૩૯ – શબ્દના સથવારે – અંતર – કલ્પના રઘુ

અંતર

અંતર એટલે અંદરનો ભાગ, માંહેનું, આંતરિક, હ્રદય, ચિત્ત, મન, અંતઃકરણ, અંતરાલ, અંતરિક્ષ, અવકાશ, કોઇપણ બે પદાર્થ વચ્ચેનો ગાળો, ખાંચો, તક, મોકો, અન્યતા, છેટું, જુદાપણું, ભેદ, જુદાઇ, બીજાપણું, ફેર, તફાવત, ફરક, વચલો કાળ, અસમાનતા, કોતરકામની એક જાત, ખબર અંતર, મર્મ, રહસ્ય, છૂપો ભેદ, અત્તર, પુષ્પ વગેરે સુગંધી પદાર્થોમાંથી કાઢેલો અર્ક કે સુગંધીદાર સત્ત્વ, અવધિ, હદ, જીવાત્મા. પડદો, આડ, કનાત, પરમાત્મા, પહેરવાનું કપડું, પ્રવેશ, દાખલ થવાની ક્રિયા, છિદ્ર, કાણું, બાકું, પલટો, પરિવર્તન, બે સમય મર્યાદા વચ્ચેનો વખત, આંતરો, વચલો કાળ, ભૂલચૂક, ગેબ, લુપ્ત, અદ્રશ્ય, વગેરે. અંગ્રેજીમાં અંતર એટલે ‘inner’, ‘situated inside’, ‘internal’, ‘close’, ‘near part’, ‘heart’, ‘mind’, ‘distance in time or space’, ‘difference’, ‘soul’, ‘interval’, ‘separateness’.

અંતર ખોલવું, અંતર પડવું, અંતર રાખવું, અંતર ભાંગવું, અંતરંગ, અંતરચિહ્ન, અંતરછાલ, અંતરયામી, અંતરદ્રષ્ટિ, અંતરનાદ, અંતરપટ, અંતરબાહ્ય, અંતરવાસિયું, અંતરવાસો, અંતરસ, અંતરવૃત્તિ, અંતરાઇ, વગેરે અનેક જગ્યાએ અંતર શબ્દનો ઉપયોગ થાય છે.

અંતર કીલોમીટર, માઇલમાં મપાય છે. બ્રહ્માંડમાં વિવિધ તારાઓ અને આપણા તારામંડળમાં પણ વિવિધ ગ્રહો અને ઉપગ્રહો એકબીજાથી અંતર રાખીને ફરે છે. આ અંતર સમયમાં મપાય છે.

અંતર ખોલવું એટલે મનની વાત સાફ કહી દેવી. મનનું ભીતર ઉઘાડું કરવું. જેને અંતરમાં રાખો તેનાથી ક્યારેય અંતર ના રાખો. પરંતુ બે વ્યક્તિના સંબંધમાં અંતર ક્યારેક જરૂરી બને છે. કહેવાય છે ને કે ‘ડુંગરા દૂરથી રળિયામણાં’. વિમાનમાંથી નીચેના ડુંગરા પર લીલોતરી છવાયેલી દેખાય પરંતુ વિમાન નીચું આવે તેમ તેમ ખાડા-ટેકરા પણ દેખાય. કોઇ વ્યક્તિના પરિચયમાં આવીએ ત્યારે તે સર્વગુણ સંપન્ન લાગે પરંતુ અંતર ઘટતા તેનામાં રહેલાં દોષો પણ દેખાવા માંડે છે. ક્યારેક સંબંધ વિચ્છેદ થતાં વાર નથી લાગતી. સંબંધોમાં અંતર ના જોઇએ પરંતુ તેને તરોતાજા રાખવા ક્યારેક અંતર જરૂરી બની જાય છે અને અંતર વધે છે ત્યારે સામેની વ્યક્તિ ના બોલે તો પણ સંભળાય છે. લગ્નની ચોરીમાં અંતરપટ ખસ્યા બાદ શરૂ થતાં દામ્પત્યજીવનમાં અંતર વધાર્યા વગર પતિ-પત્ની સંવાદથી સંવેદના સુધીનું અંતર ઘટાડીને ઐક્ય સર્જે તો એકબીજા સુધી પહોંચવું અઘરૂ નથી. તે માટે પ્રેમ, ભરોસો, સેવા, સમર્પણ અને વિશાળ દિલ જરૂરી છે.

ચાંદ-તારા સુધીનુ અંતર કાપનાર માનવીના એકબીજાના અંતર સુધી પહોંચવાના અંતરમાં આખી જીન્દગી વીતી જાય છે. કદાચ ભવોનાં ભવ પણ! બાકી જીવન એટલે ઘરથી કબર સુધીનું અંતર. આ રોલર કોસ્ટર જેવા જીવનમાં તે એકબીજાના દિલ સુધી પહોંચી શકતો નથી. અંતરને ઓછું કરવા માટે મકરંદ દવેએ એક ખૂબ ગહન વાત લખી છે. ‘આવો! અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા આરંપાર, આવો, રે આવો હો જીવણ, આમના’.

વેબ-દુનિયામાં ક્રાંતિ સર્જીને વિશ્વની વ્યક્તિઓ વચ્ચેનું અંતર દૂર કરનાર કેન્સર સામે ઝઝૂમનાર સ્ટીવ જોબ્સે કહ્યું હતુ કે મૃત્યુની સન્મુખ દરેક બહિર્મુખતા ગૌણ બની જાય છે. બધાં જ આંચળા ઉતરી ગયા હોય ત્યારે આપણું અંતઃકરણ જ આપણું માર્ગદર્શક બને છે. અંતરનો અવાજ સાંભળવાની આદત પાડવી જોઇએ. ખલીલ જીબ્રાને કહ્યું છે, ‘આત્મા પોતે પોતાની મેળે ઉભું કરે છે, એ સિવાય બીજું અંતર ક્યાંય નથી’.

સત્સંગ કે ઇશ્વરકૃપાથી જ્ઞાનોદય થાય અને અંતરઆંખડી એટલે કે દિવ્યચક્ષુ ખૂલે અને અંતરની મશાલ જો પ્રજ્જવલિત થાય અને આંતરજ્યોત જલે તો તેના પ્રકાશમાં આધિ, વ્યાધિ અને ઉપાધિનો અંત આવે. અંતરના અરીસામાં પોતાના મનને જોઇ, અંતરનો અવાજ સાંભળી માનવ જો અંતરથી જ આગળ વધે તો અંતરાયકર્મો છૂટતાં જાય. જીવન આ અત્તરથી સુગંધિત બને. પરિણામે જીવનયાત્રા સરળ બને.

ઇશ્વર અંતરમાં જ છે છતાંય આપણી અને તેની વચ્ચે કેટલું અંતર છે? રવિન્દ્રનાથ ટાગોરે રચેલું ભજન યાદ આવે છે, ‘આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું. સૂણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …’ આ તુંબડું જે નકામું પડ્યું છે ત્યાં તારા અંતરનો તાર બાંધીશ તો આ એકતારો ઝણઝણી ઉઠશે. પ્રભુ! મારા અંતરનો આ પોકાર છે!

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.
This entry was posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to ૩૯ – શબ્દના સથવારે – અંતર – કલ્પના રઘુ

 1. Pragnaji says:

  અંતર શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી.
  મને રવીન્દ્રનાથ ટાગોરની પ્રાર્થનાની આ પંક્તિઓ યાદ આવી ગઈ….
  “અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
  નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.”
  અંતરને કાપતા અંતર સાથે જોડાવાની વાત છે.જૈન ધર્મમાં સુંદર શબ્દપ્રયોગ છે સમ્યક્ભાવ -બધા અંતરો (બંધનો તોડી) કાપીને ઈશ્વર સાથે સમ્યકભાવે જોડવાની વાત છે…….મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે…, આ એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ શબ્દ કમળ બનીને ભીતરમાં ખુલે છે.
  અંતર -અંદરનો આત્માને જગાડવાનો
  અંતર -મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે…વાહ મજા પડી ગઈ આજે તો કલ્પનાબેન

  Liked by 1 person

 2. Kalpana Raghu says:

  આપના વિચારો બદલ આભાર પ્રજ્ઞાબેન.

  Like

 3. એક આખે આખો બ્લોગ ‘અંતરની વાણી’ ચલાવેલો . એમાં ચાર તંત્રીઓ હતા ! પછી એ બ્લોગ, ગદ્યસૂર અને કાવ્ય સૂર ત્રણે સૂર સાધનામાં સમાવી દીધા. અને ત્યાં તો ‘અંતરની વાણી’ બહુ જ ખીલી ઊઠી
  – એ ભુતકાળ યાદ આવી ગયો.
  ———–
  અંતર મમ વિકસિત કરો, અંતરતર હે,
  નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

  અહીં આખી કવિતા વાંચો અને સાંભળો –
  http://mavjibhai.com/madhurGeeto_two/356_antarmam.htm

  Like

 4. tarulata says:

  gujarati bhashano anek arthma vprato srs shbd antr ni chrcha kri.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s