પ્રેમ એક પરમ તત્વ -17-વતન ઝુરાપો- સપના વિજાપુરા

દેશ, વતન, માતૃભૂમિ, માદરે વતન જે મન ચાહે નામથી બોલાવો પણ આ બધાં ફકત શબ્દો નથી પણ હ્રદયને વલોવી ને નીકળતા ઊંહકારા છે જે વતનથી દૂર રહેતા લોકોના હ્રદયમાંથી નીકળે છે. વરસો થઈ જાય છે વતનથી દૂર રહેવાને પણ કેટલા લોકો વતનને ભૂલી શક્યાં છે?
જેમ માદરના ઊદરમાંથી વિખુટા પડી આ દુનિયામાં આવીએ છીએ પણ મા થી ક્યારેય જુદાં થઈ શકતા નથી એ રીતે વતનથીજુદાં થઈને પણ વતનને સાથે લઈને ફરીએ છીએ. એ જુનું મકાન, એ ગલી, એ શાળા. એ કૉલેજ એ ગામનો વડલો એ ગામનો પીપળો અને લીમડો..એ મહેકતા ફૂલો, અને બાવળના ઝાડ!! એક એક ગલી યાદ અને ગલીમાં આવતા પથ્થર પણ યાદ!! ઘરનાં ઓટલા અને ફળિયામાં જુનો કટાઈ ગયેલો હીંચકો અને હીંચકાનો કીચુડ કીચુડ અવા પણ યાદ!! એ ઊછળતો દરિયો હજુ મને હાથ ફેલાવી બોલાવે છે!! હા, મને ખબર છે એ મારા વગર એકલો પડી હયો છે!!
વતનથી ૧૩૦૦૦ માઈલ દૂર આવ્યાં પછી પણ વતનનું આકર્ષણ એ રીતે હ્રદયને ખેંચે છે જે રીતે લોહચુંબક લોઢાને ખેંચે છે!! આવો પ્રેમ તો માનવ માનવને પણ નહીં કરતો હોય!! આવું આકર્ષણ તો બે યુવાન હૈયામાં પણ નહીં હોય!! નિર્જીવ વસ્તુ સાથે આટલો બધો પ્રેમ? એ વતન કોઈનું ચાહે કોઈ પણ હોય!! મેં બધાનાં દિલમાં આ મહોબત જોઈ છે!! મને ભારત માટે ખાસ કરીને મારા ગામ માટે છે!! જ્યાં હું મોટી થઈ અને પછી પરણીને અમેરિકા આવી!! પણ હું મારું ગામ મારું વતન મારામાં લઈને ફરું છું!!જ્યારે પણ યાદ આવી આંખમાં ઝળઝળિયાં આવ્યાં વગર રહ્યા નહીં!! પતિ ક્યારેક મજાકમાં પણ મારા ગામને કશું કહે તો રડી પડું છું!!
વતનમાં હું બાવીસ વરસ રહી પછી અમેરિકામાં બાવીસ કરતા વધારે વરસ પણ હજુ સુધી હું અમેરિકાને મારું વતન કહી શકતી નથી!! એક ભીની ભીની યાદ મનને તરબતર કરે એ અમેરિકા નહી પણ મારું ગામ છે.હું વતન સાથેનો નાતો તોડી શકતી નથી એવો મારા ઉપર ઈલ્જામ છે જેને હું નતમસ્તકે કબુલ કરું છું. હજુ લતા મંગેશકરનું ગીત , એ વતન કે લોગો જરા આંખમેભરલો પાની,” મારી આંખમાં આંસું લાવી શકે છે.
કેવો પ્રેમ હોય છે વતનની માટી સાથે!! કોઈ પૂછે ભારત જાઉં છું શું લાવું? તો તરત કહેવાનું મન થાય થોડી માટી લાવશોપણકહી શકાતું નથી!! પણ આપણને માટી પથ્થર, ત્યાંના વૃક્ષ, ત્યાં ના પંખીત્યાનું આસમાન બધું બધું જોઈએ!! પણ ક્યાંથી લાવીએ!! એ  આસામાન, એ સિતારા, એ ચાંદ, એ સૂર, એ જમીન અહીં પણ છે. ત્યાંનુ બધું કેમ વધારે વહાલું લાગે? આ સવાલનો જવાબ કોઈ નહી આપી શકે!! એ પ્રેમ છે પરમ પ્રેમ!! જે મારા શ્વાસોશ્વાસમાં ઘોળાઈ ગયો છે!! પ્રથમ શ્વાસ સાથે આ પરમ પ્રેમ મારા શ્વાસમાં શ્વસી રહ્યો છે!! કોઈ મને એનાથી અલગ નહીં કરી શકે!! સિવાય મૃત્યુ! મોત માણસને ગમે ત્યાં આવી શકે છે. પણ એ મોત જો વતનમાં હોય અને વતનની ખાતર હોય તો બીજું શ્રેષ્ઠ મોત ક્યું હોય શકે?અને મારી કવિતાની એક પંકતિ છે.
દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
સપનું છે મારું મોત હો આવાસમા.(વતનમાં)
અહીં મને ગીતાબેન ભટ્ટની વતન ઝુરાપાની કવિતા યાદ આવી ગઈ!!
એ ઘર , ગલી , એ ગામ 

મા –જાણ્યું’તું  પથ્થર ના બોલે
માન્યું ‘તું રસ્તા ના ડોલે
તો આજે  કાં મધુર રવે 
મુજને બોલાવી ઇજન કરે છે ?“
આવ , આપણે નૃત્ય કરી
 બે પળ અહીં સંગે માંણી લઈએ !
અહીં જીવનની પા પા પગલી તેં પાડી’તી!
ને જીવન બારાખડી તેં અહીં માંડી’તી!
ને મંદ મધુર પવન વાસંતી અહીં ડોલ્યો’તો!
અણદીઠેલી ભોમ જવા રસ્તો ખોળ્યો’તો!”
સાત સમંદર આંખ મહીં છલકાયાં ત્યારે !
મૂક બની મુ વાચ, રાગ સુણ્યા
 મેં જયારે !
ઘર, ગલી ને ગામ,
સહ સરગમ છેડીને 
ભીંજવે અનરાધાર પથ્થર બોલીને !
સપના વિજાપુરા

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
This entry was posted in ચિન્તન લેખ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા and tagged , , . Bookmark the permalink.

8 Responses to પ્રેમ એક પરમ તત્વ -17-વતન ઝુરાપો- સપના વિજાપુરા

 1. Pragnaji says:

  સપનાબેન ખુબ સરસ। …આપણે ભલે અમેરિકન થયા પણ વતન આપણામાં જીવે છે એ પ્રેમ નહિ તો બીજું શું ? મને આજે પણ વતનની માટીની મ્હેંક આકર્ષે છે.

  Like

  • sapana53 says:

   ભાગી ભાગી ને ભારત જવું એ પરમ પ્રેમ નહિ તો બીજું શુઁ?

   Like

 2. કાલે ખેલતા,કૂદતાંતા જે ભૂમિમાં ,કરતા હતા કિલ્લોલ ……. શીદ વિસરેરે…..જે વતનમાં આપણું બાળપણ ને જવાની વિતાવ્યા હોય તે માટે કોને પ્રેમ ને લગાવ ન હોય? સપનાબેન બહુસરસ.

  Like

 3. Jayvanti Patel says:

  Sapnaben, tamara vicharo khub gamiya. Tamari vaatma derekna dilno padgo sambhdaiy che. Khub saras. Abhinandan.

  Like

  • sapana53 says:

   પ્રેમ એ પ્રેમ નો પડઘો છે આપણા હૃદયમાં એક નાનકડું ભારત શ્વાસે છે

   Like

 4. સપનાબેન,
  તમારી વાત સાચી જ છે..વતનની માટી જોડે જોડાયેલા મૂળિયા એમ કંઈ જલ્દી એના મૂળ છોડતા નથી.
  સરસ લેખ..

  Like

  • sapana53 says:

   મારે 42 વરસ થયાં અમેરિકામાં આવ્યાને હજુ પણ મારા ગામનું નામ આવે હૃદય થડકો ચુકી જાય છે આ પરમ પ્રેમ નહિ તો બીજું શું ?

   Like

 5. ખરી વાત સપનાબેન. અહીં હું આ વાત ને થોડી આગળ વધારતા ઉમેરીશ કે વતન કોઈ જગા નું નામ નથી. વતન વ્યક્તિઓના પ્રેમ અને વતનમાં રહેતા સમુદાય ના સ્નેહ થી બને છે. અને વતન આપણે આપણી ફરજ નિભાવતા બને છે. જેમ કેનેડીએ કહેલું કે — એ ના પૂછો કે તમારો દેશ તમારે માટે શું કરશે પણ તમે તમારા દેશ માટે શું કરશો? આજે આપણે પહેલા પારકો હતો તેવા આ દેશ ને આપણું વતન માન્યું છે. અને આ વતન ના આભાસી ભાગલા પડી રહ્યા છે જેમાં ઘણા લોકો ભડકાઈને ખોટી રીતે પ્રેરાઈને લોકોમાં ઝગડા નું બીજ વાવી રહ્યા છે. એવા સમયે હું માત્ર વાચકોને યાદ કરાવીશ કે આ ઉદાર દેશે આપણને પનાહ આપી છે તેની તરફ આપણી ફરજ નિભાવવાનો સમય નવેમ્બર 6 ના આવી રહ્યો છે. અને લોકશાહી દેશમાં આપણે સૌએ આપણો અવાજ વ્યક્ત કરીને મતદાન કરવુ જ જોઈએ — તે આપણા અપનાવેલા વતન પ્રત્યેની ફરજ છે અને ખાસ કરીને આ વાતાવરણ માં આ વતન ની મૂળ ભાવના અને વસિયત જાળવવા માટે આપણી જવાબદારી છે. આશા છે કે બધાજ મતદાન કરશે. કોઈને કઈ મદદ જોઈતી હોય તો જરૂર મારો સંપર્ક કરે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s