4-જીવન મને ગમે છે -પ્રજ્ઞા દાદભાવાળા

વાત જીવવાની છે આ જીવવું એટલે શું? જન્મ અને મૃત્યુની વચ્ચેનો શું માત્ર શબ્દ છે જીવન ,
જીવન ગમે છે એટલે જીવનને પૂર્ણ રીતે જીવવાની વાત છે.  
જીવનનને જીવતા આવડવાની આ વાત છે.
હું જીવું છું માટે મને જીવન ગમે છે.અને મૃત્યુ છે માટે મને જીવન ગમે છે.જીવન નામની વહેતી ક્ષણો છે માટે મને જીવન ગમે છે આ એક એક ક્ષણ માં આનંદ છે.ગમે છે એટલે આવા ઉત્સવના માંડવા નીચે જાતને ઉજવવાનો અવસર,આપણામાં પ્રગટેલો ઉત્સાહ જીવનને ગમાડે છે.
ઘણીવાર મને થાય છે જીવન મારી માણસપણાની એઆઇડેન્ટટી છે,શ્વાસ મારા જીવનમાં સ્કેચપેનથી રંગો પુરે છે.કેનવાસ વગર તેમાં રંગો પુરાય છે.લાંબી પ્રતીક્ષા પછી ન જોયલો રંગો અને દર્શ્યો મારી જીવવાની ઉત્સુકતા વધારે છે.વર્તમાનના સાનિધ્યમાં ભવિષ્યના રંગો મારામાં તત્પરતા દાખવે છે. પોતાનામાં મસ્ત રહેવા મારુ હૃદય અને મન મને સાથ આપે છે અને પળેપળ હું જીવી રહી છું તેની સાબિતી આપે છે.અને મારી આંખો અદ્રશ્ય ગતિવિધિને મંડાતી રહે છે.નથી આવી અને નથી આવવાની એવી પળો ની હું રાહ જોઉં છું. પણ ક્યારેક મારી આંખો સપના જોયા વગર જ થાકી જાય છે.ક્યારેક કઠોર ટીકા અને નિંદા અને મને ગુંગળાવે છે. લોભ પ્રસંશા અને ખુશામત, ઈર્ષા, ભાગદોડ, હરીફાઈ ચારે બાજુથી ઘેરી વળે છે, અને મન નિરાશાની ગર્તા માં ડૂબી જાય છે,કળ વળે છે અને આ બધાની વચ્ચે મન જીવતા શીખે છે, મારી આંખો સરોવરના તરંગો ઉકેલવાં માંડે  છે. હવે મને પાનખરના સ્વાદની ખબર પડી ગઈ છે.હવે દરિયાના મોજાંના સળ ઉકેલવાનો થાક મને નથી લાગતો ,હું કિનારાની જેમ ફરિયાદ નથી કરતી…. કારણ સુખ દુઃખ અનુભવતા જ  જીવવાની મજા છે.હવે તો હું જીવનને છાતી ફાડીને ચાહું છું.હું માણું છું એની સભાનતા વિના  સહજ માણું છું, માલિકીની ભાવના વિના માણું છું.આ સુંદરતા ભરી જિંદગીમાં મારે ધૃતરાષ્ટ્રનો વારસો ભોગવવો નથી એ નક્કી છે. હું ક્યાંય ખૂટતું હોય ક્યાંક કશું  તૂટ્યું હોય તોપણ જીવનને માણું છું અને આ રૂટિન વચ્ચે પણ મન ફરી સળવળે છે.હા હવે  હું ફરી આંખોમાં ભોળો અચંબો પરોવી જીવું છું અને જીવનમાં ફરી એક એક પળ ફૂલોની જેમ ઉગે છે અને હું સુગંધને રોજ ઉગતા સૂર્ય સાથે માણું  છું અને જીવનન જાણે શાશ્વત છે તેવો અહેસાસ ફરી અનુભવું છું.
વાત મનના એકાંતમાં ગુંજવાની છે.સહજ થઈને રજેરજ માણવાની વાત છે. મન ભરાઇ આવે ત્યારે આંખ ભીની થાય છે.બે આંખો છલકે છે ત્યારે ટપકતાં આંસુ અમાપ હોય છે. આંસુની કોઇ ગણતરી હોતી નથી,ઝાકળની જેમ આંસુનું પણ અલ્પ જીવન છે એની મને ખબર પડી ગઈ છે,મારી પાસે શું નથી ?હું આ કુદરતના સૌંદર્યને માણી શકું છું ?ફૂલ પતંગિયાં આખો દિવસ કે રોજરોજ જોયા પછી પણ ગમે છે? આજે પણ ઝરણાંનો કલનાદ મને સ્પર્શે છે?.શાશ્વત અને અંનત કુદરતને માણવું મને ગમે છે?.હું કૂકડાની ભાષા સમજુ છું. મારા કાન સરવા નરવા રહે છતાં  કોયલનો ટહુકો આ દોડધામભરી જિંદગીમાં સંભળાય છે?. ઘાસનો શ્વાસ સંભળાતા  હું જીવું છું તેની ખાતરી થાય છે અને અભાવ વિના જીવું છું તેમ છતાં મારો  ખોબો ભરેલો છે..માનસિકતામાં માનસપણું ઉમેરાય છે.આભાવ હોય તો પણ ઈશ્વરનું નિમિત્ત બનવામાં મજા છે..બધું જ આપણું ધારેલું થવું જોઇએ એ જરૂરી નથી, ​ ઘણીવાર શહેરમાં વીજળી ચાલી જાય છે છતાં પણ દરરોજ ઉગતા સૂર્ય સાથે મારુ જીવન પ્રકાશથી પથરાય જાય છે.મારા જીવનમાં બુલબુલ, મેના, પોપટ, મોર, કબૂતર, રેડિયો કે ટીવી વિના ચ્હકે છે.વૃક્ષ પાંદડાને ફૂલોને શહેર બંધ પડવાથી ફર્ક પડતો નથી.બધા ખુશીની લ્હાણી કોઈ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના માણે છે. . જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં હું સૌંદર્યને જોઉં છું.અને એ સૌંદર્યને મોકળા મને માણું છું, કેવળ વર્તમાંનમાં જીવું છું માટે માણું છું , કશા પુર્વગ્રહ કે પ્રતીભાવ વગર વગર જીવવું મને ગમે છે, નદીની જેમ સ્વાભાવીક જીવતા, અવરોધો નથી રહેતા,જીવન મારી મિરાત છે। સૂક્ષ્મ સંવેદનનું સાહચર્ય છે,,નિખાલસ અને સહજ, બાળપણની વિસ્મય ભરી આંખે જીવનની  લાગણીનું સ્મિત, સંબધની સુગંધ અને કુદરતનું સૌંદર્ય માણતા જીવવું મને ગમે છે.
ઘડિયાળના સેલ બદલવાથી જીવનની ઉંમરમાં ફેર નથી પડતો..મેં આ વાસ્તવિકતાને સ્વીકારી છે. અંતિમ જેવું કશું નથી વાત જીવનમાં વહેવાની છે. .કોઈ અકળ ગતિનું મહેનતાણું ચૂકવે છે મારુ જીવન અને મારા પ્રતિભાવ ભાતું બાંધે છે ,હું જીવનને સ્વીકારું છું ,જીવન ઓવરટેકનું નામ નથી આત્મનો મુકામ છે ,..જન્મવું, જીવવું અને મરી જવું,આ ગોળ ચક્રાવામાં જીવન સૈકાઓ સુધી ફર્યા કરે ,આ જીવન અનંત શક્યતાઓથી અને આશ્ચર્યથી ભરેલું છે. તેમ છતાં સૌંદર્ય, આનંદ અને ઉલ્લાસથી તે સભર છે. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. હું દરરોજ ઉગુ છું ખીલું છું. પણ મને ખબર છે  એક દિવસ ખરવું પણ પડશે ,એક દિવસ મોત મારી ઉપર ચઢી આવશે, આંખમાં કળતર બનીને તો ક્યારેક નાકમાં ગળતર બનીને, મારા શ્વાસને ચૂંથ્યા કરશે ,કાળ ભરખી જશે આ જીવનમાં  ત્યારે બધું સ્તબ્ધ થઇ જશે.,હું જાણું છુ,……….માટે મને જીવન ગમે છે. 
પ્રજ્ઞા દાદભાવાળા

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ચિન્તન લેખ, જીવન મને ગમે છે., નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા and tagged , , , , , . Bookmark the permalink.

5 Responses to 4-જીવન મને ગમે છે -પ્રજ્ઞા દાદભાવાળા

 1. સરસ વાત,, જીવન વહેવાનું નામ છે , આત્માનો મુકામ છે.
  અનંત શક્યતા, આશ્ચર્ય, આનંદ- ઉલ્લાસથી સભર છે. જાણવા અને માણવાની નજર હોય તો સૌંદર્યથી છલોછલ છે. અને માટે જ મને જીવન જીવવું ગમે એવું છે.

  Like

 2. Pragnaji says:

  Thanks Rajulben

  Like

 3. વાહ …..પ્રજ્ઞાબેન,હું સુંગંધને રોજ ઊગતા સૂર્યની સાથે માણું છું અને જીવન જાણે શાશ્વત છે તેવો અહેસાસ ફરી અનુભવું છું કેટલી સુંદર વાત અને કેટલો સરસ અભિગમ!!

  Like

 4. sapana53 says:

  જીવવાનું મન થાય એવો લેખ

  Like

 5. Jayvanti Patel says:

  Jiven Aatmano mukam che. overteknu naam nathi! saras surkhamni. Sunder lekh.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s