આ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’.
વાત જીવનની છે. જીવન એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.આપ સૌએ લખ્યો હોય તો please મોકલશો
આજે જયવંતીબેનનો લેખ વાંચી આંનદ માણો
જયારે મન કહે કે મને જીવવુ ગમે છે ત્યારે મનનાં ઊંડાણમાંથી પ્રશ્ર્ન જરૂર થાય શા માટે તને “જીવન ગમે છે”?
જીવનનાં બે પાસા હોય છે. શારિરીક અને માનસિક. જો શારિરીક તંદુરસ્તી બેકરાર હશે તો માનસિક આનંદ આપોઆપ આવશે . શરીર સાજુ સમુ રહે એ જરૂરી આવશ્યકતા છે.ભગવાને આપણને કેટલી બધી સુવિધા આપી છે. દ્રષ્ટિ માટે નેત્રો, સાંભળવા માટે કાન, સુંઘવા માટે નાક, બોલવા માટે જીભ, ચાલવા માટે પગ, કામ કરવા બે હાથ , શ્વાસોશ્વાસ લેવા ફેફસાં, ચાવવા માટે દાંત , પચાવવા માટે પેટ, બનેલ લોહીને શરીરનાં અન્ય ભાગોમાં લઇ જવા માટે આંતરડા અને રગો, કચરો બહાર ફેંકવા નિકાસ દ્વાર, વિચારવા માટે મગજ અને સૌથી નાજુક પણ મજબુત મન, હૈયું આપ્યું છે. કેટલી કૃપા કરી છે. કેવી અદ્ભૂત સર્જનતા.
હવે માનસિક તંદુરસ્તીની વાત કરીએ તો મન આનંદમાં રહે, ક્યાંય વિખવાદ ન હોય, અનેક મિત્રો હોય, જીવનસાથી હોય, ઘરમાં બાળકો કિલ્લોલ કરતાં હોય, માથાપર છત હોય, અને
ઘરમાં અનાજ હોય તો બીજુ શું જોઈએ ? મન સન્તુષ્ટ હોય તો નાની વાત પણ આનંદ આપે અને જીવવાનું મન થાય.
ક્યારેય વિચાર્યું છે કે આ બધું ના હોય તો જીવન કેટલું પાંગળુ બની જાય? કોઈ માણસ એક પગ ગુમાવે કે એક હાથ , તો કેટલું કઠીન બની જાય છે જીવવાનું ? એક પગે ચાલી
જુઓ તો ખબર પડે! અને દરેક કામ એક જ હાથે કરી જુઓ. તેવી જ રીતે ચક્ષુ ન હોય કે બોલી ના શકાતુ હોય, તો જીવન કેવું અલગ બની જાય. વિકલાંગ બાળકો અને મનુષ્યોની હાડમારી એટલી ઊત્કર્ષ હોય છે કે સામાન્ય માણસને તેનો ખ્યાલ આવવો અઘરો છે. ઘરનાં એકાદ સભ્યને આવી ઉણપ હોય તો જ સાચો ખ્યાલ આવે. તો પણ મારે કહેવું પડે કે આજકાલ વિકલાંગ બાળકો જે પ્રગતિ કરે છે તે દાદ માંગી લ્યે છે. શિક્ષણ ક્ષેત્રમાં કે રમતગમતનાં ક્ષેત્રમાં, ભાષણ આપવામાં કે મ્યુઝિક વગાડવામાં, ગાવામાં કે નૃત્યમાં વિકલાંગ
બાળકો અને યુવાનોએ ખૂબ પ્રગતિ કરી છે. એક બાળાએ એક પગ કપાઈ ગયા છતાં હિમાલય ચઢી રેકોર્ડ તોડયો છે. જીવવાની ખૂમારી હોય તો જ આ સફળતાનાં શિખરે પહોંચાય અને મોટે ભાગે આપણા સર્વેમાં આ ખૂમારીનો અંશ જરૂર હોય છે.
જીવન કેવી રીતે જીવવુ એ પણ એક કળા છે. અઢળક સંપત્તિની વચમાં પણ તમે સાદુ જીવન જીવી શકો છો. શારિરીક વિકાસ બાળપણથી વીસ વર્ષની ઉંમર સુધી થાય છે પણ માનસિક વિકાસ તો કોઈપણ ઉંમરે કરી શકાય છે. એ વિકાસ માટે મનના દ્વાર હરદમ ખુલ્લા રાખવા જરૂરી છે. મનની મોકળાશ રાખશો તો ઘણું બધું શીખવા મળશે. મનના ચક્ષુ ખુલ્લા રાખી જોશો તો અનેક વાતો જે બીજાને ના સમજાય તે તમોને સમજાશે. તેમાં આત્માનો અવાજ પુરશો તો પછી જુઓ ક્યાંય અડચણ નહીં વરતાય. સામી વ્યક્તિને સમજવામાં કે કોઈ જટીલ કોયડો ઉકેલવામાં જરાયે મુશ્કેલી નહીં આવે. આપોઆપ સમજાવા લાગશે. સાદુ જીવન એનો અર્થ એ નથી કે મળતી બધી સુવિધાનો ત્યાગ કરી તપસ્વી જીવન જીવવું – મનની સાદાઈ, નિરર્થક વમળોમાં નહીં અટવાવા દયે. કોઈપણ જાતની અપેક્ષા વગરનું જીવન, જે મળે તેનાથી ચાલશે, ફાવશે, ગમશે! આને તમે સાદાઇ કહી શકો.
જીવવું કોને નથી ગમતું ? ચોથા સ્ટેજનું કેન્સર કહ્યા પછી પણ જુવાન હોય તો જીવવાની અને જીવાડવાની એટલી અભિલાષા હોય કે ગમે તે કરવા તૈયાર થઇ જાય. અમારાં જ ઓળખાણમાં એક દંપતિનો જુવાન બાળક, બાર વર્ષની ઉંમરનાને લોહીનું કેન્સર કહ્યું. માં-બાપે કાંઈજ કરવામાં બાકી ના રાખ્યું. જેણે જે કહ્યું તે કર્યુ. મેકક્ષિકોમાં ખાસ ટ્રીટમેન્ટ આપે છે એ જાણ્યું એટલે ત્યાં લઇ ગયા પણ ત્રણ વર્ષને અંતે એ છોકરાને પ્રભુએ પોતાની પાસે બોલાવી લીધો. જીવવાનું કોને નથી ગમતું ? નાના પંખી કે પતંગિયું , ચણ ચણતી ચકલી કે કબુતર , ગીતો ગાતી કોયલ કે કાગડો, દૂધ દેતી ગાય કે બળદ , કિલકિલાટ કરતું બાળક કે ઘરડુ માણસ, દરેકને જીવવુ ગમે છે.
જીવન જીવવા માટે કોઇ ધ્યેય હોવો જરૂરી છે. જીવન દરમિયાન બને તેટલી સેવા કરવી, દરેકને મદદરૂપ બનવું , સદમાર્ગે વિચરવું અને શારીરિક અને માનસિક તંદુરસ્તી સાચવવી.
મોટા મોટા સાહિત્યકારો, કવિઓ , ગઝલકારો, તેમજ સંગીતકારો ભાષા અને સંસ્કૃતિને સાચવવા ઘણું યોગદાન આપતા હોય છે. આપણાથી વધારે નહીં તો ઘરમાં બાળકો સાથે અને પવઉતરો, પવત્રીઓ સાથે આપણી ભાષામાં બોલતાં રહેવું. લાંબે સમયે તેનું પરિણામ જરૂર દેખાશે. ભલે થોડું, પણ તમારી સંસ્કૃતિ અને ભાષાને માટે એ તમારું યોગદાન રહેશે.
સાચી ભાવના હૃદયે રાખતાં ઘણાં વડીલો નિવૃત્તિ પછી મોટા મોટા કામ કરી જાય છે. દા. ત. સિનિયરોને નિવૃત થયા પછી પડતી દરેક મુશ્કેલીમાં માર્ગદર્શન કરવું અને બને તેટલી મદદ કરવી. મજમુદાર સાહેબ જેને સૌ દાદા કહેતા, તેઓએ નિવૃત્ત જીવનમાં જ ખૂબ સેવા આપી છે. જેને બીજાઓ માટે કશું કરી છૂટવું છે તેઓને જીવવું ખૂબ ગમે છે. અંતસમયે પણ એવું લાગે કે મારું આ કામ રહી ગયું. હજુ આટલું વધારે કરી શકી હોત તો કેટલું સારું. જીવન ખાલી જીવવા માટે નથી જીવવાનુ . એ જીવનને સેવામય રાખી સમૃધ્ધ કરવાનું છે. હંમેશા પાણી જેવા બનો, પથ્થર જેવા નહિ. પાણી પોતાનો માર્ગ જાતે બનાવે છે અને પથ્થર બીજાનાં માર્ગમાં અડચણ પેદા કરે છે.
કર્મ વિવેક અને સત્ય વિવેક જીવનને પાટા ઉપર ચાલતા રાખશે. ઊદાહરણ તરીકે ગાંધીજીનો દાખલો લઈએ તો ગાંધીજી સત્ય , પ્રેમ અને અહિંસાનો ત્રિવેણી સંગમ હતા. આવા સૂત્રોને જીવન સાથે સંકળાવીયે ત્યારે જીવન જીવવાનો મર્મ સમજાય છે- અને તેથી જ ભીતરથી ઘ્વાની સંભળાય છે…………આહા…….મને જીવવું ગમે છે! જીવન મને ગમે છે.
જયવંતિ પટેલ
Like this:
Like Loading...
Related
saras article
LikeLiked by 1 person
Aabhar Sapanaben!🙏
LikeLike
વાહ જયવંતી બેન,તમારા વિચારો મને ગમ્યા..જીવન વિષેનો તમારો અભિગમ દાદ માંગી લે તેવો છે.નાની ઉંમરના માટે આખું જીવન સામે હોય છે,પરંતુ આપણી આ ઉમ્મરે જીવન પ્રત્યેનો આ અભિગમ ઈશ્વરકૃપા જ કહેવાય.
LikeLike
Sachi vaat Che Kalpanaben, Hu pan ene Ishwar Krupa j Manu chu. Khub Khub Aabhar🙏
LikeLike
ઘણા વખત પછી અહીં આવ્યો – બાળકો માટે વ્યસ્ત હતો – હજુ છું- વધારે ને વધારે વ્યસ્ત થતો જાઉં છું !
પણ આ વિષય ગમ્યો. જરૂર એક બે દિવસમાં કાંક લખીશ .
LikeLike
Thank you Sureshbhai, Tamara vicharo Khub Saras che🙏
LikeLike
સરસ વિષય.
જિજીવિષા કોનામાં નથી હોતી? પણ એ સ્વ-અર્થમાં પરમાર્થ જોડાય ત્યારે એનો આનંદ અનેકગણો વધી જાય.
LikeLike
Ha, Parmarth no aanand anero hoy Che. Seva Kare tene meva malshe! Khub Saras vishay! Aabhar Rajulben🙏
LikeLike