૧૨ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતો માનવ ઉત્સવપ્રેમી તો ખરો જ…દરેકના પોતીકા તહેવારો અને પોતીકી ઉજવણી. જરાક ઊંડાણથી જોઈએ તો ક્યાંકને ક્યાંક તો એની ઉજવણીમાં સામ્યતા ય  નજરે પડશે જ.
દરેક તહેવારો  આપણી રોજીંદી ઘટમાળમાં અનન્ય ઉત્સાહ અને તાજગી લઈને પ્રવેશે. દરેક તહેવારો પાછળ કોઈને કોઈ ધાર્મિક સમજ કે સામાજિક હેતુ પણ હોવાનો જ. દિવાળી હોય કે ક્રીસમસ ચારેકોર  રોશનીનો ઝગમગાટ.  પછી ભલે એ દિપ પ્રાગટ્ય સ્વરૂપે હોય કે ક્રીસમસ કેન્ડલ કે પછી લાઈટોનો ઝગમગાટ પણ મૂળે વાત રોશન થવાની. મનમાંજીવનમાં રોશની- ઉજાસ ફેલાવાની વાત. રાજી થવાની -રાજી કરવાની વાત.
આજના અતિ કામઢા- પ્રવૃતિમય દિવસોમાં ઘરમાં જ રહીને પણ ઘરના સદસ્યો એકમેક માટે કે એક બીજાને સમય આપી નથી શકતા ત્યારે આવા તહેવારો સૌને સાથે રહેવાનો સમય અને સંજોગો આપે છે. દિવાળીમાં સૌ સાથે જમે એવી રીતે ક્રીસમસ ડિનરનો રિવાજ છે જ ને!
બાળકો કેટલા નિર્દોષ અને સહજ હોય છે નહીંએને મન તો ક્રિસમસ એટલે ઘરમાં સજાવેલું મસ્ત મઝાનું એક લીલુછમ ટ્રી જેની પર ચાંદલીયા જેવી નાની નાની લાઈટો ઝિલમિલાતી હોય. લાલલીલાસોનેરીરૂપેરી વાદળી રંગના મઝાના બોલ લટકાવેલા હોય. વચ્ચે વચ્ચે નાની અમસ્તી ઘંટડીઓ ટીંગાડી હોય અને એ લીલાછમ રોશનીથી શોભતા ટ્રીની સૌથી ઉપર એક તારો મુકેલો હોય.  કહેવાય છે કે આ તારો એ દૈવી હાજરીનું પ્રતીક છે પણ બાળકોને આ બધા સાથે શી નિસ્બતએમને તો રસ હોય છે પેલા દૂર દૂરથી સ્લેજ પર સવાર થઈને ખભે ગિફ્ટનો થેલો લટકાવીને આવતા ગોળમટોળ સાન્તા ક્લોસમાં અને સાન્તા તરફથી મળનારી ભેટમાં .રાત્રે સૂઈ જાય ત્યારે આ સાન્તા ચીમની વાટે આવીને એમના માટે ભેટ મુકી જશે અને કદાચ આ ક્રીસમસ ટ્રી નીચે સૂઈ જવાથી એમનો ભેટો પણ થઈ જાય એવી મનમાં ઊંડે ઊંડે આશા પણ ખરી જ તો.
આપણી દિવાળીમાં બાળકોને આશીર્વાદરૂપે જે કંઈ આપવામાં આવે એને બોણી કહીએ છીએ એવી જ રીતે અહીં બાળકો અને પરિવારના સભ્યોને ગિફ્ટ આપવાની પરંપરા. આ પરંપરા અહીં જરા જુદી રીતે ઉજવાય. અહીં ક્રીસમસની આગલી રાત્રે શણગારેલા ક્રીસમસ ટ્રી નીચે ગિફ્ટ્સ મુકાઈ ગઈ હોય જે નાના બાળકોને સાન્તા ક્લોસ તરફથી મળે છે એવું કહેવામાં આવ્યું હોય છે અને એ કાલ્પનિક પાત્ર બાળકોને એટલું તો વહાલું છે કે એ કલ્પનાથી પણ બાળકો રાજી રાજી થઈ જાય. આ સાન્તા એક એવી જ વણદેખી પણ માની લીધેલીસ્વીકારી લીધેલી વ્યક્તિ છે જેને આવકારવાની ઉત્સુકતા અને ઉલ્લાસ બાળકોના મનમાં હંમેશ એટલો તો અનેરો હોય છે. આપણામાં ય દેવદૂત કે પરીની એવી જ કાલ્પનિક છબી લઈને બાળક કેટલું રાજી રહેતું હોય છે? આ સાન્તા , દેવદૂત કે પરીઓનું સામ્રાજ્ય તો એવું તો અનોખું અને અડોલ…..
અને એટલે જ ઘરમાં વર્ષે એકવાર પેલા ચીમની દ્વારા આવતા મોંઘેરા મહેમાન માટે કૂકી કે ચોકલેટસ મુકવાનું પણ બાળકો ભૂલતા નથી. કેવી સરસ આતિથ્યની ભાવના !  અહીં પણ નાનપણમાં કંઈક લેવાની સામે કંઈક આપવાની ભાવના ય વિકસે જ નેઆ પરંપરામાં કદાચ પૈસાનું મહત્વ કે મૂલ્ય નથી . મહત્વ છે કોઈના ચહેરા પર ખુશીની લહેર લાવવાનું. સમગ્ર વિતેલા સમય દરમ્યાન કોઈએ આપણા માટે કશું કર્યું છે એની કદર કરતા શીખવાનું. કોઈ વ્યક્તિ આપણા માટે કેટલી  મહત્વની છે એ લાગણી એના સુધી પહોંચે એ દર્શાવવાનું.
પરંપરા પૂર્વની હોય કે પશ્ચિમની એક વાત સર્વવિદિત છે કે પામવાની સાથે આપવાની ભાવના કેળવવાની. અહીં નાનપણથી જ બાળકો પણ શેર કરવાનું શીખે જ છે ને! પરમપિતા પાસેથી જે કંઈ મળ્યું છે એને સૌ સાથે વહેંચીને ભોગવવાની વાત છે. આ શેર – આ ભાગ સ્વજનના નામેસ્નેહીના નામે કે સાન્તા  ક્લોસ નામે પણ હોઈ શકે.
એવી જ રીતે.. ભગવાનનો ભાગ તો રાખવાનું આપણેય ક્યાં ભૂલીએ છીએ?
યાદ છે ને…આ પંક્તિઓ ?
બધા ભાઈબંધો પોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
આ ભાગ ટીંકુનો 
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનોકનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
આ ભાગ ભગવાનનો!
 
સૌ પોતપોતાની ઢગલી 
ખિસ્સામાં ભરતા.
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.
ભગવાન રાતે આવેછાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય એમ કહેતા.
અને અહીં પણ બાળકો એમ જ માને છે ને કે રાત્રે ક્રીસમસ ટ્રી નીચે સાન્તા ક્લોસ આવશે અને એમના માટે  મુકેલી કૂકી અને કેન્ડીનો ભાગ રાજી થઈને ખાશે….કલ્પના જ કેટલી સોહામણી છે નહીં!
આવું જ સોહામણું સૌનું વર્ષ વિતે એવી શુભેચ્છા…
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

2 thoughts on “૧૨ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. રમેશ પારેખ ની ખૂબ સુંદર કવિતા સાથે બન્ને સંસ્કૃતિનું ખૂબ સરસ સામ્ય સમજાવ્યું.મઝા પડી….

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.