૫- કવિતા શબ્દોની સરિતા

-જાગને જાદવ —–
આજની સવાર અનોખી હતી. આમ જોવા જઈએ તો એ રોજ મુજબ જ ઉગી હતી પણ આજે આકાશમાં કોઈ અવનવા રંગોની રંગોળી લઈને પ્રભાત ઉગ્યુ હતું. ઉગમણી કોરે ઉગતા સૂર્યની લાલાશે સમગ્ર આકાશને સોનેરી ઝાંયથી મઢી દીધું હતું. હજુ તો આંખમાં આ આખાય સોનેરી આકાશની છબી ઝીલાય એ પહેલા ક્યાંકથી કોઈના ઘરમાં પાળેલા કૂકડાએ એના ખુશનુમા મિજાજમાં મને જ નહીં આખા ય જગને જાણે જાગવાનો આદેશ આપતી છડી પોકારી.તન જાગૃત થયું અને એની સાથે મન પણ એટલીજ પ્રફુલ્લિતાથી જાગ્રત થઈ ગયું અને એની સાથે જ એક  સૂર સંભળાયો।.  આ તો નરસિંહ મહેતા. પણ એ કેમ મને ઉઠાડે?
“જાગને જાદવા  કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે”
અમુક પંક્તિ જીવનમાં જાણે આપણી સાથે વણાઈ જતી હોય છે. હવે હું નથી ભારતમાં કે અહીં નથી કોઈ દેખાતો ગોવાળ છતાં આ પંક્તિ મને કેમ સંભળાઈ ? આજે પણ અમેરિકામાં બેઠા ગુજરાતીઓનું પ્રભાત નરસિંહના પ્રભાતિયાં પાડી શકે છે તુલસીક્યારે મુકેલો દિવો ને માં ના મુખે સાંભળેલા નરસિંહના ભજન આપણી સવાર પાડે છે. આમ તો આ સાવ નાનપણથી સાંભળતા- ગાતા આવતા’તા એ જ કૃષ્ણ ગોવાળિયાને જગાડવાની વાત હતી પણ મને એ દિવસે જાણે એવો ભાસ થયો કે જાણે નરસિંહ મને જગાડે છે. જાગૃત થઈ એની સાથે વિચાર ઝબક્યો કે આ પ્રભાતિયામાં ભઈ એવો તો શું જાદુ છે કે સદીઓ વિતી ગયા પછી પણ એ મારા મનને સ્પર્શે છે અને કોઈપણ સવારે એ મારા-તમારા -આપણા જાગવાની સાથે સાથે એ આપણા મનમાં પણ જાગે છે?
વાત કવિની બે પંક્તિની કરવી છે કવિતાની પંક્તિ એ શું છે? રોજ-બરોજની એકધારી દિનચર્યામાં નરસિંહની યાદ છે કે જીવવાનું બળ ?કે પ્રભાતની સુંદરતાની આભા કે પ્રેરણા  ?બારણાની તિરાડમાંથી હવાની એકાદ લહેરખી ની જેમ કવિની પંક્તિ આપણા જીવનમાં આવે છે અને ઈશ્વરનું અવતરણ બની  આજે પણ એકવીસમી સદીમાં  જીવે છે અને તમને મને  જીવાડે છે, આપણને સૌને,  જગાડે છે ચેતનાઓને, આપણી સંવેદનાઓને સચેત કરે છે આ પંક્તિના બે શબ્દે “જાગને જાદવા” વાત જાતને જગાડવાની છે. આજની સવારે થયેલી અનુભૂતિના આધારે આવનાર પ્રત્યેક દિવસોને ચેતનવંતા કરવાના છે. આપણી જાગૃતિ માટેનો સંકેત છે. જાગૃતિ એટલે તનની જ નહીં , મનની, અંતરની, આત્માની,આપણા અંતરના ઊંડાણમાં રહેલા પ્રાણતત્વની જાગૃતિ માટેનો સંકેત છે.પ્રત્યેક દિવસ નવા જીવનની શરૂઆત છે.
કોઈપણ પદોમાં કે કાવ્યોમાં જે વણ-કહેલો સંકેત છે એ આપણે પામવાનો છે. તુજ બીના ધેનમાં કોણ જાશે? જન્મથી જરા સુધીના માર્ગે જાવા માટે આપણે જ સતર્કતા કેળવવાની છે. એ માટે કોઈ આપણી આંગળી પકડીને મારગ નથી ચીંધવાનું. તારે જ તારો પથ કંડારવાનો છે અને એ માર્ગે જાવા આત્માને સચેત કરવાનો છે. તું જ નહી જાગે તો આ જન્મથી જરા અને મોક્ષ સુધીનો માર્ગ તને ચીંધવા બીજુ કોઈ નથી જ આવવાનું એ એ વાત પણ નક્કી.
કવિનો અનુભવ અને અનુભૂતિ એ પંક્તિ ગમવાનું સૂક્ષ્મ કારણ છે. અહીં જોડણી કોષ કે અર્થની જરૂર છે જ નહિ કારણ પંક્તિનો મર્મ પામવાનો છે.એક પંક્તિ કેટલી હદે ગમે છે અને શા  માટે સ્પર્શી ગઈ એ મહત્વનું છે. હૃદયમાં ઉઘાડ પાડે અને આત્માને જગાડે અને સવાર  ઉગે છે. પંક્તિ  જીવવાનું બળ  આપે છે, !! પંક્તિ હ્રદયમાં ઊર્મિ જગાડવાનું કામ કરે છે. આશાનું એક ઝરણું સદાય વહેતુ રાખે છે. સ્વંયને જગાડી એક નવી ઉર્જા, નવી શક્તિ, નવો ઉત્સાહ અને નવા અઠવાડિયાની નવા વર્ષની શરૂઆત એટલે
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ બીના ધેનમાં કોણ જાશે?
આવનાર નવા વર્ષની હર એક ચેતનામય પ્રભાત આપણ સૌને મુબારક હો…..

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

7 thoughts on “૫- કવિતા શબ્દોની સરિતા

 1. શબ્દ અને કવિતાની પંક્તિની તાકાત તો જુઓ। …..કવિ નો માંહ્યલો તો ચોખ્ખાચટ આંગણા જેવો હોય છે એમાં જ અક્ષરો પોતાની રંગોળી પૂરતા હોય છે.આપણી ભાષાને કવિ આ અભિવ્યક્તિથી કેવી નિરામય બનાવી દે છે નહિ ?આ રચનામાં ભલે કોઈકને તત્ત્વ દેખાતું ન હોય, પણ કવિએ પૂરેપૂરી, આચરણમાં ઊતારી છે માટે આપણા જીવનમાં વણાઇ ગઈ છે વાહ તમે તો નવું વર્ષ જાણે ઉઘાડી દીધું। .

  Liked by 1 person

 2. રાજુ, આજે ધનતેરસની સવારે આતમને ઢંઢોળી જાતને જગાડવાની સુંદર વાત કરીને બધાની દિવાળી અજવાળી દીધી છે.બહુ સરસ

  Liked by 1 person

 3. રાજુલ બેન ! સરસ પઁક્તિઓ લીધી ! અમારાં ઘરમાં આ બે પઁક્તિઓનો ઇતિહાસ અર્ધી સદીથીયે વધારે જૂનો છે .. અમને અમારાં બાપુજી અને બા આ ગાઈને જ સવારે ઉઠાડે ,(જાદવા જગ્યાએ અમ ભાઈ બેનનું નામ આવે ) પછી ગ્રાન્ડચિલ્ડ્રનનોને જગાડવાનો વારો આવ્યો .. આજે અમારાં સંતાનો એમનાં સંતાનોને આ બે પઁક્તિઓ ગાઈને એજ રીતે છોકરાંઓને જગાડે છે… ત્યારે મારુ બાળપણ પણ એમાં રમવા લાગે છે.. Happy Diwali ; Happy Newyear !

  Liked by 1 person

 4. આપણે પણ દિવાળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન….

  આ બધી કવિતાઓ જાણે આપણા મૂળ સાથે વણાઈ ગઈ છે. એને તો જાણે યાદ પણ કરવી પડતી નથી. એ આપમેળે આપણા ચિત્તમાં પ્રગટે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.