મને એક વિચાર આવ્યો ….તમે પણ વિચાર દર્શાવો…

મને એક વિચાર આવ્યો 
લેખક એટલે કોણ ? જે લખ લખ કરે તે ? અને લખે તો શું કામ લખે ? અને એ લખે તો લોકો શું કામ વાંચે ?…ભાઈ તારે લખવું છે તો લખ પણ હું શું કામ વાંચું ? અને વાંચું તો શા માટે પ્રતિભાવ આપું ?વગેરે અનેક પ્રશ્ન મને મુંઝવી નાખી 
કોઈના વાંચેલા વિચારોમાંથી જે સ્પુરે  તે પોતાના શબ્દોમાં રજુ કરે તે લેખક ? કે પોતાના મૌલિક વિચાર લખી બીજાને વિચાર દર્શન કરાવે તે લેખક?! અત્યંત સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકે તે લેખક ? કે બહુ અઘરું લખી પોતે વિશેષ છે એવું દેખાડી ચર્ચામાં રહી લોકોને ધ્યાન ખેંચી ખાસ માણસોની વાહવાહી લીધા કરે તે લેખક ?
વાત  નાની છે પણ મને અઘરી લાગે છે ?
ઘણા વખત પહેલા દેવિકાબેન બેઠકમાં આવ્યા હતા ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે તમે લખો એ ગઝલ અને અમે લખીએ તે જોડકણાં કેમ ? તમારી પાસે વિચાર છે, મારા પોતાના પણ વિચાર છે કદાચ તમારા અઘરા હશે અમારા સહેલા એટલું જ ને ! મૌલિકતા તો અમારી પણ છે ને !
બસ હજી  સુધી હું મારી જાતને કન્વીન્સ નથી કરી શકતી કે અમે લેખક છીએ કે નહિ ? શું અમારા લખાણમાં  મનોરંજન હોવું જોઈએ ? કે પ્રેરણા, નથી ?..કેટલાક બુદ્ધિથી લેખો લખે ….કેટલાક અનુભવ પરથી પોતાના વિચારો લખે તો કેટલાક પોતાના મનમાં ઉઠતા તરંગોને શબ્દોમાં ઝીલ્યા કરે ….પણ વાસ્તવિકતા ત્રણેય લખે જ છે …કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ  એવા વિચારો આવે. અમને પણ આવવાના જ, આતો અનુભવાતી લાગણીઓ  ની વાત છે …આપણી અનુભૂતિઓને  … કલમ ની પાંખો દ્વારા ફેલાવવાની મોકળાશ આપવાની વાત છે. આકાશ…તો બધા માટે જ હોય ને ! 
તીવ્ર બુદ્ધિ , પાકટ અનુભવ કે કોમળ હ્રદય  કોણ સર્વથી શ્રેઠ ? લેખન જો કલા  હોય તો તેનું કામ કોઈના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનું છે ? શું એ લેખકની એક જવાબદારી છે  ? લેખકનું મૂળ સ્વરૂપ એક વિચારક અને સમાજ સુધારકનું તેમ જ ક્રાન્તિકારીનું છે ?અને જો હોય તો ભારેખમ શબ્દોની શું જરૂર ?અત્યંત સરળ ભાષા સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકાય ને ? સામાન્ય શબ્દો દ્વારા પણ સામાજિક સમસ્યાનું સમાધાન સૂચવે તે ખોટું શું ? વાત તો વાચકને વિચાર કરવવાની છે, તો  અઘરું શા માટે લખવું એ સમજાતું નથી ! 
ઘણીવાર મને એમ થાય બધા પોતાની ભૂલોના કિસ્સા સરળ ભાષામાં જો વર્ણવે તો લોકો ને ઘણું જાણવાં  મળે અને પોતે પણ કન્ફેસ કરીને ઘણું શીખે ?ફરી એજ પ્રશ્ન લખવાનું આપણા માટે છે કે બીજા માટે ?બીજાને પાઠ ભણાવવા કે પોતે લખીને પાઠ  શીખવા ? વર્ણન નું મહત્વ કેટલું  ?,અને સાતત્ય કેટલું ? જે જીવો એ જ લેખો  તો ? તો પ્રામાણિકતા હોવી  જોઈએં ને ?  તમે જીવન વિશે જે વિચારો છો તે લેખો  તમે વસ્તુઓ વિશે શું વિચારો છો ?તમે શું વિચારો છો તે વાજબી છે.અને તમે જે વિચારો તે અન્યાયી છે ?. અને બીજું, તમારે વાંચવાની જરૂર છે. જો તમે વાચક ન હોવ તો તમે લેખક ન બની શકો. તો પ્રથમ લેખકે કોઈને વાંચ્યા જ નહિ હોય ને ? કોઈ આપણને કેવી રીતે લખવાનું શીખવે ?
ઘણા કલ્પના થી સુંદર લખાણ નું સર્જન કરે છે  તો તે લેખક ખરા। ..મને કલાપીની જેમ પંખીને જોઈને પંક્તિ નથી સુજતી કેમ? માટે લેખક અને મારામાં ફર્ક છે ?
હવે નવો પ્રશ્ન કલ્પના તો કલ્પના જ હોય ને ?મારી કલ્પના ની ગુણવતા કોણ કરે ?હવે કોઈ કહેશે કે ગુણવત્તા ક્યાં ક્યારેય હતી ? કે આનો જવાબ આપણી પાસે નથી. 
વિવિધ પ્રસંગો, અનુભવો, અનુભવો અને ઘટનાઓમાં ઉભરતી સંવેદના અને તેની વાતો અથવા ટોળટપ્પા મારતાં મારતાં લખાયેલી વાતોમાંથી નીપજેલું લખાણ સાહિત્ય બને ખરું ?. હકીકતમાં દરેક માણસ પોતાની રીતે એક ફિલોસોફર હોય છે. પોતાની આસપાસ બનતી ઘટનાઓ અને પોતાના સમગ્ર જીવન દરમિયાન કરેલા નિરીક્ષણ અને મંથનના પરિણામ સ્વરૂપ જીવનની સચ્ચાઈ  વિશે એ કોઈ નિશ્ચિત તારણો પર ધાવતો જ હોય છે, જે એની પોતાની ફિલોસોફી હોય છે. બધા લોકો પોતાના વિચારોને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા એટલે તેઓ લેખક નથી બની શકતા, પરંતુ એનો અર્થ એ નથી કે જેઓ પોતાના વિચારોને શબ્દોમાં વ્યક્ત કરી શકે છે એ લેખકોએ મન ફાવે એટલું લખવું જોઈએ. 
લેખક એ એક વ્યક્તિ છે જે વિવિધ વિચારો અને શૈલીમાં લેખિત શબ્દોનો ઉપયોગ તેમના વિચારોને સંચાર કરવા માટે કરે છે.તેના સર્જનાત્મક સ્વરૂપોની રચના કરે છે .લેખકો સાહિત્યિક કલાના વિવિધ સ્વરૂપો અને નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ, નાટકો, સ્ક્રીનપ્લે અને નિબંધો તેમજ વિવિધ અહેવાલો અને સમાચાર લેખો જે લોકો માટે રુચિ ઉભી કરી શકે છે કુશળ લેખકો જે વિચારોનો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરી શકે છે તેઓ સમાજની સાંસ્કૃતિક સામગ્રીમાં નોંધપાત્ર રીતે યોગદાન આપે છે.તે મહાન લેખકો છે. મૂળ લેખક અને લેખકમાં પણ ફર્ક છે  લેખક એ એક વ્યક્તિ છે કે જે કોઈ પુસ્તક, લેખ અથવા કોઈ સાહિત્યિક ભાગ લખે છે, જ્યારે મૂળ લેખક જે લખે છે તે વિચાર,પ્લોટ અથવા સામગ્રીની રચના પોતે કરે છે. જેમકે વ્યાસ. 
લેખક સૌ પ્રથમ પોતાને ખુશ કરે છે પછી બીજા આંનદ પામે છે મારા માટે, એક લેખક એક જાદુઈ વ્યક્તિ છે જેના બે ફકરા વચ્ચે હું ખોવાઈ જાઉં છું.જે મારામાં ઉતેજના પ્રગટાવે છે જે વાંચીને એક ચિનગારી પ્રગટે છે ,જે મારી કલ્પનાને પ્રેરણા આપી શકે છે. એક વ્યક્તિ છે જેના લખાણ તરત જ તમારું ધ્યાન ખેંચે છે.એક  લેખક જે લખે છે તે છે જેનો ઉપયોગ  રચનાત્મક, વ્યવસાયિક અથવા મનોરંજક રીતે થઈ શકે છે. કોઈ લેખકને વર્ગીકૃત કરવાની કોઈ રીત મને દેખાતી નથી કોણ મોટો કોણ નાનો? કુશળ લેખક જ ફક્ત શબ્દોનો ઉપયોગ કરીને,પોતાના વિચારો રોપી, ચિત્રોને ચિત્રિત કરવામાં સક્ષમ હોય છે એવું હું માનું  છું વર્ષો પછી પણ તેના પાત્રો અને તેનું વર્ણન યાદ આવ્યા છે કરે છે માટે જ લેખક અને કવિ મૃત્યુ પછી પણ જીવે છે. 
પણ તોય વાચકની  જરૂર છે જે પોતાની જરૂર અને જે તે સમયની માનસિક પરિસ્થિતિ પ્રમાણે વાંચવુ  પસંદ કરે ..!!કોઈ પણ લખી શકે છે. ..તમને જે જરૂર છે તે એક માધ્યમની જ્યાં કોઈ તમને વાંચે અને તમે વ્યક્ત થાવ 

વાચકોની વાત બીજી કોઈ વાર ….

— પ્રજ્ઞા દાદભાવાળા 

(સમસ્યાના રેડીમેઈડ જવાબને બદલે આપણે ભેગા મળીને  સમસ્યાનો સામૂહિક રીતે જવાબ શોધીએ તે જ ઠીક છે.)

8 thoughts on “મને એક વિચાર આવ્યો ….તમે પણ વિચાર દર્શાવો…

 1. ઈ-મેઈલની શરૂઆત થઈ તે અગાઉ રોજ લાખો લોકો સગાં-સંબધી અને મિત્રોને પત્રો લખતાં. આવા પત્રોની ગણત્રી સાહિત્યમાં ન થતી. હાલમાં ભાગ્યેશ જહા પ્રાર્થનાને પત્રો, અને દેવિકાબહેન, રાજુલબહેન અને બીજા થોડા લોકો પત્રાવલી લખે છે એની ગણના સાહિત્યમાં થાય છે. એટલે ગમે તે લખે એને લેખક કહેવો હોય તો કહી શકાય, પણ સાહિત્યકાર બનવા માટે એ વ્યક્તિમાં કંઈક વિશેષ હોવું જરૂરી છે. દરેક વાણીવિલાસને સંદેશ ન કહેવાય, જે તમને વિચારતા કરી દે એને સંદેશ કહેવાય. ગાંધીજી, વિનોબા વગેરેની વાણી સંદેશ હતી. આ મારી સમજ છે. જરૂરી નથી કે અન્ય લોકોની પણ આવી જ સમજ હોય.

  Liked by 2 people

  • દાવડા સાહેબ,આપે પત્રને સાહિત્ય બનવા માટે જે માહિતી આપી, તે પ્રજ્ઞાબેનના લેખની પૂર્તિ ગણી શકાય.સારી માહિતી .

   Like

 2. પ્રજ્ઞાબેન, તમારા પ્રશ્નો અને તેનાજ તમારા જવાબો મને ગમ્યા. તમારા વિચારોને લેખ સ્વરૂપમાં મૂક્યો જે તમામ લેખકોના વિચારો હોઈ શકે.

  Like

 3. આ બધી પૈડ મેલો ને, મારાં બુન ! લખ્યે રાખો. કોઈને ગમે ના ગમે, સાહિત્ય ગણાય , ના ગણાય એની આપડે શી લાલબૈ! મોજમાં રહો.

  Liked by 1 person

 4. મારા મતે લેખક એટલે અત્યંત સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકે તે.
  લેખક તરીકે કોણ ઉત્તમ એ પણ વાચક જ નક્કી કરી લેતા હોય છે કારણકે ઉત્તમ લેખક કરતાં ય કોણ આપણને વધુ સ્પર્શે છે,કોણ આપણને વાંચવા વધુ ગમે છે એ વધુ મહત્વનું છે.

  Liked by 1 person

 5. લખાણની શૈલી બહુ જ ગમી. ખરેખર ઢંઢોળી નાખનાર સવાલો ખૂબ હળવી રીતે રજૂ કર્યા છે. રાજુલ દી’ ની વાત સાથે પણ સહમત. બાકી સુરેશભાઈ કહે એમ બસ, મનમાં શબ્દો ફૂટે ત્યારે એમ પણ રહેવાય નહીં. લખી નાખવું એ કામ લેખકનું ઉત્તમ! આપના લખાણમાં હળવાશ સાથે ઊંડા વિચારો હોય છે પ્રજ્ઞામેમ મને એ શૈલી બહુ ગમે છે. મોજ આવે છે વાંચવાની.

  Like

 6. Khub Saras rite Raju Kari Che Lekhakni pahechan. Jeno Lekh vachvano game tene man te saro lekhak! Very nicely explained👍

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.