પ્રિય વાચક મિત્ર!
આજે ફરી એક વાર , એટલેકે પચ્ચાસમી વાર, વળી એક પ્રશ્ન લઈને આવું છું: આવું કેમ!
દર અઠવાડીએ વળી એક નવો પ્રશ્ન! અને એમ આપણો આ સંવાદ શરૂ થયો ! “ શબ્દોનું સર્જન “ બ્લોગ દ્વારા અસંખ્ય ગુજરાતી સાહિત્ય હિતેચ્છુઓનો પરિચય થયો! અને રોજિંદા જીવનમાં “શબ્દ સર્જન” બેઠકે સ્થાન લઇ લીધું !
હા ; “આવું કેમ?”પ્રશ્ન તો ઉખેડ્યો , પણ પછી શું?
ઘણા ઘણા પ્રશ્નો ઉદભવ્યા આ પચાસ અઠવાડિયાઓમાં ! કેટલાક મુદ્દાઓ જુના પુરાણા હતા , કેટલાક મુદ્દાઓ નવા , ન સમજાય ન ચાંચ ડૂબે તેવા – પણ વાતમાં તથ્ય હતું , સવાલ પણ વ્યાજબી જ હતા કે આવું કેમ છે ? આવું કેમ થાય છે?
આપણી જ સંસ્કૃતિ – ધાર્મિક માન્યતાઓ , રીત રિવાજને પડકારતા કેટલાક પ્રશ્નો , ચીલાચાલુ ઢાંચામાંથી કાંઈક નવું વિચારવા વાચકમિત્ર સાથેનો આ સંયુક્ત પ્રયાસ હતો !
સાચી દીવાળી- ધનતેરસ , દેવ દીવાળી, રથયાત્રા, પદ યાત્રા વગેરે મુદ્દાઓ ઉપરાંત ધર્મ ‘ગુરુઓનું ક્વોલિફિકેશન શું ?’ એવા પાયાના મુદ્દાઓને સ્પર્શવા પ્રયત્ન કર્યો !
કોમેન્ટ બોક્સમાં વાચકમિત્રોએ કૉમેન્ટ્સ લખીને પોતાના અભિપ્રાયો પણ આપ્યા.અને આવકાર્યાં.
કેટલાક પ્રશ્નો રજૂ કર્યા તે બહુધા બે સંસ્કૃતિઓ , બે દેશમાં રહેવાને કારણે ઉદભવેલા કહી શકાય! કૈંક નવું જોયું ને વાચક સમક્ષ રજૂ કર્યું : પાનખરમાં પ્રેતાત્માનો ઉત્સવ હેલોવીન;કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ થેંક્સગિવિંગ ડે; ક્રિશ્ચિયન લોકોનો ધાર્મિક તહેવાર: ઈસ્ટર અને ધાર્મિકતા ;જીસસ અને કૃષ્ણ ; અને આપણી બે સંસ્કૃતિ વચ્ચે મથામણ કરતો લેખ : જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ ; વગેરે વગેરે… જેને આપ સૌએ રસથી આસ્વાદયા.
થોડાક પ્રશ્નો આપણી કૌટુંબિક જીવન શૈલીને સ્પર્શતા હતા :
ટી વી અને આજના બાળકો; બાળ ઉછેર અને સ્ટ્રેસ; તહેવારો અને વડીલ વર્ગ; સફળતા અને એકલતા ; લગ્ન વિચ્છેદ / પણ શા માટે ? વગેરે પરિવારને સ્પર્શતા મુદ્દાઓ ઉપર પણ થોડી વિચારણાઓ કરી . અને આપ સૌનો તેને ટિપ્પણીમાં યોગ્ય ન્યાય મળ્યો !
રાજકીય ક્ષેત્રને બને તેટલું દૂર રાખવાનો વિચાર હતો પરંતુ સીધા નહીં તો આડકતરે માર્ગે થોડાક પ્રશ્નો એ વિષયમાં પણ ઉભા કર્યા !
દા . ત . ચૂંટણી અને મતદાન ! નશાકારક ડ્રગ્સને કાયદેસર કર્યા તે ;અમેરિકાનો સ્વતંત્ર દિન; મેમૉરિઅલડે – શહીદ દિન ;લેબર ડે શ્રમ દિવસ ..વગેરે વગેરે!
તો આજે આપણે સતત જે વાતાવરણમાં શ્વસી રહ્યાં છીએ તે પર્યાવરણને લગતાં પ્રશ્નો જે વિષે ચર્ચા શરૂ કરતાં પહેલાં જ મારી મુંઝવણ વધી ગઈ હતી : આવું? આવા વાતાવરણમાં આપણે જીવીએ છીએ? તે મુદ્દાઓ હતા- અકુદરતી ધુમ્મસ , પોલ્યુશન અને ફોગ, જ્વાળામુખી ની નદીઓ અને હજુ હમણાં જ તાજેતરમાં લખેલ લેખ: ‘કુદરતી પ્રકોપ અને માનવી ! ‘ જે લખતાં લખતાં જ સતત લાગ્યાં કર્યું : કેટલો પામર છે માનવી! શું તાકાત છે આપણી કુદરત સામે ઝઝૂમવાની ?
તો શિક્ષણ વિષયક પ્રશ્નો પણ છેડ્યા વિદ્યા મંદિરને દ્વારે જેવા લેખમાં !
અને રશિયાની મારી મુલાકાત દરમ્યાન વેકેશનની વાતો પણ કરી!
હા , આ અને આવા અવિરથ વણ થંભ્યા પ્રશ્નોની વણઝારમાં વાચક સાથે જાણેકે પોતીકાપણાનો ભાવ બંધાયો , અને નિવૃત્તિને આરે ઊભીને શિકાગોનું જૂનું ઘર ખાલી કરી નવા ગામ લોસએન્જલ્સમાં ,નવા રાજ્યમાં જવાની ઍન્ગ્ઝાયટી પણ વ્યક્ત કરી અરે, રોજનીશી અને ડાયરી વિષેય લખી જ કાઢ્યું !
ને હજુયે પ્રશ્નોનો પ્રવાહ તો ચાલુ જ છે ! મેડિકલ મિરેકલ કે માનવીનું વિજ્ઞાનમાં પામરત્વ – હે માનવી, બીજું બધું તો ઠીક , લોહીનું એક ટીપું તો બનાવી જો – અરે બનાવવાની વાત તો દૂર રહી , લોહીના એક સેલનેય પૂરો ઓળખી શકાયો નથી ! તો આવા મહત્વના અનેક મુદ્દાઓને સ્પર્શવાનો સમય જ ના મળ્યો સાંપ્રત સમસ્યાઓ – અહીંયા અને દેશમાં અગણિત છે! તેની છણાવટ પણ હવે ભવિષ્યમાં ફરી કોઈ વાર કરીશું !
પણ ત્યાં દિલના એક ખૂણામાં પ્રશ્ન થયો : આ શું ? આટ આટલા પ્રશ્નો , પણ તેં કેટલા પ્રશ્નો ઉકેલ્યા ? કે કેટલા પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કર્યો ?
ને મન કોશવા માંડ્યું : તેં કલમ ઉપાડી ; હવે ચરણ ઉપાડ !
ને થયું : હવે આ કોલમને અહીં વિરામ આપીએ !
કાંઈક નવું કરીએ !
કોઈ નવો વિષય , કોઈ નવો વિચાર! કાંઈક નવી શૈલીમાં કાંઈક નવું ! શું? કેમ ? ક્યારે ? કેવીરીતે ?
તો આપના મંતવ્ય , અટકળ ,અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ..
આમ તો નક્કી છે જ;તો પણ આજે નહીં કહું !
આવું કેમ? બસ ,એવું જ!
ગીતાબેન
અનેક પ્રશ્નોને કલમની મદદથી કોલમ સુધી લઈ આવ્યા અને
હવે એના ઉકેલની દિશામાં ચરણ ઉપાડવાની વાત ગમી . અને કહે છે
ને કે
When there is a wish there ways .
Good luck to you .
LikeLiked by 1 person
Thanks , Rajulben! Let’s see, what is next..
LikeLike
ગીતાબેન,
તમારા વિવિધ અવનવા વિષય પર માહિતીસભર આવું કેમ?લેખમાળા ને વિરામ આપો છો તો હવે મંગળવારની સવારે આવું કેમ? કોણ પૂછશે? ખૂબ મઝા આવી તમારા લેખ વાંચવાની.
નવા વિષયના સૂચનમાં તો મને લાગે છે તમે સરસ કાવ્યરચના કરો છો તો તમારા ગમતા વ્યક્તિ કે અવનવા પ્રસંગ કે તહેવાર વિશે કવિતા લખેાતો કેવું?
LikeLiked by 1 person
Thanks Jigishaben! Ummm! Writing poetries is a good idea! Something to think about.
LikeLike
ગીતાબેન,આપની કલમે સૌને વિચાર કરતા કરી મૂક્યાં…આવું કેમ? ..હા,જીવન છે,ત્યાં સુધી પ્રશ્નો તો રહેવાનાજ.કોઈ ઉકેલ વાળા તો કોઈ વણઉકલ્યા.એનો અંત નથી.માટે બીજી દિશામાં વળીએ તોજ વિકાસ થાય.તમે નક્કી કર્યુજ છે…તો અમારી મીટ છે…તમારી દિશા તરફ…શુભેરછા અને અભિનંદન.
LikeLiked by 1 person
Thank u Kalpnaben , I need your best wishes! Let’s see, what futur has stored for me..!
LikeLike
Hi testing
LikeLike
Geetaben very nicely written 50th article I agree you have covered mostly everything which we wonder abuse Kem? each and every articles were very well written and very informative and interesting. I wish more people would read your writing and get knowledge from your articles and join bethek
My suggestion now will be you may write about declining health in our seniors some chronic illnesses such as diabetes, cancer, obesity,values of good nutrition. This kind of knowledge is lacking in seniors I think. We would not have sufferings as too many people are having now. You are good at explaining in Gujarati so seniors can understand well. Thanku for sharing your articles with us.
LikeLiked by 1 person
મીનાબેન ! બહુજ સરસ વાત કરી ! આપણે સૌએ આપણી હેલ્થ તરફ સજાગ રહેવું જોઈએ ; અને વિષય પણ વિચારવા લાયક છે Thanks for the suggestion !
LikeLike