દ્રષ્ટિકોણ 16: આતંકવાદ, કાવ્ય, #GunControl, દર્શના

નમસ્તે મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક માં પ્રણામ સાથે આવકારું છું.
આ કોલમ માં આપણે જુદી જુદી દ્રષ્ટિથી વાતોને જાણીએ છીએ.  આ પહેલાની કોલમ માં આપણે વિશ્વના સૌથી ખતરનાક વિશ્વયુદ્ધ 1 દરમ્યાન કેવી રીતે શાંતિનો એક નાનો ગાળો સર્જાયો તે વિષે વાત કરી. તે આ લિંક http://bit.ly/2Jy9eji ઉપર જોવા મળશે.
આજે આપણે એ વિષે વાત કરીએ કે અર્થહીન જંગ અને આતંકવાદ માં અનેકવાર નાના બાળકો અને નિર્દોષ લોકો સપડાઈ જાય છે. અમેરિકાના નિર્માણ દરમ્યાન રચાયેલ કોન્સ્ટિટ્યૂશન અને તેમાં કરેલા 2nd amaendment સુધારા અનુસાર, વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો કાનૂની અધિકાર છે અને તે માટે પોતે બંદૂક રાખી શકે છે. પણ તે વખતે એવી જાણ કોને હતી કે ઓટોમેટિક રાઇફલો આવશે જે એક પછી એક 50 લોકોને (જેમ લાસ વેગાસ માં બનાવ બન્યો તેમ) થોડીજ પળો માં મોતને ઘાટ ઉતારવામાં કાબેલિયત ધરાવતી હશે. અને હમણાંજ પિટ્સબર્ગ માં હૃદયદ્રાવક બનાવ બન્યો જેમાં 11 નિર્દોષ વ્યક્તિઓની ક્રૂર રીતે બંદૂક ની ગોળી થી રહેંસી નાખવામાં આવ્યા ત્યારેજ બે કાળા સિનિયરો ને પણ કેન્ટકી માં ગુરુવારે કોઈએ બંદૂક થી મોત ને ઘાટ ઉતાર્યા.  અને હમણાંજ પિટ્સબર્ગ માં હૃદયદ્રાવક બનાવ બન્યો જેમાં 11 નિર્દોષ વ્યક્તિઓની ક્રૂર રીતે બંદૂક ની ગોળી થી રહેંસી નાખવામાં આવ્યા ત્યારેજ બે કાળા સિનિયરો ને પણ કેન્ટકી માં ગુરુવારે કોઈએ બંદૂક થી મોટ ને ઘાટ ઉતાર્યા. મૉટે ભાગે આવી હત્યા નો ભોગ બાળકો અને યુવા વ્યક્તિઓ બનતા હોય છે. કેમકે યુવા બાળકો મૉટે ભાગે બહાર સિનેમામાં, સંગીત પ્રોગ્રામ માં, શાળામાં અને મોલ માં હરતા ફરતા હોય છે અને તે આ કાનૂની હથિયારનો ભોગ બને છે. તેમજ પાકિસ્તાનમાં શાળામાં ભણતા બાળકો આતંકવાદીઓનું નિશાન બન્યા અને નાઇજીરિયામાં શાળામાં ભણતી યુવા બાળકીઓનું આતંકવાદીઓ અપહરણ કરી લઇ ગયા. આવા બનાવો બને ત્યારે ઘણી વખત મેં કાવ્યો લખ્યા છે.
જયારે પણ નાના બાળકો મોટાઓના સંઘર્ષમાં સપડાઈ છે અને ઇજા પામે છે અને ઘણી વાર પોતાનો જાન ગુમાવે છે ત્યારે આપણા દિલમાં સહેવાય નહિ તેવો વલોપાત થાય છે અને આપણી આંખોમાંથી આંસુ વહે છે. એવા અમુક સમયે મેં મારી લાગણીઓને કાવ્યમાં દર્શાવી છે તે નીચેના કાવ્યમાં પ્રસ્તુત કરું છું. જયારે માતાપિતાને તેના નાના બાળકને અર્થહીન હિંસા ને લીધે દફનાવવા પડે છે કે અગ્નિદાહ દેવો પડે છે તેમના અસહ્ય દુઃખ ની સરખામણી થઇ શકે તેમ નથી. તેમના હૃદયનો એક ભાગ કાયમ માટે મ્રત્યુ પામે છે. આતંકવાદીઓ કે બૉમ્બ બ્લાસ્ટ ના શિકાર બનેલાઓના અંગો તો જ્યાં ત્યાં પડ્યા હોય છે પણ સાથે સાથે વલોપાત કરતા તેમના માતા પિતાના હૃદય પણ ચૂરચૂર થઈને વેરવિખેર થઇ જાય છે. તેને કેમ કરીને જોડવા. જયારે પાકિસ્તાનમાં આતંકવાદીઓના હાથે શાળાના છોકરાઓની કતલ થઇ ત્યારે આ કાવ્ય મેં અંગ્રેજી માં લખ્યું હતું. હમણાં યમન માં બૉમ્બ હુમલાથી 50 જેટલા બાળકોને ઇજા પહોંચી અથવા જાન ગુમાવ્યો તેને યાદ કરતા એ  કાવ્યનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો અને તે નીચે પ્રસ્તુત કરું છું. અંગ્રેજીમાં ઘણી વખત તારાજી સર્જાય ત્યારે લોકોને કહેવામાં આવે છે કે pick up the pieces જેમ આપણે ગુજરાતીમાં કોઈને સાંત્વન આપતા કહીએ કે હવે આગળ જુઓ. પણ પોતાનું બાળક ઝૂંટવાઈ જાય ત્યારે માતાપિતા કેમ આગળ જુવે? અને કોઈ પણ ઘર ની વ્યક્તિને અર્થહીન હિંસા માં અચાનક ગુમાવ્યા પછી જિંદગીમાં આગળ કેમ જોઈ શકાય? અને બાળક તો બાળક જ છે ને પછી તે અમેરિકામાં હોય કે પાકિસ્તાન માં? તો સાંભળો એક મા નો કલ્પાંત નીચે.
પણ તે પહેલા બીજી એક વાત. જયારે આવા બનાવો બને છે ત્યારે આપણી દુઃખ નો પાર રહેતો નથી. પણ પછી આપણે કામમાં વ્યસ્ત થઇ તે ભૂલી જઈએ છીએ. તે વાત ને આપણે મતદાન સમયે ખાસ યાદ રાખવાની જરૂર છે. તો મિત્રો, નવેમ્બર 6 ના મતદાન કરતી વખતે, તે ધ્યાન માં રાખીને મતદાન કરશો. આપણે અમેરિકામાં બંદૂક ના વિતરણ ઉપર પ્રતિબંધ રાખવાની જરૂર છે. આપણા રહેઠાણ થી તો સુધારો લાવીએ અને ત્યાંથી શરૂઆત કરીએ અને હિંસક હથિયારો ઉપર નિયંત્રણ લાવીએ.
તો સાંભળો એક મા નો કલ્પાંત નીચે. તેના બાળકની ક્રૂર લોહિયાળ હત્યા પછી પોતાના હૃદય ના વેરવિખેર ટુકડાઓ ક્યાં વિખરાયેલા પડ્યા છે તેની વાત છે. મારુ અંગ્રેજી કાવ્ય આ લિંક ઉપર મળશે – http://bit.ly/1wfp47D

મારા હૃદયના નાના નાના ટુકડા

વીર વિખેર નાના નાના ટુકડાઓમાં મારુ હૃદય
વિખરાયેલ પડ્યું છે, કેમ આવ્યો આ પ્રલય
તને ગરમાવો આપવા મારા લાલ, તારી જોડે પોઢશે
એક ટુકડો ક્રૂર જમીનમાં 6 ફૂટ ઊંડે જિંદગીનો નિવેડો ગોતશે
એક ટુકડો પ્રયાણ કરશે સ્વર્ગની કોર, તારી હારે
હું અમથી મા નથી, તારી હારે જ જોડાવું મારે  
એક ટુકડો ન્યાય માંગવા એ દૃષ્ટની સાથે જશે
હા, મારુ લોહિયાળ હૃદય નરકના પ્રવાસે જશે
દિલના એક નાના ટુકડામાં હું તારો પ્રેમ ભરીશ
હવે થંભી જા, હૃદયફાટ સમયને યાચના કરીશ
પણ મારા દિલના ટુકડા ભેગા નહિ કરી શકું
વિખરાયેલા મારા હૃદયને સાંધી નહિ શકું
ગમે તેટલું હૈયાફાટ રુદન કરે પણ એક મા ક્યારેય તેના લાલ સાથેની પ્રેમાળ પળોને વીસરશે નહિ અને અંતે તે યાદો જ તેના હૃદયમાં માં થયેલા હજાર છિદ્રોને ભરશે.
https://youtu.be/wkQemYWNfBc

About Darshana V. Nadkarni, Ph.D.

Recruitment for Biotech & Medical Device companies Training & Consulting in Diversity and Inclusion
This entry was posted in કવિતા, ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, નિબંધ, માહિતી લેખ, Uncategorized and tagged , , , , , , , . Bookmark the permalink.

11 Responses to દ્રષ્ટિકોણ 16: આતંકવાદ, કાવ્ય, #GunControl, દર્શના

 1. Pragnaji says:

  વેદના માટે like નથી કરતી …
  પરંતુ વાત તમે સાચી અને વાસ્તવિક લખી છે.નફરત ,અર્થહીન હિંસા ,અર્થહીન જંગ અને આતંકવાદને રોકવા જ રહ્યા। .. આવી સંવેદના અનુભવી, કાવ્ય સ્વરૂપે વ્યક્ત કરવા માટે અભિનંદન

  Like

 2. પ્રતિસાદ માટે તમારો આભાર પ્રજ્ઞાબેન. આશા છે કે ગુજરાતીઓ પણ મતદાન જરૂર કરશે અને આ વાત ને ધ્યાન માં રાખશે.

  Like

 3. sapana53 says:

  જ્યારે મા નો લાલ મા થી વછૂટે ત્યારે હૃદયના જે ટૂકડાં થાય છે એ ભેગાં કરવા કેટલાં અઘરા છે તે કોઈ મા જેને લાલ ગુમાવ્યો હોય તેને જ પૂછો !! ગન અને રાઇફલ માટે પ્રતિબન્ધ મુકાવો જ જોઈએ નહીંતર કેટલા નિર્દોષના મૃત્યુ થશે એ ખબર નથી. ખૂબ સરસ સંવેદનાયુક્ત લેખ અને કવિતા

  Liked by 1 person

 4. Jayvanti patel says:

  Khub Saras Lekh, and Kavita! Mane Khub gamiyo. The reason is you are encouraging people to vote and learn the truth. There are so many who still don’t vote after living more than 20 years in this country.

  Like

 5. I know Jayvantiben that so many people don’t vote. I really hope that all Gujaratis will give their vote and I hope they will remember this threat of floating guns in the society — which is even more of a threat to kids who are out in various places, living their life unlike adults who may be sitting at home. I hope we will make the world safe for young people by restricting guns. Thank you so much for your comment.

  Like

 6. On this week’s @60Minutes medical professionals told @ScottPelley how they’re using combat training to treat wounds caused by AR-15-style rifles favored by mass shooters. Kids in classrooms are getting training, too. Watch: https://cbsn.ws/2P6BnEe

  Like

 7. tarulata mehta says:

  તમારી કવિતા દિલને હલાવી દે છે.તમારો વર્તમાન પ્રત્યેનો સજાગ દષ્ટિકોણ ગમે છે. શુભેચ્છા

  Liked by 1 person

 8. તરૂલતા બેન તમારી કોમેન્ટ માટે ખુબ ખુબ આભાર.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s