કહેવતગંગા : વિષય પરિચય

મિત્રો,
કલ્પનાબેન દર ગુરુવારે એક નવો વિષય લઈને આવશે. વિષયનું નામ છે, ‘કહેવતગંગા’

‘બેઠક’ની શરૂઆત જ પાઠશાળાની તરીકે થઈ છે. વાંચવું અને વાંચતાં વાંચતાં શીખવું અને વિચારવું. એ ચિંતનને શબ્દદેહ આપી સર્જન કરવું. કલ્પનાબેન સાહિત્યના એક એવા જ વિષય સાથે આવી રહ્યાં છે. કહેવતો સાહિત્યનું સહજ સ્વરૂપ છે. વહેતી વહેતી ભાષા આગળ વધે અને ભાષાનો રોજ્બરોજનાં જીવનમાં થતો ઉપયોગ જ એને જીવાડે છે. અસલમાં આ એવો વિષય છે જેનામાં બહુ જ ઓછું લખ્યું છે અને લખીને બનાવેલું સાહિત્ય નથી.

મિત્રો, સૌથી મહત્વની વાત કે એનાં સંવર્ધિકરણમાં સામુહિક ફાળો છે કરણ કે આપણે સહિયારું સર્જન કરીએ છીએને? લોકોના રોજિંદા સંવાદોમાં એક વસ્તુ સામાન્ય છે અને એ છે કહેવતો. આપણે સામાન્ય અને રોજીંદી વાતચીતમાં કહેવતોનો છુટ્ટે હાથે ઉપયોગ કરીએ છીએ. બોલચાલની વાતોમાં બોલાતી ભાષા એટલે આપણી કહેવતો. હા મિત્રો, રોજબરોજની ભાષામાં કહેવતો બોલો છોને? તમે સાહિત્યના પાનાં ફેરવો કે ન ફેરવો પણ કહેવતો વહેતી થાય છે. યાદ કરો, સૌ પ્રથમ અમેરિકામાં પગ મૂક્યો ત્યારે શું બોલ્યા હતા? ‘જેવો દેશ તેવો વેશ, ખરુંને? એક ગૂઢ વાતને એક વાક્યમાં સમજાવી દે તેનાં જેવું બીજું સાહિત્ય બીજું કયું હોઈ શકે?

કહેવતોની ખરી મજા તો ક્યાં અને ક્યારે વપરાય તેની પર છે. ક્યારેક છાપાનાં મથાળે તો ક્યારેક અચાનક મળી જતાં પરદેશમાં કોઈ ગુજરાતીનાં મોઢે સંભાળીએ ત્યારે દિવસ જાણે નવો ઊગે છે. બસ, આજ વાત કલ્પનાબેન લઈને આવશે. વાત તમારી, મારી અને આપણી જ ભાષાની છે. શબ્દોની જેમ કહેવતો જીવે છે. કલ્પનાબેન કહેવતોનાં માધ્યમથી ભાષાને વહેતી કરશે. આજના ઈન્ટરનેટના સમયમાં આપણે આપણી આવનારી પેઢીઓ માટે અને અત્યારે હયાત નવી પેઢીને પણ ભાષાની આ સચોટ અને અદ્ભુત રજૂઆતથી વાકેફ કરતાં રહીએ એ જરૂરી છે. બસ કલ્પનાબેનની કલમને વધાવવાની જવાબદારી તમારી છે.

બેઠકના આયોજક : પ્રજ્ઞા દાદભાવાળા

2 thoughts on “કહેવતગંગા : વિષય પરિચય

  1. કલપનાબેન,શબ્દોના સથવારે ખૂબ માણ્યું હવે ઉત્સુક છીએ કહેવત ગંગા ના નીરમાં ન્હાવા ને લહેરવા .

    Like

  2. કહેવાતી કહેવતોને જીવતી કરીને આધુનિક સમાજના સંદર્ભ સાથે વણી લેવાનો પ્રયત્ન કરીશ. પ્રગન્યાબેને આ તક આપી માટે તેમનો આભાર.નવી કેડીએ આપ સૌ વાંચક મિત્રોના સાથ અને સહકારની અપેક્ષા સાથે આગળ વધીશ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.