૪૬-આવુંકેમ?-ડાયરી કે રોજનીશી!

આવુંકેમ?ડાયરી કે રોજનીશી!
દર વર્ષની જેમ આ વર્ષે પણ હું મારાં જન્મદિવસે ડાયરી અને પેન લઈને બેસું છું! ઘણી પ્રસિદ્ધ ડાયરીઓથી હું પરિચિત છું જેમાં યુરોપ – નેધરલેન્ડની માત્ર તેર વર્ષની ઉંમરે હિટલરથી છુપાઈને એટિકમાં બે વર્ષ સંતાઈને રહેનાર એન ફ્રેન્કની ડાયરી જેનું વિશ્વની સો જેટલી ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું તે પણ છે! અને ગાંધીજીની ડાયરી પણ છે!
પણ આજે શું લખું હું મારાં જન્મદિવસના આ વર્ષના સરવૈયામાં ?
“પણ શી જરૂર છે કાંઈ પણ લખવાની?” આળસું મન દર વખતની જેમ બંડ પોકારે છે! જે થઇ ગયું છે તે ભૂતકાળ છે; જે થવાનું છે તેના ઉપર તારો કોઈજ કાબુ નથી તો આવાં “ ડાયરા” લખીને વ્યર્થ સમય બગાડવાનું શું કામ ?
ડાયરી એટલે કે રોજની શી! રોજે રોજ નહીં તો સમયાંતરે લખેલી ‘રોજની શી’ એટલે કે ડાયરી જર્નલ !
ગાંધીજી જેવી મહાન વ્યક્તિ માટે એ મહત્વનું હોય અને મહાદેવભાઈ દેસાઈ જેવા એમની દિનચર્યાનો હિસાબ રાખે તે સમજી શકાય ; દિવસ દરમ્યાન કોને મળવાનું છે, ક્યારે , કોની સાથે શી વાતો થઇ વગેરે વગેરે અનાયાસે જ સચવાઈને રહે . અને પછી એનો અભ્યાસ થાય , સમાજ , દેશ અરે વિશ્વને એમાંથી ઘણું જાણવા સમજવાનું મળે ! પણ કોઈ સામાન્ય માનવી ડાયરી શું કામ લખે ?
થયેલી ભૂલોને લખીને યાદ રાખીને દુઃખ તાજું કરવા ? કોઈએ વિશ્વાસઘાત કર્યો હોય , ક્યાંક છેતરાયાં હોઈએ , ક્યાંક દગો થયો હોય આવા નકારાત્મક પ્રસંગ ભુલવાને બદલે ઘૃણા , આક્રોશ , અફસોસ , દુઃખ જેવી લાગણીઓને હવા આપવા ? આવી વાતોને યાદ રાખવાનો શો અર્થ ?
પણ મારું મન કૈંક જુદુંજ કહે છે! બસ એજ કારણથી ડાયરી નહીં લખવાની ?
ઘોડે ચડે એ પડે ! જીવનમાં કાંઈપણ કરવાનું ધ્યેય રાખીએ એટલે જો એમાં સફળતા ઈચ્છતાં હોઈએ તો પચાસ ટકા નિષ્ફ્ળતા પણ સાથે જ આવી જાય ! ડાયરીમાં જો આવી નિષ્ફ્ળ પળ વિષે લખ્યું હોય તો સફળ દિવસોના આનન્દ વિષે પણ લખેલું હોવાનું જ! નિષ્ફ્ળતા અને હતાશામાં સારેલા આસું ની જેમ જયારે તમે જીવનમાં સફળતાનાં શિખરે પહોંચ્યા હોવ : ને તમે બુલંદ અવાજે ગાયું હોય;
‘આજ મૈં ઉપર આસમાં નીચે!’ એ પણ આ સરવૈયામાં સામેલ હોય ને? માર્ક ટ્વાઈને એક જગ્યાએ લખ્યું છે કે પ્રત્યેક મનુષ્યને એક પ્રકારની જિંદગી જીવવાની ઈચ્છા હોય છે, અને તેનાથી કૈંક જુદા જ પ્રકારનું જીવન જીવાઈ જતું હોય છે ; અને જયારે એ બન્ને વચ્ચે એ સરખામણી કરે છે ત્યારે જીવનની મહત્વની પળ સર્જાય છે!
પણ આવું કેમ?
જીવનની આવી મહત્વની ક્ષણનું સર્જન આપણાં હાથમાં જ હોવા છતાં , કેમ મોટા ભાગના લોકો ડાયરી લખવાનું પસંદ નથી કરતાં ?
‘મારે શું બનવું હતું અને હું શું છું?’
કેટલો સરળ પ્રશ્ન !
અને જર્નલ લખતાં હોઈએ તો કેવો સીધો જવાબ !
પણ તેમ છતાંયે ઘણાં ડાયરી લખવાથી દૂર ભાગે છે!
આવું કેમ?
મેડિકલ સાયન્સમાં અમુક મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ; શા માટે ?કે જેથી કરીને એના ઉપરથી શીખીને સાયન્સ આજે આ જગ્યા સુધી પહોંચ્યું છે!
જેવું વિજ્ઞાનનું તેવું જ જીવનનું !ભૂતકાળની કેડી પરથી તો આપણે વર્તમાન સુધી પહોંચ્યા છીએ !
ડાયરી એટલે વ્યક્તિની અંગત વાત અતિ અંગત અંતરતમ મન સાથે!
ખાનગી વાતો, ખાનગી , મનના ખૂણામાં સંતાઈને છુપાયેલા વિચારો !
એને શબ્દ દેહ આપી કોઈના હાથમાં આવી જવાનો ભય સદાયે રહેવાનો :’એણે આમ કર્યું છે એટલે હું આવી રીતે કરીશ પછી આવું થશે ! ‘ આવું તમે ડાયરીમાં લખ્યું હોય અને કોઈ વાંચી લે તો?
લખીને ચોળીને ચીકણું કરવાનું? શા માટે?
હં! એ ભય તો છે જ!
પણ મોટો ફાયદો એ છે કે આપણાં અંગત વિચારો , માન્યતાઓ કોઈને કહેવાને બદલે એક જ જગ્યાએ લખી કાઢવાથી ક્યારેક દુઃખ ઓછું થાય છે, ક્યારેક એ થેરાપીનું કામ કરે છે! ક્યારેક સુંદર વાતોની યાદ મન પ્રફુલ્લિત કરે છે!
ઘણી વાર જીવનના શરૂઆતના વર્ષોમાં આપણે કોઈ કલા , કોઈ શોખ કોઈ વિચાર કે કોઈ વ્યક્તિથી આકર્ષાયાં હોઈએ, પણ કાળના પ્રવાહમાં એ બધું ભુલાઈ ગયું હોય પણ ડાયરીના પાનાઓ પર કંડારાયેલું હોય તો ક્યારેક વાંચીને એની યાદ તાજી થાય!
આપણું ચંચળ મન ક્યારેક બે વિરોધાભાસી લાગણીઓ એક સાથે દર્શાવતું હોય છે. ડાયરીમાં એનું આબેહૂબ પ્રતિબીંબ ઝીલાય !
હા , એક વાત મહત્વની સો ટચના સોના જેવી છે: પુરી પ્રામાણિકતાથી જ ડાયરી લખાવી જોઈએ ! એમાં કોઈ આડમ્બર ના ચાલે !
એવું કેમ? જે કોઈએ વાંચવાની નથી , માત્ર સ્વ સાથેની જ વાત છે તો થોડી ડંફાસ હોય, થોડા બણગાં ફૂંક્યા હોય તો શું વાંધો ? મન પૂછે છે: એવું કેમ?
કારણકે તો ડાયરીમાં જિંદગીનું સાચું પ્રતિબીંબ નહીં પડે : અને ડાયરી લખવાના ફાયદા નહીં થાય .મારાં અમુક મિત્રો સાહિત્યના શોખીન , લખવા વાંચવાનો પણ શોખ, છતાંયે ડાયરી લેખનથી દૂર રહે! કેમ? કેટલીક વાતો એવી હોય કે એને ન કહેવામાં જ હિત છુપાયેલ હોય!
પોતાના દેશમાંથી છાનામાના ભાગીને અમેરિકા આવેલ મારી યહૂદી મિત્રે કહેલું કે એ લોકો કેવીરીતે પોતાનો દેશ છોડીને , ભાગીને, સંતાઈને અમેરિકા આવ્યાં એમાં કોણે મદદ કરી એ વ્યક્તિઓના નામ તો નહીં પણ માત્ર પગેરું જ દર્શાવે તો પણ કોઈનો જાન જોખમમાં મુકાઈ જાય તેમ છે! અને તેથી જ તે મૌન રહેવું ઉચિત માને છે!
ઇઝરાયલની પ્રાયમીનીસ્ટર ગોલ્ડા મેર પોતાની આત્મકથામાં લખે છે કે ઈઝરાયલમાં શાંતિ રહે તે માટે એ નજીકના મિડલ ઇસ્ટના દુશમન દેશોમાં શાંતિની મંત્રણા કરવા ખુબ જ ગુપ્ત વેશે , ખાનગીમાં ગઈ હતી. એની આત્મકથા લખવી શરૂ કર્યા બાદ કોઈએ તારીખ , સમય વગેરે બરાબર બેસાડી જે વ્યક્તિએ એને મદદ કરી હતી તેને શોધી કાઢ્યો અને એનું ખૂન થઇ ગયું! અને તેથી જ તો કેટલાક રાજકારણીઓ માટે ડાયરી લખવી જીવતો બૉમ્બ લઈને ફરવા બરાબર છે! પણ આવું કેમ? કેટલાક રાજકારણીઓ કાંઈ ના લખે એમાં જ મઝા ; અને ગાંધીજી જેવાની રોજની શી- એકે એક દિવસનો હિસાબ જગ જાહેર ?
એવું કેમ?
અને ફરી એક વાર, હું ડાયરીમાં લખવાની શરૂઆત કરું છું : ભૂતકાળના પાંસઠ વર્ષનું સરવૈયું અને હવે નવું પાનું !
બસ! જીવન એટલે જ આવું અને આવું કેમ વચ્ચેનું મંથન!

5 thoughts on “૪૬-આવુંકેમ?-ડાયરી કે રોજનીશી!

 1. बहु मजा आवी आ डायरी बाबतनी पोस्टनी… 

  फेसबुक अने ब्लोग के वेबसाईट उपर पोतानी ओळखांण बाबत सगवड छे पण घणांनी वीगतो जोवा फांफा मारवा पडे छे.

  एमने आ डायरीनी पोस्टमांथी घणुं जांणवानुं मलशे…

  Liked by 2 people

  • For a second , I was scared : thought ‘ did I put my diary or what? (Just kidding !) Yes , indeed! We can predict a lot of a person from his/ her writings! But we can know a lot about ourselves from our diaries.. In my family , while growing up we all siblings used to write diaries. Our parents instilled the habit. It’s a good habit at young age for sure. Thanks.

   Liked by 1 person

 2. વચલો રસ્તો તો એ છે કે માત્ર Land Mark બનાવો અને એની તારીખ ક્યાંક ટપકાવી રાખી હોય તો જરૂર પડે ત્યારે એ હાથ વગી હોય છે. બાકી સામાન્ય માણસોએ રોજ બનતા સામાન્ય બનાવોની વિગત ટપકાવી રાખવાનો કોઈ ફાયદો નથી.
  આવું જ ફોટોગ્રાફસનું છે. આજે ડીઝીટલ કેમેરાથી પાડેલા સેંકડો ફોટાઓ કદાચ આપણે ક્યારે પણ ફરી જોતા નથી. પણ કોઈ ખાસ પ્રસંગોના ફોટા ક્યારેક ભવિષ્યમાં ઉપયોગી થાય છે.

  Liked by 1 person

 3. બહુ મજા આવી. ખાસ કરીને ડાયરી માટે જે મનોમંથન કરવામાં આવ્યું છે તે ગમ્યું. ઘણીવાર આ જ કારણથી ડાયરી લખાતી નથી કે બીજાના હાથમાં આવશે તો ઘણા લોકોને ખોટી અસર કે ગેરસમજ ઊભી થશે. પણ દાવડા સરની એ વાત ગમી કે અગત્યની નોંધ જ કરવી જે ભવિષ્યમાં મોટા સમૂહને ઉપયોગી હોય. ‘એટ્ટીની રોજનીશી’ જેમ. સરસ

  Like

 4. હું પણ ડાયરી લખું છું . એનાથી વિચારો વ્યવસ્થિત થાય છે .લખવા બેસીએ એટલે નકારાત્મક ભાવ જતો રહે છે .અને આપણી પોતાની જાત વિષે સજાગ થઈએ છીએ ! અને એક પ્રકારની સ્થિતપ્રજ્ઞતા આવે છે .સુંદર લેખ !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.