બેઠકનો અહેવાલ -૬/૨૯/૨૦૧૮

તારીખ: ૨૯મી જુન ૨૦૧૮

મિત્રો આજે  આપણી બેઠકમાં માનનીય નલિનભાઈ પંડિત અને દેવીબેન આવ્યા હતા  તેમણે જે કૈક માણ્યું અને જોયું તે તેમના શબ્દોમાં લખી મોકલ્યું .જે આજે અહેવાલ સ્વરૂપે મુકું છું.

દર મહિનાના છેલ્લા શુક્રવારની જેમ આ શુક્રવાર ત્રીસમી માર્ચે સાંજે છ વાગે સાન ફ્રાન્સિસ્કોના સધર્ન ઉપનગર મીલ્પીટાસનાં ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરમાં સાહિત્ય રસિકોની બેઠક મળી હતી.અન્નકૂટ કહી શકાય તેમ વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી, બેઠકની શરૂઆત થઈ.

ગઈકાલે રાત્રે અમેરિકાના સિલિકોન વેલી બે એરિયામાં ગુજરાતી કાવ્યોની બેઠક માણી.
પ્રારંભ થયો કલ્પનાબેનની પ્રાર્થના સ્તુતિથી . પ્રજ્ઞાબેને કાર્યક્રમની આવકાર્યા . અને કહું બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે જેમાં ગુજરાતી સાહિત્યનો સાંસ્કૃતિક વારસો અકબંધ જળવાઈ રહ્યો છે.સિલિકોન વેલીમાં ગુજરાતી કાવ્યોની બેઠક…
અમેરિકાના પણ અનેરા આ વિસ્તારમાં વસતા ગુજરાતીઓમાંથી કવિ રુદયી ત્રીસ ચાલીસ ગુજરાતીઓ દ્વારા પ્રસ્તુત  કવિતાઓ રજૂ થઈ. ખૂબ તાજગી અનુભવી. ખૂબ તાજુબી પણ અનુભવી.બેઠકમાં દેવીએ તેની અનેરી લઢણમાં બે કવિતાઓ રજૂ કરી, ગુજરાતની પ્રત્યક્ષ હાજરી પુરાવી.બેઠકમાં કૃષ્ણ દવેની કવિતા પણ રજૂ થઈ. કૃષ્ણભાઈ મને ભાવનગરના શિશુવિહારમમાં દેખાયા. એટલે બુધ સભા, સ્વ. પ્રેમશંકર કાકા, વિનોદભાઈ જોશી યાદ  આવ્યા , કવિતાની રજુઆતમાં સુરેશભાઈ દલાલ,શ્રી અનીલ જોશી,ખલીલ ધનતેજવી શ્રી દર્શક અને સેફ પાલનપુરી હાજર થયા. બધાએ  ચપટી  ભરીને વાત કરી.અહીંના ગુજરાતી સ્નેહીઓ માતૃભાષાને જે પ્રેમ કરે છે, માતૃભાષાની જે ખેવના કરે છે, જે જતન કરે છે તે વંદનને પાત્ર છે. સો સો સલામ છે.

સહુ પોતપોતાના ઘરેથી ભોજન લાવેલા અને બધાએ પોતાનો મનગમતો ટેસ્ટ માણ્યો. અમારા ભાગનું પ્રતાપભાઈ પંડ્યા – પુસ્તક પરબ – ની દીકરી મનીષાબેન લાવેલા.મનીષાબેન સિલિકોન વેલીની શોભા છે, ગૌરવ છે. ગુજરાતીઓને  એક મેક કરવામાં તેઓનો અનન્ય ફાળો છે.હા. જમવામાં કેરીનો રસ પણ હતો. સહુએ પ્રેમ પૂર્વક ખાધો. ભાવનગરી જામફળ ખાવા મળે તો કેવી મજા પડે તે મીઠી વાતો પણ થઈ.મને મારી ઇકો ફ્રેન્ડલી વાડી યાદ આવી ગઈ. જ્યાં કેરી પણ છે અને જામફળ પણ છે. જ્યાં કોઈવાર થતી બેઠક પણ છે.
સર્વ શ્રી ગુણવંતભાઈ શાહે હમણાં જ લખ્યું છે કે ગુજરાતી ભાષા ધીમે ધીમે મરી રહી છે. મને ફરી ભાવનગર યાદ આવ્યું. બેક વર્ષથી ભાવનગરિઓમાં પોતાના બાળકોને ગુજરાતી મીડિયમમાં ભણાવવાની સાચી સમજ ખીલી છે. ભાવનગરનો  એલાઈટ વર્ગ પણ બાળકના ઘડતરમાં માતૃભાષાનું મહત્વ સમજતો થયો છે.કેલિફોર્નિયામાં ગુજરાતી ભાષાની ખેવના કરતા સહુને આટલી વાત જરૂર અમૃતબિંદુ સમી લાગશે.

મા તુજે સલામ.

અહેવાલ -નલિનભાઈ પંડિત 

અહી બે ત્રણ વાત જરૂર ઉમેરીશ કે આપણા વતનથી આવતા મહેમાન નલિનભાઈ અને દેવીબેન બેઠકમાં આવ્યા ત્યારે જાણે માતૃભુમી ની સુહાસ લઈને આવ્યા તેવું લાગ્યું. અમને તેમની સરળતા સ્પર્શી ગઈ અમને સહુને અને બેઠકની પાઠશાળાને નલિનભાઈએ પ્રોત્સાહન આપ્યું અને અમારું બળ બન્યા ,કવિતાનું વાંચન કરતા અનેક કવિ જાણે જીવંત થયા. કવિતા વાંચવી અને તેને સુંદર રીતે રજુ કરવી એ પણ એક કળા છે.એવો અહેસાસ દર્શનાબેન ભુતા સુકલ અને દર્શનાબેન વારીયા નાડકરણી સાથે અનેક લોકોએ કરાવ્યો.સુંદર અને સરળ થયેલી રજૂઆતને કારણે વાચકોનો રસ છેવટ સુધી જળવાઇ રહ્યો.ખાસ વાત કહીશ કવિતા એ કોઈના ભીતરનું શબ્દચિત્ર છે.જયારે કોઈ રજુ કરે છે અને સુંદર રીતે રજુ કરે છે ત્યારે તેનું નોખું સ્વરૂપ પ્રગટ કરીએ છીએ અને ત્યારે વેદના અને સંવેદનાનો તરજુમો નહિ પણ ભાષાનો દીવો પ્રગટે છે. બસ બેઠક આજ કાર્ય કરે છે નાના નાના કોડીયામાંથી  દીપમાળા પ્રગટવાની છે. જેમાં અનેક વ્યક્તિનો સાથ છે.બેઠકના ગુરુ તરુલતાબેન નો જન્મદિવસ ઉજવી પરિવાર અને પાઠશાળા જેવું વાતાવરણ સર્જાયું.તરુલતા બેને વાર્તા હરીફાય ની જાહેરાત કરી લખવા માટે આગ્રહ કર્યો આમ  બેઠકની પ્રવૃત્તિ ને ગતિમાં રાખી પ્રોત્સાહન આપ્યું ,એષા દાદાવાલા ની કવિતા પણ રજુ કરી. દરેકના સહયોગ અને સેવા થકી આ બેઠક ચાલે છે.આ વાત રાજેશભાઈ એ કરી અને એની નોંધ  ફીલિંગ મેગેઝીને લીધી, જે ખરેખર પ્રસંસનીય છે અને એનો જશ પત્રકાર પ્રદીપભાઈ ત્રિવેદી ને જાય છે.
પ્રજ્ઞા દાદભાવાળા

 

1 thought on “બેઠકનો અહેવાલ -૬/૨૯/૨૦૧૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.