અવલોકન -૪૫-એ શું? – પ્રશ્નાવલોકન

આમ તો રોજ સૂતા પહેલાં,
જોતો હતો
સાવ ઘટના વિહીન,
કોઇ નોંધ કે પ્રાણ
કે કવિતા વિના …

રાતની નિર્જન શાંતિમાં,
પાછળ આવેલા,
થોડીક ઊંચાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચ્ચે,
કાળી ધબ લાકડાની વાડની,
ફાટોની વચ્ચેથી,
ચળાઇ આવતી,
નિર્જીવ, પીળાશ પડતા
કેસરી રંગની ફીક્કી,
એ જ વીજળીની બત્તી.

અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે  ખરેલાં
પાનના વિયોગમાં આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.

પણ ……

કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.

એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,

પણ …..

એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર,
થીજી ગયેલાં
વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..

અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.

અને મુગ્ધ મને પૂછ્યુ…

”એ શું?”

587d072708354-image

આમ તો આ હીમ કણિકા ( iccicle ) પરથી સૂઝેલું  અવલોકન – કાવ્ય છે, પણ એના પરથી અવલોકન આ રહ્યું !

    વિજળીની એ બત્તીના નિર્જીવ પ્રકાશની જેમ પરમ તત્વનું અસ્તિત્વ આપણા ધ્યાન પર આવતું નથી. પણ જ્યારે એક સાવ નાનકડી હીમકણિકા તે પ્રકાશનું પરાવર્તન કરે છે, ત્યારે તે તેજ પુંજની જેમ ઝળહળી ઊઠે છે. પરમ તત્વના પ્રકાશનો એક નાનો-શો ટૂકડો દેદિપ્યમાન થઇ જાય છે. તે હીમકણિકાનું આયુષ્ય બહુ લાંબું નથી હોતું, પણ તેના આ સ્વરૂપનું એક ગૌરવ હોય છે.

      ચાલોને ! આપણે ભલે સાવ નાના હોઇએ, પણ એ હીમકણિકા જેવા બનવા પ્રયાસ કરીએ  અને પરમ તત્વના ઉજાસને પરાવર્તિત કરીએ…..

5 thoughts on “અવલોકન -૪૫-એ શું? – પ્રશ્નાવલોકન

 1. આ વીજ ઈજનેરને બત્રીસે કોઠે દિવા પ્રગટેલા છે. ક્યારેક એ નવલકથા લખે છે તો ક્યારેક ટુંકી વાર્તા. ક્યારેક એ નિબંધ લખે છે તો ક્યારેક અવલોકન. ક્યારેક એ પોતાના અનુભવો લખે છે તો ક્યારેક લોકોનો પરિચય કરાવે છે. કવિતા પણ કરે છે. પોતાના તો છોડો, અનેક લોકોના બ્લોગ બનાવી આપ્યા છે, અને અનેક લોકોના ગરબડાઈ ગયેલા બ્લોગ્સને મઠારી આપ્યા છે. ૬૦ + નો આ માણસ સ્વભાવે ૬ વર્ષનું બાળક છે, અને આજકાલ બાળકો માટે લખે છે. આવી વિરલ વ્યક્તિને મારી સો સો સલામું.

  Like

 2. મા દાવડાજીની વાત બરોબર છે
  યાદ આવે
  મહેતોજી કહે પુત્રી મારી, છો વૈષ્ણવની દીકરી;
  તારે મારે ચિંતા શાની, મોસાળું કરશે શ્રીહરી.
  મર્મ વચન સુણી તાતનું, સાસુ કને આવી વહુ;
  મારો પિતા મોસાળું કરે છે, સગાં મિત્ર તેડો સહુ.
  ખોખલે પંડ્યે તેડાં કીધાં, મેળવ્યું બધું ગામ;
  વહેવાઇ વરગ એણીપેરે બોલે, મહેતો મૂકીને જાશે મામ

  Like

 3. મુ.માનવ થઈને હિમકણીકાના આયુષ્યનો વિચાર આવે ત્યારે પરમ તત્ત્વને પામવા વીજળીના ચમકારે મોતીડા પરોવવાની વાત યાદ આવ્યા વગર રહે નહી . આપની વાત ગમી. ખૂબ ઉંચી વાત છે આપની.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.