વાત્સલ્યની વેલી ૪) બેબીસિટીંગ !

બેબીસિટીંગ !
કોઈ નાનકડા બે – ચાર વર્ષના બાળકનું થોડી વાર અવલોકન કરીશું તો લાગશે કે એને બધું જ પોતાની જાતે જ કરવું હોય છે; પણ મા એની નજીકમાં ક્યાંક બહુ દૂર નહીં ને એટલીયે નજીક નહીં એમ ઉભેલી હોવી જોઈએ ! માનું સાનિધ્ય એ બાળકનું બળ છે! એ પોતાની જાતે બધું જ કરે છે; પણ સતત માં બાપની છત્ર છાયામાં રહીને પોતાનો આત્મવિશ્વાસ દ્રઢ કરે છે!કોઈ મુશ્કેલી આવે તો તરત મા પાસે દોડી જાય છે! અને મા પણ બાળકના પ્રોટેક્સન માટે ઘડીનીયે રાહ જોયા વિના એનો બચાવ કરવા દોડે છે ! ગમે તેવી અબળા લાગતી માતા બાળકના રક્ષણ માટે મા અંબા માંથી હાથમાં ખડ્ગ ધારી મહાકાળી બની જાય છે!
હા , એ અવલોકન સાચું છે, ભવ્ય છે અને આદરને પાત્ર છે!
પરંતુ એ સ્ત્રી એક મા સિવાય પણ એક વ્યક્તિ છેઅને એને પણ પોતાનું આગવું વ્યક્તિત્વ છે, ગમાં અણગમા અને આશા અરમાનો છે તેવું આપણી દિવ્ય સંસ્કૃતિમાં ઓછું વિચારાયું છે!
ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈએ દિશામાં બહુ ઓછો વિચાર કરેલો .
સપ્ટેમ્બર ૧૯૮૩ ના એ દિવસે અમારાં બાળકો સાથે ઘેર રહેવાનો નિર્ણય કર્યો ત્યારે આવા જ કોઈ મનોમન્થનમાં હતી !દેશમાં પણ મારી હાલત એવી જ હતી! પરણ્યા પહેલાં હું કોલેજમાં લેક્ચરર હતી અને નવયુવાન વિદ્યાર્થીઓને ભણાવતી હતી ; પછી બાળકોના જન્મ બાદ હું એકમાત્ર ગૃહિણી બની ગઈ હતી!
આજે આગલા દિવસના બનાવ પછી મેં ઘેર રહી અમારાં સંતાનોને ઉછેરવાનું નક્કી કર્યું હતું !ફરી પછી હું હતી ત્યાંને ત્યાં આવીને ઉભી રહી હતી!
ત્યાં જ ડે કેરમાંથી ડિરેક્ટરનો ફોન આવ્યો અને આગલા દિવસના બનાવ બદલ માફી માંગી અને ટીચરની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો. પણ તેથી તો મેં નક્કી જ કરી લીધું : છોકરાઓને ડે કેર કે બેબીસિટરને ત્યાં નહીં લઇજતાં ઘેર જ રહીને બાળકોની સંભાળ રાખવી ! આમ પણ મારી નોકરી એટલી બધી ઉચ્ચ કેટેગરીની નહોતી.અમારાં છોકરાઓને હજુ મારી જરૂર છે, મેં વિચાર્યું!!
રસ્તો નક્કી થયો એટલે મન પણ શાંત થયું !
બન્ને બાળકોને નમતી બપોરે અમારાં એપાર્ટમેન્ટ બીલ્ડીગનીચે હું રમાડવા લઇ ગઈ ! બેએક અઠવાડિયાથી અમે અહીં રહેતાં હતાં પણ આજેપહેલી વાર આ ફ્રન્ટ યાર્ડને માણવાની તક મળી ! વાહ કેવી સુંદર જગ્યા છે! મેં વિચાર્યું .અમારું બિલ્ડીંગ અંગ્રેજી સી શેઈપ હતું અને વચમાં ગ્રીન સુંદર લોન !

હું ખેલન અને નૈયાને લઈને એ લોનમાં દોડાદોડી કરતી હતી ત્યાં ચાર- પાંચ વર્ષનાં બીજાં બે બાળકોને લઈને એમની મમ્મી આવી અને એ લોકો પણ અમારી રમતમાં જોડાયાં. હવે અમે જાણે કે આખ્ખો મહોલ્લો ગજવ્યો ! કેવી સુંદર સાંજ છે! આ નેબરહૂડ આટલું જીવંત તો ક્યારેય જોયું નથી ! અમે બધાં આનન્દ મઝાં કરતાં હતાં ત્યાં એક માજી બહાર આવ્યાં. એમને કહ્યું કે આ રમવાની જગા નથી; રમવા માટે પાર્કમાં જાઓ! બિલ્ડિંગની ફ્રન્ટમાં આ ઘાંસ શોભા માટે છે. દોડાદોડી કરીએ તો લોનની શોભા બગડી જાય!
હંઅ! એવો વિચાર તો મને સ્વપ્નમાંયે નહોતો આવ્યો કે ઘર આંગણે ના રમાય ! જો કે ઝાઝો સમય થઇ ગયેલો એટલે અમે અમારાં ઘર તરફ પ્રયાણ કર્યું .
ત્યાં જ પેલી બાઈએ મને રોકી , અને પૂછ્યું : “મારે તમારું એક કામ છે, પ્લીઝ , તમે કરશો ?”
“શું ? “ મેં સ્વાભાવિક રીતે જ પૂછ્યું.
‘ મારી બા હોસ્પિટલમાં ( કે નર્સીંગ હોમમાં ) છે, મારે તેને મળવા જવું છે, જો તમે થોડા કલાકો મારાં બાળકોને સાચવો તો!”
‘ અરે , એ તે કાંઈ કામ કહેવાય ? જરૂર મૂકી જાઓ! મેં કહ્યું
જુઓ , હું અહીં ઉપર ત્રીજે માળે રહું છું ! મેં અમારું ઘર બતાવ્યું .
અરે વાહ! હુંતમારી નીચે , બીજે માળે રહું છું!
લે કર વાત ! બે અઠવાડિયા થયાં પણ અમે એક બીજાને મળ્યાં જ નહોતાં! સવારથી સાંજ અમે બહાર હોઈએ , એ પણ કોઈરેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ હતી, છોકરાંઓને સ્કૂલેથી પીક અપ કરી ત્યાં જ લઇ જતી હતી અને રાત્રે ઘેર આવતી !બીજે દિવસે ફરી એ જ ચક્કર !
રાત્રે આંઠ વાગે એ એનાં બાળકોને લઈને અમારી ઘેર આવી.
મેં જિંદગીમાં ક્યારેય આવી પરિસ્થિતિ જોઈ નહોતી જ્યાં નાનકડાં બાળકો આપણે ઘેર મહેમાન થઇને આવે, પણ મા બાપ આપણીઘેર રોકાય નહીં! વળી ઘણી બધી વસ્તુ / પરિસ્થિતિમાં મારુ જ્ઞાન સીમિત હતું.અહીંયા અમારાં છોકરાંઓને બેબીસિટર પાસે મૂક્યાં હતાં પણ એ બાબતમાં ક્યારેય કાંઈ વિચાર્યું નહોતું.
બહુ વિચારી છેવટે મેં બધાં માટે સૂપ અને સેન્ડવીચ બનાવ્યાં.

અમે છયે જણ સાથે જમ્યાં , જાણે કે ઘેર કોઈ મહેમાન આવ્યાં છે તેમ સમજીને! રાતે થોડી પ્રાર્થના , ગીતો વગેરે ગાતાં બધાંને સુવડાવ્યાં . રાતે બાર વાગેએમની મમ્મીઆવી નેછોકરાંઓ લઇ ગઈ.
બીજે દિવસે દશેક વાગે કોઈએ બારણું ખખડાવ્યું . એ, અમારી નીચેવાળી પડોશણ હતી. ખુબ અહોભાવથી એણે મનેરાત્રે એનાં છોકરાંઓરાખવા બદલ આભાર વ્યક્ત કરતાં પૈસા આપવા માંડ્યા!
પૈસા? બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે, મેં કહ્યું, “ પૈસા લઉં તો હું પાપમાં પડું !”
પણ એણે મને સમજાવ્યું કે એ લોકો મહેમાન થઈને નહોતાં આવ્યાં, મેઁ એમને સાચવ્યાં હતાં અને એ મારી જવાબદારી નિભાવ્યાનું મહેનતાણું હતું.
વાચક મિત્રો ! આપણી સંસ્કૃતિમાં જે મહેમાનોને સત્કારવાની પ્રથા છે- ખાસ કરીને અતિથિ દેવો ભવ ! એમ માનીને બધાંને જમાડવાની પ્રણાલી , ગમે તેવા અજાણ્યા સાધુ સંતને આદર આપી, જમાડવા , સીધું આપવું, દક્ષિણા આપવી ; આ બધાં રીત રિવાજો આપણામાં લોહીમાં ભળી ગયાં છે. બીજી સંસ્કૃતિઓમાં આવું ઓછું જોવા મળે છે.
‘ તમે પૈસા નહીં લો તો મારે એમને બીજે મુકવા પડશે , મારે આજે રાત્રે પણ મારી બા પાસે જવું છે’ એમણે મને કહ્યું . છેવટે મેં પૈસા લીધા .. એના ગયા પછી મેં પૈસા ગણ્યા અને આશ્ચર્ય અને આનંદથી ઝૂમી ઉઠી !
“ એનો અર્થ એ કે ઘેર બેસીને પણ તું પૈસા કમાઈ શકે છે !” લંચ બ્રેકમાં ઘેર આવીને સુભાષે મને પ્રોત્સાહન આપતા કહ્યું.
થોડાજ દિવસમાં અમે બેબીસિટીંગની જાહેરાત છાપાં આપી . બે ચાર મહિનામાં અમારે ઘેર બે ત્રણ છોકરાંઓ આવવા માંડ્યા.. કામ કામને શીખવાડે એમ હું આ બેબીસિટીંગનો બિઝનેસ શીખવા માંડી હતી, વાત્સલ્યની વેલનાં બીજ વવાઈ રહ્યાં હતાં ..ત્યાં જ એક મોટી મુશ્કેલી આવી …એક દિવસ અમારે ઘેર વકીલનો કાગળ આવ્યો : કે એ બિલ્ડિંગમાં બેબીસિટીંગ ને લીધે બીજા ભાડુઆતોને ખલેલ પહોંચાતી હતી..તાત્કાલિક મારે આ બધું બંધ કરી દેવું !!
હવે શું કરવું ? એ વાત આવતે અઠવાડીએ ..

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી. Bookmark the permalink.

5 Responses to વાત્સલ્યની વેલી ૪) બેબીસિટીંગ !

 1. ગીતાબેન,જ્યાં દરેક કાર્યો માત્ર પૈસાથી જ તોળાતા હોય ત્યાં આ વાત્સલ્યની વેલી કેવી ફાલી હશે એની કલ્પના કરી શકાય છે.
  તમારે અન્યના સંતાનોને સાચવવાના હતા એટલે અહીંની પ્રથા પ્રમાણે એ વ્યક્તિ તમને પૈસાનું પુછે એ એના માટે સ્વભાવિક છે.
  હવે મારો પોતાનો જ એક અનુભવ કહું? હું મારી દિકરીને પી.એચ.ડી કરતી હતી ત્યારે એની આઠ મહિનાની નાનકડી દિકરી માટે અમેરિકા આવી હતી. ત્યારે એની સાથે ભણતી એની એક સહાધ્યાયિનીએ એને પૂછ્યું કે મારી મોમ મારી દિકરીને સાચવવાના કલાકના હિસાબે પૈસા લે છે. તારી મોમને તું શું આપે છે?
  હું અને મારી દિકરી બંને સ્તબ્ધ….

  Liked by 1 person

 2. sapana53 says:

  વાહ સરસ ગીતાબેન વાત્સલ્યની વાવણી સરસ થઇ છે હવે જોઈએ આ વેલી કેટલે સુધી ચડે છે. આતુરતા રહેશે।

  Liked by 1 person

  • geetabhatt says:

   Thanks Sapnaben !હા , શરૂઆત થઇ ગઈ .. આપણે બધાંએ ક્યાંકથી તો શરૂઆત કરી જ હતી ને ? અને આપણે સૌ મુશ્કેલીઓમાંથી પસાર પણ થયાં.. એનું નામ જ જિંદગી !

   Like

 3. Mina patel says:

  Good article on experiences of your earlier years in this country and difficulties endured you did good by helping other families to look after children. It is a challenging experience. You did Well helping others.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s