પ્રેમ એક પરમ તત્વ -10-સમર્પણ -સપના વિજાપુરા

લાલ પાનેતર ઓઢી  કંકુ વરણા પગલે એ જ્યારે સ્ત્રી  અજાણ્યા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એનું હ્રદય સ્નેહ,પ્રેમ, આદર અને વિશ્વાસ થી તરબતર હોય છે!! એ અજાણ્યા ઘરમાં પ્રવેશતા હ્રદયની ધડકન વધી જાય છે પણ અહીં જીવનભર પતિનો સાથ આપશે એ વચન પણ આપી જાય છે.
પ્રેમનું એક નામ સમર્પણ પણ છે!! સ્ત્રી તો સમર્પણની દેવી ગણાય છે!! પ્રેમ એક એવું સમર્પણ છે જ્યાં પોતાની ગમતી વ્યકિતની થોડી લાગણી મેળવવા આખી જિંદગી જીવી  જાય છે. અજાણી વ્યકિત માટે પોતાના મા બાપ ભાઈ બહેન સર્વ સગા વહાલાને છોડી ને આવે છે.અને પોતાની આખી જિંદગી સમર્પિત કરી દે છે!! સાત ફેરામાં આપેલા સાતે વચન નીભાવવાની કોશિશ કરે છે!! મન વચન અને કર્મથી પતિ સાથે જોડાય છે! કોઈને જીવન સમર્પિત કરવું એ માટે હ્દયમાં ભારોભાર પ્રેમ હોય તો જથાય! એ હ્રદય સંવેદના થી ભરપૂર હોય તો જ થાય! પ્રેમ એ પાનેતરની ગાંઠમાં અને મંગળસૂત્ર કાળા મોતીમાં પરોવીને પતિનોહાથ પકડી ગૃહપ્રવેશ કરે છે.
એ પતિની સહચારિણી બની ને રહે છે. તે દરેક કાર્યમાં પ્રેમ અને ઉષ્મા છે ક્યારેક પત્ની, પ્રેયસી ક્યારેક મા બની જાય છે. બે માંથી પતિ પત્ની એક બની જાય છે.બન્ને વચ્ચેનો પ્રેમ અલગ અલગ સપનાને એક તાંતણે બાંધે છે. પ્રેમમાં આશ અને વિશ્વાસ બન્ને હોય છે.પ્રેમ એટલે તને ઓઢું,તને પહેરું, તને શ્વસું,તું જ રહે સદા મારી આસપાસ!! એવું કોેઈએ  કહ્યું છે.
હક અપેક્ષા અને શકના પંક માંથી કમળ બની જે ખીલી ઊઠે એ પ્રેમ છે!! જ્યારે અપેક્ષા રાખીએ ત્યારે નીરાશા મળે છે!! આજકાલના સંબંધમાં વ્યકિત જેવી છે તેવી સ્વીકારવા કોઈ તૈયાર નથી!! પણ આપણે જેવી જોવા ઈચ્છીએ એવી વ્યકિત આપણને જોઈએ છે!વ્યકિત પાસે અપેક્ષા રાખવામાં આવે છે અને એ અપેક્ષા માં જો વ્યકિત પાર ના ઉતરે તો પ્રેમ આપવો તો અલગ વાત છે પણ નફરત ના બીજ વવાઈ જાય છે!! માટે  હક અપેક્ષા અને શક છોડી દઈ કમળની જેમ ખીલી ઊઠે તે પ્રેમ છે!! સ્ત્રી પાસેહ્દયમાં ખૂબ પ્રેમ અને સંવેદના છે!! કારણકે ભગવાને એને એવી જ કોમળ હ્રદયની બનાવી છે.જેટલો પ્રેમ એ આપે છે એટલાંપ્રેમની એ આશા રાખે છે!! પ્રેમ એ અરસપરસ છે!! એક હાથે દે એક હાથે લે!!
સ્ત્રી માં સમર્પણની ભાવના હોવાથી એ નમીને ચાલે છે અને પુરુષને ઈશ્વરે શરીર અને મનથી મજબૂત બનાવ્યાં છે. જેથી એ હકની ભાવના ધરાવે છે!! પ્રેમ એમાં પણ છે!! પણ એ પ્રેમ અધિકાર થી મેળવે છે!!પ્રેમ દરેક વ્યકિતની જરૂરિયાત છે ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી !!
પ્રેમ વગર માણસ માનસિક બીમારીનો અને હતાશાનો ભોગ બને છે.ઘણા યુવાન યુવતીઓ તો આપઘાત પણ કરે છે!! પ્રેમમાંઉંમરનો બાદ નથી મોટી ઉમરે પણ પ્રેમની જરૂર પડે છે. કારણકે ફકત શારિરીક સંબંધનું ના પ્રેમ નથી પણ પ્રેમનો સીધો સંબંધ હ્રદય સાથે છે!! અને હ્રદય ક્યારેય વૃધ્ધ થતું નથી!! પણ મોટી ઉમરે વધારે સાથ અને સહકાર અને પ્રેમ ની જરૂર પડે છે કારણકે માણસ દુનિયાની ઠોકર ખાઈને હતાશ થયો હોય છે અને એકલવાયો પણ!! આવા સમયે પતિ પત્ની એકબીજાના જીવનને સહારો આપે છે. જીવનમાં મીઠાશ ઘોળે છે.શાકમાં મીઠાં જેટલો પ્રેમ પણ મળે તો જીવન મધુર લાગે છે!! પતિ અને પત્ની વચ્ચેના પ્રેમમાં વિશ્વાસ જરૂરી છે. એમ કહી શકાય રથનું એક પૈડું પ્રેમ છે તો બીજું વિશ્વાસ!!
જ્યારે આ પ્રેમ સમતોલ બને છે ત્યારે એક સુખી સંસારની વ્યાખ્યા બને છે!! બન્નેના દિલમાં થી અહમ્ જ્યારે નીકળી જાય ત્યારે પ્રેમ પરમ તરફ વળે છે!! “હું એટલે તું અને તું એટલે હું”અને “હું” કે “તમે” માં થી “આપણે” બની જઈએ ત્યારે પ્રેમપરિપક્વતાએ પહોંચે છે!!” માન અપમાન તણું ભાન નિરંતર શાને? પ્રેમમાં આવો અહંકાર શાને? પ્રેમમાં વળી માન અપમાન શું? બસ કોઇના દિલમાં રહેતા આવડવું જોઈએ!! કોઈના દિલમાં ઘર કરી લેતા આવડવું જોઈએ!
બન્ને તરફથી પ્રેમમાં દિવ્યતા આવે ત્યારે પ્રેમ પરમ તત્વ બને છે!! તમારી જાત કરતા બીજાને વધારે પ્રેમ કરતા હો એનું નામ સમર્પણ અને સમર્પણનું  બીજું નામ પ્રેમ!!તેજ પ્રેમ પરમ તરફ લઈ જાય!!
સપના વિજાપુરા
This entry was posted in ચિન્તન લેખ, સપના વિજાપુરા and tagged by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

8 thoughts on “પ્રેમ એક પરમ તત્વ -10-સમર્પણ -સપના વિજાપુરા

 1. પ્રેમનું એક નામ સમર્પણ પણ છે.જ્યાં હક અપેક્ષા અને શક નથી બસ કોઈને માટે સંપૂર્ણ રીતે નિવેદિત કરવું એજ ભાવના..સર્વસ્વ ધરી દેવાનો એક સુંદર ભાવ .સમર્પણમાં એવું જરૂરી નથી કે તમે તમારી આંખો બંધ કરી દો, તમારા કાન બેરા કરી નાખો, કે તમે કોઈ સવાલ ના ઉઠાવો, ઉલટું સમર્પણનો અર્થ તો એ છે કે તમે ભગવાનની આંખે આ દુનિયાને નિહાળો અને કોઈને ચાહો..અર્થ એ થાય કે વ્યક્તિ પોતાને સ્વેચ્છાથી પરમેશ્વરના પ્રેમને કોઈમાં પામવાનો છે…..
  સમર્પણમાં પ્રેમ છે અને પ્રણય જેવી નાજુક લાગણીની અભિવ્યક્તિને,સત્યમ્ શિવમ્ સુંદરમ્ નું ઐશ્વ્રર્ય પ્રાપ્ય હોય છે.દેહ દિવ્ય બનતાં તે તેનું સત્યમ્ સ્વરૂપ ઓળખે છે. સમર્પણમાં જીવન દિવ્ય બનતાં તે તેનું શિવમ્ (પવિત્રમ્) સ્વરૂપ પ્રગટ થાય છે . અને મન દિવ્ય બનતા તેની દ્વારા તે પોતાનું ‘ સુન્દરમ્ સ્વરૂપ પ્રકાશ કરે છે.
  પ્રેમ એટલે કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ…સત્યમ્, શિવમ્,સુંદરમ્ એ સત્-ચિત્-આનંદનું જ સક્રિય સ્વરૂપ છે . .પ્રેમમાં દિવ્યતા આવે ત્યારે પ્રેમ પરમ તત્વ બને છે!! તમારી જાત કરતા બીજાને વધારે પ્રેમ કરતા હો એનું નામ સમર્પણ અને સમર્પણનું બીજું નામ પ્રેમ! ..તે જ પ્રેમ પરમ તરફ લઈ જાય!
  વાહ પ્રેમ નો એક સુંદર અર્થ સમર્પણ ….

  Like

 2. Darshana V. Nadkarni, Ph.D. says:
  September 2, 2018 at 6.18 (Edit)
  “પ્રેમમાં અહંકાર શાને”? એકદમ સત્ય છે.

  Like

 3. સુંદર ભાષા, સુંદર શબ્દો, સરસ નિરૂપણ, લેખ માટે જરૂરી બધા Parameters ઉપર આ લેખ ખરો ઉતરે છે. જીવનની વાસ્તવિકતાઓનું સત્ય બયાન કરતો આ લેખ પ્રશંશાઓ હકદાર છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.