બેઠકનો અહેવાલ -૮-૩૧ -૨૦૧૮-પ્રજ્ઞા દાદભાવાળા

૩૧મી ઓગસ્ટ  2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી  પ્રાર્થનાથી  શરૂઆત  થઈ . રાજેશભાઈએ સમાચારની જાહેરાત કરી. આસાથે આ મહિનામાં આવતા ચાર વ્યક્તિના જન્મદિવસ ખુબ આનંદ સાથે સૌએ ઉજવ્યો.કેક સાથે સુંદર જમણ માણતા એક પરિવાર જેવો આનંદ માણ્યો.ગીતાબેન ભટ્ટ ખાસ લોસ અન્જ્લીસ આવી બેઠકમાં હાજરી આપી,અને જન્મદિવસ ઉજવ્યો તો દર્શનાબેન ,સપનાબેન ,અને વસુબેનને બેઠકમાં સૌ સાથે જન્મદિવસ ઉજવી આનંદ મેળવ્યો. કા,ર્ડ  ગીફ્ટ ફૂલની આપલે થઇ અને સૌએ સહિયારા આનંદ ની અનુભૂતિ કરી.
 પ્રથમ શરૂઆત વાચિકમ દ્વારા થઈ.બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે.પ્રજ્ઞાબેન લિખિત એક વાર્તા -“મારી મરજી” રમુજી વાર્તા,શરદ દાદભાવાળા,મૌનીક ધારિયા,દર્શના વારિયા નાડકર્ણી,સરિફ વિજાપુરા,જીગીષા પટેલ,ગીતા ભટ્ટ, …દ્વારા થઇ. દરેકની રજૂઆત સુંદર રહી.

ગુજરાતી ભાષાપ્રેમીઓ –  વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા સૌ ઉત્સુક હતા .જેનો અંત તરુલાતાબેને જાહેરાત કરી લાવ્યા.અહી એક ખાસ વાત કહેવાની કે તરુલાતાબેન સદાય બેઠકને માર્ગદર્શન આપતા રહ્યા છે અને એક સાચા ગુરુની જેમ વાચકને લખવા પ્રેરી રહ્યા છે.વાર્તા સ્પર્ધા યોજવા પાછળ ગુજરાતી  ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી તેમની શુભ ભાવના રહેલી છે. 
તરુલતાબેન મહેતા આયોજિત વાર્તા સ્પર્ધા  જેનો વિષય હતો  ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન”
સર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને  26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે તેવું જણાવતા તરુલાતાબેને કહ્યું  કે આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને  બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે.અને  ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને  અઢળક અભિનન્દન આપ્યા અને જણાવ્યું કે ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું  મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની  સંવેદના પ્રબળપણે

દેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ અને અંતમાં કહ્યું કે વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.
શબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા  .
વાર્તા સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  ઇનામ:    વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા
દ્વિતીય ઇનામ :  વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ 
તૃતીય ઇનામ :   વાર્તા નં (2) શીર્ષક  મૌન   ($25)-સપનાબેન વિજાપુરા
આશ્વાસક ઇનામો :
(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી  ($15)-કલ્પના રઘુ 
(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા

આ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’. 

વાત જીવનની છે. જીવન  એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ  ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.

પ્રજ્ઞા દાદભાવાળા

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ, તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, પ્રજ્ઞા દાદભાવાળા, વાર્તા and tagged , , , , . Bookmark the permalink.

4 Responses to બેઠકનો અહેવાલ -૮-૩૧ -૨૦૧૮-પ્રજ્ઞા દાદભાવાળા

 1. vaishaliradia says:

  આહા! ખૂબ સરસ અહેવાલ જાણે ‘બેઠક’ માં હાજર હોઈએ તેમ માણ્યું. શબ્દ ચિત્ર આંખ
  સામે ખડું થઈ ગયું.
  ધન્યવાદ
  # વૈશાલી રાડિયા

  Like

 2. ashokmshah says:

  અમે અહિ નવા આવ્યા છે તો અમને આવિ બેઠક નિ જાણ કેવિ રિતે થાય? અશોક શાહ. ૮૩૨૫૧૮૯૯૩૮

  Like

 3. Kalpana Raghu says:

  આ વખતની બેઠક અનોખી અને વિશિષ્ઠ હતી.સૌએ તેની વિવિધતાને મન ભરીને માણી.સૌ વિજેતા મિત્રોને અભિનંદન.અહેવાલ સુંદર લખ્યો છે.મુ.તરુલાતાબેનનુ વાર્તા લખવા અંગેનું માર્ગદર્શન નોધનીય હતું.વાચીકમનું લખાણ અને સૌનો અભિનય અભિનંદનને પાત્ર કહેવાય.રાજેશભાઈની આભારવિધિ સુંદર રહી.ભોજન અને ફોટો સેશન …મજા આવી.એમ કહેવાય કે,માહી પડયા તે મહાસુખ માણે…..ખરેખર બેઠક યાદગાર રહી!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s