વિષય પરિચય : વાત્સલ્યની વેલી

મિત્રો ગીતાબેનની નવી કોલમ આવી રહી છે. વાત વાત્સલની છે.હા આજ છે કોલમનું નામ ‘વાત્સલની વેલી .
કોઇપણ બાળકના આવનારા વર્ષો તેના બાળપણના અનુભવો પરથી નક્કી કરી શકાય.” સવારના પહોરમાં ઝટ ઝટ ઉતાવળથી તૈયાર થઈને ડેકેરમાં આવતા બાળકો નાનકડી કળી જેમ દિવસ ઊગતાંની સાથે ખીલવા માંડે તે પહેલા જ રૂટિનમાં ગોઠવાઈ જાય છે હા.. આજ આધુનિક જીવનનની વાસ્તવિકતા છે. આજના આ ઝડપી ગતિએ દોડતાં જીવનમાં, રોજ બરોજના જીવનમાંથી ઉદ્દભવેલાં અનુભવો ગીતાબેનને સ્પર્સ્યા છે  ત્રીસેક વર્ષના અનુભવો : શિકાગોમાં પ્રિસ્કૂલ અને ડેકેર સેન્ટર: ગ્રાન્ડ ચાઇલ્ડકેર સેન્ટર ચલાવતાં થયેલા અનુભવ .. જાણ્યું જે મૅળવ્યું તેની વાત છે..વાત લાગણીની છે મારાપણાની છે તમે માબાપ નથી કે નથી નજીકના સંબંધી એક અજાણ્યા બાળકને ઉછેરો છો આત્મીયતા કેળવાય છે અને તમે અજાણતા જ એ બાળકના પાયાની ઇમારત બની જાવ છો.એ નિર્દોષ,નિર્લેપ,નિજાનંદી નિષ્કપટ મનને એક અનુભવી શિક્ષિકા બહેન પોતાના અનુભવના અભ્યાસને કારણે વાંચી બાળકોની પાયાની  પળોના પ્રથમ સાક્ષી બને છે. 
મિત્રો ગીતાબેન આ કોલમમાં, પોતાના અનુભવની તીવ્રતા શબ્દોમાં રજુ કરશે . .કૈંક આશ્ચર્યો છે..કૈંક ભૂલો અને કૈંક ભ્રમણાઓ પણ છે! કર્મભૂમિ અને માતૃભૂમિ સાથેનું તાદાત્મ્ય અને બે ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેનો વૈચારિક વિગ્રહ પણ છે,તો કૈંક પ્રાપ્ત કર્યું che મેળવ્યાંનો સંતોષ છે.કેટલાક પ્રંસગો ભગવાનની કૃપા વિના શક્ય નહતા તેનો પ્રામાણિક એકરાર પણ છે.આ સૌ પ્રસંગની અભિવ્યક્તિ પાછળ માત્ર નિરુદ્દેશે  મુક્ત ભ્રમણ છે એમ જ કહીશ ! હા,આશા રાખું છું કે વાચક મિત્રો ગીતાબેનની  આ કોલમને વધાવી લેશો।
અસ્તુ !

 

8 thoughts on “વિષય પરિચય : વાત્સલ્યની વેલી

 1. નિર્દોષ,નિર્લેપ,નિજાનંદી નિષ્કપટ બાળકો તો આપણો અમૂલ્ય વારસો છે. અજાણ્યા બાળકોને આત્મીયતાથી , પ્રેમથી સાચવે- એમનામાં સંસ્કારનું સિંચન કરે એમને સાચા ધન્યવાદ.
  ગીતાબેન તમારા અનુભવો જાણવા-માણવા ઉત્સુક છીએ,

  Liked by 1 person

 2. આ તો અમારા બાળકોના કામની વાત. અહીં પ્રગટ થાય પછી – ઈ-વિદ્યાલય પર પ્રગટ કરવાની પરવાનગીની ભીખ માંગું છું . ભલે અમેરિકાનાં બાળકોની વાત હોય -દેશનાં બાળકોને પણ કામ લાગશે.

  Liked by 1 person

  • ઓહો સુરેશભાઈ ! તમે તો મારા દિલની જ વાત કરી ! આજે જ એક મિત્ર સાથે આ બાબતની વાત કરતી હતી કે સુરેશભાઈના કોન્ટેક નંબર શોધી આપો .. કદાચ આ વિષય પર લખવાની પ્રેરણા આપની એકાદ કોમેન્ટ વાંચ્યા પછી થઇ .. તમારું પ્રોત્સાહન હંમેશા આમ મળતું રહે .. Thank you ..

   Like

  • ઓહો સુરેશભાઈ ! તમે તો મારા દિલની જ વાત કરી ! આજે જ એક મિત્ર સાથે આ બાબતની વાત કરતી હતી કે સુરેશભાઈના કોન્ટેક નંબર શોધી આપો .. કદાચ આ વિષય પર લખવાની પ્રેરણા આપની એકાદ કોમેન્ટ વાંચ્યા પછી થઇ .. તમારું પ્રોત્સાહન હંમેશા આમ મળતું રહે .. Thank you ..

   Like

 3. ગીતાબહેન, બાળકો માટે લખવાનો જેટલો આનંદ છે એ બીજું કંઈપણ લખવામાં નથી. સુરેશભાઈ હવે કહી શકશે કે “હમ તો અકેલેહી ચલે થે, લોક જુડતે ગયે ઓર કારવા બન ગયા.” બેઠકમાં અને ઈ-વિદ્યાલયમાં તમારૂં ખૂબ ખૂબ સ્વાગત છે. બેઠકમાં સપનાબહેન, જીગીષાબહેન અને તમારા જેવા જોડાયા તેથી બેઠક વધારે સમૃધ્ધ થઈ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.