૩૯)આવું કેમ?લગ્ન વિચ્છેદ: પણ કેમ??

લગ્ન વિચ્છેદ: પણ કેમ??

હમણાં કોઈ મિત્રના ઘરે પિકનિક પાર્ટીમાં જવાનું થયું . અમે બધાં મિત્ર મન્ડળ અને કુટુંબીજનોમાં મિત્રની દીકરી સોનાલીને (નામ બદલ્યું છે) જોઈને આનન્દ થયો – પણ તરત જ એ આનન્દ કોઈ વિચિત્ર લાગણીમાં ફેરવાઈ ગયો ! એકાદ દશકા પૂર્વે સોનાલી અને સૌમિલના લગ્નમાં અમે ખુબ નાચ્યાં હતાં , મહાલ્યા હતાં; પણ આજે એ જેસન નામના બીજા કોઈ બોયફ્રેન્ડ સાથે હતી !
‘શું થયું સોનાલી?’ ચિંતાથી પુછાઈ ગયું; ‘સૌમિલને શું થયું?’
“He was not for me !” સોનાલીએ કહ્યું “મારી અને સૌમિલની કેમેસ્ટ્રી ક્યારેય મેચ થતી નહોતી! એ સ્વભાવે ઠંડો , ધીમો અને કાયમ જતું કરવાની ભાવનાવાળો, પોતાની જાતને જાણેકે રામ સમજીને કુટુંબમાં પણ બધાને બધું લૂંટાવી દે ! I hate it! I am not Sita who would follow him in the jungle !”
હું અવાક થઈને સાંભળી રહી!
કાયમ આપણાં ધર્મગ્રન્થો અને વિચારધારા પર ‘આવું કેમ કહી’ પ્રશ્ન કરનારી હું , આદર્શ મર્યાદા પુરુષ રામ અને પતિવ્રતા સીતા પ્રત્યેના આવા અભિગમથીયે કોઈ વિચારેછે એ જાણીને , ફરી એક વાર સ્તબ્ધ બની ગઈ !
બે વ્યક્તિના સ્વભાવમાં ફરક હોય ,ગમો અણગમો જુદા હોય, કહોકે મત ભેદ હોય; પણ જો એક બીજાને વફાદાર હોય, દારૂ કે ડ્રગ્સનો નશો કરતા ના હોય, શારીરિક રીતે ત્રાસ આપતા ના હોય ને સાંજ પડે દડિયું કમાઈને ઘેર આવતાં હોય , તો શું સહ જીવન શક્ય નથી ?
આવું કેમ? ક્યાં ગઈ આપણી સાત જન્મ સાથે રહેવાની ભાવના? સાત જન્મ તો દૂર રહ્યા પણ ‘Till death can apart us ‘ મૃત્યું અમને જુદાં કરે ત્યાં સુધી અમે સહજીવન સાથ ભોગવશું! એ પણ હવેની પેઢી ભૂલવા માંડી કે શું?
આ નો ફોલ્ટ ડિવોર્સ (No Fault divorce )- કોઈનોયે વાંક નથી- માત્ર Irreconcilable differences -ના સુલઝાવી શકાય તેવા મતભેદોને કારણે -હવે સાથે રહેવાનો ચાર્મ – આનન્દ- જતો રહ્યો છે એ કારણે ડિવોર્સ લેનારાની સંખ્યા વધતી જાય છે!
સામાન્ય રીતે જે લગ્નો વિચ્છેદમાં પરિણમે છે તેના મુખ્ય કારણોમાં એનો નંબર બેવફાઈ, આર્થિક પ્રશ્નો અને કમ્યુનિકેશન અભાવ પછી -(Infidelity , Money , lack of communication ) પછી, પણ , lack of intimacy and equalities લગ્નમાં એક બીજા માટે સમાનતા અને ઈન્ટીમસીની પહેલાં No Fault divorce -આવે છે!!
આવું કેમ?
પ્રેમ , સુખ દુઃખમાં સાથ અને હૂંફ, કુટુંબ પરિવારમાં સાથે જોડાઈને રહેવા કાંઈ જતું કરવું , આ બધી ભાવના અને એનાં મૂલ્યો આજની પેઢી કદાચ વિસરી ગઈ છે અથવા તો તેનો એમને ખ્યાલ જ આપવામાં આવ્યો નથી!
મુશ્કેલીમાં – માંદગીમાં અહીંની સરકાર સોસ્યલ સિક્યોરિટી આપે છે- જેની પાસે પૈસા છે , ઇન્સ્યોરન્સ છે તેઓને હવે કોઈની તમા નથી! Who cares? નોકરી – ઓફિસ એ હવે ઘરની ખોટ પુરે છે! ત્યાં મિત્રો છે, પૈસા છે અને આનન્દ, દુઃખ સુખ હૂંફ કમ્યુનિકેશન બધું જ મળે છે! હવે ઘેર કુટુંબની જવાબદારીનું વળગળ શા માટે ? આ આજની પેઢીનું મંતવ્ય છે! એક નવા જ પ્રવાહમાંથી આ પેઢી પસાર થઇ રહી છે!
સોનાલીના માતા પિતાએ એકાંતમાં હૈયા વરાળ કાઢી ; “ શું કરીએ ? અમારી દીકરી જ અમારું નથી માનતી ! કહે છે કે તમને જો મારા વિચાર માન્ય ના હોય તો તમારી સાથે પણ સબંધ તોડવા તૈયાર છું!”
આવું કેમ? પુખ્ત વયના સંતાનો માટે માબાપને દોષ ન જ દેવાય ; પણ સંતાનોનાં ઉછેર સમયે શું ક્યાંક કયારેક આપણે ભૂલ તો નથી કરીને ?
ઇમિગ્રન્ટ્સ તરીકે આ દેશમાં આવ્યાં બાદ , સેટલ થવાના મહદ પ્રશ્ને બાળકો તરફ ઉપેક્ષા થઇ હોય!
આજે અમેરિકામાં ભારતીયોનું નામ ગૌરવથી બોલાય છે! ને તેમાંયે ગુજરાતીઓ મેરુના મણકા જેમ શિરમોર છે; કારણ કે જેમાનાં અનેક કારણોમાંનું એક તે આપણી કૌટુંબિક તાકાત, સંતાનોનાં વિકાસ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની ભાવના! ક્યાં ગયો
એ ભાવ ? ઓછી સગવડને કારણે સવારની ચા ઘરેથી પી ને પછી કામ ધન્ધે જવાનો રિવાજ હતો ; હવે પૈસાની છૂટ એટલે સવારની કોફી સ્ટાર બક્સમાંથી , લન્ચમાં ભાખરી શાક ને સ્થાને જોબ પરના કાફેટેરિયાની સેન્ડવીચ અને સાંજનું ડિનર પણ હવે કમ્પનીના કામે ક્લાયન્ટ સાથે થઇ ગયું ! સાચ્ચે જ નો ફોલ્ટ ડિવોર્સ વધે નહીં તો જ નવાઈ !
આવું કેમ ?
સોનાલીને હું એટલું જ કહીશ : જે ગોરમહારાજ બે લાખ ડોલરના ખર્ચવાળા મોંઘા લગ્નો કરાવવા આવે છે તે બધાય કાં તો સાયકલ પર કે બહુ તો ટોયોટામાં આવે છે; પણ તમને પાયમાલ કરનાર વકીલોકાયમ મર્સીડીઝ , લેક્ષસ કે ઔડીમાં ફરતા હોય છે! કારણ ? કારણ કે એમને રસ આ ફોલ્ટ કે નો ફોલ્ટ પણ ડિવોર્સમાં છે જેથી એમના ઘર ચાલુ રહે !એમની મર્સીડીઝ ગાડીઓ ફરતી રહે! સૌ પ્રથમ વાર આ ‘ નો ફોલ્ટ ડિવોર્સ’ શબ્દ મેં સાંભળ્યો હતો એ દિવસ મને હજુ આજેય યાદ છે: લગભગ અઢી દાયકા પહેલાં,અમારે ત્યાં બાળમંદિરમાં પાંચેક વર્ષની એક બાળકીએ મને કહ્યું કે હવે એના પપ્પા બીજે રહેવા જશે .. સ્વાભાવિક રીતે જ એના કહેવામાં એક જાતની એંક્ઝાયટી હતી . “Can I come and stay with you?” એ બાળકી લિસા એ મને લાડ કરતાં કહ્યું. “ Anytime ;you are always welcome !” મેં એને હૈયા ધારણા આપી ; ને સાંજે એની મમ્મી સાથે વાત છેડી ! “કોઈ એવું એક કારણ નથી!”’મા એ કહ્યું; “ અમે બન્ને જુદી દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ ! બેંકમા પ્રમોશનો અને ટ્રેનિંગ લીધે એ ખુબ આગળ વધી રહી હતી જયારે એનો વર કાર મિકેનિક્સ તરીકે હજુ ત્યાં જ હતો!ત્યારે મને આઘાત લાગેલો અને લીસાની મમ્મીએ કહેલું – અલબત્ત દુઃખથી – “ મારે મારા ભવિષ્યનો વિચાર કરવો જ જોઈએ ને?”“પણ , લિસાનું શું?”“ એ પણ ઘડાઈ જશે! વધારે સ્માર્ટ થશે!”વાત ખોટી તો નહોતી ! તથ્ય હતું ! પણક્યાંક કશું ખૂટતું હતું !એમ દિલ કહેતું હતું! આપણી સંસ્કૃતિ સ્વ નો સ્વાર્થ પહેલા સ્વજનનું હિત જોવા સમજાવે છે! પણ આવું કેમ?કોણ સમજાવશે આ સોનાલી જેવાઓને કે કોઈ કારણ હોય – અફેર હોય કે વર સટ્ટોડીઓ હોય તો સમજ્યા , કે એને છોડવો જ રહ્યો ; પણ આ ,’ બસ , મને એ ગમતો નથી !’ શું એ કારણે લગ્ન વિચ્છેદ ? સ્વતંત્રતાનો શું આમ દુરુપયોગ ? આવું કેમ? પ્રિય વાચક! આપ શું માનો છો ? શું મારો આ ઉકળાટ અયોગ્ય, અસ્થાને ,છે? આવું કેમ?

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in આવું કેમ ?, ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ. Bookmark the permalink.

6 Responses to ૩૯)આવું કેમ?લગ્ન વિચ્છેદ: પણ કેમ??

 1. tarulata says:

  Gitaben,vrtmanna prshnni chrcha kri.srs.

  Liked by 1 person

  • geetabhatt says:

   Thanks , Tarultaben! મને એક પ્રસંગ યાદ આવે છે : ત્યારે જામનગરમાં રોજ સાંજે અકિલા નામનું છાપું આવતું . તેમાં પહેલા કે છેલ્લા પાને સ્થાનિક સમાચારો આવે . રોજ બે ત્રણ જણ ( બહેનો ) રસોઈ કરતાં દાઝી ગઈ હોય તેવા સમાચાર અચૂક હોય જ ! એકાદ અઠવાડિયું આવું રોજે જ વાંચીને મારાંથી મોટેથી બોલાઈ ગયું : તમારે અહીં સ્ટવ સારા આવતા લાગતાં નથી ! રોજે જ ક્યાંક ને ક્યાંક અકસ્માત કરે છે !
   મારી એ બાલિશ વાતથી ઘરમાં બધાં સ્તબ્ધ થઇ ગયાં !
   ત્યારે પરણેલી સ્ત્રીને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો અને તેનું દુઃખ હતું : આજે આમ કોઈ કારણ વિના walk out કરનાર નવી પેઢીના વર્તનને પચાવતાં દુઃખ થાય છે!

   Like

 2. P. K. Davda says:

  છેલ્લા આંકડા અનુસાર મુંબઈમાં જેટલા લગ્નો રજીસ્ટ્રારની ઓફીસમાં નોંધાય છે, એના ૪૦ ટકા જેટલા છૂટાછેડાના કેસ વાંદરાની ફેમીલી કોર્ટમાં નોંધાય છે. લગ્ન સંસ્થા ટૂટવાની ઝડપ વધતી જાય છે, એની જગ્યાએ લીવ-ઇન-રીલેશન વધારે પ્રચલિત થવા માંડયા છે. એમાં લગ્ન અને છૂટાછેડા બન્ને પ્રક્રીયાઓમાંથી બચી જવાય છે. લોકો સિનેમાના એકટર-એકટ્રેસીસની નકલ કરે છે. રણવીર કપૂર અત્યારે ત્રીજા રીલેશનશીપમાં છે. સલમાનખાનની ગણત્રી જ નથી. અહીં અમેરિકામાં (અને હવે ભારતમાં પણ) આવા રીલેશનશીપમાંથી પેદા થયેલા બાળકો અંગે કોઈને કંઈ વાંધો નથી. ભારતમાં નીના ગુપ્તા અને આફ્રીકન ક્રીકેટરના રીલેશનશીપમાંથી જન્મેલી છોકરી, આજે જાણીતી ફેશન ડીઝાઈનર છે.
  મનુષ્યો ધીરે ધીરે હવે પશુ-પક્ષીઓનું અનુકરણ કરી રહ્યા છે.

  Liked by 1 person

 3. geetabhatt says:

  સાચી વાત કહી , દાવડા સાહેબ ! અમારા મિત્ર વર્ગમાં ચાલીસ ટકા મિત્રોના ઘરમાં એકાદ સંતાન પાંત્રીસ – ચાલીસ વર્ષની ઉંમર વટાવીને ,લગ્ન કર્યા વિના આનન્દથી, સફળ , જીવન જીવે છે!!
  પણ કમિટમેન્ટ સાથે સહજીવનનો ખ્યાલ એમને કદાચ મોડેથી આવશે ! અમારી પડોશણ ( શિકાગોમાં ) મેરેલીન,રિટાયર્ડ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ ( 95 years old)છેલ્લા વીસ વર્ષથી અવાર નવાર વાત નીકળે ત્યારે અફસોસ કરે છે કે સમય હતો ત્યારે એણે લગ્ન ના કર્યા.. નહીં તો એના ઘેર પણ કુટુંબી જનોની અવરજવર હોત.. well! Welcome to new era!

  Liked by 1 person

 4. Mina patel says:

  Very nicely written true story. This is reality of life in this country enjoyed your article.

  Liked by 1 person

 5. હવેની પેઢીની ડિક્શનેરીમાં ‘સમાધાન’ શબ્દ જ નથી. કદાચ આવશે પણ નહીં.
  જીવનનું ધ્યેય ‘સુખની શોધ’ છે – માત્ર પોતાનું જ સુખ ; પણ એમાં શાંતિ નથી એ દુઃખ છે !

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s