‘શબ્દના સથવારે’-આભાર દર્શન-કલ્પના રઘુ

મારાં વ્હાલાં વાચક મિત્રો,
જોતજોતામાં વરસ વીતી ગયું. ‘શબ્દના સથવારે’ વિષયનો ૫૧મો લેખ લખ્યા પછી હાલ પૂરતો હું વિરામ લઉં છું. પરંતુ હા, મારી કલમનાં શબ્દો, સાહિત્ય જગતમાં અવિરત વહેતાં રહેશે. મારી આ યાત્રાનાં આપ સૌ સાથી છો. ‘શબ્દનાં સથવારે’માં અવનવા શબ્દો થકી મારી કલમ ચોક્કસ વિકસી છે. વિસરાયેલાં અને બોલાતાં 
શબ્દોને સાહિત્ય-બાગમાંથી ચૂંટીને, તેને ઘોળીને, જેટલો રસ નિકળ્યો, મેં પીરસવા પ્રયત્ન કર્યો છે અને શબ્દોની મર્યાદામાં રહીને જરૂરી માહિતી પૂરી પાડવા કોશિશ કરી છે. ‘મા’ શબ્દથી સફરની શરૂઆત કરીને ‘રાખ’ શબ્દ સુધી પહોંચીને શબ્દનો શબ્દકોશ મુજબ અર્થ સમજાવીને, જીવનનું ચિંતન અને તેની વાસ્તવિકતા સમજાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે.
મારાં લખાણને સ્વીકારીને, બિરદાવીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને પ્રોત્સાહન આપવા માટે હું આપ સૌની આભારી છું. આ ઉપરાંત અનેક પ્રકારનું જરૂરી સાહિત્ય વૉટ્સએપ, ફેઇસબુક, ગુગલ, કોમેન્ટસ, પ્રવચન કે પુસ્તક દ્વારા પૂરૂં પાડનાર દરેક વ્યક્તિ તેમજ જ્ઞાનની દેવી, મા સરસ્વતી અને ગુરૂ દેવતાનો હું આભાર માનુ છું. અને હા! આપ સૌ સુધી મારા વિચારો પહોંચાડવા માટે હું આ બ્લોગ અને ‘બેઠક’નાં પ્રણેતા પ્રજ્ઞા દાદભાવાળાનો, કે જેણે મને લખવા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને મંચ આપ્યો છે, તેમની ખાસ આભારી છું.
હવે આવતા ગુરૂવારથી આ જ બ્લોગ પર આપણે મળીશું, પણ એક નવા વિષય સાથે.
કલ્પના રઘુ

*****************************************

વાચક મિત્રો,
શબ્દોથી બન્યો બ્લોગ અને સર્જાયું “શબ્દોનું સર્જન”, અને  પુસ્તકપરબ અને આપણી યાત્રા ને નવું સ્વરૂપ મળ્યું ‘બેઠક’ ,હા 2014માં  કલ્પનાબેન આપણી સાથે જોડાયા  બેઠકનું  સંચાલન રાજેશભાઈ સાથે સંભાળ્યું।. .વાત શબ્દોની કરીએ તો શબ્દ તો શબ્દ છે, દરેક વ્યક્તિમાં શબ્દ અભાનપણે જીવે છે. પણ જયારે તેને અર્થ મળે ત્યારે સર્જન સ્વરૂપ લે છે.એક કોલસો હોય પણ તેને અગ્નિ નો સંગ ન મળે ત્યાં સુધી નિસ્તેજ ટાઢા કોલસા જ  હોય છે પણ અગ્નિ મળતા તે ત્યાં માત્ર જ્વાળા જ નહિ પણ સર્જન પ્રજાળે છે. તેમ આપણા બ્લોગ પર કલ્પનાબેને શબ્દને  અનેક અર્થ અને સ્વરૂપે પિરસ્યાં છે. એકાવન અલગ અલગ શબ્દોને દર ગુરુવારે આપણા બ્લોગ પર મુકી  ​પોંખ્યાં છે.તમે એક એક શબ્દને માણ્યો અને વધાવ્યો,ક્યારેક ભુતકાળની યાદોમાં તો ક્યારેક ઉત્સવ બનીને શબ્દ કલ્પનાબેનની  કલમે આવ્યો, ક્યારેક વાસ્તવિકતા દેખાડી શબ્દને ગળામાં શીરાની જેમ ઉતાર્યો તો ક્યારેક તેમના શબ્દે આપણને વિચાર કરતા કર્યા, આજથી આઠ દાયકા કરતા વધુ સમય પહેલા આપણે ગુજરાતી  પુસ્તક ભણતાં હતાં તે પુસ્તક પૈકીના એક હજાર જેટલા શબ્દો આજે લુપ્ત થઈ ગયા છે. લોકોની બોલીમાંથી પણ એ શબ્દો વિસરાઈ ગયા છે. આ શબ્દો પૈકી મોટાભાગના શબ્દોનો અર્થ હાલની પેઢીને ખબર નથી.તેવા શબ્દો કલ્પનાબેને અર્થ સભર પીરસ્યા,આવી કલમ વિરામ લે તો ચાલે પણ અવિરત ચાલવી જ જોઈએ,કલ્પનાબેને ​આ લેખમાળા ​લખવાની ઈચ્છા દર્શાવી અને ભલે ‘બેઠક’ એનું પ્રેરણા નું સોત્ર બન્યો.પણ શબ્દો અંગ્રેજીનાં  ટોળામાં ખોવાયા હતા તે જાણે પાછા મળ્યા, સાથે તમે સૌએ શીખતાં ,માણતા, વાંચતા આંનદ લીધો માટે આભાર પણ આપણે કલ્પનાબેનની કલમને ચાલુ રાખતા આવતા ગુરુવારથી નવા વિષય સાથે માણશું.  તમારી આતુરતાનો અંત ન ધારેલા વિષય સાથે આવશે વાંચજો જરૂર.
બેઠકના આયોજક:પ્રજ્ઞા દાદભાવાળા 

8 thoughts on “‘શબ્દના સથવારે’-આભાર દર્શન-કલ્પના રઘુ

 1. ‘બેઠક’ કલ્પનાબેનનો આભાર માને છે. આપણા “વાંચન સાથે સર્જન”‘ના યજ્ઞમાં આપ સહભાગી થયા માટે આભાર અને મને નિમત્તે આપને પ્રેરણા આપવા બળ આપ્યું,આપ લખો અને ભાષાને વહેતી કરો તેવી શુભેચ્છા

  Like

 2. કલ્પનાબેન તમારા તમે શબ્દકોશ વાટે જે રસ પીરસ્યો તેને માણવાની ખુબ મજા પડી. નવા વિષય ઉપર તમારા લખાણ ની આતુરતા થી રાહ જોઈશું.

  Like

 3. પ્રજ્ઞાબેનેની વાત સાવ સાચી છે. કલ્પનાબેને કેટલાક ભૂલાઈ ગયેલા, કેટલાક ખોવાઈ ગયેલા શબ્દોને અંગ્રેજીના ટોળામાંથી શોધી આણ્યા છે. એક શબ્દને અનેક સ્વરૂપ અને સંદર્ભ સાથે આપણી સમક્ષ મુક્યા.
  આપણું જીવનચક્ર જેની સાથે સંકળાયેલું છે એવા મા શબ્દથી માંડીને અંતે રાખમાં પરિવર્તિત થઈ જવાના છીએ ત્યાં સુધીના પડાવોને ધર્મ-અધ્યાત્મ સાથે જોડી દઈને એ શબ્દોને સન્માન્યા છે.
  અઢળક અભિનંદન કલ્પનાબેન.

  Like

 4. કલ્પનાબહેનની ઉમ્મરમાં ૧૦૦ વરસ ઉમેરી દીધા. (બેઠકમાં ૧૯૧૪ માં જોડાયા). ભગવાન કરે એમના આયુષ્યમાં ૧૦૦ વરસ ઉમેરાઈ જાય !!

  Like

  • દાવડા સાહેબ આપની વાત તો સાચી છે. હું કલ્પનાબેનની ઉંમર 100 વર્ષ વધારી ન શકું પણ કલ્પનાબેનના બધા આર્ટિકેલ 100 પુરા કરે તેવી પ્રેરણા આપવા નિમિત્ત જરૂર બનીશ 100 નારી શક્તિ ના થઇ ગયા ,….અને હવે “શબ્દના સથવારે” 100 પુરા કરશે .એવી ભાવના ભાવુ છું .જેનું “બેઠક”ને ગૌરવ છે.

   Liked by 1 person

 5. કલપનાબેન તમારી સાથે અવનવા શબ્દોની સફર માણી.હવે નવા વિષય સાથે તમને માણવા આતુર છીએ.

  Like

 6. Tamara Lekho vachine khub aanand thayo che. Aevo aanand aapta resho evi shub bhavna sahit rah joshu. Abhinandan, Kalpanaben.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s