રાજેશભાઈ શાહ -વ્યક્તિ પરિચય

મિત્રો આપણી “બેઠક”ના સંચાલક શ્રી રાજેશભાઈ શાહને સૌ જાણીએ છીએ પરંતુ વિગતવાર પરિચય હમણાં જવનિકા દ્વારા આયોજિત પ્રોગ્રામમાં થયો જે આપ સૌ માટે મુકું છું,જાણીતા હાસ્ય કલાકાર અને ડાયરો કલાકારશ્રી સાઈરામ દવે  જેઓને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મલી છે તેમના વરદ હસ્તે શનિવાર 7 જુલાઈ, 2018 ના રોજ જવનિકા એન્ટરટેઇન્મેન્ટ ના સૌજન્ય થી રાજેશભાઈનું  સન્માન થયું
ગુજરાત  સમાચાર અમેરિકા એડિશનમાં છેલ્લા 11 વર્ષથી પત્રકાર તરીકે સેવાઓ આપતા રાજેશભાઈ શાહ 20 વર્ષ અગાઉ ભારતની માતૃભૂમિને સલામ કરી અમેરિકાને કર્મભૂમિ બનાવી અત્રે સ્થાયી થયા છે. કોમર્સ અને લૉ ગ્રજ્યુએટ એવા રાજેશભાઈએ વતનમાં બેન્ક ઓફ ઇન્ડિયામાં 29 વર્ષ સેવાઓ આપેલી છે
પરદેશની ધરતી પર પણ ગુજરાતી ભાષા – સાહિત્ય, સંગીત અને કલા ના સમૃદ્ધ વારસાને જીવંત રાખી આવનારી પેઢી તેનાથી વંચિત ના રહી જાય તે માટેના સંનિષ્ટ પ્રયત્નો કરતી બેઠક – ગુજરાતી લિટરરી ગ્રુપ, બે એરિયા ગુજરાતી સમાજ – નોર્થેન કેલિફોર્નિયા દ્વારા ગુજરાત ગૌરવ દિવસ ની દર વર્ષે થતી ઉજવણી, શ્રીમય કૃષ્ણધામ- વૈષ્ણવ હવેલી, જૈન સેંટર, સ્વામિનારાયણ મંદિર, ઇન્ડિયા કોમ્યુનિટી સેંટર, મુનિ સેવા આશ્રમ, શંકરા આઈ ફોઉન્ડેશન, અનુપમ મિશન, ઇસ્કોન, આર્ટ ઓફ લિવિંગ જેવી અનેક સંસ્થાઓની પ્રશનીય પ્રવૃત્તિઓને વાંચકો સમક્ષ મુકવાનું કામ તેઓ સુંદર રીતે કરી રહ્યા છે.તેમની પત્રકારત્વની સેવાઓની કોન્સુલેટ ઓફિસ – સાન ફ્રાન્સિસ્કો, એમ્બેસી ઓફ ઇન્ડિયા, વ્હાઈટ હાઉસ, ગુજરાત રાજ્ય સરકાર, ભારતના  માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્તિગત રીતે નોંધ લીધી છે અને સૌ ની સરાહના તેઓ પામ્યા છે.
તેમનું પત્રકારત્વનું કામ સુંદરરીતે દીપાવવામાં તેમની પત્ની જયશ્રી શાહ નો મોટો ફાળો છે.

3 thoughts on “રાજેશભાઈ શાહ -વ્યક્તિ પરિચય

  1. રાજેશભાઈને શ્રીકૃષ્ણના સંદેશમાં ખૂબ જ શ્રધ્ધા છે અને તેઓ હંમેશાં શ્રીકૃષ્ણના સંદેશને અનુસરી રહ્યા છે.

    Like

  2. રાજેશભાઈ જેવી યોગ્ય વ્યક્તિને aword મળ્યો છે.જેને કારણે બે એરિયાની દરેક talented વ્યક્તિઓ પ્રકાશમાં આવે છે. multitelented personality.’બેઠક’નો ગર્વ ! અભિનંદન

    Like

Leave a Reply to Kalpana Raghu Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s