૧૧- કવિતા શબ્દોની સરિતા

ગઈ કાલે હતી…૧૬ ડીસેમ્બર…
યાદ આવે છે આ તારીખ/ ૧૬ ડિસેમ્બર ૨૦૧૨??
મોટાભાગે તો નહીં જ આવે કારણકે આ તારીખ નથી કોઈ રાષ્ટ્રીય, સામાજિક તહેવારની કે  નથી  કોઈ ઐતિહાસિક ઘટનાની.
પણ આ તારીખ છે એક એવી દુર્ઘટનાની જેણે આખાય ભારતભરમાં અરેરાટીનું વાતાવરણ ખડકી દીધું હતું.
એક આશાભરી યુવતિ…જીવનના એક નવા તબક્કે પ્રવેશ. આંખમાં ઉજળા ભાવિનું સપનું અને અથાગ મહેનત કરવાની તૈયારી. પણ એ દિવસે એના જ જીવનમાં અંધકાર છવાઈ ગયો.
એ દિવસ હતો ૧૬ ડિસેમ્બર ૨૦૧૨નો – આ દિવસે ચાલુ બસમાં એ યુવતિ નામે નિર્ભયા પર  અત્યંત ક્રુરતાથી, હેવાનિયતની હદ પાર કરી દે એવો અત્યાચાર થયો હતો. જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ વગર વાંકે પીંખાઈ ગયેલી નિર્દોષ યુવતિ હજુ તો હમણાં જ જાણે જીવનની એક એવી દિશા તરફ મીટ માંડીને ઉભી હતી જ્યાંથી એને સફળતાની ક્ષિતિજોને આંબવાનો રસ્તો દેખાયો હશે. મેડિકલ શાખામાં પ્રવેશ મળ્યો હશે ત્યારે આગળ જઈને સમાજોપયોગી બનવાની મનમાં નેમ હશે અને કેટલાક વિકારી નરધમોએ એને ચૂંથી નાખી અને અંતે ? કમકમાટીભરી હાલતમાં એ મૃત્યુ પામી. કોના વાંકે ?
ગઈ કાલે ૧૬ ડીસેમ્બરે એ દુર્ઘટનાને ત્રણ વર્ષનો ગાળો પસાર થઈ ગયો. કેટલાકના મનમાંથી એ યાદ કદાચ ઝાંખી થવા માંડી હશે તો કદાચ એવી કેટલીક વ્યક્તિઓ હશે જેમના મન આ દુર્ઘટનાના વિચાર સુધ્ધાથી લોહી-લુહાણ થઈ જતા હશે. એવી કેટલીય અભાગી યુવતિઓ કે બાળકીઓ હશે જે એમના વાંક વગર પણ હેવાનિયતનો ભોગ બની હશે. આ વાત માત્ર વાંચવા કે વિચારવા કરતાંય અનેક ઘણી ભયાનક છે.
આ વાત આજે યાદ આવી એનું કારણ છે એંબર એલર્ટ.
રવિવારની બપોર હોય .. કડક તડકો હોય. ઘરમાંથી બહાર જોઈએ તો એ એટલો  તો રુપાળો લાગે પણ ગમે તેટલો ચકમકતો -ચળકતો ભલે ને હોય તો ય એ તડકો તો છેતરામણો જ હોય કારણકે બહાર તો કડકડતી હાડ થીજાવી દેતી ઠંડી જ હોય પણ આવી ઠંડીમાં ય કંઈ જીવન નથી અટકી જતા એટલે જરૂર પડે બહાર નિકળવું ય પડે. આવી જ જરૂરિયાતને લઈને અમે બહાર નિકળ્યા. આગળ તો જવાનું જ હતું પણ મન પાછું પડવા માંડ્યું.
કારણ એ જ એંબર એલર્ટ.. આ એંબર એલર્ટ એક એવી સાઈન છે કે જે એવી  દારુણ પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે જેનું ભાવિ કદાચ અત્યંત અનિશ્ચિત હોય. આ એંબર એલર્ટ શરૂ થયાનું કારણ તો સૌને ખબર જ હશે.
ટેક્સાસના આર્લિંગ્ટનમાં રહેતી આ એંબર હેજર્મેન નામની નવ વર્ષની બાળકી પોતાના ભાઈ સાથે રમતી હતી અને એનું અપહરણ થયું. અપહરણના ચાર દિવસ પછી એ એના ઘરથી લગભગ પાંચ માઈલ દૂરથી એ મૃત હાલતમાં મળી. અત્યંત કરપીણ રીતે એની હત્યા કરવામાં આવી હતી અને એ પહેલાં તો એના પર શું વિતી હશે એની તો કલ્પના કરવી ય કપરી છે.
આવું કશુંક બને ત્યારે શક્ય હોય એટલી ત્વરાથી પોલીસ એલર્ટ થાય અને અપહ્રત બાળા કે યુવતિનું અસ્તિત્વ જોખમાય એ પહેલાં એના સુધી પહોંચી શકે એના માટે થઈને એંબર એલર્ટ અસ્તિત્વમાં આવ્યું.
આવું હિચકારું કૃત્ય આચરવાનું કારણ શું હશે એ તો એ જ નરાધમો જ જાણે જેમનામાં એક પશુ આળસ મરડીને ઉભો થયો હશે. વધુ વિચારવાની તો હિંમત જ નહોતી પણ ત્યારે ક્યારેક  વ્યથા ઠલવતી આ પંક્તિ મનમાં ઝબકી ગઈ.
અરે ઓ દરિંદે..અરે..ઓ રાક્ષસ…
શું સજ્યા હતાં શણગાર કે લોભવી ગઈ..
શું પહેર્યા હતા ટૂંકા કપડા કે લલચાવી ગઈ
હતી ખીલ્યાં વિનાની કળી તો કંઈ રીતે બહેકાવી ગઈ..
અરે ઓ નરાધમ શું હતો એનો વાંક કે એ પિખાઈ ગઈ.. 
દુનિયા કહે છે..બાળકમાં તો ભગવાન દેખાઇ
ઓ નરાધમ તારા પાપે નાની કળી મુર્ઝાઈ
અને ચકરાવે ચઢેલા મનમાં બાપુને ભાત આપવા નિસરેલી મીઠી ય યાદ આવી ગઈ. એ તો જંગલમાં વસતા રાની પશુનો શિકાર બની હતી અને ચારેકોર વ્યાપો હતો સન્નાટો…
“કુદરતમાં કકળાટ, વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ..
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર, રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર…”
અત્યારે તો કોણ જાણે કેટલાય રાની પશુ માનવ વેશે ઉજળા કપડાંમાં ફરતા હશે અને કોંણજાણે કેટલીય અભાગી મીઠી એમના હવસનો શિકાર બની હશે ! ત્યારે અહીં સિમેન્ટ-કોંક્રિટના જંગલમાં કોઈપણ અભાગી મીઠી માટે કયા વૃક્ષોના મ્હોં વીલાં થતાં હશે?
કોને ખબર ?
વ્યથા પંક્તિ- ગીતા ચૌહાણ.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

8 thoughts on “૧૧- કવિતા શબ્દોની સરિતા

 1. સાંભળીને, વાંચીને ધ્રુજી જવાય.જેના પર વીતે તેનેજ ખબર પડે !સમગ્ર વિશ્વના નરાધમ માટે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવું કૃત્ય કરતા પહેલા પ્રભુ તેઓને સદબુદ્ધિ આપે…અને છતાં પણ આવું કૃત્ય કરે તો તેને સખતમાં સખત સજા મળે.જે જીવન ભર તેને કરેલો ગુનો યાદ અપાવે અને પસ્તાય.

  Like

 2. કંપારી છૂટી જાય છે આ વાતના વિચારથી પણ…..તો એ નરાધમો અને રાની પશુઓએ જેને ચૂંથીને મોતને ઘાટ ઉતારી તે બંને મીઠડીઓના તો શું હાલ થયા હશે?નરાધમોને કોરડા મારવાની સજા જ નિર્ભયાઓ ને બચાવી શકશે!!
  અને ‘મીઠી માથે ભાત તો ‘આપણા મેઘાણીનું આપણને કવિતા રુપે આપેલ અનોખું નઝરાણું છે.

  Like

 3. કલ્પનાબેન ,દર્શનાબેન ,પ્રજ્ઞાબેન અને જિગીષા
  આ વાત જ એવી છે કે દરેક સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી દે
  ન્યુયોર્ક જતા તો ઘણીવાર આ એંબર એલર્ટ જોઈ છે અને પછી તો મન એટલું વ્યથિત થઇ જાય કે ન પૂછો ને વાત .

  Like

 4. Rajulben, Vicharine kampari chute to Ae Balkionu shu thyu hashe? They should punish the criminals severely and without mercy!

  Like

 5. જયવંતીબેન આપના જેવી જ લાગણી સૌને થાય છે પણ જ્યાં સુધી આવા માણસોના મન પરિવર્તન ન થાય ત્યાં સુધી તો કોઈપણ બાલિકા કે યુવતિની સલામતી તો જોખમમાં જ ને!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.