પ્રેમ પરમ તત્વ -16-સુગંધ – સપના વિજાપુરા

ક્યારેક લંચના સમયે કોઈ ગામડામાં થી પસાર થતાં હો અને લાકડા બળવાની સાથે સાથે માટીની તાવડીની અને બાજરીના રોટલા બનવાની સુગંધ માણી છે? બે ઘડી ઊંડા શ્વાસ લઈને ત્યાં થંભી જવાનું મન થાય છે!! વળી વહેલી સવારે ભારત દેશમાં સાચા ગુલાબના દેશમાં કોઈ બગીચામાં નીકળ્યા હો અને ઝાકળ ભીના એ ગુલાબની સુગંધ મનને તરબતર કરી દે છે! પહેલા વરસાદની ધરતી માંથી નીકળતી એ કુંવારિકા જેવી કોરી સુગંધ કોઈ અત્તરની શીશીમાં ભરી લેવાનું મન થાય છે. કે પછી પપ્પાની કશ પર કશ ખેંચતી સીગરેટની સુગંધ માણી છે? કે બા ના જુના ધોયેલાં અને તડકે સૂકવેલાં એ સાડલાની સુગંધ શરીરે પહેરી લેવાનું મન થાય!! તમારા જ સંતાનો નાના હતાં ત્યારે એ નવજાત બેબીની સુગંધ તમે ખૂબ મન ભરીને માણી હશે!! રેલ્વે સ્ટેશને ઊભા હોઈએ અને એન્જીનમાં હોમાતા કોલસાની સુગંધ માણી છે? પાણીપૂરીવાળા પાસે ઊભા રહી આમલીના પાણીની સુગંધ કે રગડા પેટીસની ધમાકેદાર સુગંધ!! અમેરિકાથી દેશમાં જતાં એરપોર્ટ પર આવતી દેશની સુગંધ!!
જીવનમાં આપણા મગજને અમૂક સુગંધ એટલી યાદ રહી જતી હોય છે કે એ સુગંધને આપણે પ્રેમ કરતા શીખી જઈએ છીએ!! એ સુગંધથી આપણે દૂર થઈ જઈએ અને ફરી ક્યારેક એવી જ સુગંધ ફરી મળી જાય ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ સુગંધને તમે કેટલો પ્રેમ કરતા હતાં!!કોઈ એક ખાસ વ્યકિત હોય એમાં થી પણ કોઈ ખાસ સુગંધ આવતી હોય છે!! એ સુગંધ તમારા મગજ ઉપર એક ખાસ છાપ છોડી જાય છે.ફરી એ વ્યકિત તમારી પાસે આવે તો ફરી એ સુગંધ તમે મહેસુસ કરો છે. અથવા કોઈ બીજી વ્યક્તિમાં થી એના જેવી સુગંધ આવે તો તરત એ વ્યકિતને યાદ કરી આંખમાં આંસું આવી જાય!! કારણકે એ સુગંધ તમારા મગજને તરબતર કરે છે.
આ સુગંધ સાથે પણ સ્મરણોના દરિયા છલકતા હોય છે. અને એ તમારી ઘ્રાણેંદ્રિય ખૂબ સારી ઓળખે છે. ક્યારેક તો આંખો બંધ કરીને પણ એ સુગંધને ઓળખી જાઓ છો. આપણે માનવ છીએ ઇશ્વરે આપણને પ્રેમ કરવાની શક્તિ આપેલી છે!! કોઈએ પૂછ્યું,” માણસ અને ફરિશ્તા (દેવદૂત) (Angels)માં શું ફરક છે? અને એનો સરસ જવાબ આ હતો કે માણસ પ્રેમ કરી શકે છે, પ્રેમ અનુભવી શકે છે. પ્રેમ દર્શાવી શકે છે જ્યારે ફરિશ્તા તો રોબોટ જેવા છે એમને આ આ બધી લાગણીઓ નથી!! એ ફકત ખુદાની બંદગી માટે સર્જાયા છે!! તો આપણે વિચારી એ કે કુદરતે આપણને કેટલી મોટી ભેટ આપી છે? પ્રેમની ભેટ આદ્ર હ્રદયની ભેટ, સંવેદનશીલ મનની ભેટ!! એટલે આપણે સજીવ નિર્જીવ દરેક વસ્તુને પ્રેમ કરી શકીએ છીએ!! સુગંધને પણ!! અને તમારા ઓરડાને પણ અને તમારા બગીચાને પણ!! સજીવ હો કે નિર્જીવ બન્નેના પ્રેમમાં પરમ તત્વ પામી શકીએ છીએ.કોઈ દરિયા કિનારે ઊભા રહીને આંખો બંધ કરી દરિયાના મોજાંનો ધ્વની સાંભળો અને હવા ઊડતી એ સ્વચ્છ હવાની સુગંધ!! ક્યારેક થાય છે કે જન્નત અહીં જ છે અહીં જ છે અહીં જ છે!!
એ ખુદા..
મારી કબરમાં
તું થોડાં ફૂલ મૂકજે..
ફૂલ પર ભ્રમર ગુંજતા મૂકજે
હારબંધ વૃક્ષોની હાર માળામાં
એક પંખી ટહૂકતું મૂકજે
ઘૂઘવતાં સાગર અને એમાં
સમાતી વળ ખાતી નદી મૂકજે
અને હા ખુદા પેલા ચૌદવીના ચાંદને ના ભૂલીશ..
સાથે થોડાં સિતારા પણ મૂકી દેજે
કોઇ ઝરણા પાસે સારસ બેલડી મૂકજે
અને મહેક માટે રાતરાણીના ફૂલો મૂકજે
અને વરસાદની બુંદ અને વરસાદનું સંગીત મૂકજે
પહેલાં ઊંચા પહાડો અને ધરતી માં સમાતી ખીણો મૂકજે..
યા ખુદા
તારી જન્નત ખૂબ ખૂબસૂરત હશે પણ,
પણ તારી બનાવેલી આ ધરા મને જન્નત જેટલી વ્હાલી છે,
તો મારી છ ફૂટની જમીનમાં તું આ જન્નતનો એક ટૂકડો મૂકજે..
તો આ સુગંધીદાર ધરાને મૂકીને જન્નતમાં પણ જવાનું મન થતું નથી!! અને એ ખાસ વ્યકતિની સુગંધ વિષે કવયિત્રી વૈશાલીબેન રાડિયા શું કહે છે એ જોઈએ!!
વરસાદની ભીની માટીની સુગંધ
ફૂલોથી ફેલાતી અવનવી સુગંધ
નાકમાં પેસી તરબતર કરી દે
અત્તરની તારી જાણીતી સુગંધ
આસપાસ હોવાનો અણસાર
આપી દે તારી એક ખાસ સુગંધ
એકદમ પાસથી હવા જેમ વહીને
પળમાં તરબતર કરી દે તારી સુગંધ
વહેતી હવા વીંટળાઈ વળે કેવી
જેમાં ભળે તારી સાથે મારી સુગંધ
સપના વિજાપુરા
This entry was posted in ચિન્તન લેખ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

6 thoughts on “પ્રેમ પરમ તત્વ -16-સુગંધ – સપના વિજાપુરા

 1. સપનાબેન ખુબ સરસ. સુંગધ ની વાત ખુબ ગમી. મારો એક નેનો કિસ્સો કહું છું. મારા છોકરાઓ નાના હતા ત્યારે કામ માટે મારે ખુબ સફર કરવી પડતી હતી. ત્યારે રાત્રે મારી 6એક વર્ષ ની દીકરી લોન્ડરી બાસ્કેટ માંથી મારા પહેરેલા કપડાં સાથે લઈને સૂતી. તેના ડેડીએ તેને પૂછ્યું કે ગંદા કપડાં કેમ તેમાંથી લે છે તો તેણે કહ્યું કે આમાં મમ્મી ની સુવાસ છે એટલે તેને સાથે લઈને મારે સૂવું છે.

  Liked by 1 person

  • મારા મમ્મીની સુવાસ હું પણ ઓળખતી અને મારા પપ્પા મને ધ ટેઈલ ઓફ ગુલબાનુ કહેતા કારણકે મમ્મીનો સાડલો છોડતી નહીં ગુલબાનુ મમ્મીનું નામ હતું। .છે

   Liked by 1 person

 2. સુગંધિત કરી દીધા સપનાબેન આપે તો.. બહુ મજા લેતી હતી આપના લેખની ત્યાં અંતમાં મારા શબ્દો વાંચી સુગંધ તેજ બની તરબતર કરી ગઈ. ખૂબ સરસ વર્ણન. આભાર મારા શબ્દો આપના લેખમાં સમાવેશ કર્યા.

  Liked by 1 person

 3. આજે મારી જાતને રોકી ન શકી ખુબ સુંદર અભિવ્યક્તિ! …નવરાત્રીના દિવસોમાં મા અંબાના ધુપની જેમ મનને,.. અમને જાણે સુગંધ થી તરબોળ કરી દીધા…. એક ​સંવેદનશીલ મનની ભેટ!​ આપે મને આજે આપી છે. ​

  આપણે માનવ છીએ ઇશ્વરે આપણને પ્રેમ કરવાની શક્તિ આપેલી છે!! કોઈએ પૂછ્યું,” માણસ અને ફરિશ્તા (દેવદૂત) (Angels)માં શું ફરક છે? અને એનો સરસ જવાબ આ હતો કે માણસ પ્રેમ કરી શકે છે, પ્રેમ અનુભવી શકે છે. પ્રેમ દર્શાવી શકે છે જ્યારે ફરિશ્તા તો રોબોટ જેવા છે એમને આ આ બધી લાગણીઓ નથી!! એ ફકત ખુદાની બંદગી માટે સર્જાયા છે!! ​વાહ શું વાત કરી છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.