૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ .

મિત્રો,

આજે ગુજરાતી ભાષા દિવસ .૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ..નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા.અહી નર્મદનું એક વાક્ય આજના દિવસે યાદ કરીશ.મને ફાકડું અંગ્રેજી ન અવડવાનો અફસોસ નથી ..પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. આપણે આપણી ભાષા વિષે કેટલું જાણીએ છીએ ? ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ થશે.વિશ્વની સૌથી વધુ માતૃભાષકો ધરાવતી ૩૦ ભાષામાં ગુજરાતી ભાષાનું ૨૩મું સ્થાન છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે.ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે.ગુજરાતી મોરી મોરી રે… માત્ર એવું ગાણું ગાયા કરવાથી કશું ન વળે. જાગ્રત રહીને સૌએ સાથે મળીને એવો માહોલ રચવો પડશે.જે દિવશે આપણે આપણી ગુજરાતી ભાષા  માટે ગૌરવ અનુભવશું  તે દિવશે ભાષા જીવશે ..જીવાડવી  નહી પડે.”જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તે ગુજરાતીને  જાળવો અને માન વધારો...ગુલામ મનોદશાને ત્યાગો તો ખરા…ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે.”ગુજરાતી ભાષાની અસ્મિતા તથા ગૌરવના જતન માટે આજના દિવસે આપણે સહુ સાથે મળીને પ્રયત્ન કરીએ તો જ આજનો આ દિવસે સાચા અર્થમાં ઉજવણી કરી ગણાશે.

 

5 thoughts on “૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ .

 1. પરદેશમાં વસતા ગુજરાતીઓ ધરમાં ગુજરાતીમાં વ્યવહાર કરશે અને ગુજરાતી રસ્તામાં મલતા ગુજરાતી
  સાથે ગુજરાતીમાં વાત કરશે તો પણ ઘણો ફરક પડશે.

  Liked by 2 people

 2. ગુજરાતીઓ મળે ત્યારે ગમે ત્યાં વસતા હોય ગુજરાતીમાં જ વાત કરે. હું શિક્ષક હોવા છતાં સામેવાળાને કહી દઉં કે મારું અંગ્રેજી સારું નથી. હું ગુજરાતીમાં ભણી અને ગુજરાતીમાં ભણાવું છું. એટલે જેમ અંગ્રેજ લોકોને અંગ્રેજીમાં વાત ફાવે અને એમાં આપણને એ હોંશિયાર લાગે છે એમ જ મને ગુજરાતીમાં ફાવે છે.
  આગામી સ્પર્ધાની થીમ માતૃભાષા પર રાખી આપણા વિચારો ફેલાવીએ તો કેમ?જે શિક્ષણના સંદર્ભે પણ ઉપયોગી હોય.

  Liked by 2 people

 3. jજય ગુર્જર ગિરા ! તારે ખોળે મારુ શિર .ગુજરાતી ભાષા આપણા પ્રેમ અને પ્રયત્નોથી જીવંત રહેશે!

  Liked by 2 people

 4. હું તો માત્ર એટલુંજ કહીશ કે હું ગુજરાતી છું.ગુજરાતી મારી ભાષા છે.મને ગર્વ છે,મારો ગુજરાતી હોવાપણા પર! ગુજરાતથી જોજનો દુર રહીને પણ ‘બેઠક’દ્વારા ગુજરાતી ભાષા ,ગુજરાતીઓમાં જળવાઈ રહે તે માટે અમે સૌ ગુજરાતીઓ કાર્યશીલ છીએ તેનો અમને સંતોષ છે!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.