અંતરથી આભાર “બેઠક પરિવારનો” !-ગીતાબેન ભટ્ટ

e0aa97e0ab80e0aaa4e0aabee0aaace0ab87e0aaa8-e0aaade0aa9fe0ab8de0aa9f.jpg
ધનતેરસથી શરૂ થયેલ લેખમાળાને અહીં વિરામ આપીએ છીએ ત્યારે અંતરથી આભાર બેઠક પરિવારનો !
અહીં અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્યજગતમાં વાંચન- લેખનની ભૂખ જગાડવી અને પછી એ જ્ઞાનપીપાસાને સારાં ગુણવત્તાનાં વાંચનલેખન દ્વારા સંતૃપ્ત કરવી ,એ સહેજે સરળ કાર્ય નથી : પણ સાન્ફ્રાન્સિસ્કોમાં ‘બેઠક’પરિવાર આ કાર્ય ધગશથી કરે છે! અને “શબ્દોનુંસર્જન બ્લોગ”દ્વારા એ સ્થળકાળનું અંતર મીટાવીને સૌ સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચે છે!
 શબ્દોનુંસર્જનબ્લોગ”નાં પ્રણેતા પ્રજ્ઞાબેન દાદભાવાળાનો માત્ર આભાર માની હું અમારી મૈત્રીને સીમિત નહીં કરું ;પરંતુ એમની વ્યક્તિને ઓળખી તેના વ્યક્તિત્વને પિછાણી, તેને સાહિત્યક્ષેત્રે ખીલવવાની ધગસને હું જરૂર બિરદાવું છું.
જીવનના સીધા સરળ કે જટિલ આયામો સામે ‘આવુંકેમ’ વિચારવા અને શબ્દદેહ આપવા, દર અઠવાડીએ નિયમિત લખવા મને પ્રોત્સાહિત કરી હોયતો તે ઓએ ! તેમની સાથે કલાકો સુધી ‘આવુંકેમ’ કોલમને સંવારવા કરેલા સંવાદોની સુંદર ફલશ્રુતિતે આલેખમાળા !
વાચકોને અવનવું પિરસવાનાં ઉત્સાહમાં મારી જ્ઞાનક્ષુધા પણ જાગૃત થઇ ,નવી દિશાઓ ઉઘડી અને નવો પવન લહેરાયો ! આલેખમાળાને અહીં વિરામ આપીએ છીએ અંતરથી આભારસહ! અને નવાં પ્રયોગોને પણ એટલાજ ઉમળકાથી આપ સૌ વધાવી લેશો તે આશા સાથે, ફીરમિલેંગે!
અસ્તુ!
ગીતાબેન ભટ્ટ 
*****************
વાચક  મિત્રો 
જીવનના સીધા સરળ કે જટિલ આયામો સામે ‘આવું કેમ’પ્રશ્ન ઉપજે પણ પ્રશ્નને  શબ્દદેહ આપી ગીતાબેને પ્રશ્નની આપણી સમક્ષ એક લેખમાળા મુકી  અને આપ સૌએ વાંચી વધાવી માટે આભાર।
ઘણા લોકો પાસે એક પ્રકારનું કુતુહલ હોય છે ,કુતુહલ વિસ્મય, જીજ્ઞાશા,શાણપણ અને પ્રજ્ઞા એ માણસના મનના પંચમહાભૂત છે. ગીતાબેન પાસે કુતુહુલ છે પણ સાથે આગળ જીજ્ઞાશા વધવાની છે. આવું કેમ ? એ મૂકી દીધેલો પ્રશ્ન  માત્ર નથી પણ વાચકને જાગૃત  કરવાનો પ્રયાસ છે. એમના એક્કાવન  લેખ આજે અહીં પુરા થાય છે ત્યારે કહેવાનું કે ​જીવનમાં ઘુમરાયા કરતી વાત આપણને સોંપી દઈ એમના પ્રશ્નોએ આપણને સૌને સ્પર્શીને વિચારતા કર્યા છે કેટલાક પ્રશ્નોએ તો આપણને નિરુત્તર પણ કર્યા છે. તો ક્યારેક તેમના પ્રશ્નો થકી  પોતે પણ ​વિકસી જ્ઞાન વધાર્યું છે.તેમના પ્રશ્નોમાં તુલનાત્મક વાતો અને વાંચનના અભ્યાસ પડઘા વરતાય છે. જેને લીધે જાણવા માણવા અને સમજવાનું ઘણું  મળ્યું છે.
આપ સૌએ એમની લેખમાળાના સહભાગી થયા છો.2010માં “શબ્દોનુંસર્જન” નામનો બ્લોગ શરુ કર્યો,ત્યારબાદ “પુસ્તક પરબ એજ બેઠક”ના  નામે ચાલતો આ બ્લોગ આટલો વિસ્તરશે અને અનેકની કલમને ગતિ આપશે તેની ખબરજ ક્યાં હતી? શિકાગો થી કોઈ આવે અને શબ્દ અને સાહિત્ય થકી  મિત્રતા સર્જાય ત્યારે મને કલમની તાકાત દેખાય છે.વાચકો સાથે ગીતાબેને  પ્રશ્ન પુછી સેતુ બાંધ્યો છે અને એક પ્રશ્નના અનેક જવાબ અભિપ્રાય રૂપે મેળવ્યા છે.ભાષા તમારી અને મારા જેવી છે.વાત અને પ્રશ્ન તમારા અને મારા છે, પ્રશ્નને વાચા આપી છે માટે એક એમનો પ્રશ્ન વ્યક્તિમાંથી બહાર નીકળી વિરાટ વર્તુળમાં ચર્ચાયો છે. ભાષા સરળ છે એટલે વાત ગળે  ઉતરી છે. એમની આ લેખમાળા ભલે પુરી થતી હોય તેમની નવી કોલમ કલમને ગતિમય રાખશે. હવે પછી નવા જ વિચારો સાથે  ગીતાબેનની  નવી ​કોલમ આપણને સૌને એક નવોજ અનુભવ કરાવશે. 
આ લેખમાળા લખવાની મારી ઈચ્છાને માન આપી લખવા બદલ ​ગીતાબેનનો  આભાર  સાથે તેમના પતિ ​સુભાષભાઈ ભટ્ટ નો ​ પ્રેરણા આપ્યા બદલ આભાર માનું છું.  નિખાલસ ​ થઇ સરળ ​થવાનું મને વધુ ગમે છે.શબ્દોનુંસર્જન બ્લોગમાં સર્જકના શબ્દોની, વિચારોની રમણીયતા ને આપણે પાનામાં વહેંચી છે ત્યારે ભાવકો પ્રતિભાવ આપી ​એમને લખાવે છે,માટે વાચકોનો આભાર..
પ્રજ્ઞા દાદભાવાળા

6 thoughts on “અંતરથી આભાર “બેઠક પરિવારનો” !-ગીતાબેન ભટ્ટ

 1. જલ્દી નવી સામગ્રી લઈને પાછા આવજો ગીતાબહેન. તમારા બધા લેખ મેં વાંચ્યા છે અને મને બહુ ગમ્યા છે.

  Like

 2. ગીતાબેન આપની કલમ લખતી રહે એવી શુભેચ્છા તમારી નવી કોલમ ની સૌ કોઈ આતુરતાથી રાહ જોવે છે.

  Like

 3. ગીતાબેન ,સૌને આવું કેમ?નો ચસકો લગાડીને ચાલ્યા ક્યાં તમે?…મજા આવી ગઈ.તમારા લેખ વાંચીને! હવે તમારા લેખનને નવા સ્વરૂપે વાંચવા અમે આતુર છીએ.અભિનંદન અને શુભેરછા.

  Like

 4. ગીતાબેન સાચી વાત છે પ્રજ્ઞાબેન સર્વને લખવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે આવું કેમ પછી આવુજ હોવું જોઈએ ક્યારે લઈને આવો છો

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.