દ્રષ્ટિકોણ 17: જળ માં જિંદગી ના પાઠ અને પ્રાણ વસે છે – દર્શના

જળ માં જિંદગી ના પાઠ અને પ્રાણ વસે છે.
મિત્રો, હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં આવકારું છું. આપણે જુદા દ્રષ્ટિકોણ થી અથવા જુદા જુદા વિષયો ઉપર વાતો કરીએ છીએ. તો આજે આપણે પાણી સંપત્તિ વિષે થોડી વાત કરીએ?
ઓગષ્ટ 2018 માં જયારે કેલિફોર્નિયા માં જબરજસ્ત આગ ફેલાઈ રહી હતી ત્યારે ઘણા લોકો ઝડપથી નીકળી પણ નતા શક્યા અને આજે એવું જ બની રહ્યું છે. તે સમયે એક ઉમરવાળું કપલ ઘરે હતું અને અચાનક તેમણે જોયું કે ચારે બાજુ આગ ફેલાઈ રહી હતી અને તેમના ઘર થી ખુબજ નજીક હતી. તેમની પાસે નીકળવાનો સમય નતો અને તેમણે નિર્ણય લીધો. તેમના ઘરે થી તેઓ પાડોશી ના ઘર તરફ દોડ્યા અને પાડોશી ના પુલ માં ઝંપલાવ્યું. કલાકો સુધી, ચારે બાજુ આગ બધું વિનાશ કરી રહી હતી ત્યાં સુધી તેઓ પુલ માં તરતા રહ્યા. થોડી વાર માથું પાણી ની અંદર અને થોડી વાર શ્વાસ લેવા માથું બહાર કાઢીને તરતા રહ્યા અને આખરે આગ શમતા તેઓ બહાર આવ્યા. આમ પાણી ને લીધે બચ્યા પણ અંતે બહાર આવ્યા બાદ તે બહેને આખરી શ્વાસ લીધા. તેમણે એટલી પ્રદુષિત હવામાં શ્વાસ લીધેલા કે તેમના ફેફસા મંદ પડી ગયા.   
આજે કેલિફોર્નિયા ભડકે બળી રહ્યું છે. આ સ્ટેટ ના ઉત્તર અને દક્ષિણ તરફથી આગ ઝડપથી પ્રસરી રહી છે અને આખા સ્ટેટ માં હવા પ્રદુષિત થઇ ગઈ છે અને શ્વાસ લેવાની મુશ્કેલી લોકોમાં વધી ગઈ છે. લોસ એન્જલ્સ પ્રાણી સંગ્રહાલય માં પ્રાણીઓ શ્વાસ નથી લઇ શકતા તેમને બચાવવા કોશિશ થઇ રહી છે.  આગ લડવૈયાઓ કુદરતે પ્રસરાવેલ અનિયંત્રિત આગ ને કાબુ માં લાવવા મથી રહ્યા છે. 2018 માં કુલ મળીને 7579 આગ માં 1,564,609 એકર માં વિનાશ પ્રસર્યો છે અને $ 3 બિલિયન થી ઉપર નુશન થયું છે અને આ આંકડો ઉપર જઈ રહ્યો છે. હવામાન માં ઓછા ભેજ ને કારણે આગ ખુબ જલ્દી પ્રસરે છે. આખા સ્ટેટ માં દુકાળ છે, એક મહિના થી ક્યાંય વરસાદ નથી અને સૂકી વનસ્પતિ આગ પ્રસારવાને બળતણ પોષે છે. તો આપણે પાણી ની મહત્વતા વિષે થોડી વાત કરીએ.
માનવજાતમાં પાણી નો વપરાશ સદીયો થી વધતો આવ્યો છે. આપણને જીવવા માટે, ખેતર માં, શાકભાજી ઉગાડવા, ઘર ના વપરાશમાં, પશુઓ માટે અને મનોરંજન માટે તેમજ પર્યાવરણ ને સુરક્ષિત રાખવા માટે, પાણી અગત્યની વસ્તુ છે. જળ એ જ જીવન છે અને શાસ્ત્રોમાં તો જળ ને દેવ સાથે સરખામણી કરવામાં આવી છે. કબીરે જળને આધારે કહ્યું છે…
જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ બાહર ભીતર પાની
ફૂટાકુંભ જલ જલહિ સમાયા, યહ તત્ કહ્યો ગિનાની !!
રહિમન પાની રાખીએ બિન પાની સબ સૂન
પાની ગએ ન ઉબટે, મોતી માનુષ મૂન ॥
મારી સમજ પ્રમાણે કરેલ અનુવાદ
જળ માં માટલું ને માટલામાં જળ છે, અંદર બહાર પાણી.
ફૂટે માટલું તો પાણી પાણી માં મળે, કહે છે જ્ઞાની.
ભગવાને અર્પેલ પાણી સલામત રાખીએ, વિના પાણી બધું નકામું
વગર પાણી માણસ ન જીવે, વિના પાણી નથી મૂલ્ય માણસ ને મોતીનું
બીજો અર્થ એમ પણ કાઢી શકીએ કે માટલું એટલે કે માનવ શરીર માં મોટા ભાગે પાણી છે અને પર્યાવરણમાં પણ પાણી છે. શરીર ખલાસ થાય ત્યારે માટી માંજ નહિ પરંતુ જળ જળમાં મળે છે. શરીર માં વહેતુ પાણી એટલે કે શરીર માં વહેતા પ્રાણ ને ઈશ્વર જોડે સાંકળી રાખીએ. પાણીથી મોતી અને મનુષ્યનું જીવન છે અને તેનો પ્રાણ છે. મોતી અને મનુષ્ય માં રહેલ પ્રાણ, આત્મા વગર તેનું શું મૂલ્ય છે?
એમ તો 71 ટકા પૃથ્વી તો પાણી જ છે. તેમાં 96 ટકા થી ઉપર પાણી દરિયામાં સમાયેલ છે. માત્ર 2.5 ટકા પૃથ્વી નું પાણી આપણા ઉપરાશમાં લેવા યોગ્ય મીઠું પાણી છે. અને તેમાંથી 66 ટકા જેટલું પાણી બરફમાં જામેલું છે. પર્યાવરણ ના ફેરફારોને લીધે બર્ફીલી હિમનદીઓ ગ્લેસીયર્સ જલ્દી થી ઓગળી રહ્યા છે. માનવજાત પણ દુનિયા માં વધી રહી છે અને બીજા કારણોસર પણ દુનિયામાં પાણીનો વપરાશ વધી રહ્યો છે. તે ઉપરાંત ઘણા પ્રદૂષકો પાણી ના પુરવઠા માટે જોખમી છે. તેમાં ખાસ કરીને મળમૂત્ર અને ગટર નું ગંદુ પાણી મીઠા પાણી માં ભળે છે, ખાસ કરીને વિકસતા રહેલા દેશોમાં તે પાણી ના પુરવઠા માટે અત્યંત જોખમી વસ્તુ છે. તે પ્રમાણે વિકસેલા દેશોમાં તો સમજૂતી આવવા લાગી છે. છતાં પણ પેસ્ટીસાઇડ, ઔદ્યોગિક ટોક્સિન્સ વગેરે ઘણી વાર પાણી માં ઉતરે છે તે પાણી ના પુરવઠાને નુકશાન પહોંચાડે છે.

હમણાં NASA દ્વારા કરવામાં આવેલ સંશોધન પ્રમાણે જો આપણે પાણી ને જાળવીને વપરાશમાં લેવાનું શીખશું નહિ તો તે બાબતમાં ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ સર્જાવાની શક્યતા છે.  પાણી એ સંપત્તિ જ નહિ પણ સાર્વભૌમિક અને વિશ્વવ્યાપી સંપત્તિ છે જેના ઉપર સર્વ જગત નો અધિકાર છે તેવું મોટા ભાગના વૈજ્ઞાનિકો માને છે અને પાણી ને જાળવવાની જવાબદારી પણ દરેક દેશોની છે તેવી માન્યતા ફેલાઈ રહી છે.

તો પાણીને સંભાળવાની અને પર્યાવરણ ને જાળવવાની આપણી સર્વે ની જવાદારી બને છે. હમણાં રેમન્ડ ટેન્ગ નામના વૈજ્ઞાનિકે પાણી પાસેથી શીખવાના પાઠ વિષે વાત કરેલી. તેના આધારે નીચેની વાત મેં લખી છે. જળ માત્ર જીવનજ નહિ પણ જીવવા માટે અમૂલ્ય પાઠ શીખવે છે. તેમાં પહેલો પાઠ છે નમ્રતા। પાણી જીવન માટે અમૂલ્ય છે છતાં તે નમ્રતાથી નમીને વહે છે.  બીજો પાઠ છે, અડગતા. નમ્રતા હોવા છતાં પાણી અડગ રહી ને વહે છે અને અવરોધો વચ્ચે આવે તેમાંથી રસ્તો કાઢે છે. પાણી નો ત્રીજો ગુણ છે સુગમતા અને અનુકૂળતા. સંજોગો ને અનુકૂળ થઈને પાણી ઘનતા, પ્રવાહી કે વાયુ નું સ્વરૂપ લઇ શકે છે. માણસો આમાંથી શીખી શકે કે એક તો સંજોગોને અનુસાર કુશળતા વિકસાવવા માટે અને જિંદગી માં નવું શીખવા માટે તૈયાર રહેવું જોઈએ। અને બીજું, સંજોગોને અનુકૂળ થઇ ને એકમેકને હળીમળીને અને પર્યાવરણને જાળવીને સંવાદિતતા થી રહેવાથી માણસ પણ આધ્યાત્મિક સિદ્ધિ હાંસલ કરી શકે છે અને કદાચ દુનિયા માં વિશ્વયુદ્ધની જગ્યાએ વિશ્વશાંતિ સ્થાપિત કરી શકે……..
https://youtu.be/gKXo8AWzxfk

About Darshana V. Nadkarni, Ph.D.

Recruitment for Biotech & Medical Device companies Training & Consulting in Diversity and Inclusion
This entry was posted in ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, નિબંધ, માહિતી લેખ and tagged , , , , . Bookmark the permalink.

2 Responses to દ્રષ્ટિકોણ 17: જળ માં જિંદગી ના પાઠ અને પ્રાણ વસે છે – દર્શના

  1. sapana53 says:

    દર્શના પાણીનો વ્યય કરવો એ મોટામાં મોટો ગુનો છે એમ અમે બંને પતિપત્ની માનીએ છીએ। બની શકે એટલું ઓછામાં ઓછું વાપરીએ છીએ વિચારી વિચારીને ખર્ચ કરીએ છીએ આપણા માટે નહિ તો આપણી પછી ની પેઢી માટે પણ આ ખૂબ જરૂરી છે. અને બધાં વાડાઓ ભૂલી હળીમળીને રહેવાની વાત તો સો ટચના સોના જેવી છે

    Liked by 1 person

    • સપનાબેન પ્રતિસાદ માટે આભાર. આશા છે કે આપણે બધાજ સમજશું કે પાણી નો બગાડ નહિ કરવાનો અને સમજી ને વાપરવાનું કેમકે પાણી આપણી જબરજસ્ત સંપત્તિ છે અને તે સમજી ને નહિ વાપરીએ તો ભવિષ્યની પેઢી ને માટે મોટી આફત ઉભી થશે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s