ચોપાસ – 1-હુગલી નદી કિનારે વસેલું શહેર કલકત્તા -પ્રજ્ઞા દાદભાવાળા

કલકત્તા એટલે ચાસણીમાં ડૂબેલા રસગુલ્લા અને રસમાં ડૂબેલા બંગાળી। ..કાલી ઘાટ ,,ભડથી ખદબદ તો હાવડા બ્રિજ કલકત્તા એટલે સમયની સતહ પર અટકી ગયેલું શહેર. કલકત્તા એટલે કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓનું શહેર .બુઝાઈ ગયેલા કોલસાની વાસવાળું શહેર. બાડા બજાર અને પેલી ચૌરંગી લેન ,સમય પહેલા ઢળી જતી સાંજોનું શહેર.અને આખી રાત જાગતું શહેર। .આવડેતો કલકત્તા એટલે આપવાનું અને લેવાનું શહેર વિવેકાનંદ , રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમ હંસ।,શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, ચિત્રકારો અને બધાને પ્રેરણા અને દાદ આપતા પ્રક્ષકો। …શું નથી આપ્યું ?હા માનવીની કલાને જગાડતું શહેર। ….માતૃભાષાનું ગૌરવ લઇ જીવાડતું શહેર …..ટાગોરે 1937માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે માતૃભાષા ઉષઃકાળનો મૃદુ ઉજાસ છે, જે આખા દિવસને-જીવનને ઉજાળતો રહે છે. માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી આ શહેર જ્યાં ગુજરાતી ભાષા અને સાહિત્યના બીજ રોપાણાં છે ગુજરાતી રંગભૂમિ પણ અહીં પાંગરી।….પારસી રંગભૂમિ અને મેઘાણી યાદ આવ્યા તેમણે પણ કલકત્તાનિવાસ દરમિયાન બંગાળી ભાષા ના સાનિધ્યમાં -ગુજરાતી સાહિત્ય લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્સંપર્ક થકી સાહિત્યના બીજ રોપ્યા પહેલવહેલું ગીત ‘દીવડો ઝાંખો બળે’ રચાયું.અને બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની અનેક કવિતાએ ગાંધીયુગીન ભાવનાઓને ઝીલી।..એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી કેળવી તેમની રવીન્દ્રનાથના ‘કથાઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું.
તેજ રીતે બક્ષી યાદ આવ્યા ચંદ્રકાંત બક્ષીનો જન્મ ભલે પાલનપુરમાં થયો પણ તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું। .

6 thoughts on “ચોપાસ – 1-હુગલી નદી કિનારે વસેલું શહેર કલકત્તા -પ્રજ્ઞા દાદભાવાળા

 1. અરે વાહ!
  એક જાણીતા શહેરની સરસ ઓળખ.
  પણ ભાઈ કલકતાને હવે કોલકાતા કહેવાનું રાખજો નહીં તો પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓને ગુસ્સે થવાનું મોટુંમસ કારણ મળી જશે હોં……

  Like

 2. આપણું લખાણ વાંચવાની મજા પડી, પણ ટૂંકું લાગ્યું, આ શહેર નાં ઘણા ઊજળાં પાસા સ્પર્શતો વધુ લેખ આપની ભાષામાં/ શૈલી માં લખાવા વિનંતિ

  Like

 3. Great.i would like add shivkumar joshi.laheri mahasay,yuketswar
  And yogaanand.
  I am gujrati but amaro sonar bangla.
  U chek history from gujrat
  Gurjar migrate to bengal that is just
  Fyi.
  Thnx.

  Like

 4. અમે તમારી સાથે પરિભ્રમણ કરી રહ્યા હોય તેવું લાગે છે!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.