દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના

હિન્દૂ મુસ્લિમ વચ્ચે ના પૂર્વગ્રહ અને પ્રેમ ની એક ઘટના, એક દોહો અને એક કાવ્ય

મિત્રો, હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં દ્રષ્ટિકોણ ની કોલમ અને ચેનલ ઉપર આવકારું છું. આજે આપણે હિન્દૂ મુસ્લિમ ના પૂર્વગ્રહ અને પ્રેમ વિષે વાત કરીએ. ધર્મ ના લીધે ભાગલા પાડવા અને ધર્મ ની જુદાઈ હોવા છતાં માણસો વચ્ચે સમાનતા અને માણસાઈ ને પાંગરવી બંને વસ્તુ આપણાજ હાથ મેં છે ને?

2016 માં એક હૃદયસ્પર્શી ઘટના બની તેનું દ્રશ્ય કેવું હતું તેની કલ્પના કરો. 165 મુસલમાન લોકો શાંતિ થી ખુશી ઉપર બેસી રહ્યા હતા. તેમના નેતા સૈફુલ ઇસ્લામ સાહેબે ફરમાન કર્યું કે દિવસ નો અંત આવી રહ્યો  હતો એટલે તેઓ ઉઠીને મંદિર માં જ નમાજ અને પાર્થના પતાવી અને પછી જમણ પીરસવાની રાહ જોઈ રહ્યા હતા. બંગાળ ના માયાપુર ગામ માં ઇસ્કોન ના ચંદ્રોદય મંદિર માં બનેલ આ ઘટના છે. ત્યાંના હિન્દૂ સ્વંયસેવકો તેમને પીરસી રહ્યા હતા. ફ્રૂટ, જાત જાતની મીઠાઈઓ અને ફ્રૂટ જ્યુસ અને શરબત ના ભરેલા ગ્લાસ લાવી રહ્યા હતા. ઈદ નો દિવસ હતો અને મુસલમાનો એ  હિન્દુઓના હાથે, પ્રેમે પીરસેલ, સ્વાદિષ્ટ જમણથી તેમનો અપવાસ પૂરો કર્યો. તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યું કે ક્યારેય અમને ઈફ્તાર નું જમણ મુસલમાન ન હોય તેમના હાથે પીરસાયું નથી. હું આ ઘટના માટેની યોગ્ય કહેવત શોધતી હતી. પણ એમ લાગે છે કે નવી કહેવત પાડવી પડશે – “જે હારે રોટલો ભાંગે એ એકબીજાનો ઓટલો ક્યારેય નહિ ભાંગે”.

પણ બીજી ભારતની હકીકત એ પણ છે કે હિન્દૂ અને મુસલમાન લોકો એકમેક જોડે સાથે હળીમળી ને રહી અને દેશની ઉન્નતિ માં જોડાવાની બદલે ધિક્કાર અને પૂર્વગ્રહ બાંધી રહ્યા છે અને સાચા અને ઘણી વાર ખોટા વૉટ્સ એપ ના ફોરવર્ડ દ્વારા લોકોને એકમેકની વિરુદ્ધમાં ઉશ્કેરી રહ્યા છે. તેનું શું પરિણામ આવશે? જો ઇતિહાસ તરફ નજર કરીએ તો પરિણામ સારું નથી. નીચેનું કાવ્ય જાવેદ જાફરીએ હિન્દી માં પઠન કરેલું તેનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, તે સાંભળશો.

નફરત ની અસર જુઓ જાનવરો વેચાય ગયા
ગાય હિન્દૂ અને બકરા મુસલમાન મનાય ગયા

વધી ગયી ઝાડ, પાન ને શાખાઓ ની મૂંઝવણો
પંખીઓ પણ ચિંતિત છે ક્યારે તેનો થશે બટવારો

સૂકા મેવા પણ આ જોઈને પરેશાન થઇ ગયા
ક્યારે નાળિયેર હિન્દૂ ને ખજૂર મુસલમાન થઇ ગયા

ધર્મને કારણે રંગો પણ થયા વિભાજીત અને અભંગ
લીલો રંગ મુસલમાનનો અને લાલ થયો હિન્દુનો રંગ

તો લીલા શાક ભાજી એક દિવસ મુસલમાનના થઇ જશે?
ને હિન્દૂ ના નસીબ માં માત્ર ગાજર અને ટામેટા આવશે?

સમજ માં નથી આવતું કે તરબૂચ કોના ભાગે જશે?
બિચારું ઉપરથી છે મુસલમાન ને અંદર થી હિન્દૂ રહેશે?

સંત કબીર નો સુંદર દોહો નીચે વાંચશો. રામ, રહીમ, ત્રણે લોક નો રખવાળો એક જ છે, શાને કરવી લડાઈ?

રામ રહીમ એક હૈ રે, કાહે કરો લડાઈ,
વહ નિર્ગુનીયા અગમ અપારા, તીનો લોક સહાઈ… રામ

વેદ પઢંતે પંડિત હો ગયે, સત્ય નામ નહિં જાના,
કહે કબીરા ધ્યાન ભજનસે, પાયા પદ નિરવાના… રામ

એક હી માટી કી સબ કાયા, ઊંચ નીચ કો નાંહિ,
એક હી જ્યોત ભરે કબીરા, સબ ઘટ અંતરમાંહિ… રામ

યહી અનમોલક જીવન પાકે, સદગુરૂ શબદ ધ્યાવો,
કહેત કબીરા ફલક મેં સારી, એક અલખ દરશાવો… રામ

7 thoughts on “દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના

  1. સરસ.આજથી સાઇઠ વષાઁ પહેલાં ના મારા સ્કુલ નાં દિવસો યાદ કરુ તો મને મારી સાથે અભ્યાસ કરતા સ્કુલ મિત્રો સાથે આજે પણ સંપર્ક માં છું અમને આજે પણ આવી ધમઁની ચર્ચા હોતી નથી અને અમારા દરેક કૌટુંબિક કાયઁકૃમમોમા એકબીજાને ત્યાં આજે પણ ભાગ લઈએ છીએ

    Liked by 1 person

  2. બહુજ સરસ વાત દર્શનાબેન.વાત સચોટ છે.આખરે તો સૌ માનવ જ છીએને? આતો પૂર્વગ્રહ અને પ્રેમના રંગો ચઢેલા હોય છે,

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.