મિત્રો સપનાબેન બહારગામ ગયા છે તો હમણાં તેમની ગેરહાજરીમાં આપણા બેઠકના લેખકો પોતાના વિચારો આ વિષય પર દર્શાવી શકે છે. જે સપનાબેન પાછા આવે ત્યાં સુધી દર રવિવારની પૂર્તિમાં મુકાશે।.. તો ચાલો આજે બેઠકના ગુરુ દાવડા સાહેબ શું કહે છે ? પ્રેમ એક પરમ તત્વ છે ?
પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. મનની આકર્ષણ શક્તિને સાધારણ ભાષામાં પ્રેમ કહેવામાં આવે છે. આ આકર્ષણ શક્તિના ઘણાં રૂપો છે. જ્યારે આ પ્રેમ બાળકો અને તમારાથી નાના હોય તેને કરવામાં આવે છે ત્યારે તેને સ્નેહ કહેવાય છે. જ્યારે આ પ્રેમ દીન અને દુ:ખી પ્રત્યે બતાવવામાં આવે છે ત્યારે તેને દયા કહેવાય છે. જ્યારે આ પ્રેમ વડીલો, સંતો અને મોટા લોકો પ્રત્યે જણાવવામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાનું રૂપ ધારણ કરે છે. સ્ત્રી સાથેનો પ્રેમ પ્રણય કહેવાય છે. પ્રેમની અઢળક સત્તા છે. પ્રેમથી પ્રાણીઓને પણ વશ કરી શકાય છે. શ્રદ્ધા એ વિશ્વાસનું બીજું રૂપ છે અને એ સાચા પ્રેમ વગર શ્રધ્ધા પ્રકટે નહીં.
પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં હળવાશથી પ્રયત્ન કર્યો છે.પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે, તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.
“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.
“પ્રેમ યુધ્ધ જેવો છે.” શરૂ થઈ જાય છે પછી રોકવો મુશ્કેલ છે. આ વાત એટલે પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે, તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.
“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષમા મારે કંઈ કહેવાની જરૂરત છે?
“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.
“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બેસૂરૂં થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમાં તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.
આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ
प्रेम न बाड़ी ऊपजै, प्रेम न हाट बिकाय।
राजा परजा जेहि रूचै, सीस देइ ले जाय।।
બસ આમ પ્રેમ એક પરમ તત્વ છે.
-પી. કે. દાવડા
દાવડાસાહેબ,પ્રેમ પરની તમારી જુદી જુદી વ્યાખ્યાઓ ગમી ગઈ.
LikeLike
આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ
प्रेम न बाड़ी ऊपजै, प्रेम न हाट बिकाय।
राजा परजा जेहि रूचै, सीस देइ ले जाय।।
બસ આમ પ્રેમ એક પરમ તત્વ છે.
LikeLike
જે પ્રેમ ક્ષણિક હોય તે પ્રેમ ના કહેવાય.પ્રેમની અલગ અલગ વ્યાખ્યાનો આ એક સાર છે.મારી દ્રષ્ટિએ….કોઈ નસીબદારના નસીબમાં હોય.
LikeLike
Prem ni tamari vyakhya gami! In reality one can feel prem even from trees!!
LikeLike