૪૮) આવું કેમ? જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ!

જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ!
“ભાદરવો મહિનો આવ્યો પણ હજુ ઘણાં સ્થળોએ આવતાં અઠવાડીએ પણ જન્માષ્ટમી ઉજવણીના પ્રોગ્રામો થઇ રહ્યા છે!”
કોઈએ ટીકા કરતાં કહ્યું ; “ આ તો નર્યો કળિયુગ આવ્યો કહેવાય! કળિયુગ!”એમણે બળાપોકર્યો. “ભાદરવામાં કૃષ્ણ જન્મની ઉજવણી ?”
“ પણ જયારે , જેને જે અનુકૂળ હોય ત્યારે તે તેવું કરે ! તેમાં ખોટું શું છે?” મેં કહ્યું; “આમ પણ જે જન્મે તેને વિદાય લેવાની હોય છે જ ; એટલે જન્મ પછી કર્મ પ્રમાણે વિદાય અને ત્યાર પછી એનું શ્રાદ્ધ થાય , એવો વિશાળ અર્થ આપણે કરવાનો !” મેં વડીલને સાંત્વના આપતાં કહ્યું !
એ કતરાતી આંખે મારી સામે જોઈ રહ્યા ! “એક બાજુએ પારણું ઝુલાવો અને બીજી તરફ શ્રાદ્ધ માટે છાપરે વાસ મુકવા જાઓ ? નર્યો કળિયુગ!”
હા , જૂની આંખે નવા તમાસા!
જીવનમાં નવું સ્વીકારવું સહેજ અઘરું છે, પણ અશક્ય નથી! અને જયારે તમે એ નવા વિચારને સહેજ રમૂજમાં લઈને , હળવાશથી , હસી કાઢો છો ત્યારે દુઃખ જતું રહે છે, રહે છે માત્ર વાકચાતુર્ય!
જીવનમાં થોડું હસવામાં લીધું , થોડું હસીને લીધું ને થોડું હસી કાઢ્યું ! બસ જીવન આમ હસતું રાખ્યું !
“હું તો કહું છું કે ભેગાભેગી નવરાત્રીનેય સાથે લઇ લઈએ !” મેં ઉમેર્યું ;”ગણેશ ચતુર્થીના લાડવા ખાધા પછી થોડી ગરબાની રમઝટમાં કસરત પણ થઇ જાય !” મેં કહ્યું.
“અને એક બીજો વિચાર આવે છે કે ગણેશોત્સવમાં મોદક મિષ્ટાનઆરોગ્યાં પછી જો જીમાષ્ટમી – જિમ અષ્ટમી – કે વ્યાયામી એકાદશી – કસરત અગિયારસ રાખ્યાં હોય તો કેમ? “
જો કે મારી વાત કોઈનેય ગળે ઉતરી નહીં !
એક અંદાજ મુજબ આપણી અહીંની નવી પેઢીને નથી તો આપણાં આવાં મંદિરોમાં થતા અભિષેકમાં રસ કે નથી તેમનાં ભેજામાં આ શાક ભાજી કે ડ્રાય ફ્રૂટ્સના હિંડોળા ઉતરતાં!
હા , એમને જરૂર રસ પડે છે કૃષ્ણ જન્મના મટકીફોડવા ના રિવાજમાં ! કારણકે એમાં નાના બાળકોને પણ મઝા પડે તેવી પ્રવૃત્તિ છે! એમને રસ પડે છે આ મટકી ફોડીને એમાંથી ચોકલેટ નીકળે ,એ એમનાં બાળકોને -જેવી રીતે મેક્સિકન સંસ્કૃતિમાં કાગળના પિન્યાટા બનાવીને વર્ષગાંઠની પાર્ટીમાં બાળકો લાકડીથી ફોડી એમાંથી ચોકલેટ, કેન્ડી નીકળે ને બધા આનન્દ કરે , તેમ પોતાનાં બાળકો આનન્દ કરે, તેમાં આ નવી પેઢીને રસ છે!
અને એ યોગ્ય જ તો છે!
“આવું કેમ અથવા તો આવું શા માટે ?” આ નવી પેઢીના પ્રશ્ન છે!
નવી પેઢી અને તેમનાં સંતાનો , એટલેકે હવેની ત્રીજી – ચોથી પેઢીને ધ્યાનમાં રાખીને જો તહેવારોની ઉજવણી થશે તો આપણી સંસ્કૃતિ સાથેનો તેમનો નાતો કૈંક અંશે જોડાયેલો રહેશે. નહીં તો સાવ લુપ્ત થઇ જશે !અને યુરોપમાં જેમ મોટાં મોટાં ચર્ચ ખાલી પડવાથી વેચવા મુકવા પડે છે તેમ ક્યાંક આપણાં મંદિરોની દશા એવી દયાજનક ના થઇ જાય!
ત્રણેક દાયકા પહેલાં મંદિરોમાં બર્થડે નિમિત્તે કેક કાપવાનો છોછ વર્તાતો હતો ! ‘મંદિરમાં તો વર્ષગાંઠે પેંડા કે લાપસી કે કંસાર હોય’ એવી માન્યતા છેવટે બદલાઈ અને કેક પણ સ્વીકાર્ય બની! હા , ઈંડા વિનાની !
સારા વિચારો બધી બાજુથી આવવા દો’ Let noble thoughts come from all directions !એ આપણી સંસ્કૃતિના પાયામાં છે! એટલે કાંઈક નવું સ્વીકારીએ તેમાં આપણી સંસ્કૃતિનું અપમાન નથી , ગૌરવ છે! કદાચ આપણે વિશ્વમાં આટલાં આગળ છીએ તેના પાયામાં આ વિશાળતા જ છે!
હમણાં ઉનાળાના વેકેશનમાં અમે મિત્રની ઘેર ગયાં ત્યારે બધાંએ ભેગા મળીને ધુળેટી ઉજવી હતી ! વસંત ઋતુનો એ તહેવાર ,છતાં હોળીના રંગે બધાં રંગાયાં અને પીચકારીના રંગે પલળ્યાં! બાળકોને હોળી ધુળેટીની વાર્તા યાદ કરાવી !એ યોગ્ય જ થયું ને ?
આજની પેઢીને કારણ , કાર્ય અને પરિણામ વચ્ચેનો સમન્વય જોવો છે! તેઓ કહે છે કે કૃષ્ણ જન્મ ઉજવો છો ?તો અમને કૃષ્ણ જીવનની વાતો કહો !
પણ આપણી પાસે તો “ વા’લાને માખણ ભાવે રે ! વા’લાને મિસરી ભાવે રે” એવાં ભજન સિવાય જવાબમાં બીજું કાંઈ નથી!
“ દાદીબા , મિસરી એટલે શું?” બાળક પૂછે છે, “દાદા , આ પ્રસાદ મને નથી ભાવતો ; એને કેમ પંજરી કહેવાય છે?” એમને એ જાણવું છે!
અને આપણે પૂરાં ભાવ ભક્તિથી કહીશું; “એતો આવું બધું ખાવું પડે, પ્રસાદની ના કહેવાય નહીં !નહીં તો પાપમાં પડીશ !” બસ, ભય બતાવો એટલે વાત પુરી ?
આવું કેમ?
આપણાં વિશાલ મંદિરોમાં સિનિયરોને બાદ કરતા ,કેટલાં ટકા યુવાન વર્ગ જોડાયેલો છે તેનો સર્વે કરવાની જરૂર છે!
આ દેશમાં પ્રથમ ઇમિગ્રન્ટ્સ તરીકે આપણે આવીને સંસ્કૃતિ રક્ષણ કાજે જે પણ તન , મન અને ધનથી પ્રદાન કર્યું એ દાદ માંગીલે એવું છે, પણ આપણાં ચીલાચાલુ પુરાણ ખ્યાલોને સમય સાથે બદલાવવું પડશે !
શ્રાવણ મહિનામાં થતો દૂધનો અભિષેક , કદાચ આ દેશની ઇકોનોમીને પરવડે છતાં , દૂધ સીધું ગટરમાં જ જાય તો અરેરાટી જરૂર થવી જ જોઈએ ! પઁચામ્રૂતનો અભિષેક- દૂધ, ઘી, દહીં , મધ અને સાંકરનો વ્યર્થ બગાડ! છપ્પન ભોગો અને મોટા મોટા અન્નકૂટો નાં દર્શનમાંથી કેટલાક રાંધેલા પ્રસાદ તો રેફ્રીજેટરની બહાર -મંદિરના ગર્ભદ્વાર પાસે રહેવાથી બગડી જાય છે!
આ બધાં ચીલાચાલુ રિવાજોમાં બદલાવ લાવવો જ પડશે , જો નવી પેઢીને એમાં સક્રિય રસ લેતાં કરવી હોય તો!
આજે પણ ઘણાં વડીલોને પોતાના સંતાનોના જીવનમાં મુશ્કેલી આવે તો ;” એને સાત વર્ષની – કે પાંચ વર્ષની કે તેર વર્ષની- પનોતી ચાલે છે, કે ગ્રહ દશા બગડી છે અને શનિ કે રાહુ કેતુ આડે આવે છે એમ કહીને મંદિરમાં કે દેશમાં સવાલાખ જાપ જપવા કે લઘુ રુદ્ર કે પૂજા યજ્ઞ કરાવવા પૈસા મોકલતા જોયાં છે! કોઈને આર્થિક રીતે મદદ થતી હોય તો એ અસ્થાને નથી , પણ અંધશ્રદ્ધાથી કરેલા કાર્યને સફળતા મળતી નથી! ઉલ્ટાનું , ઘરમાં નવી પેઢીનો કાં તોવિશ્વાસ ઉઠી જાય છે, નહીં તો સંતાનો ગુમરાહ બની જાય છે!
ખરેખર આવાં અવૈજ્ઞાનિક વિચારોમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે!
આવું કેમ ?
જે પ્રશ્ન ઉકેલવાનો હોય છે તે બાજુએ રહી જાય છે: દા. ત . બિઝનેસમાં કેમ ખોટ આવે છે તે વિચારવાને બદલે સાત વર્ષની પનોતી દૂર કરવા દેશમાં જાપ જપાવડાવીએ છીએ ! તેનાથી કોઈ ઉકેલ આવતો નથી! કારણ કે મૂળ પ્રશ્ન પનોતીનો નથી ધન્ધામાં ખોટ કેમ આવે છે તે છે! જાપ જપવાથી શું પ્રશ્ન ઉકલી જશે? હા , મોરલ સપોર્ટ ,આપણો માનસિક ટેકો બતાવવા એ જરૂરી છે, પણ એનાથી મૂળ સમસ્યા હલ થતી નથીનાહકના પૈસા અને સમયનો વ્યય થાય છે!
ખોટા વહેમમાં રહ્યાં કરતા છોકરાઓને જયારે અનુકૂળ હોય ત્યારે જન્માષ્ટમી ઉજવે તેમાં રાજી રહેવું જોઈએ !
પણ અમેરિકનો તો એવું નથી કરતાં: અંદરનો માંયલો બોલ્યો ;
ક્રીશમાસ હોય કે પછી વેલેન્ટાઈન ડે હોય કે ઈસ્ટર હોય , તહેવાર પછીના બીજા દિવસે ઘણું બધું પચાસથી સિત્તેરટકા ડિસ્કાઉન્ટના ભાવે હોય છે તોયે એ લોકો તહેવાર જે દિવસે હોય તે જ દિવસે ઉજવે છે!
આવું કેમ?
અને તોયે મન બુદ્ધિએ કહ્યું ;
ઋષિ મુનિઓએ હજ્જારો વર્ષ પૂર્વે જીવનને ઉર્ધ્વ બનાવવા અનેક પ્રયોગો આપ્યા! એ જ્ઞાન પાછળનું હાર્દ સમજવાનો વખત આવી ગયો છે! વિકસતું જ્ઞાન એટલે વિજ્ઞાન ! તો ધર્મમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ મુક્યો હોય તો કેવું ?
આવું કેમ?

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in આવું કેમ ?, ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, નિબંધ. Bookmark the permalink.

3 Responses to ૪૮) આવું કેમ? જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ!

 1. Nalini Trivedi says:

  સરસ ! આપણા વાર તહેવારો દ્વારા આપણે આપણી સંસ્કૃતિને જાળવીએ છીએ !દેશમાં તો તિથિ પ્રમાણે જ ઉજવણી થતી હોય છે પ અહીંયા જયારે થાય ત્યારે પણ તહેવારોને યાદ કરીને ઉજવીએ છીએ તે સારી વાત છે ! તમારી રમૂજ વૃત્તિ આ જીમાષ્ટમી વ્યાયામગિયારસમાં સ્પર્શી ગઈ !
  Nice, interesting!

  Like

 2. geetabhatt says:

  Thanks! આપણે આ દેશમાં સામ પ્રવાહે તરવાનું છે , એટલે એ રીતે પણ સંસ્કૃતિ જળવાય ! આજની પેઢી એ જ રીતે અંધશ્રદ્ધાથી પણ દૂર રહે છે: વીકેન્ડમાં જ લગ્ન મુહર્ત એટલે પેલાં શુભ અશુભ કે કાળ અને અમૃત ચોઘડિયાં પણ સમજીને એક સમાન થઈને વર્તે છે! એ જ રીતે દેશમાં પણ હવે ઉત્તરાણ પહેલાં મકરશનક્રાંતિ પહેલાં કમૂર્તામાં એન .આર. આઇ. માટે સ્પેશિયલ મુહર્ત કાઢવામાં આવે છે જેથી વિન્ટર બ્રેકમાં રજાઓ દરમ્યાન લગ્ન માટે દેશ આવી શકે !
  આ એક વિચાર બીજ છે: કંઈક નવું ( સારું?) બદલાવ આવે છે તે તરફ અંગુલી નિર્દેશનનો પ્રયાસ છે.Only future will tell us if it is right or wrong!

  Like

 3. Mina patel says:

  Geetaben, you are so true! Prop are forgetting their real duty ( Dharm) At lease we shou have respect for our some true rituals.. thanks!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s