૪૩ -આવું કેમ? વિદ્યામંદિરને દ્વારે !

અમેરિકામાં હમણાં ઉનાળાની રજાઓ પુરી થશે અને શાળાનું નવું સત્ર શરૂ થશે! ઈન્ડિયાથી ફરવા આવેલ એક વડીલ મિત્રે અમેરિકામાં મોટા મોટા સ્ટોરમાંBack to School Sale – નવા સ્કૂલવર્ષ માટે અઢળક સ્કૂલ સપ્લાયનો સેલ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું !
‘ ઓહો ! આટલી બધી વસ્તુઓ આ નિશાળિયાઓ માટે ! અને આ એક એક સેન્ટની પેન્સિલો?’ એમણે કહ્યું ! ‘આટલું બધું સસ્તું ? હજુ હમણાં ગયા મહિને સ્કૂલો શરૂ થઇ ત્યારે મેં મારા પૌત્ર માટે ડઝન નોટબુક્સ ખરીદી ! પણ એના ભાવ જોઈને જ છાતી બેસી જાય! કેટલું મોંઘુ છે દેશમાં ભણતર !
હા , નાનકડાં ઈરેઝર – રબર અને પેન્સિલથી માંડીને દફ્તર , લન્ચબોક્ષ બધું જ સેલમાં ! ‘ મેં કહ્યું ;”આખા વર્ષ કરતાં અત્યારે બધાનાં ભાવ ઓછા ! નાનકડાં બાળમન્દિરનાં બાળકોથી માંડીને પ્રાથમિક શાળા ,માધ્યમિક શાળા કે હાઈસ્કૂલ સુધીના બધાં વિદ્યાર્થીઓ વધતે – ઓછે અંશે આ સમયે નવો સ્કૂલ સપ્લાય ખરીદે !
ગરીબ હોય કે તવંગર , બધાંય ઉઘડતી સ્કૂલે કાંઈક ને કાંઈક નવી સ્ટેશનરી લઈને સ્કૂલે જાય !’
મેં સમજાવ્યું ; “ ગરીબ બાળકો માટે આજુબાજુની કમ્યુનિટી , સંસ્થાઓ , ચર્ચ અને લાયબ્રેરી , લોકલ સ્ટોર વગેરે સ્કૂલ સપ્લાય ફાળો ભેગો કરે અને જરૂરિયાતવાળાને ઘરે જઈને આપી આવે!”
એ બેઘડી સાંભળી રહ્યા !
મેં કહ્યું“ એટલું જ નહીં; અહીં આખા દેશમાં પબ્લિક સ્કૂલોમાં વીના મુલ્યે કે નહિવત પૈસે બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવે છે. જો છોકરાઓ સ્કૂલ પછીના સંભાળ કેન્દ્રમાં હોય તો બપોરનો નાસ્તો પણ આપવામાં આવે છે! એ તો ઠીક , પણ ઉનાળાની આ લાંબી રજાઓમાં પણ કોઈ બાળક ભૂખ્યું ના રહે તે માટે જે તે વિસ્તારની સ્કૂલ અથવા લાયબ્રેરીમાં લંચની વ્યવસ્થા હોય છે!” મેં સમજાવ્યું!
એ વડીલ મિત્રે દેશની માહિતી આપી;
“આપણા દેશમાંયે એવી સંસ્થાઓ હવે શરૂ થઇ છે ! કોઈ એન જી ઓ કે સદવિચારવાળી સંસ્થાઓ આવું કરે છે ખરી ; પણ , ખરા અર્થમાં જરૂરિયાતવાળાને કેટલું મળે છે એ વિચારવાનો પ્રશ્ન છે! સરકારનાં મધ્યાહન ભોજન કે બાળકોને દૂધ વગેરે કેટલાં બાળકો સુધી જાય છે? જો કે દુઃખની વાત તો એ છે કે શ્રમજીવી વર્ગના સંતાનો સ્કૂલે જવાનું જ ટાળે છે!
લોકોને ત્યાં કચરાં પોતાં કે હોટલોમાં કામ મળી રહે એટલે ભણવાનું બાજુ પર રહી જાય !એ લોકોને ભણતરનું મહત્વ કોણ સમજાવે ?
અને જેમને ભણતરનું મહત્વ સમજાય છે તેવા મધ્યમ વર્ગના લોકોને સારા શિક્ષણના ફાં ફાં છે!
આજથી અડધી સદી પહેલાં , આપણે ત્યાં મોટાં શહેરોમાં સારી નિશાળમાં પ્રવેશ લેવો હોય તો આખી રાત સ્કૂલની સામે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું ; પછી ફોર્મ મળે તો ઇન્ટરવ્યૂ લેવાય ને પછી પ્રવેશ મળે!
પણ હવે તો પરિસ્થિતિ એનાથીએ વધારે બગડી ગઈ ! ડોનેશન – અને તે પણ હજાર – બે હજાર નહીં વીસ ત્રીસ હજાર રૂપિયા તો કઈ વિસાતમાં જ નથી ! એમણે કહ્યું !
આવું કેમ ?
નિશાળના પ્રવેશ દ્વારનું પહેલું પગથિયું જ જો આટલું ભ્રષ્ટ હોય તો એ વિદ્યામંદિર ‘ સા વિદ્યા યા વિમુક્તયે ! મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા’ એમ શીખવાડે તેનો શું અર્થ ?“ મેં પુચ્છ્યું .
આવું અંધેર ?
આટલું બધું ગરબડીયું ?
આવું કેમ ?
“આપણે ત્યાં તો દેશ આખો જ સ્થિતપ્રજ્ઞ છે!” એમણે દુઃખ અને ટીખળ કરતાં કહ્યું; “ શિક્ષકો શું શીખવાડે છે અને ટ્રસ્ટીઓ શાને માટે આ ધધોં કરે છે અને સરકાર એમાં શું ભાગ ભજવે છે ,એ આખું તંત્ર એવી રીતે ગુંથાઈ ગયું છે ને! અને હવે તેની ઉપર અનામતું છોગું મુકો ! હવે તમે સ્થિતપ્રજ્ઞ બનીને જોયાં કરો ! કહેવાનું કાંઈ અને કરવાનું કાંઈ!
પણ આવું કેમ?
હું વિચારું છું :
શિક્ષણ ક્ષેત્રને કેવીરીતે સ્વચ્છ બનાવી શકાય ?
આખાયે વિશ્વમાં બાળકોને ઉછેરવા માટેના શ્રેષ્ઠ પાંચ શહેરોમાં નોર્વેની રાજધાની ઓસ્લો , ડેન્માર્કનું કોપનહેગન અને સ્વીડનનું સ્ટેકહોમ વગેરેની ગણતરી થાય છે કે જ્યાં બે એક વર્ષ પહેલાં મુલાકાત લીધી હતી ! ત્યાં ત્રીસ ટકા જેટલો ભારે ટેક્સ છે , પણ લોકોને સારી સુવિધાઓ મળે છે !
કુશળ રાજનીતિ અને તેના અમલ વીના કાંઈ શક્ય નથી.
મારો આક્રોશ ભભૂકી ઉઠે છે!
આપણે ત્યાં વિદ્યામંદિરોમાં રોજ પ્રાર્થના થાય છે: યાકુન્દેનદુતુષારહાર ધવલા.. વગેરે..અને પછી આપણે બોલીએ છીએ :
યા વીણા વરદણ્ડ મણ્ડિતકરા – અર્થાત જેણે વીણા રૂપી દંડ હાથમાં ધારણ કર્યો છે- લાગે છે કે સરસ્વતી માતાએ દંડો ઉપાડીને પોતાનો પરચો બતાવવાનો સમય આવી ગયો છે !” ગુસ્સામાં હું બોલી ઉઠી !
હવે પેલા વડીલે મર્માળુ સ્મિત કરતાં સચોટ ઉપાય બતાવ્યો ! એવું કર્યું હોય તો કેવું ? એમણે પુચ્છ્યું;
“ઇન્ડિયાના વિદ્યામંદિરોને દ્વારે તમે વિદ્યાદેવીને દંડો લઈને બેસાડો અને અમે અહીં અમેરિકામાં વિદ્યામંદિરોને દ્વારે દ્વારપાળને બન્દૂક ડિડેક્ટર લઈને બેસાડીએ ! “
સ્તબ્ધ બનીને હું એમની કોમેન્ટ સાંભળી રહી! ખડખડાટ મુક્ત અટ્ટહાસ્ય કરતાં એમણે કહ્યું: એવું કેમ?
નતમસ્તક હું મૌન રહી..

5 thoughts on “૪૩ -આવું કેમ? વિદ્યામંદિરને દ્વારે !

  • હા હા! આ તો રેતીનો મહેલ છે ! એક મોજું આવશે ને બધું કડડડ ભુસ ! અને આ હજું ઓછું હોય તેમ ઘેર ઘેર બંદૂક બનાવવાના સોફ્ટવેરને કાયદેસર કરવાની ચળવળ ચાલી રહી છે! આપણે ઘરમાં જેમ કોપી મશીન રાખીએ અને એમાં એક પ્રોગ્રામ એવો હોય કે ફોટાની કોપી પણ નીકળી શકે તેમ હવે ઘેર બન્દુકો બનાવી શકાય !!પેલાને સહેજ ગુસ્સો આવ્યો ને આપણાં રામ રમી જાય !! હરિ ૐ !

   Like

  • Thank you , Sureshbhai ! ફરીથી ઈ વિદ્યાલયની મુલાકાત લીધી. મારાં ધ્યાનમાં જ છે , કે મારે એમાં લખવાનું છે- મારે બાળકો , પેરેન્ટ્સ , ટીચર્સ , કમ્યુનિટી અને ઇન્સ્પેકટર – બધાને ધ્યાનમાં રાખીને , બાળકો સાથેના મારાં ત્રણ દાયકાઓ ના અનુભવો વગેરે વિષે લખવાની શરૂઆત કરવી છે અને એકાદ મહિનામાં એ બાબત કમ્યુનિકેશન કરીશ . થૅન્ક્સ .

   Like

 1. Its true. India has its problem and America has its problem. I get upset both ways. In India education field is polluted. In America in schools we have safety issue. First we have to recognize the problem. Then we can work on solutions.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.