પ્રેમ એક પરમ તત્વ – 15- સપના વિજાપુરા

મિત્રો ફરી એકવાર મિત્રતાની વાત કરું છુંપણ આ મિત્રતા કોઈ સામાન્ય મિત્રતા નથી. પ્રેમ નથી જોતો ધર્મ કે જ્ઞાતિ!! પ્રેમ પ્રેમહોય છે. દિલના ઊંડાણમાથી લાગણી નીકળી ને સામે વાળી વ્યક્તિને સ્પર્શી જાય ત્યારે ઉદભવતી લાગણીને પ્રેમ કહે છે.
 હું વાત કરીશ યુસુફ અને બલદેવની. જી હા વાત છે ૧૯૪૭ ના ભાગલાની. આ ભાગલા માં ફક્ત શરીર  જુદાં નથી થયાં પણ દિલ નાં ટૂંકડા કરવામાં આવેલા!! અને આ ભાગલા માં આપણને હજારો હકીકત બનેલી જોવા મળે છે. આ વાર્તા નથી પણખરેખર કોઇ સાથે વીતેલી કથની છે.
૧૯૪૭!!! રેલવે ભરી ભરીને મુસલમાન પાકિસ્તાન મોકલવામાં આવ્યાં. જેમાં વૃધ્ધ, યુવાનો સ્ત્રીઓ, અને માસુમ બાળકો પણહતાં. હુલ્લડ ને હિસાબે ઘણાં લોકો રેલવેમાં ચડ્યાં પણ પાકિસ્તાનમાં એમની લાશો પહોંચી!! એ રીતે પાકિસ્તાનથી રેલવે ભરીને હિંદુઓને મોકલવામાં આવ્યાં, એમાં પણ એ હાલત હતી ઘણી લાશો ભારત પહોંચી!! અને આ ભાગલાં નક્કી કરવાવાળા ને એની કાંઈ પડી નથી કે આ ભાગલા માં કેટલા લોકો મોતને ઘાટ ઉતરી ગયાં. એમને તો સંતોષ હતો કે એમની ચાલમાં એ લોકો સફળ થયાં.હિન્દુ મુસલમાનને જુદાં કરી નેશનને નબળું પાડવું!!
આ ભાગલા માં યુસુફ અને બલદેવ મહેરા શરીર થી જુદાં પડી ગયાં.પણ દિલથી જુદાં ના થઈ શક્યાં. આ લાહોરની વાત છે. લાહોરમાં આ બન્ને લંગોટિયા મિત્ર હતાં. લાહોરમાં એમના ઘરની સામે એક મોટો બાગ હતો. ત્યાં બન્ને જતાં અને પતંગ ઉડાવતાં. અને યુસુફ ની મીઠાઈની દુકાનમાંથી જજરીયા ચોરીને ખાતા. જજરીયા એ જલેબી જેવી એક મીઠાઈ છે. પણ ૧૯૪૭ ના ભાગલા માં મહેરા સાહેબનું ખાનદાન પાકિસ્તાન છોડીને દિલ્હી આવી ગયું. અને બન્ને બાળ મિત્રો હમેશા માટે જુદાં થઈ ગયાં. એ નિર્દોષ બચપણ જે પતંગની જેમ આકાશમાં આઝાદી થી ઊડતું હતું. અને એ બચપણ જે નાની નાની ચોરીમાં આનંદ મેળવતુંહતું. એ બચપણ જેને જ્ઞાતિ કે ધર્મની કાંઇ પડી ન હતી. જીવન એક સાફ સુથરા અરીસા જેવું હતું. એ અરીસામાં  રાજનેતાઓએધર્મના ડાઘ પાડી દીધાં. અરીસા જેવા સાફ દિલને ધર્મનું ભાન કરાવી દીધું.
બલદેવ મહેરા દિલ્હી આવી ગયાં. એક નાનકડો યુસુફ દિલમાં લઈને! સમયનું કામ છે વહેતા રહેવાનું!! એ તો વહેતો રહ્યો. ચાહે હિન્દુ નો હો યા મુસલમાન નો ઈશ્વરે બધાં ને સરખો સમય આપ્યો છે. એક દિવસમાં ૨૪ કલાક!! બસ આ દિવસોના મહિના થયાં મહિનાનાં વરસો અને બલદેવ અને યુસુફ વૃધ્ધ થઈ ગયાં. દાદા બની ગયાં. બલદેવ ના દિલમાં એ નાનકડો યુસુફ અને યુસુફનાંદિલમાં એ નાનકડો બલુ સલામત હતાં.
બલદેવની પૌત્રી સુમન દાદાને બચપણ વિષે પૂછતી હતી અને એને યુસુફની વાતની ખબર પડી!! એણે ગુગલથી યુસુફનીમીઠાઈની દુકાનનો નંબર શોધી કાઢ્યો અને લાહોર પાકિસ્તાનમાં એની દુકાન પર કોલ કર્યો. નસીબ જોગે આ દુકાન યુસુફનો પૌત્રફઝલ ચલાવતો હતો એને ફોન દાદાને આપ્યો. અને જ્યારે સુમને કહ્યું કે બલદેવની પૌત્રી બોલે છે. યુસુફનાં જાણે શ્વાસ અટકી ગયાં. બલુ મારો મિત્ર!!! આંખોમાંથી આંસું વહેવા લાગ્યાં. ફઝલ આ વાતનો સાક્ષી બની ગયો. એણે તરત  દિલ્હીની ટિકિટ બુક કરાવી યુસુફને દિલ્હી લઈ ગયો. આ સમય દરમ્યાન સુમન અને ફઝલ એકબીજાના ટચમાં હતાં. બધી સગવડતાં આપવા માટે. આ બન્ને મિત્રોના મિલન માટે.
યુસુફ દિલ્હી પહોંચી ગયો. બલુના દરવાજાની ડૉરબેલ મારી!! બલુને એક પણ ક્ષણ ના લાગી પોતાના મિત્રને ઓળખતાં!! બન્ને એ રીતે ભેટી પડ્યાં જાણે કદી જુદાં નહીં થાય!! ફઝલ અને સુમનની આંખોમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતાં. આવું મિલન આવું અદ્ભૂત દ્ગશ્ય આવો પ્રેમ , આવો પરમ પ્રેમ પહેલીવાર જોયો હતો.
પંછીનદીયાપવનકે જોકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે
સરહદે ઈન્સાનોકે લિયે હૈ સોચો તુમને ઔર મૈને ક્યાં પાયા ઈન્સાન હોકે!!
 પંખીને  નદીયા ને કે પવનને સરહદ નથી એ પવન નદીમાં તરંગ પેદા કરે છે લહેર પેદા કરે છે. અને પંખી ખુલ્લા આકાશમાં ઊડે છે.  એ પ્રમાણે પ્રેમ ને કોઈ સરહદ, કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ કે વાડાઓ રોકી શકતા નથી!! પ્રેમ છે તો છે!! અને પરમ છે. આખું વિશ્વ જો સરહદ વગરનું હોત તો? કુદરત ને તો હમે બક્ષી થી એક હી ધરતી હમને કહી ભારત કહી ઈરાન બનાયા! સરહદ ભલે ઈન્સાનોને અલગ કરી દે પણ એમાં વસતી રૂહને ક્યારેય અલગ ના કરી શકે અને રૂહ માં વસતા પરમ પ્રેમને કોઈ મીટાવીના શકે!!કારણકે પ્રેમમાં ઈશ્વરનો વાસ છે. અને ઈશ્વરને ક્યાં સરહદ છે?
સપના વિજાપુરા
This entry was posted in ચિન્તન લેખ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

3 thoughts on “પ્રેમ એક પરમ તત્વ – 15- સપના વિજાપુરા

  1. સરહદ ભલે ઈન્સાનોને અલગ કરી દે પણ એમાં વસતી રૂહને ક્યારેય અલગ ના કરી શકે અને રૂહ માં વસતા પરમ પ્રેમને કોઈ મીટાવીના શકે!!વાહ ખુબ સરસ વાત કહી પ્રેમ થકી તો જીવન સુંદર છે.

    Like

  2. “દિલના ઊંડાણમાથી લાગણી નીકળી ને સામે વાળી વ્યક્તિને સ્પર્શી જાય ત્યારે ઉદભવતી લાગણીને પ્રેમ કહે છે.”
    પ્રેમની ખૂબ જ સરસ વ્યાખ્યા. ક્યા ખૂબ ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.