દ્રષ્ટિકોણ 21: વિશ્વયુદ્ધ 2 દરમ્યાન જર્મન કપ્તાનની માનવતા – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક માં, દ્રષ્ટિકોણ ની કોલમ ઉપર આવકારું છું. આજે ઇમિગ્રેશન અને રેફયુજીસ ઉપર ઘણી ચર્ચા થઇ રહી છે તો આપણે આજે ડિસેમ્બર 7 ના પર્લ હાર્બર હુમલાના દિવસે, ઇતિહાસ માં એક ડૂબકી મારીએ। 
વિશ્વયુદ્ધ 2 દરમ્યાન હિટલર જેવા દાનવ પેદા થયા અને ઘણા દેશો અને ઘણા લોકો માનવતાને ભૂલી ગયા. ડિસેમ્બર 7 ની વહેલી સવારે, 7:55 વાગે, 1941 માં જાપાન ના ઇમ્પિરિઅલ આર્મી એ અમેરિકા ના પર્લ હાર્બર ના નેવલ બેસ ઉપર હુમલો કર્યો અને 18 અમેરિકન શિપ અને 188 વિમાનો નો નાશ કર્યો।  2300 અમેરિકન આ હુમલા માં માર્યા ગયા અને આ હુમલા ને લીધે અમેરિકા એ પુરી રીતે વિશ્વયુદ્ધ માં પ્રવેશ કર્યો.  જો જાપાને અમેરિકા ઉપર તે હુમલો ન કર્યો હોત તો યુદ્ધ કઈ દિશા તરફ વળાટ તે કહેવું મુશ્કેલ છે. જો જાપાને હુમલો ન કર્યો હોત તો અમેરિકા યુદ્ધ માં થી બહાર રહેત તો જર્મની અને જાપાન ને લાભ મળી જાત અને તે પછી અમેરિકા યુદ્ધમાં પ્રવેશ કરત તો પણ તેમને કદાચ હરાવી ન શકત. પણ જાપાન ના પર્લ હાર્બર ના હુમલા ને લીધે અમેરિકા એ યુદ્ધ માં પ્રવેશ તો કર્યો પણ પછી જાપાન ના હિરોશિમા અને નાગાસાકી માં ન્યુક્લિઅર હથિયાર નાખ્યા જેને લીધે લાખો નિર્દોષ લોકો મોત ને ઘાટ ઉતાર્યા તે પણ અજુગતું થયું. યુદ્ધ માં મોટી હાર તો માનવતાની જ થાય છે. આજે તે યુદ્ધ ના અંત ની નહિ પણ શરૂઆત ની એક વાત કરીએ.
1939 ના સમય ની વાત છે. જર્મની એ જુઇશ લોકો ઉપર દબાવ ચાલુ કરી દીધેલો. તેમના ઘરબાર છીનવી લેવામાં આવતા, તેમની તરફ દૃષ્ટ અને ક્રૂર વર્તન અને વાતે વાતે તેમનું અપમાન કરવામાં આવતું. થોડા ઘણા જુઇશ લોકોને ગવર્મેન્ટ પૂછતાછ ના બહાને ઉપડાઈ ગયેલી. આ તેમના જુઇશ લોકોની જડમુળ માં થી નાશ કરવાના પોગરોમ ની શરૂઆત હતી. જુઇશ લોકો માટે ત્યાં જીવવું દિવસે દિવસે મુશ્કેલ બની રહ્યું હતું. અને તેઓ જર્મની માં બધું છોડી ને તક મળે ત્યારે જર્મની બહાર નીકળી રહ્યા હતા. ક્યારેક જર્મની તેમને બધીજ ઘરવખરી અને ખુબ પૈસા ના બદલે જર્મની છોડવાની પરવાનગી આપતા હતા.  એ સમયે જર્મની થી સેન્ટ લુઈસ કરીને એક સ્ટીમર, જુઇશ રેફયુજીસ ને લઈને, ક્યુબા તરફ નીકળી.   
937 પેસેન્જર ને લઈને નીકળેલી સ્ટીમર આખરે ક્યુબા પહોંચી ત્યારે ક્યુબાએ ત્યાં રેફયુજીસ ને ઉતારવાની સાફ ના પડી. તે સમયે અમેરિકા અને કેનેડા ઉપર પણ દબાણ થયું અને તે દેશોએ પણ રેફયુજીસ ને ઉતારવાની સાફ ના પડી.  આ લોકોએ તેમની બધીજ ઘરવખરી વેંચી અને મહા મુસીબતે સ્ટીમર માં સીટ મેળવેલી અને હવે જર્મની પરત જાય તો નક્કી તેમને માટે ત્યાં બચીજ શકાય નહિ તેવી પરિસ્થિતિ હતી. તેવી પરિસ્થિતિમાં સ્ટીમર પાછી જર્મની તરફ રવાના થઇ. ફ્લોરિડા ની એકદમ નજીક થી તે પસાર થઇ પણ અમેરિકા એ ઘસીને તેમને અહીં ઉતારવાની પરવાનગી આપવાની ના જ પડી. જર્મન કપ્તાન ને પેસેન્જર તરફ ખુબ જ સહાનુભૂતિ હતી. તેમણે બીજા દેશો જોડે વાટાઘાટ ચાલુ રાખી. આખરે યુરોપ ના થોડા દેશોએ થોડા થોડા પેસેન્જર ને ઉતરવાની પરવાનગી આપી.
ગ્રેટ બ્રિટને 287 પેસેન્જર ને લીધા, ફ્રાન્સ માં 224 પેસેન્જર ઉતર્યા, થોડા થોડા બેલ્જિયમ અને હોલેન્ડ માં ઉતર્યા। પણ હિટલર નો ગુસ્સો વધી ગયો. તુરંત હિટલરે યુદ્ધ ની જાહેરાત કરી અને જે દેશોએ આ પેસેન્જર ને લીધેલા તે દેશો તેમના પહેલા શિકાર બન્યા અને ત્યાં તુરંત જ બધા જુઇશ લોકોને ઉપાડી અને કોન્સેન્ટ્રેશન કેમ્પ માં નાખવાનું કાર્ય શરુ થયું. મોટા ભાગના જુઇશ લોકો તેમાં ખલાસ થઇ ગયા. માત્ર બિર્ટન માં ઉતરેલ 287 પેસેન્જર તદ્દન બચી ગયા.  કપ્તાન ને જર્મની પહોંચ્યા પછી કપ્તાન ની પદવી લઈને, એડમિનિસ્ટ્રેટિવ ડ્યૂટી ઉપર રાખી દેવામાં આવ્યા. યુદ્ધ પૂરું થયું પછી નાઝીઓની ઉપર મુકદમા જાહેર કરવામાં આવ્યા ત્યારે કપ્તાન શ્રેડર ઉપર પણ મુકદમો જાહેર થયો. પરંતુ બચી ગયેલા લોકોએ તેમની તરફેણમાં લખેલ પત્રો અને ટેસ્ટીમનીસ ના આધારે આ મુકદમો બંધ થયો. 1949 માં તેમણે તેમના આ અનુભવ ઉપર પુસ્તક લખેલ અને 1957 માં કપ્તાનને નવા જર્મની તરફથી રેફયુજીસ ની મદદ કરવા માટે પારિતોષિક ઇનામ મળ્યું અને તે પછી ઈઝરાઈલ દ્વારા પણ તેમને નવાજવામાં આવ્યા.
આખરે રહી રહીને 2009 માં અમેરિકા માં રિસોલ્યુશન પસાર થયું। તે આ પ્રમાણે છે. “અમેરિકા સ્વીકારે છે કે એ અમેરિકા અને કેનેડા એ તેમને અહીં ઉતારવાની પરવાનગી ન આપી તેથી  જર્મની ના રેફયુજીસ ની ખુબ સફરિંગ થઇ”. 2012 માં અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટે સેન્ટ લુઈસ ના પેસેન્જર ની જાહેર માં માફી માંગી અને જે બચી ગયા તે અને બીજાઓના કુટુંબો ને અહીં આવકાર્યા અને તેમની વાત કહેવા માટે પ્રોત્સાહન આપ્યું. 2011 માં હેલિફેક્સ, કેનેડા માં અંતકરણ નું ચક્ર નું (wheel of conscience) કરીને મોન્યુમેન્ટ નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું અને કેનેડાએ જાહેર માં તેમના વર્તન બદલ અત્યંત અફસોસ અને નારાજી વ્યક્ત કરી. ક્યુબા તેમના વર્તન બદલ અફસોસ વ્યક્ત કરે તેની હજી રાહ જોવાઈ રહી છે.

આખરે મોટા મોટા દેશો માનવતા ભૂલી ગયા પણ એક દુશ્મન દેશના કપ્તાને માનવતા નો વાવટો ફરકાવી રાખ્યો અને જુઇશ રેફયુજીસ ને બચાવવાની અથાગ મહેનત કરી.

https://youtu.be/XWagCpz5u2M

8 thoughts on “દ્રષ્ટિકોણ 21: વિશ્વયુદ્ધ 2 દરમ્યાન જર્મન કપ્તાનની માનવતા – દર્શના

  1. Nice one! બીજા વિશ્વ યુદ્ધની વાત કરી છે તો ઉમેરું કે ત્રણ વહાણ ભરીને બાળકો અને સ્ત્રીઓ વગેરે આશ્રય માટે ભટકતાં હતાં પણ બધેથી જાકારો જ મળતો હતો ત્યારે જામનગરના જામ સાહેબે બે વહાણ નાં હજાર લોકોને આશરો આપ્યો હતો. જામનગર પાસેની સૈનિક શાળા પાસે બાલાછડીમાં એ જગ્યા છે ત્યાં જાતે જઈને જોવા જાણવાનો અમને લાભ મળ્યો છે.. ( એમ તો પર્લ હાર્બર પણ જોયું છે) જામ સાહેબે એ લોકોને પોતાના સંતાનોની જેમ ઉછેર્યાં હતાં. અંગ્રેજો જોકે બહુ રાજી નહોતા તોયે !

    Liked by 1 person

    • આભાર ગીતાબેન. મેં પર્લ હાર્બર તો જોયું નથી પણ જામસાહેબ વિષે એવી વાતો સાંભળેલી છે. એમ તો ઈરાન થી પારસીઓ આવ્યા ત્યારે તેમને પણ આવકાર ગુજરાતમાં મળ્યો હતો ને? 🙂

      Like

  2. Khub Saras Jankari aspi!! Very interesting too. Jewish people have suffered a lot⚖ India had been always welcoming to those who have suffered atrocities eg. Tibetians. Thank you Darshna

    Liked by 1 person

  3. યુદ્ધમાં માનવતાને જીવંત રાખવી ઘણું કસોટીભર્યું કામ છે જ્યાં બધા પોતાને બચાવવાની પરોજણમાં હોય…..માનવી માટે માત્ર માનવી હોવા બાદ તેની પાસેથી કોઇ અન્ય ઓળખની માગ ઘાતક સાબિત થઇ શકે છે, ત્યાં કોઈ માટે વિચાર કરવો એ પણ ખુબ મોટી વાત છે…અહીં વાત એક માનવીના એક નોખા વિચારની છે અને નવા દ્રષ્ટિકોણની છે….

    Liked by 1 person

  4. પ્રજ્ઞાબેન ખુબ આભાર। અને ખરી વાત છે કે સુખ ના સમયે તો બધા સારા થઇ શકે. પણ યુદ્ધ ના સમયે અને જયારે પોતાની અને પોતાના કુટુંબ ની સુરક્ષા નો વિચાર કરવાનો હોય એવા સમયે પણ જો કોઈ પોતાની માનવતા ને યાદ રાખે અને બીજા લોકોની મદદ કરે તે ઘણી મોટી વાત છે.

    Like

  5. માનવતાનો દ્રષ્ટિકોણ યુદ્ધ સમયે આશીર્વાદરૂપ નીવડે છે.સાચી વાત છે.અને ભારત દેશ શાંતિપ્રિય છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s