હાસ્યની મોસમ માં ખીલતા હરનીશ જાની

ઘણી વાર કોઈ વ્યક્તિ આપણા પરિચયમાં આવ્યા વગર આપણા જીવનમાં જીવતી હોય છે. એમનું મૃત્યુ જાહેર કરવું  એ ગુનો છે.મને હાસ્ય લેખો ગમે અને અમારી વચ્ચે હાસ્ય થકી જોડાણ હતું. દરેક વ્યક્તિ એક મોસમ હોય છે.હરનીશભાઈ માટે હાસ્ય એ ફૂલના ખીલવાની મોસમ છે. જે વ્યક્તિ હાસ્યથી સમૃદ્ધ છે એમને બીજું શું જોઈએ ? અમેરિકન ડાયાસ્પોરા લેખકોમાં એમના હાસ્ય લેખોથી ખુબ જાણીતા,ન્યુ જર્સી નિવાસી સહૃદયી મિત્ર શ્રી હરનીશભાઈ જાની અને એમના નેટ જગતમાં ખુબ વંચાતા હાસ્ય લેખોથી તો કોઈ અપરિચિત હોય એવું ભાગ્યે જ કોઈ હશે.હાસ્ય એમની રગ રગમાં હતું.

હરનીશભાઈએ  may 11, 2017, મારા જન્મદિવસે મને એક ઈમૈલ દ્વારા જણાવ્યું હતું “અમેરિકામાં સાહિત્યિક કાર્ય કરતી થોડી જ સંસ્થાઓ છે. તમારી “બેઠક” ની પાઠશાળા વિષે પણ જાણું છું તમારા નમ્ર પ્રયત્નને ચાલુ રાખશો.અંગ્રેજી ભાષાના વાતાવરણમાં પણ ભાષાને ઉજાગર કરવાનો પ્રયત્ન ચાલુ રહે છે તે ખરેખર પ્રસંશનીય છે.વાંચન દ્વારા ભાષાને કેળવજો.અને એમણે “સુધન” પુસ્તક ની pdf વાંચવા મોકલી એમાં પોતાના પરિચયમાં લખેલી એક વાત મને સ્પર્શી ગઈ જે આજે અહી એમને યાદ કરતા મુકીશ.

“નર્મદ સુવર્ણ ચંદ્રક ’ મળ્યો નથી.
“રણજીતરામ સુવર્ણ ચંદ્ર” મને જોઈતો નથી.( સાંભળ્યું કે તે સોનાનો નથી!)
પણ – જીવનનુાં સૌથી મોટુાં પારિતોષક તો – જ્યારે મારા મિત્રો
અને અજાણ્યા વાચકો એમ કહે છે કે: ‘ તમારો લેખ બહુ
ગમ્યો’ ત્યારે જ્ઞાનિીઠ એવોડા મળયા જેટલો આનંદ થાય છે.
એમ કહવામાાં મને સંકોચ નડતો નથી.-હરનીશ જાની

હાસ્ય અને ગંભીરતા વચ્ચે આસમાન જમીનનો ફર્ક હોય છે.પણ હાસ્યમાં ઘણી ગંભીર રહસ્ય હોય છે અને માટે જ હાસ્ય માણસને સમૃદ્ધ કરે છે. અને ત્યારે  માણસ જિંદગીની ગંભીરતા  ને પામી શક્યો છે એ પુરવાર થાય છે .હાસ્ય દરેકથી જીરવાય તેવી વસ્તુ નથી.દરેક વ્યક્તિની તાકાત બહારની વાત છે. મને લાગે છે કે સ્વર્ગમાં પણ અત્યારે હ્સ્યનો દુકાળ વર્તાય છે માટે એક પછી એક હાસ્ય લેખકો સ્વર્ગે જઈ રહ્યા છે.

હરનીશ જાની એટલે હાસ્યની લ્હાણ. બસ એમને વાંચીએ એટલે મોસમ ખીલે. ક્યાંક કશું ખૂટતું હોય ક્યાંક કશું તૂટતું હોય ત્યારે જાની સાહેબને યાદ કરી એમના લખેલા લેખ વાંચજો અને વગર મોસમે મોસમ ખીલશે. હાસ્યની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે હાસ્ય માનવીને હર્યોભર્યો રાખે છે.મનની મોસમ એટલે સહજ ખીલવું,નિખાલસતા ,પ્રમાણિકતા, નિસંકોચ અને નિર્ભય અભિવ્યક્તિથી સહજ વસંત ખીલે જેનો આનંદ બધા જ લે, લખનાર અને વાંચનાર બન્નેનો સંતોષ પહોંચે આકાશે …તો .ભાઈ મનની મોસમ ખીલ્યા વગર રહે ખરી.

હરનીશભાઈ આપ આપના શબ્દો થકી સદાય જીવંત છો. અને રહેશો.

પ્રજ્ઞા દાદભાવાળા

 

7 thoughts on “હાસ્યની મોસમ માં ખીલતા હરનીશ જાની

 1. હરનીશભાઈ સાથે મેં ઘણી વાર વાત કરી છે…રાજપીપલા ના નાતે ઘણી ઓળખાણો કાઢી અને ખુબ માજા થી વાત કરી હતી. જયારે પણ વાત થાય તેઓ મૂડ માંજ હોય – તાજા માજા – એમની યાદ સદાય રહેશે જ ..તેમના જેવી વ્યક્તિ ભલે સદેહે ના હોય પણ જીવંત જ છે.

  Like

 2. ક્યારેક એવું લાગે છે કે આપણી જેમ ઈશ્વરને પણ હળવા થવાનું ગમે છે હાસ્યથી તાજગી મેળવવી ગમતી જ હશે એટલે એક પછી એક હાસ્ય લેખકોને આમ આપણી વચ્ચેથી બોલાવી લે છે. પહેલા તારક મહેતા, વિનોદ ભટ્ટ અને હવે હરનીશ જાની….
  પણ આજે તો આપણે એટલું જ કહેવાનું કે આ સૌ એમના શબ્દો થકી સદાય જીવંત છે અને રહેશો.

  Like

 3. તેમનું હાસ્ય અને સ્નેહ માત્ર કલમ કે સ્ટેજ પૂરતાં મર્યાદિત ન હતાં. તેમનું અને હંસા બહેનનું ભાવભર્યું આતિથ્ય માણ્યું છે. મારાં લખાણોમાં પ્રાણ એમના જેવા સહૃદયી મિત્રોએ જ પૂર્યા હતા. તેમને મારી સ્મરણાંજલિ અહીં….
  https://sureshbjani.wordpress.com/2018/08/21/harnish_jani-2/

  Like

 4. hrnish janina hasylekho hu Gujaratmitrni emni kolmma jrur vachti.Amerika ane Hindustanni sskrutine emne vishesh jani hti.emnu hasy sday jivshe..

  Like

 5. હરનીશભાઈ એટલે હાસ્ય અને મજાના માણસ. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એમની ખોટ પડશે. બકુલ ત્રિપાઠી ,તારક મહેતા , વિનોદ ભટ્ટ અને હવે હરનીશભાઈ સ્વર્ગ વાસી થતાં પૃથ્વી લોકમાં હાસ્ય ની કેટલી ખોટ બધી વર્તાશે !
  દિલના દર્દી
  દિલની વાતો કહી
  વિદાય થયા !
  સૌના મિત્ર હરનીશભાઈ ને હાર્દિક શ્રધાંજલિ.

  Like

 6. હરનીશભાઈને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.લેખકનું ક્યારેય મૃત્યુ થતું નથી.તેમની કલમ અને શબ્દો થકી સાહિત્ય જગતમાં સદાય વાચક હૃદયમાં જીવીતરહે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.