તરૂલતા મહેતા વાર્તાસ્પર્ધા પરિણામ

પ્રજ્ઞાબેન સંચાલિત ‘બેઠક ‘ના ઉપક્રમે ‘શબ્દોના સર્જન ‘ બ્લોગ પર દરવર્ષની જેમ આ વર્ષે પણ તરૂલતા મહેતા  વાર્તાસ્પર્ધા  સાપ્રંતની સમસ્યાને  લક્ષમાં લઈ

 આયોજિત થઈ હતી. જેનો વિષય ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન ‘.
સર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને  26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે. આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને ગુજરાતી  ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી શુભ ભાવના સ્પર્ધા પાછળ રહેલી છે. બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે. ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને મારા તરફથી અઢળક અભિનન્દન।
વાર્તા સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  ઇનામ:    વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા
દ્વિતીય ઇનામ :  વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ 
તૃતીય ઇનામ :   વાર્તા નં (2) શીર્ષક  મૌન   ($25)-સપનાબેન વિજાપુરા
આશ્વાસક ઇનામો :
(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી  ($15)-કલ્પના રઘુ 
(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા
ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું  મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની  સંવેદના પ્રબળપણે
દેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ .
વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.
શબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા  .
જય ગુર્જર ગિરા।
તરૂલતા મહેતા 21મી ઓગસ્ટ 2018

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા and tagged , , , , . Bookmark the permalink.

8 Responses to તરૂલતા મહેતા વાર્તાસ્પર્ધા પરિણામ

  1. aarti rajpopat says:

    Sahu vijetao ne khub khub abhinandan.

    Like

  2. Niranjan Mehta says:

    આભાર, તરુલતાબેન. આપ જે યજ્ઞ કરી રહ્યા છો તે સરાહનીય છે. આપની ભવિષ્ય માટેની ઈચ્છા પૂર્ણ થાઓ.

    Like

  3. P. K. Davda says:

    બધા વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન, અને ભવિષ્યમાં આનાથી પણ વધારે ઉત્તમ સર્જન કરી શકો એવી શુભેચ્છા.

    Like

  4. vaishaliradia says:

    આભાર તરુલતાબહેન, પ્રજ્ઞાબહેન તેમજ ‘બેઠક’ ના સર્વ મિત્રોનો.
    તમામ વિજેતાઓને ખૂબ અભિનંદન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s