પ્રેમ એક પરમ તત્વ -૯-સપના વિજાપુરા

ભારતીય સંસ્કાર માં દરેક સંબંધને લગતો કોઈ તહેવાર જરૂર છે!! પતિ માટે કડવા ચોથ, કે ગુરુ માટે ગુરુ પૂર્ણિમા કે પછીભાઈ માટે રક્ષાબંધન!! ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમને રક્ષાનો સુતરનો ધાગો ચડે છે તો એ સંબંધ વધારે મજબૂત થઈ જાય છે!!ભાઈ બહેનની રક્ષા તથા સલામતી માટે બંધાઈ જાય છે!! અને સલામતી અને રક્ષા ત્યાં જ હોય જ્યાં પ્રેમ હોય છે!!આ રક્ષાની દોરી નથી પણ આ તો બહેનનો ભાઈને અને ભાઈને બહેનને હ્રદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે!! આ દસ્તાવેજ માં સૂતરના ધાગા પર પ્રેમની બાંહેધરી છે!!


પ્રેમ હોય ત્યાં રીસાવાનું અને મનાવાનું પણ હોય!! જે ઘરમાં ભાઈ બહેન સાથે સમય વીતાવે છે એ ઘર બહેનને હમેશ માટે યાદ રહી જાય છે મા બાપની છત્રછાયા નીચે ભાઈ બહેનનો પ્રેમ પરવાન ચડે છે.બહેનને ઘરમાં ધમકાવતો ભાઈ બહાર જાય અને બહેનને કોઈ કાંઇ પણ કહે તો એનાં માટે લડી મરવા તૈયાર થઈ જાય છે!! એક એક મધુર ક્ષણ નું ભાથું એ સાથે બાંધીને પિયાઘરે જાય છે!! પણ એ ભાઈ ને વચન આપીને જાય છે કે રક્ષાબંધન ના દિવસે હું દુનિયાનાં કોઈ પણ ખૂણામાં હોઈશ મારી રક્ષા તને પહોંચી જશે!!  બહેનનાં હ્રદયમાં થી એનાં માટે હમેશા આશીર્વાદ જ નીકળે છે!! નાજુક બહેનનું હ્ર્દય સ્નેહથી ભરેલું હોય છે!!

ભાઈના નામથી જેની આંખમાં પાણી આવી જાય એ બેનડી દૂર રહીને પણ ભાઈના ભલા માટે પ્રાર્થના કરે છે!!આમ તો દુનિયામાં બધાં  ભાઈ બહેન એક બીજાને પ્રેમ કરતા હોય છે, પણ ભારતના સંસ્કાર એવા છે કે ભાઈનું એક આગવું સ્થાન ગળથૂથી થી બહેનનાં હ્રદયમાં આરોપવામાં આવે છે. અને એ સ્થાન મૃત્યુ સુધી બહેનનાં દિલમાં કાયમ રહે છે.


આ પવિત્ર ધાગા સાથે પ્રેમ, વિશ્વાસ અને આદર બંધાયેલા છે!! ઇતિહાસમાં જોઈએ તો ચિતોડની રાણી, રાણી કર્ણાવતી એ હુમાયુને  આ રક્ષા મોક્લેલી. અમદાવાદના બાદશાહ બહાદૂર શાહ સામે સલામતી માટે!!અને એ મુસલમાન બાદશાહે  પોતાનીમાનેલી બહેનને સલામતી આપવાની બાંહેધરી આપી હતી.

 જ્યારે બંગાળના બે ભાગલા પાડવાનું અને હિન્દુ મુસલમાનને અલગ કરવાનું બ્રિટિશર એ વિચાર્યુ ત્યારે નોબેલ પ્રાઈઝ વિનરશ્રી રવીન્દ્રનાથ ટાગોરે જાહેરમાં રક્ષાબંધનનો કાર્યક્રમ રાખેલો જેમાં હિન્દુ મુસલમાન બન્ને પક્ષ શામિલ થયાં  ભાઈચારા અને એકબીજા પ્રત્યે માન અને પ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.અને બંગાળના ભાગલા પડતા અટકાવેલા! આટલો મજબુત આ રક્ષાનો ધાગો છે!! ભાઈ બહેનના સ્નેહને લગતા ઘણાં પ્રસગોથી ઈતિહાસ ભરેલો છે!!  કુંતી અને અભિમન્યુનો કિસ્સો પણમશહૂર છે!! 


દુનિયામાં ઘણી જાતના પ્રેમ છે પણ ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમમાં ઈશ્વરનો વાસ છે!! અને જ્યાં ઈશ્વરનો વાસ તે પ્રેમ પરમ બની જાય છે!! જેમાં વિકાર અને સ્વાર્થ નથી હોતા.

અહીં રવીન્દ્રનાથ ટાગોરની બે પંકતિનો અનુવાદ મૂકું છું!!”મારા હ્રદયમાં અને મારા શરીરમાં જે પ્રેમ છે તે પૃથ્વીના અંધકાર અને ઉજાસની જેમ વરસોથી મારામાં રહે છે.તેની દરકાર અને આશાથી એને  ભૂરા આકાશમાં પોતાની એક ભાષા બનાવી છે! એ મારી ખુશીમાં અને મારા દર્દમાં મારી સાથે રહે છે. વસંતની રાતમાં  એ કળી અને ફૂલોની જેમ અને રક્ષા ના ધાગાની જેમ જાણે કોઈ ભાઈના હાથમાં!! આજ પ્રેમ પરમ તત્વ છે!!

સપના વિજાપુરા

This entry was posted in ચિન્તન લેખ, નિબંધ, સપના વિજાપુરા by sapana53. Bookmark the permalink.

About sapana53

સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે. http://kavyadhara.com મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.

8 thoughts on “પ્રેમ એક પરમ તત્વ -૯-સપના વિજાપુરા

  1. સાચી વાત છે.ભાઈ બહેનનો પ્રેમ શુદ્ધ અને નિર્મળ હોય છે.તેની સરખામણી કોઈ સાથે ના થઇ શકે.

    Like

  2. આજકાલ મોટાભાગના સંબંધો સ્વાર્થી બની ગયા ત્યારે આવા પ્રેમાળ લેખો દ્વારા સરસ વાત લાવ્યા. ઘણા ભાઈબહેનો લગ્ન પછી ક્યારેય સ્વાર્થી બની જાય છે ત્યારે આ લેખ એમની વિચારદિશા ફરી બદલી શકે છે. લોહીના પ્રેમના સંબંધો એવા મજબૂત હોય છે કે ગમે એટલા દૂર હોય તો પણ મુસીબતમાં એ જ પહેલા યાદ આવે ને ત્યારે પ્રેમ તરત જાગી પણ જાય. સરસ લખાણ.

    Like

  3. સરસ લેખ સપનાબેન.
    ક્યારેક એવું બને કે ભાઈ-ભાઈ વચ્ચે હુંસાતુસી હોય પણ ભાઈ-બહેનનો સંબંધ તો સ્નેહાળ જ રહેવાનો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.