ઘણી વખત સોફા પર બેઠાં બેઠાં, ઘરના પ્રવેશ દ્વારની ઉપર ટિંગાડેલી ઘડિયાળનું આવું પ્રતિબિંબ જોયું છે

પ્રતિબિંબ

મૂળ ઘડિયાળ
મૂળ એ મૂળ
અને
પ્રતિબિંબ એ પ્રતિબિંબ.
હવે આની ઉપરથી એક મહામૂલું અવલોકન!
જીવનની દરેક ચીજમાં આમ બની શકતું નથી. આપણે ઘણી વખત માત્ર પ્રતિબિંબ જોઈને જ સંતોષ માણવો પડે છે. ઘણી વખત તો એ પ્રતિબિંબનું યે પ્રતિબિંબ જ આપણી નજર સામે આવતું હોય છે. સાવ આભાસી દર્શન. મૂળ તો ક્યાંયે નજરની સામે આવે જ નહીં. અને એના પરથી આપણે કલ્પના અને તર્કના ઘોડા દોડાવી મૂળ ચીજ કેવી છે – એ અંગે અનુમાન કરીએ છીએ. અનુમાન કરીને બેસી જ નથી રહેતા, દસ- પંદર-સો વખત એનું એ જ પ્રતિબિંબ દેખાય; એટલે મૂળ ચીજ આવી જ છે; એમ ધારી લઈએ છીએ.
આપણે કોઈ વ્યક્તિના કે સમાજના મૂળ રૂપ સુધી કદી પહોંચી શકતા નથી હોતા. પણ વર્ષોથી, દાયકાઓથી, સદીઓથી જે દેખાય છે; એના આધારે એ વ્યક્તિ કે સમાજ માટે આપણા વિચારો, પૂર્વગ્રહી માન્યતાઓ ઘનીભૂત બની જાય છે..
સૌથી વધારે કરૂણાજનક બાબત તો એ છે કે, આપણી પોતાની જાત માટે પણ આમ જ બને છે. વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે, આપણા વિચારો ‘મગજ’ નામના એક અંગમાં પેદા થતા હોય છે. પણ આપણે એ મગજને જ આપણી જાત માની લઈએ છીએ. કદી એ જોઈ નથી શકતા કે, જે જોનાર છે; એ મગજ નથી; પણ એની પાછળ રહેલું ‘કશુંક’ છે. મગજ નામના એ અંગમાં એ કાળે, બહારની કોઈક ઘટનાનું એ પ્રતિબિંબ માત્ર જ છે. થોડોક જ ખૂણો બદલાય, જોવાની રીત બદલાય – અને એક ને બદલે બે, ત્રણ કે અનેક ઘડિયાળો દેખાવા લાગે. પણ એ જોનાર તો ક્યાં દેખાવાનો જ છે? ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં પણ નહીં!
અને જુઓ તો ખરા – એવા જ તર્ક આગળ લડાવી, આપણે એ નહીં દેખાતી જાત માટે પણ તર્ક વિતર્ક કરવા લાગીએ છીએ; અને એને ઈશ્વર/ અલ્લા/ યહોવાહ ના એક અંશ તરીકે સ્થાપિત કરી દઈએ છીએ. અથવા ‘એવું કશું છે જ નહીં – એવી નાસ્તિક દૃષ્ટિ’ .
અને પછી એના વિશે ચર્ચાઓ/ વિવાદ/ સંઘર્ષ અને કાપાકાપી.
કેટલા બાલિશ છીએ આપણે સૌ, નહીં વારૂ ?
ખૂબ ઉંચી વાત કરી માટે અહી પ્રતિબિંબ જોઇને જ લેખને માણવાની મજા આવી…!લેખના પ્રતિબીમ્બની વાત કરું છું.
LikeLike
અત્યંત સચોટ અવલોકન .
LikeLike
srs avlokn.
LikeLike