પ્રેમ એક પરમ તત્વ- 14-હેલ્ધી હાર્ટ- સપના વિજાપુરા

પ્રેમનું ઉદ્ભવસ્થાન દિલ હોય છે. આ દિલના અનેક નામ છે. દિલ, હ્ર્દય, અંતઃકરણ, મન, કાળજું વગેરે. શાયરો એ અને કવિઓ દિલને અનેક નામથી ઓળખ્યું છે. હવે સવાલ એ છે કે ખરેખર પ્રેમનું ઉદ્ભવસ્થાન દિલ હોય છે? કે દિમાગ? આપણે આપણી જાતને આ સવાલ પૂછીએ તો આપણને શું જવાબ મળે છે ? દિલ!
પણ મારી એક મિત્ર જે સાયન્સ માં પી એચ ડી કરેલું છે એ કહે છે કે દિલનું કામ ફકત લોહીને ધમવાનું છે બીજું કાંઇ કામ દિલનું નથી!! હવે સવાલ એ આવે છે કે તો આ લાગણી, આ પ્રેમ, આ કરુણા, આ દયા, આ અનુકંપા, આ ગુસ્સો આ નફરત, આ બધું ક્યાંથી ઉદ્દભવે છે. દિલ પછી બીજું નામ દિમાગનું આવે છે. તો શું આ બધાંનું ઉદ્ભવ સ્થાન દિમાગ છે!! પણ દિમાગ એટલે તો બ્રેઈન. મગ. તો શું આપણે વિચારી વિચારીને બધી લાગણીઓ દર્શાવી એ છીએ.અને એનો અર્થ એ પણ થયો કે દિમાગ આપણને કંટ્રોલ કરે છે.
તો એમ માની લેવું કે હા આ બધી લાગણીઓ દિલથી નથી નીકળતી પણ દિમાગની કરામત છે. તો “દિલમે છૂપાકે પ્યારકા તુફાન લે ચલે, હમ આ અપની મૌતકા સામાન લે ચલે” કે પછી દિલ હી તો હૈ ના સંગોખેસ્ત દર્દસે ભર ના આયે ક્યું, રોયેંગે હમ હઝાર બાર કોઈ હમે સતાયે ક્યું?” કે “યેહ દિલ ઔર ઉનકી નિગાહોકે સાયે!!” આ બધી ગઝલ લખવા વાળા શું દિમાગ ને  દિલ સમજતા હશે?
દિમાગ બધી વાત સમજી વિચારીને કરે. દિમાગ પાસે અક્કલ છે જેથી જે વાત માં એનું નુકસાન હોય કે જે રસ્તે જવાથી તકલીફ પડવાની હોય તે રસ્તે જતું નથી!! પણ દિલ પાસે આંખો નથી. બધાં કામ સમજ્યા વિચાર્યા વગરનાં કરે એ. જે કામ કરવાની દિમાગ ના પાડે છે એ કામ દિલ કરવા માગે છે. દિલ અને દિમાગમાં પહેલા લોકો દિલની સાંભળે છે અને જ્યારે દિલ જ્યારે ધોખો ખાય છે ત્યારે દિમાગ ની સાંભળે છે.ઇંગ્લિશ માં  એક સરસ કહેવત છે કે “Follow your heart but take yourbrain with you” ગુજરાતી માં કહે છે કે જે દિલથી કામ લે તે ઈમાનદાર, જે દિમાગ થી  કામ લે તે બેઇમાન અને જે બન્ને થી કામ લે તે સમજદાર!!
સાયન્સમાં  પ્રગતિ કરનાર માણસ કદાચ આ ક્યારેય નહી જાણી શકે કે પ્રેમ દિલથી થાય છે કે દિમાગ થી પણ કવિ લોકો તો સારી રીતે જાણે છે કે પ્રેમ દિલથી થાય છે. દિમાગ થી તો મતલબ ના કામ થાય છે. દિલ જે સાચું બોલે છે. દિલ અને દિમાગ ની જંગ માં દિલની વાત સાંભળો કારણકે  દિલ સાચી સલાહ આપે છે. દિમાગ દરેક વાત અક્કલનો ઢોળ ચડાવે છે. પરમ પ્રેમ પામવા માટે જે દિલ કહે એ મંજૂર રાખો. બન્ને વાતોમાં વિરોધાભાસ દેખાય છે  એક બાજું દિલ ધોખો ખાય એવું લાગે છે અને બીજી બાજું દિલની વાત મંજૂર રાખવાની વાત છે. દિલની વાત માનવાથી ધોખો ખાઓ તો પણ દિલની વાત એ આત્માની વાત છે અને આત્મા એ પરમાત્માનો અંશ છે. અને આત્મા તમને દગો નહી દે હા તમારા દિલને આત્માને લોકો ઠેસ પહોંચાડી શકે છે પણ તમે ખોટું નથી કર્યુ એનો સંતોષ રહેશે. હાર્ટ ડે હોવાથી હેલ્ધી હાર્ટ માટે સાત્વિક ખોરાક  ખાઓ, હમેશા ખુશ રહો.જે દિલમાં પ્રેમ વસે છે એને તંદુરસ્ત રાખો.
ગુસ્સો અને નિરાશાની સામે લડવા માટે ઉત્સાહ પ્રેરણા અને ખુશી જોઈએ. એ માટે સૌથી આસાન ઈલા છે લખવાથી પ્રેમ કરો એ સૌથી મોટી થેરાપી છે. તમારું દિલ તમારું છે એને દુખી કરવાનો અધિકાર કોઈને ના આપો. દુનિયા તો તમને ગુસ્સે કરવા તમને અશાંત કરવા તમને ચિંતિત કરવા તત્પર  છે પણ એ અધિકાર કોઇને ના આપો ખુશ રહો પ્રેમમગ્ન રહો!! હેલ્ધી હાર્ટ ડે!!!
સપના વિજાપુરા
This entry was posted in ચિન્તન લેખ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

2 thoughts on “પ્રેમ એક પરમ તત્વ- 14-હેલ્ધી હાર્ટ- સપના વિજાપુરા

 1. સરસ ! દિલ અને દિમાગ ! કોણ સાચું ? અને પાછું તેમાં હોર્મોનની અસર ભળે! યુવાન છોકરા છોકરીઓ હોર્મોન વધતા હોવાથી શારીરિક આકર્ષણને પ્રેમ સમજે ! એને દિલ કે દિમાગ સાથે ક્યાંય લાગેવળગે નહીં અને છતાંયે પ્રેમનો આભાસ થાય !!
  “ શું હતો પ્રણય કે શતરંજ દાવ ખેલ્યો?
  મેં ઝાંઝવાના જળને ઝરણું ગણી લીધુંતું!
  (મારી ગઝલનમાંથી)
  રવિવારની સવારે પ્રેમ વિષે વાંચવાની મઝા આવે છે !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.