દ્રષ્ટિકોણ 20: ટેક્નોલોજી અને આપણી બદલતી દુનિયા – દર્શના

ઇમર્જિંગ ટેક્નોલોજીસ ને લીધે આપણી બદલતી દુનિયા

નમસ્તે મિત્રો. હું તમને બેઠક માં આવકારું છું.  આપણે નવા દ્રષિકોણ થી અને નવા વિષયો ઉપર અહીં વાતો કરીએ છીએ. આજનું શીર્ષક છે ઇમર્જિંગ ટેક્નોલોજીસ. આપણે દ્રષ્ટિકોણ ની એક કોલમ માં બ્લોકચેઇન ટેક્નોલોજી વિષે વાત કરેલ. તેનું લિંક છે http://bit.ly/2x8m4QD .  આજે બીજી થોડી ટેક્નોલોજી વિષે વાત કરીએ.

ઇમર્જિંગ ટેક્નોલોજીસ આપણી દુનિયા બદલી રહી છે. તાજેતરમાં MIT Technology Review દ્વારા 10 ઉભરતી ટેક્નોલોજીસ ની નોંધ થયેલી જે આપણી દુનિયાને નવો આકાર આપી રહી છે. તેમાંથી થોડી નવી ટેક્નોલોજીસ કેવી રીતે આપણી દુનિયા  બદલી રહી છે તેની વાત કરીએ.

3D printing: વિષે તો તમે સાંભળ્યું જ હશે. પણ અત્યાર સુધી તે માત્ર પ્લાસ્ટિક માં જ થઇ રહેલું. હજુ પણ ધાતુ માં તે કરવું મુશ્કેલ અને મોંઘુ છે. પરંતુ હવે આધુનિક સોફ્ટવેર અને સસ્તા ધાતુ ના પ્રિન્ટર થી કદાચ ધાતુની ચીજો નું સામુહિક ઉત્પાદન કરી શકાશે. કલ્પના કરો કે એક દિવસ તમે તમારી મર્સીડિસ ને ઠોકી દ્યો અને તેમાં નાનો ઘોબો પડે. તમે ઘરે આવો ત્યારે તમારી પૌત્રી ક્યે દાદા, ચિંતા નહિ કરો હું તમને 3D printing દ્વારા નવું બમ્પર બનાવી આપું છું.

સેન્સર સભર શહેર: હમણાં કેનેડા માં થઇ રહેલ પ્રોજેક્ટ માં ક્વેસાઇડ નામના શહેરમાં દરેક જગાએ ડિજિટલ સેન્સર લગાડવામાં આવ્યા છે. પહેલા વહેલા તો આ સેન્સર, શહેર વિષે ની જાત જાતની માહિતી ભેગી કરે છે. ક્યાં હવામાન સારું છે, ક્યાં ટ્રાફિક ક્યાં સમયે વધુ હોય છે વગેરે. અને તે માહિતી ના આધારે શહેરવાસીઓ માટે જિંદગી સહેલી કરવા માંગે છે. બીજું આ સેન્સર દ્વારા લોકોને અવનવી શહેર ની માહિતી મળે તે પ્રમાણે તેઓ તેમની રોજિંદી જિંદગી માટે નિર્ણય કરી શકે છે.  એમ કહેવાય છે કે આપણે હમણાં રહીએ છીએ તે શહેરો સ્માર્ટ નથી. હવે પછીના શહેરો સ્માર્ટ હશે. તે આપણને તુરંત જાણ કરશે કે પાર્કિંગ ક્યાં સહેલાઈથી મળી જશે, ક્યાં લાઈટ સારી છે, ક્યાં રસ્તાઓ સુરક્ષિત ગણાય છે અને શહેરના કેટલા વિભાગ જાહેર માં ફ્રી વાઇફાઇ વડે સંકળાયેલ છે.

Artificial intelligence (AI): તમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિષે પણ સાંભળ્યું હશે. આ કૃતિમ બુદ્ધિ શું છે અને કેવી રીતે આપણી જિંદગી બદલશે તેને એક નાના ફકરામાં કહેવું મુશ્કેલ છે કેમ કે તેની પહોંચ ખુબ મોટી છે. તેને machine intelligence, મશીન બુદ્ધિ તરીકે પણ ઓળખાય છે. જયારે મશીન ને શીખવાડવામાં આવે અને મશીન પછી માણસો જેવી રીતે બુદ્ધિ વાપરીને નિર્ણય લઇ શકે તેને ટૂંકમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. પહેલા તો મશીન ને જેટલું શીખવાડીએ તેટલુંજ શીખતાં હતા. પણ હવે મશીન વધુ ને વધુ સ્માર્ટ બની રહ્યા છે અને થોડું શીખ્યા પછી નવા નિર્ણય લેવાના હોય તો પાછલું શીખ્યા હોય તેના આધારે નવી ચીજોનો નિર્ણય પોતાની જાતે કરી શકે છે. હવે તે દરેક જગ્યાએ ઉપયોગ માં આવી રહ્યા છે. આપણે એક IBM ના Watson નો દાખલો લઈએ અને એક કેન્સર જેવી બીમારી નો દાખલો લઈએ. કોઈ દર્દી તેને થઇ રહેલા રોગ ના લક્ષણો વિષે વાત કરે અને નિદાન કરવાનું ક્યે. તેમાં ડોક્ટરો ભૂલ ખાઈ જાય અને કેટલીયે ટેસ્ટ કરાવે. પણ વોટસન થોડા સવાલો પછી બધી ભેગી કરેલ માહિતી ને આધારે સચોટ નિદાન આપી શકે છે, તેવું પુરવાર થયું છે.

પણ હવે તો વોટસન ના આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ થી રસોઈ બનાવવા માટે પણ નુસખા શોધાઈ રહ્યા છે. તેને તમે કયો કે મારી પાસે અત્યારે લસણ, ટામેટા, મીઠું, મરચું અને તરબૂચ છે તો વોટસન તમને તુરંત રેસીપી શોધી આપે અને જણાવે કે 100 ટકા મેચ વળી રેસિપી છે તરબૂચ નો સૂપ અને બીજી ચાર રેસીપી માં 50 થી 70 ટકા વધુ વસ્તુઓની જરૂર પડશે. પછી તમે નિર્ણય કરી શકો કે તમારે શું જમવું છે.

તેવી તો ઘણી નવી ટેક્નોલોજી આપણી જિંદગી અને આપણી દુનિયાને બદલી નાખશે, કે દસ વર્ષ પછી કેટલા ફેરફારો આવશે તેની આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ.

PS: વધારે જાણવાની આતુરતા થાય તો નીચેના લિંક્સ ઉપર Forbes અને MIT દ્વારા બહાર પડેલ માહિતી વાંચશો.

https://www.forbes.com/sites/jaysondemers/2017/12/30/7-technology-trends-that-will-dominate-2018/#16418ed057d7
https://www.forbes.com/sites/jaysondemers/2017/12/30/7-technology-trends-that-will-dominate-2018/#16418ed057d7

8 thoughts on “દ્રષ્ટિકોણ 20: ટેક્નોલોજી અને આપણી બદલતી દુનિયા – દર્શના

 1. સુંદર! બ્રહ્માંડમાં ભટકી રહી , અંતે મતિ અટકી ગઈ ! ક્યારેક એમ લાગે કે આ દુનિયા ક્યાં જઈ ને અટકશે !

  Liked by 1 person

 2. Shu Technologyno upyog thayo che!! Unbelievable. Artificial Intelligence in diagnosis of so many diseases, 3D printing, Town planning, cooking and many more!!! Thank you Darshana for giving all these information, interesting too.

  Like

 3. જયવંતીબેન ખરી વાત. ટેક્નોલોજી કેવી રીતે આપણી જિંદગી બદલતી રહેશે તેની આપણને જાણ પણ નથી. તમારા પ્રતિસાદ માટે આભાર।

  Like

 4. ખૂબ જ સુંદર માહિતી.અત્યારની ટેકનોલોજીને આધારે થતી શોધો વિષે વિચારીએ તો લાગે કે આપણે કેટલા પાછળ છીએ.આ દ્રષ્ટિકોણ વિષે મગજ દોડાવવું રહ્યું. માત્ર સંવેદનાની વાતો કે વાર્તા કરે નહી ચાલે.જુવાન દીકરીની મા ક્યારેય ઘરડી ના થાય.દર્શનાના દ્રષ્ટિકોણથી જોતા રહીશું તો ‘મોતીઓ’ નહી આવે! એ વાત નક્કી.

  Liked by 1 person

 5. કલ્પનાબેન તમારા પ્રતિસાદ બદલ ખુબ આભાર। અંગ્રેજી માં કહેવત છે “you hit the nail on the head” એટલે કે તમે એકદમ ખરી વાત કહી આ નવી ટેક્નોલોજી ને થોડી ઘણી તો સમજવી જ પડશે :).

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.