7 દ્રષ્ટિકોણ – પુસ્તકોનો પ્રભાવ – દર્શના

મિત્રો તમારું મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી સ્વાગત.
આજે આપણે પુસ્તક વિષે થોડી વાત કરીએ. તમારો વાંચવાનો શોખ ક્યારથી જાગ્યો? શું તમને યાદ છે કોઈ સુંદર વાર્તાઓ, સુંદર પાત્રો કે સુંદર પળો તમારા બાળપણની જયારે તમારા બા, બાપુજી, મોટી  બહેન કે ભાઈ એ કોઈ સુંદર ચોપડી વાંચી હોય અને કલાકો સુધી તમે તે વિષય અને તેના પાત્રો વિષે વિચારતા સપના ની દુનિયામાં ડૂબી ગયા હો? કેવા રંગબેરની રંગો માં તમારી દુનિયા ત્યારે રંગાઈ ગઈ હતી? પુસ્તકો આપણા સપનાને પાંખ આપે છે ને? હું આજે મારા બાળપણના એક વ્હાલા પાત્ર વિષે વાત કરવા માંગુ છું. પણ તે પહેલા મારા બાળપણ વિષે થોડી વાત કરું.
મારુ બાળપણ વીત્યું આફ્રિકાના ઇથિયોપિયા દેશની રાજધાની એડીસ અબાબા માં. એડીસ માં ગુજરાતીઓએ એક ગુજરાતી શાળા સારું કરેલી અને તેમાં મારા ભણતર ની શરૂઆત થઇ. બધુજ ભણતર ત્યાં ગુજરાતીમાં થયું. શનિવાર નો દિવસ ખાસ દિવસ હતો. એક તો તે દિવસ નિશાળ અડધા દિવસ ની ને ઉપરથી તે દિવસ લાઈબ્રેરી નો દિવસ. આતુરતા થી હું શનિવાર ની રાહ જોવ. લાઇબ્રેરીમાંથી મારા પ્રિય પુસ્તકો લાવું અને ઘરે આવીને બાફેલા મગ નો વાટકો ભરી ને તે ખાતા ખાતા ચોપડી વાંચવા બેસી જાવ. મમ્મી ક્યે કે એક વાર મારા હાથમાં ચોપડી આવે એટલે પછી આગ લાગી હોય તો પણ હું ચોપડી માંથી માથું ઊંચું નહિ કરું. મેં માત્ર ગુજરાતી વાર્તાઓ જ વાંચેલી। તેથી તે વખતના મારા પ્રિય પાત્રો હતા, બકોર પટેલ, શબરી પટલાણી, છેલ અને છબો, મિયાં ફુસકી, તભા ભટ્ટ વગેરે.
પાંચમા ધોરણમા મારુ ભારત આવવાનું થયું અને તે પછી મને અંગ્રેજી શાળા માં દાખલ કરવામાં આવી. તે વખતે હું ખુબજ ઉદાસ થઇ ગયેલી. તે શાળામાં ન તો ગુજરાતી પુસ્તક મળતા હતા કે ન તો ગુજરાતી નો વિષય હતો. થોડા મહિના નાસીપાસ રહીને પછી મેં હિન્દી પુસ્તકો અને પછી અંગ્રેજી પુસ્તકો વાંચવાના શરુ કર્યા। તે પછી મેં ગુજરાતી છાપા સિવાય ખાસ કંઈ ગુજરાતી વાંચ્યું નહોતું. પણ પછી અંગ્રેજી નો લ્હાવો લેતા લેતા અંગ્રેજી અને હિન્દી સાથે પ્રેમ થઇ ગયો. અને વર્ષો પછી બેઠકમાં આવતા ગુજરાતી ભાષા સાથે મારો ફરી પરિચય થયો અને હવે આ ત્રણ ભાષા ની મધુર સુંદરતા જાહોજલાલી થી માણું છું.
પુસ્તક માટે ઘણું કહેવાયું છે. તમે કેવા પુસ્તકોને બિરદાવતા  યાદગાર શબ્દો સાંભળ્યા છે?
નીચે લખેલા થોડા વાક્યો પુસ્તકો માટે મેં જોયા છે ……
* એક પુસ્તક, એક કલમ, એક બાળક, અને એક શિક્ષક દુનિયા બદલી શકે છે.
* પુસ્તક જેવો ઈમાનદાર કોઈ મિત્ર નથી.
* તમે ચોપડી ખોલો તો કંઈ શીખ્યા વગર રહી જ ન શકો
* ચોપડી એક નદી જેમ છે. તમે જોઈને તેમાં કૂદી પડો અને તરવા લાગો છો
* સરસ ચોપડી એક હસ્તધૂનન સમાન છે. ના, એક આલિંગન સમાન છે.
પણ બધાજ પુસ્તકો થી આવી લાગણી જન્મતી નથી. જયારે પુસ્તક, પાત્ર અને વાચક નો એવો અદભુત મેળાપ થાય છે અને ત્રણેય શબ્દોમાં વર્ણવી ન શકાય તેવા તંતુથી જોડાઈ જાય છે ત્યારે વાચક ચોપડી ના પાનાઓમાં ખોવાય જાય છે. જેમ્સ બોલ્ડવિને એક વખત કહેલું કે “જયારે તમે કોઈ યાતના માં થી ગુજરો ત્યારે તમને લાગે છે કે આટલું ભયંકર દુઃખ અને હાર્ટબ્રેક કોઈને વિશ્વનાં ઇતિહાસમાં ક્યારેય નહિ થયું હોય. પરંતુ પછી તમે વાંચો છો. અને જયારે વાચક બનો છો ત્યારે તમને જાણવા મળે છે કે જિંદગીની જે વાસ્તવિકતા તમને ખુબ પજવતી હતી, રડાવતી હતી તે જ વાસ્તવિકતા તમને બીજા વ્યક્તિઓ અને પાત્રો સાથે એક તંતુએ જોડે છે”.
તમે શું માનો છો? તમારા પ્રિય એવા કોઈ પુસ્તકો છે કે જે તમે નાની વયમાં વાંચ્યા હોવા છતાં તેમનો તમારા ઉપર એટલો ઊંડો પ્રભાવ હોય કે હજુ તમે વિચારો ત્યારે તે પાત્રો તમારા મગજ માં જીવંત થઇ જાય? તમારા બાળપણના અને એક યુવા વયના પ્રિય પુસ્તક નું નામ કોમેન્ટ માં જરૂર  લખશો તે વિનંતી.
ગુલઝાર સાહેબ નું કાવ્ય કિતાબે નો અનુવાદ કર્યો છે તે સંભળાવું છું,
પુસ્તકો ડોકિયાં કરે છે, બંધ કબાટ ના કાચ માંથી
સંવેદનશીલ પુસ્તકો ડોકિયાં કરે છે
મહિનાઓ સુધી મુલાકાત નથી થતી
જે સાંજ તેની સાથે વિતાવાતી હતી, તે હવે
કમ્પ્યુટર ની સાથે ગુજારાય છે
પુસ્તકો બેચેન છે
હવે તેમને ઊંઘમાં ચાલવાની આદત બની ગઈ છે
સંવેદનશીલ પુસ્તકો ડોકિયાં કરે છે
જે પ્રબળ વાતો કરતાતા
કે જેના દિલ ક્યારકેય મરતા નતા
એ પ્રબળ વાતો હવે ઘરમાં દેખાતી નથી
જે સંબંધની વાતો થતીતી
એ ઉઘાડા થઇ ગયા છે
પડખું ફરું છું તો નિસાસો નીકળે છે
શબ્દોમાં ક્ષતિઓ હોવા લાગી છે
વગર લીલાશ ના સુખા પાનખર લાગે છે શબ્દો
હવે તેનામાં ઉગવાની શક્યતા નથી
કેટલાય શબ્દોના કામ હતા
બધાય વિખરાયેલા પડ્યા છે
ચશ્મા નકામા થયા
પાના ફેરવવાની જે મજા આવતીતી
હવે બસ આંગળી ક્લીક કરવામાં
સમય વીતે છે
પડદા ઉપર ઘણુંય ખુલે છે
પણ પુસ્તક સાથે જાતીય હિસાબ હતો તે કપાઈ ગયો
ક્યારેક છાતી ઉપર રાખીને સુઈ જતા
ક્યારેક ખોળામાં લઇ લેતા
ક્યારેક ઘૂંટણ ઉપર પુસ્તક ને બેસાડતા
ક્યારેક પૂજા કરતા તેને માથે લેતા
ખેર એ બધા સપનાઓ તો ફળતા રહેશે ફરી પાછા
પણ એ પુસ્તકોમાં સુકાયેલા ફૂલ મળતાતા
મહેકતા થોભી ગયેલા પુસ્તક માંગવા, પડવા, ઉપાડવામાં સબંધ બનતા હતા
Sidebar – વાત કરીએ તો આપણે ઘણા એ રીતે મોટા થયા ક્યારેક બહેનપણી વાંચી લ્યે પછીએ પુસ્તક વાંચવા લેવા જઈએ ને પાછું આપવા જઈએ. ક્યારેક પુસ્તક ના આપવા લેવાના બહાને કોક ભાઈબંધ બની જાય. અને આ રીતે પુસ્તક સબંધના બહાના બનતા હતા. પુસ્તક માંગવા, પડવા, ઉપાડવામાં સબંધ બનતા હતા
તેનું શું થશે?
એ હવે કદાચ નહિ થાય  
આ સાથે બે યૂટ્યૂબ ની લિંક મુકેલી છે.
પહેલી લિંક માં હું મારા બાળપણના પ્રિય પાત્ર બકોર પટેલ ની વાત કરું છું.
Bakor Patel

અને બીજી લિંક માં ગુલઝારજી ના સુંદર કાવ્ય “કિતાબે” નો ભાવાનુવાદ કર્યો છે તે સાંભળજો. આ કવિતા સાંભળીને કયો કયું જૂનું હિન્દી ગીત યાદ આવે છે? ચોપડી માંગવા જતા, ઉછીની લેવા દેવા માં અને પડી જાય તેની ચોપડીઓ ઉપાડવામાં ક્યારેક માશુક અને માશૂકા વચ્ચે કેવા સબંધ બંધાય છે? ગુલઝારજી ની કવિતા કિતાબે નો ભાવાનુવાદ પ્રસ્તુત છે.
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com


 

About Darshana V. Nadkarni, Ph.D.

Recruitment for Biotech & Medical Device companies Training & Consulting in Diversity and Inclusion
This entry was posted in ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, બાળવાર્તા, માહિતી લેખ and tagged , , , , . Bookmark the permalink.

6 Responses to 7 દ્રષ્ટિકોણ – પુસ્તકોનો પ્રભાવ – દર્શના

 1. Pragnaji says:

  . જ્ઞાનપિપાસા, વાચનની તૃપ્તિ કરાવતું ‘પુસ્તક’તો પરબ છે.અરબી ભાષામાં કહેવત છે “પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે” પુસ્તક મૈત્રીપૂર્ણ ભાવદશા તો સંબંધને શ્રેષ્ઠતમ શિખરો પર પહોંચાડીને આપણને એવી પાંખો આપે છે,કે ત્યાંથી સમગ્ર અસ્તિત્વના કોઈ પણ વિસ્તારમાં આપણે ઉડી શકીએ છીએ. અને વાંચન દ્વારા સર્જન થાય છે. ભાગદોડ ની દુનિયામાં ચોવીસ કલાકમાંથી આપણે અંતર્મુખ થવા માટે, ઓછામાં ઓછો એક કલાકનો સમય વાંચન ન મળે તો પણ બાળપણમાં કે ફુરસદમાં વાંચેલા પુસ્તકો આપણી સાથે જીવતા હોય છે કારણ ..પાત્રો કે લેખક સાથે એક સંબધ બધાય છે.આજે ૬૫ વર્ષે પણ બકોર પટેલ આપણામાં જીવે છે. ગાંધી કે વિવેકાનંદ ટાંકણે હાજર થઇ માર્ગ ચીંધે છે.
  હા છેલ્લા કેટલાંક વર્ષોમાં ટૅક્નૉલૉજીએ આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. પાના ફેરવ્યા વગર આંગળીના ટેરવે ઘણું વાંચન થાય છે.હાથ અને આંગળીના ટેરવાના સ્પર્શમાં ફેર તો ખરો ને ?
  ચાલો હવે ભાવુક ન થતા વાસ્તવિકતાને સ્વીકારીએ …યાદ કરો કાગળની શોધ થવાને લીધે નવા યુગનો ઉદય થયો હતો, એમ ટૅક્નૉલૉજી થકી જુદાં જુદાં સાધનો દ્વારા વાંચનને જે એક નવી દિશા મળી છે.ફરીથી કોઈ નવા યુગનો ઉઘાડ થયો છે. …… એજ તો દ્રષ્ટિકોણ .
  દર્શના મજા આવી સુંદર વાત કહી

  Liked by 1 person

 2. વાહ પ્રજ્ઞાબેન!!! સરસ ટિપ્પણી માટે આભાર.

  Like

 3. tarulata mehta says:

  vah Darshnaben balpnni duniyama sfr kravi. mara bhaio sathe vetalpchisini vartao khub vacheli.aaje pn mne angreji -gujrati balvartao ane kartun jova gme che.

  Like

  • Pragnaji says:

   તરુલતાબેન આપ ગુજરાતીમાં ટીપ્પણી આપો એવા પ્રતિભાવ બ્લોગ પર આવ્યા છે.

   Like

 4. સત્ય વાત કહી તરૂલતાબેન — કાર્ટૂન સાથે વેતાળ ની વાર્તાઓ વાંચવાની ખુબ મજા આવતી હતી.

  Like

 5. પ્રજ્ઞાબેન ફરી તમારી ટિપ્પણી વાંચી અને બહુ સરસ વાત કહી છે તમે. હવે કદાચ કલમ અને પુસ્તક ની જગાએ, નવી ટેક્નોલોજી અને કમ્પ્યુટર દ્વારા શબ્દો સાથે સબંધ કેળવીએ છીએ. એ સબંધ કેવા હશે અને કેમ વિકસશે અને એ રીતે કેવું નવું દ્રષ્ટિકોણ કેળવાશે। સંબંધોને છોડી થોડા દેવાશે? પ્રગતિને અપનાવીને જ આગળ વધવાનું છે ને? નવા દ્રષ્ટિકોણ માટે આભાર પ્રજ્ઞાબેન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s