પ્રેમ એક પરમ તત્વ- 13- પશુ પંખી નો પ્રેમ -સપના વિજાપુરા

ઈશ્વરે  દરેક માનવી ના તથા પશુ પંખીના જોડા બનાવ્યાં છે. નર અને માદા. અને નર અને  માદા હોય તો જ પ્રજનન વડે એનો વિસ્તાર વધે છે.પશુ પંખી સિવાય છોડ અને ફૂલોમાં પણ આજ વ્યવસ્થા હોય છે.
આજ આપણે વાત કરીએ માનવ અને પશુના પ્રેમ વિષે. પશ્ચિમ  ના દેશોમાં પશુ પ્રત્યે વધારે પ્રેમ જોવા મળે છે। ‘પેટ’ રાખવું  એક ખૂબ સામાન્ય વાત છે. pet  એટલે પાળેલું પ્રાણી. એમાં મોટે ભાગે કૂતરા અને બિલાડાં હોય છે. કૂતરા  અને બિલાડાં એ શબ્દો જરા કઠે  છે. જેથી આપણે એને ડોગ અને કેટ કહીશું. ઘણાં  લોકો પંખી પણ અને ઘણા લોકો સાપ અને ઉંદર પણ પાળેછે.
માણસ જો નિર્જીવ વસ્તુ સાથે રહે તો એની સાથે પણ પ્રેમ કરતો થઇ જાય છે.તો  પ્રાણીઓ તો જીવંત છે. એની સાથે રહી એનીસાથે ખુબ પ્રેમ થઇ જાય છે. પ્રાણીઓની બીજી એક સારી આદત એ માનવી જેવા બેવફા નથી હોતાં. બેવફાઈ પ્રાણીઓ માં નથી હોતી। માનવ તમને ક્યારેક પણ દગો દઈ જાય અરે વરસો સુધી સાથે રહેતા હોઈએ તો પણ તમારી પીઠ પાછળ શું ચાલે છે એની તમને ખબર નથી પડતી।  માનવ ના સ્વભાવમાં સ્વાર્થીપણું હોય છે.  પણ પ્રાણીઓ જો મોત આવે તો તમારાથી જુદાં થાય અથવા તમે જ એને તમારાથી જુદાં કરો તો!! માનવ સ્વભાવ મુજબ!
નાલા અમારે ઘરે પહેલીવાર આવી. મારી દીકરી ફાતિમા લઇ આવી. ફાતિમા ને હું દીકરી કહું છું પણ એ મારી પુત્રવધુ છે. અને નાલા  એની ‘કેટ’ છે. નાલા  ફાતિમાની જાન છે. એ દિવસે નાલા  અમારે ઘરે પહેલીવાર જ આવેલી એટલે એને થોડું અજાણ્યું લાગતું હતું। અને મારું ઘર મોટું પણ. એને દોડાદોડી કરવાની મજા પડી.હું અને ફાતિમા પણ વાતોમાં મશગૂલ થઇ ગયાં. અને થોડી વાર પછી નાલા ક્યાંય દેખાય નહીં!! ઘરમાં દોડાદોડી થઈ ગઈ!! અને ફાતિમા તો ચોધાર આંસુડે રડી પડી!! હું એને સંભાળું કે નાલાને શોધું? છેવટે હું આડોશ પડોશમાં ચેક કરવા ગઈ કદાચ ઘરમાંથી નીકળી ગઈ હોય તો!! અને હું બહાર રસ્તા પર પણ ફરી વળી. ક્યાંય નાલા ન હતી. ફાતિમા તો બરાડા પાડીને રડતી હતી!! દીકરાનું મોઢું એકદમ નાનું થઈ ગયેલું. ફાતિમા કહે,” નાલાને લાવો નહીંતર નાલા વગર હું મરી જઈશ.” એટલામાં મારા પતિએ કહ્યું કે સોફા ના રિક્લાયનર ખોલીને જુઓ અને ખરેખર નાલા એ સોફા માં ફસાઈ ગયેલી!!
ફાતિમા તો નાલાને વળગી પડી નાના બાળક ની જેમ!! એ નાલાને એટલો પ્રેમ કરે છે કે એના વગરનું જીવન એ કલ્પી શકતી નથી!!અહીં પશ્ચિમ દેશોમાં લોકો પોતાના પેટને પોતાના સંતાનો કરતા પણ વધારે પ્રેમ કરે છે. અને આ પેટ પણ પોતાના માલિક માટે જાન પણ દઈ દે છે. ઘણાં કિસ્સા પેટના પ્રેમ વિષેના સાંભળેલા છે.
એક વૃધ્ધ માણસ એકલો રહેતો હતો. જુઓ બધાં સંતાનો એને એકલો કરી ગયાં હતાં. ત્યારે આ ડોગ એની પાસે હતો. કોઈ પણ સ્વાર્થ વગર કોઈપણ પૈસાની લાલચ વગર અને દિવસ રાત એની આજુબાજું ફરે એનાં ખોળામાં બેસે, એના હાથને ચાટે એના મુખને ચૂમે।જેટલું વહાલ કરી શકાય એટલું કરે જાણે એ વૃદ્ધની એકલતાને જાણતો હોય!! એક દિવસ વૃદ્ધ પડી ગયો અને બેભાન થઇ ગયો. એ ડોગ એની આસપાસ પાગલની જેમ ફરવા લાગ્યો। વૃદ્ધ એ એને 911 નંબર ડાયલ કરતા શીખવાડેલો।ડોગ સમજી ગયો કે મારો માલિક  મુશ્કેલી માં છે એને તરત જ ફોન મોઢેથી પકડી પગથી 911 ડાયલ કર્યો અને ભો ભો કરવા લાગ્યો। પોલીસ એમ્બ્યુલન્સ લઇ એ સરનામાં પર પહોંચી ગઈ અને વૃદ્ધ ને બચાવી લીધો। પ્રેમ આને કહેવાય।
બીજા એક કિસ્સામાં જ્યારે કચ્છ માં ધરતીકંપ થયો. તો એક સ્ત્રી ત્રીજા માળા ઉપર રહેતી હતી. કહેવાય છે કે પ્રાણીઓને કુદરતી આફતની પહેલા ખબર પડી જતી હોય છે. એ ડોગ પોતાની માલિકણને  સાડી ખેંચી ત્રણ માળેથી બહાર લઇ ગયો. એ કહેતી રહી,”બોબી શું ગાંડા કાઢે છે.” પણ બોબી એ ના સાંભળ્યું અને જેવા એ રસ્તા પર પહોંચ્યા ધરતીકંપ  થયો અને ત્રણ માળાનું મકાન જમીનદોસ્ત થઇ ગયું!
હું માનવ માનવ પ્રત્યેના પ્રેમનો ઇન્કાર નથી કરતી. પણ આપણા દિલમાં ઊંડે ઊંડે આપણે જાણીએ છીએ કે આપણે સંબંધ ,પ્રેમ,લાગણી બધું સ્વાર્થ માટે રાખીએ છીએ. માતા પિતાના સંબંધ ની વાત કરું તો દીકરો મોટો થશે અમારી સેવા કરશે. પતિપત્ની ના સંબંધમાં શારીરિક સુખ મળે છે એક સલામતી ભરેલું ઘર મળે છે. અને સંતાનો માતાપિતા સાથે સંબંધ રાખે છે કે જરૂરિયાતના સમયે મદદ મળે છે. હા, બધા કેસમાં આ સાચું નથી હોતું પણ મોટા ભાગના કેસમાં આ વાત સાચી પડે છે.જ્યારે પ્રાણીઓ મરતા દમ સુધી સાથ નીભાવી  જાણે છે. ઈશ્વરે આ પ્રાણીઓને કદાચ ઇન્સાન માટે જ બનાવ્યા હશે. કહેવાય છે કે આ ઈશ્વરનીબનાવેલી આ દુનિયામાં કોઈ પણ ચીજ મિથ્યા નથી બનાવી। હું ઈશ્વરની આ દુનિયાને એમાં વસતા માનવીઓને એમાં વસતા પ્રાણીઓને પ્રેમ કરું છું અને એજ પરમ પ્રેમ  મને  પ્રેમી ઈશ્વર તરફ લઇ જશે!
સપના  વિજાપુરા 
This entry was posted in ચિન્તન લેખ, પ્રેમ એક પરમ તત્વ, સપના વિજાપુરા, Uncategorized by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

3 thoughts on “પ્રેમ એક પરમ તત્વ- 13- પશુ પંખી નો પ્રેમ -સપના વિજાપુરા

  1. દરેક જીવિત માનવો પ્રત્યે પ્રેમ થી વર્તવા ઉપરાંત મૂંગા પ્રાણીઓ ની તરફ પ્રેમ અને કાળજી ની ભાવના દર્શાવવાની તેજ મારા મત પ્રમાણે અનુકંપા અને આધ્યાત્મિકતા છે. ખુબ સુંદર લેખ.

    Like

  2. અહીં અમેરિકામાં મેં જોયું છે કે પેટ ડોગને એના મલિકો ખૂબ જ પ્રેમ કરે છે અને પેટ ડોગ પણ માલિકને એટલો જ પ્રેમ કરે છે.

    Like

  3. નરી વાસ્તવિકતા આ લેખમાં આલેખી છે ,સપનાબેન! પ્રેમનું એક રૂપ.પેટ પાસેથી…….જયારે પોતાનું પેટ પોતાની પાસે નથી રહેતું,અથવા પોતાનું પેટ દગો કે વિશ્વાસઘાત કરે છે,ત્યારે આ પેટ…પ્રેમ આપે છે.આખરે તો માણસ સામાજિક પ્રાણી છે.અને પ્રેમનો ભૂખ્યો હોય છે.સુંદર વાત લખી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.