૪૭) આવું કેમ? લેબર ડે -શ્રમદિન !

લેબર ડે વીકએન્ડ એટલે પુરા ત્રણ દિવસની રજા!ખાવું પીવું , હરવું ફરવું અને ત્રણ દિવસનું વેકેશન માણવું!
અમેરિકાના કોઈ હાઈ વે પરથી અમારી ગાડી પાણીના રેલાની જેમ પુરપાટ દોડી રહી છે. શહેરથી આટલે દૂર આવાં સુક્કાં રણ વચ્ચે આ રસ્તા કોણે બનાવ્યા હશે?
મારું મન વિચારે ચઢે છે.
રણમાં પણ રસ્તાઓ છે! ત્યાં રણમાં થી જ રેલવેના પાટા પણ જાય છે!દૂર વળી ડુંગરાઓ છે ને તેમાં ટનલ બનાવી છે ને રસ્તો ત્યાંથીયે પસાર થાય છે!
કોણે આટલી મહેનત કરી હશે?
મજૂરોએ!
મ્હેનતકષ્ટ મજદૂર વર્ગે !
અમેરિકાની આટલી ભૌતિક સમૃદ્ધિમાં આ તદ્દન નીચલા વર્ગના મજૂરોનો કેટલો બધો મોટો ફાળો ! હું વિચારું છું.

પ્રત્યેક રાષ્ટ્રની આંતરિક પ્રગતિ તેના સામાજિક અને આર્થિક ક્ષેત્ર પર આધારિત હોય છે અને તેના પાયામાં હોય છે એ રાષ્ટનો શ્રમજીવી વર્ગ ! મજદૂર વર્ગના શ્રમ પર એ રાષ્ટ્રની આંતરિક આબાદીનો આધાર હોય છે!ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાના મજૂરવર્ગને લાગ્યું કે જે રીતે તદ્દન સામાન્ય સ્તર પર રહીને જે મહત્વનું કાર્ય એ લોકો કરી રહ્યાં છે તેવા લોકોનું સંગઠન કરી સમાજમાં બધાનું ધ્યાન ખેંચાય એટલે પરેડ કરીએ ! સંગઠન કરીએ જેથી કરીને એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે .
પરેડ કરીને ઉજવણી કરીએ જેથી આમ જનતાને -સામાન્ય લોકોને -તેમના મહત્વના કાર્યની જાણ થાય!
એ સમયે અમેરિકામાં લોકો અઠવાડિયામાં છ દિવસ અને રોજના દસ કલાક કામ કરતાં હતાં ! શરૂઆતમાં લેબર ડે ઉજવણીને કાંઈ મહત્વ મળ્યું નહીં, ન્યુયોર્કમાં અમુક વર્ગના મજૂરોએ સરઘસ કાઢ્યાં ને ઉજવણી કરી; અને એક પછી એક રાજ્ય આ શ્રમજીવીઓ ને બિરદાવવા માંડ્યા ! પછી કોંગ્રેસેમંજૂરી આપી !
મજુર સંગઠનો હેઠળ તેમના હક્કો , વેતન , તેમના સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં , તેમના કૌટુંબિક પ્રશ્નો વગેરેને પણ આવરી લીધા.
અને આબધું લેબર્ડે ઉજવણીની શરૂઆત સાથે થયું !
પણ હવે લેબર ડે વીક એન્ડનું મૂળ હાર્દ ભુલાઈ ગયું છે અને હવે લેબર ડે એટલે સમર વેકેશનનો માત્ર છેલ્લો દિવસ!
સપ્ટેમ્બર મહિનાનો પહેલો સોમવાર એટલે બીજા દિવસથી સ્કૂલનું નવું સત્ર શરૂ થાય !
બસ આટલું જ ?
જેના થકી દેશમાં રસ્તાઓ, રેલગાડીઓ અરે વાહન વ્યવહાર સારી રીતે થાય છે , દેશની પ્રગતિના પાયનો પથ્થર મજદૂરને , ગ્રાસ રૂટ લેવલના અદના માનવીને આપણે ધીમે ધીમે ભૂલવા માંડ્યા છીએ !
લેબર યુનિયનોને એટલી લોકપ્રિયતા નથી મળતી જેટલી પહેલાં – વીસમી સદીમાં હતી ! આવું કેમ?
માલિક અને મજુર વર્ગ વચ્ચેનો ગજગ્રાહ કાંઈ નવો નથી. માલિકને બધો નફો લેવો હોય પણ મજૂરને મહેનતાણું ઝાઝું આપવું ના હોય! અને હવે યુનિયનો પણ મદદ કરવાને બદલે નફો કરવની ભાવના રાખે છે! બધાંને ઓછી મહેનતે વધુ પડાવી લેવાની ભાવનામાં મૂળ ઉમદા હેતુ વિસરાઈ ગયો !

વિશ્વના અનેક દેશોની જેમ આપણી માતૃભૂમિમાં પણ શ્રમજીવીઓને બિરદાવવામાં આવે છે; તો ચાલો જરા એ તરફ પણ નજર નાંખીએ. આપણો દેશ કૃષિ પ્રધાન ! ખેતમજૂરો તો કાળી મજૂરી કરે . બિહારમાં ચંપા રણમાં બિચારાં ખેતમજૂરો તો બ્રિટિશ રાજ્યમાં કામ કરતાં કરતાં મરી જાય ! ગાંધીજીએ આફ્રિકાથી આવી સૌથી પહેલો સત્યાગ્રહ ત્યાં કર્યો ! એમાં એ સફળ થયા પછી ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ જેવાનો વિશ્વાશ મળ્યો !
પણ ગુજરાતમાં ત્યારે કાપડ ઉદ્યોગની બોલ બાલા હતી. અમદાવાદ જાણે કે દેશનું માન્ચેસ્ટર હતું ! પણ મિલ મજૂરો ત્રણ પાળીમાં ઓછા વેતને કામ કરે!
તો આવા સમયે આપણે ત્યાં વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીની આગેવાની હેઠળ મજદૂર મહાજન સંઘ ની સ્થાપના થયેલ તે પ્રસન્ગ યાદ આવે છે! ખુબ જ નજીવા વેતને કામ કરતાં મિલ મજ઼દૂરોએ પગાર વધારો માંગતા મિલમાલિકોએ તેમની અવગણના કરી. હડતાલ એક મહિનો ચાલી અને લોકોનું મનોબળ તૂટવા માંડ્યું તે સમયે, હડતાલ ચાલુ રહે તે માટે ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા ! હવે લોકોમાં ઉત્સાહ આવ્યો અને હડતાલ ચાલુ રહી! જોકે મિલમાલિકોના નેતા અંબાલાલ સારાભાઈએ ગાંધીજીની ઈચ્છાને માન આપી ઉપવાસના ચોથા દિવસે જ સમાધાન કરાવ્યું ; મજૂરોને થોડો વધારો મળ્યો !
અને હજુ આજે પણ મજુર મહાજન સંઘ કાર્યરત છે!
દરેક રાષ્ટ્ર પોતાના શ્રમજીવી વર્ગને
બિરદાવવા લેબર ડે ની ઉજવણી કરે છે!
અમેરિકામાં આ લોકો નો મુદ્રા લેખ છે કે: દેશના હિત માટે કામ કરીશું ; અને પૂરું વળતર લઈશું !
પણ લેબરડે એટલે આપણે તો બસ એક વધુ રજા જ! પીકનીક અને પાર્ટી ! એવું કેમ?

5 thoughts on “૪૭) આવું કેમ? લેબર ડે -શ્રમદિન !

 1. પણ લેબરડે એટલે આપણે તો બસ એક વધુ રજા જ! પીકનીક અને પાર્ટી ! એવું કેમ?
  બેક યાર્ડમાં ઘાસ જાતે કાપો તો? !

  Liked by 1 person

  • હા હા!! લો કરો વાત ! આ તે કેવો સરસ વિચાર ! પણ હવેની પેઢીને તો યોગા પણ શોર્ટ કટ કરવા છે ,ઝડપથી મેડિટેશન પતાવવું છે,ફટાફટ સાઈટ સીઇંગ કરીને ફેસબુકમાં મિત્રો સાથે શેર કરવું છે! તેમાં ઘાંસ કાપતાં ફોટા પડે , પણ ઘાંસ ના કપાય! તેહી ને દિવસો ગતાઃ

   Like

 2. માહિતી સભર લેખ છે .આ રીતે મજુર મહાજન મંડળની સ્થાપના થઇ . ત્યાર પછી અનસુયાબેન સારાભાઈના માર્ગદર્શન નીચે બહેનોના મજુર મંડળની સ્થાપના થઇ જે પાછળથી આજનું “સેવા”SEVA: self employed women association નામે આજે પણ ચાલે છે . Thanks for the nice article,Geetaben !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.