યારેય  મારી દીકરી તરીકે અપનાવી ન શકુ. એ મારા ઘરમાં આવે તો તારું બધું ધ્યાન તેના તરફ જ થઈ જાય.તે ક્યારેય મારા ઘરમાં આવી નહી શકે.હા તેને તારે જેટલા પૈસા,કપડાં આપવા હોય તે આપ.”સુમી એ અજયને સમજાવા લાખ કોશિશ અને કેટલીએ કાકલુદી કરી પણ અજય તેની વાતમાં એકનો બે ન થયો.

માના ગયા પછી સુમીના નાજુક દિલને ખૂબ ધક્કો લાગ્યો હતો. તેપત્થર બની ગઈ હતી.તેનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું.ચુપચાપ રહી આખો દિવસ મામીના ઘરનું કામકાજ કર્યા કરતી.એવામાં એક દિવસ તે પ્રિયમનો રુમ સાફ કરી રહી હતી અને ત્યાં તેણે એક સરસ પરફ્યુમ જોયું અને પોતાના કપડાં પર છાંટ્યું.તેજ વખતે રુમમાં પ્રિયમ પ્રવેશ્યો અને તેણે પાછળથી આવીને એના હાથનું કાંડું પકડી લીધું.પરી તેને અવાચક થઈને જોઈ રહી…….

વધુ આવતા અંકે -પ્રિયમ પરીને પોતાના પ્રેમનો એકરાર કરશે કેઠુકરાવશે?
તે તેની મા સાથે ક્યારેય નહી રહી શકે?

જિગીષા પટેલ

3 thoughts on “લોહીનો એકજ લાલ રંગ

  1. મા તો જાણે છૂટી ગઈ ભાભીના ત્રાસથી પણ એને એની દિકરીનો ય જરાય વિચાર ન આવ્યો?

    Like

  2. રાજુલબેન સાથે સહેમત છું. માં એ કેમ દીકરીનો વિચાર પહેલે થી ન કર્યો? બધાએ કે દીકરીનો વિચાર પહેલે થી ન કર્યો?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.